રોશની તો એ જ છે...
ઉગતા સુરજ ની રોશની તો એ જ છે,
પણ પ્રદુષણ વચ્ચે એની એની સાંધ્યા ક્યાં ઓસરાય છે?
પર્વતો ની ઊંચાઈ ને ખીણોની ગહેરાઈ તો એ જ છે,
પણ એની અલગારી અસ્મિતા ક્યાં મેળવાય છે?
નદી ના ઝરણાંનું સંગીત તો એ જ છે,
પણ સાગર સંગ એનું મિલન ક્યાં સમય છે?
માટી ની મીઠી મીઠાશ એ જ છે,
પણ સિમેન્ટ ના જંગલ માં એ ગંધ ક્યાં દેખાય છે?
પંખીઓ ના સવાર સાંજ ના કલરવ તો એ જ છે,
પણ ભૌતિકવાદી ભંવર માં એ ક્યાં સંભળાય છે?
બોલી ને ભાષા ના ઢબ તો એ જ છે,
પણ દિલ ના ભાવ ની મીઠાશ ક્યાં ઝીલાય છે?
પુસ્તકો ના ખડકલા તો એ જ છે,
પણ જ્ઞાન ની તિજોરી ક્યાં લૂંટાય છે?
ભાઈ ભાઈ નું સગપણ તો એ જ છે,
પણ અંતર નો પ્રેમ ક્યાં કળાય છે?
માણસો પણ પાછા એ જ છે,
પણ એની આભા ક્યાં જળવાય છે?
ને રોજેરોજ સંસ્કૃતિ-કેળવણી ના સેમિનારો,
પણ શાન ની શૈલી ક્યાં સચવાય છે?
'સેતુ ' શ્વેતા પટેલ
(28/10/2013)
................................................................................
રહેશે!
તમારા શ્વાસના સ્પંદન હેઠળ મારા શ્વાસના તાણાવાણા વણાતાં રહેશે!
તમારા દિલ ના નળિયાં હેઠળ મારુ આ દિલ અવિરત મોજતું રહેશે!
તમારી પલકોની છાયા હેઠળ મારા આ દિલ ને ટાઢક રહેશે!
તમારી હથેળીના ટેક હેઠળ મારી આ હથેળીઓ હવે ઠરેલી રહેશે!
તમારા સ્મિતના સાગર હેઠળ મારુ સ્મિત પણ સંગાથે વહેતુ રહેશે!
તમારી નીતરતી માયા હેઠળ મારો આ સ્નેહ પળેપળ પાંગરતો રહેશે!
ને આપણી આ અનેરીમુકાલાતનો સિલસિલો અનંત ચાલતો રહેશે!
ને આપણા દિલના વ્હાલનો દરિયો ભરતી-ઓટ માં મરકતો રહેશે!
'સેતુ' શ્વેતા પટેલ
(26/06/2014)
...............................................................................
નખ
રોજ નવું શીખવાની તક આપે છે જિંદગી,
રોજ વધે છે જિંદગી ની જેમ જ નખ,
નખ ને અલગ કરી દઈએ છીએ,
ને જિંદગી ને જોડે લઇ ને જીવીએ,
નખ માં જેમ રંગ પુરીએ તો શોભી ઉઠે,
એમ જોવાં માં પણ ખુશીઓ ના રંગ ઉમેરાય,
દુઃખ ના વેધક તિર પણ દૂર કરવા પડે,
તૂટેલા નાખ ની માફક જ!
નિજીવ બની ને પણ જીવે,
તો આપણે સજીવ બની ને કેમ નહીં?
નાની શી ચીજ પ્રેરે હવે,
આનંદ સભર જિંદગી જીવવાને!
'સેતુ' શ્વેતા પટેલ
(29/05/2014)
..................................................................
દિલ હઠ
આ કલમ ને કાગજ છૂટતા જ નથી,
કદાચ નશો થઇ ગયો હશે!
લખતા લખી દઉં ચુ મન ની વાતો,
ને વાત ના વતેસર થતા હશે,
અલક માલિક ની મસ્તાની વાતો,
કંડારતી તહુ જાણે એ પત્રો જ હશે,
કલામ રૂપી નાની સડી માં હવે,
જાણે કોઈ ક્રાંતિ આવી હશે,
ન દિન દેખું ને ન રાત દેખું,
લખણપટ્ટી તો હવે આદત બની હશે,
આવડે કે ન આવડે લખતા,
તો પણ લખું એ જ દિલ હઠ હશે!
સ્ત્રીહઠ સમજ્યા, બાળહઠ સમય,
રાજહઠ સમજ્યા પણ આ દિલહઠ કેવી હશે?
'સેતુ' શ્વેતા પટેલ
(26/06/2014)
..............................................................
લાઈફ સ્ટાઇલ
બંગલાઓ તાણી બાંધ્યા તોય,
દિલની દીવાલો શાંતિ ચાહવા,
તરસતા નયને ગોથા ખાય!
મોબાઈલ ફોનની ફેશનમાં,
માટી ની મીઠી સોડમ સ્પર્શવા,
આંગળીના ટેરવા કરમાઈ જાય!
ગાડીઓ ની લ્હાયમાં ને લ્હાયમાં,
જિંદગીનું ગાડું હંકારતી વેળા,
હૂંફ ની બ્રેક તો તૂટી જાય!
ઈન્ટરનેટના અગોચર ઈલાજ થી,
સાદગી ના સ્વભાવમાં,
જીવતો માણસ રોગી થાય!
સ્વાર્થ ની કેડી ખૂંદી વાળવા,
સંબંધો ની મીઠાશ જેવી,
મનની મૃદુતા લૂંટાઈ જાય!
ઘટતી જતી જિંદગી માં,
હડસેલા ખાતી લાઇફસ્ટાઇલ નો,
સમર્પણ 'સેતુ' તૂટી જાય!
'સેતુ' શ્વેતા પટેલ
(12/12/2014)