રીયલ ઇન્ડિયા
આ શું થઇ રહ્યું છે?
દેશવ્યાપી નિરાશાના સૂરો,
કોઈ પેંશન ને લઇ ને આક્રોશ ઓકે,
કોઈ અનામતની માંગણી ની રેલી યોજે,
તો વળી એનો વિરોધપક્ષ હોબાળો કરે,
ક્યાંય શાંતિ નથી,ને ક્યાંય સંતોષ નથી,
લોકસભા હોય કે પંચાયત સભા,
નેતાઓ ધોળાં ગાભા પહેરી આમને-સામને,
એકબીજા પર વાક્યુદ્ધ પ્રહારે,
ને મીડિયા એમાં મસાલો પીરસે,
ક્યાંક વળી કોઈ કૌભાંડનો કિસ્સો ચગે,
ને તેની જડ પામવા સીબીઆઈ દોડે,
ને કોર્ટ સુનવણી ની તારીખોના મારા કરે!
આ શું છે બધું?
સાચે ઇન્ડિયા લોકશાહી માં જીવે છે?
ગુલામી કરતા ભૂંડી છે હાલત અહીં,
શું ધારેલું ગાંધી, સરદાર અને ક્રાંતિવીરો એ?
રામ, કૃષ્ણ અને સંતો ની ભૂમિ છતાં,
આવા દિવસો શેને આવ્યા?
હરપલ રુશવત અને ગોટાળા, તો ક્યાંક એમાંય પોલિટિક્સ ,
બસ આ જ ઓળખાણ હવે?
તોય કહે આઈ લવ માય ઇન્ડિયા!!!
લવ કહેવાથી ના થાય દોસ્તો,
લવ કરવો પડે..!!ઇન્ડિયા ને...!!!
રીયલ ઇન્ડિયા બનાવ માટે।...
સુધરી ને...સુધારી ને....
અટકી ને....અટકાવી ને....
'સેતુ' શ્વેતા પટેલ
(04/09/2015)
...........................................................
પહેલી અનોખી દિવાળી।....
સાંજની સંધ્યા ને તે પછી નો ઉજાસ,
ને દિવાળીની તે રોશની ની રાત,
ઉત્સાવો તો માણી લેતા અપને સૌ મોજમાં,
પણ કદીએ ખ્યાલ નથી કે,
પેલા નવજાત પંખીની મનોદશા!
એની મનસ્થિતિ નો ભય ને તેમાંય,
રહેતી વિડંબણા એ રાતની રોશનીની,
આતશબાજીની એ રાતની રોશનીની,
આતશબાજીની અલપ-ઝલપ ને,
વધુમાં કુતુહલ પેલા દવનિકુંજનો!!!
એનાથી નહોતું જીરવાતું પૂસીયા વિના,
'એ શું હતું?'
આ સાંજની કીકીયારીથી,
શું જોવા મળશે મને કાલની સવાર?
શું હું ઉગરી જઈશ આ ધમાલ થી?
નાના-શા આ જીવને હવે,
થઇ રહી છે ફિકર હવે એના અસ્તીસ્ત્વની!!!
ને ડરતું તે પૂછતું એની માં ને,
ને ધ્રુજતુ રહી લપાતું ડાળીની સોડમાં,
ને માણતું આવી એની પહેલી,
અનોખી દિવાળી!!!
'સેતુ' શ્વેતા પટેલ
ટી વાય બી કોમ , સાહસમ - અંક 65
.............................................................
કોલેજ લાઈફ
કોલેજના કેમ્પસ ની મોજ મસ્તી,
ને તેમ થતી મહેફિલ અંતાક્ષરીની...
દોસ્તીના આ દિવસો અમારા,
આમ તો ક્લાસ અને લેકચરમાંથી,
પણ બેંક કરવા ફાવી જતા અમે....
ક્યારેક પાર્કિંગ માં તો,
ક્યારેક એમ ટી બી ની લટાર પર,
માણતા અમે લાઈફ કોલેજની...
હરરોજ માણતા ઉજાણી ડબ્બા પાર્ટીની,
સ્વાદ કચોરીનો ને રંગત લોચાની..!!!!
બપોર ક્યાં થઇ જતી ખબર નહિ,
કદી ચોપાટી માં ફરવા માટે તો,
કદી મુવી જોવા ટાઈમ કાઢી લેતા અમે,
પરીક્ષાના તને લટાર મારવા અને,
સ્કોર કરવા દોડી લેતા સાથે અમે,
ક્યારેક મીઠી નોકજોખમાં લડાઈ અમારી,
લાવી દેતી સહુના દિલ ને કરીબ...
ભલે અમારા થામ ઠેકાણા અલગ ખૂણે,
પણ દિલ તો મળતાં અહીં જ વળી !
માત્ર ડિગ્રી લેવાના હેતુથી મળેલ,
અમે બાંધી લીધો સ્મૃતિ નો 'સેતુ' અહીં...
'સેતુ' શ્વેતા પટેલ
ટી વાય બી કોમ
સાહસમ - અંક 65
.........................................................
મહેરબાની
કદી ન માંગ્યું હતું એ દઈ દીધું એ જિંદગી!
અમને આપી ખુશી સારી,
ને જીવન ની ધૂપ છાંવ માં,
અમે તો માગ્યું હતું એક બુંદ શીળું,
દઈ દીધી લહેર મજાની,
આપી લહેરવૃંદના મોજા રાજી,
ગુજારીશ કરી થોડી ખુશીની,
ને આપી સારી દુનિયા ખુશીની,
માંગી તુજ પાસ શક્તિ જરા શી,
પણ લઇ લીધા દુઃખ જ મુજ થી,
માંગુ ને દે અધિક,
કદી ભૂલ થી મંગુ તુજ સમક્ષ દુઃખ તો,
વિચારજે !! ના દેતા પહાડ મોટો,
નહિ જીરવી શકું! કહું તુજ ને!!!
'સેતુ' શ્વેતા પટેલ
એફ વાય બી કોમ
સાહસમ- અંક 63