kavyasetu - 3 books and stories free download online pdf in Gujarati

કાવ્યસેતુ - 3

અમદાવાદ

અસલ અમદાવાદી મિજાજ,
બોલીથી પકડાઈ જાય!
ચીવટાઈ ભરેલી બોલી,
એમાંય જલેબી જેવી મીઠાશ!
જલસાભેર જીવતા અહીં હરેક લોક,
જે જઈ આવે જે રાતે માણેકચોક,
ભદ્રનાં મહાકાળી કરે રખેવાળી,
ફરકણી અહીં કાંકરિયાની પાળી!
એલિસબ્રિજ જોડે શહેરને સજ્જ,
સરદારબ્રિજ ને નહેરુબ્રિજ સાથ પુરાવે સંગ!
રિવરફ્રન્ટનાં સહેલાણીઓ સંગ,
અમદાવાદ એના રંગે રંગ!
દરવાજા ત્રણ કે લાલ,
પ્રેમ પુરે હરપળ!
પોળનાં ઇતિહાસ હજીય,
રેલાય અલૌકિક સંપ !
જ્યાં માણસાઈની વાડ છે,
એ વાડજ અડીખમ છે!
શાહી દરબાર ભલે રાજાઓના હોય,
અહીં તો શાહીબાગ છે!
પૂર બધા સરસ છે અહીં,
દરિયા હોય કે ગોમતી-કાલુ !
પલળવાની મોસમની મોજ,
પાલડી - આશ્રમરોડ રોજ!
મણિ હર એક એક કણમાં,
મણિનગરની શેર માં!
નિકોલ હોય કે નારોલ,
શહેરમાં એના ઘણા રોલ!
સાયન્સસિટી હોય કે સોલા,
માણસો અહીંના ભોળા!
નારણપુરા ને નવરંગપુરા,
સીજી રોડના ઓરતા પુરા!
એસજી હાઈવે હોય કે બરોડા હાઈવે,
સહેલાણીઓ ને જોડતો હવે!
- સેતુ


(16-5-2020)

...............................................................

સુર રેલાવતું સુરત

સુર રેલાવતું સુરત,
સ્નહે રેલાતું સુરત,
સુરતીલાલાઓનું સુરત,
સગપણ સોનાનું છે!
ઘીમાં ગોઠવાયેલી ઘારી,
લોચા ખમણની લારી,
રંગત લેતા સૌ લહેરી,
જમણ જમતા સૌ શહેરી!
કાપડ ઉદ્યોગ શાન છે,
હીરા જરી એની જાન છે,
ઘાંચી ગોલા ખત્રી કમાલ છે,
પૂરમાં પણ મોજતી ધમાલ છે,
તાપી માઁ એની સાક્ષાત્કાર છે,
સૌ અડી જાય એ અડાજણ છે,
જ્યાં અંધેર નહીં એ રાંદેર છે,
વાલા અટકે રહે એ પુરા છે,
નાનપુરા-ગોપીપુરા-રૂસ્તમપુરા છે,
કોઈ અથવા નથી એ અઠવાગેટ છે,
ભાગળ ચૌટાની ભીડ છે,
ગૌરવપથની રાત રંગીન છે,
સેટેલાઇટની માયા સંગીન છે,
ઘોડદોડ પર ઘોડા જેવી સ્પીડ છે,
ઉધનાની અટારી અજાયબ છે,
મીની સૌરાષ્ટ્ર સમું વરાછા છે,
અમરેલી વસે એવુ અમરોલી છે,
શરુ થતું ત્યાં કામરેજ છે,
ને પૂરું થતું ત્યાં સચિન છે,
સુમુલ ડેરી સદાબહાર છે,
સાર્વજનિક ટ્રસ્ટ અદાકાર છે,
હજીરા ઉદ્યોગ હાજરાહજુર છે,
ડુમસનો દરિયો ભરપૂર છે.

-સેતુ

(16-5-2020)


...............................................................


એ છેલ્લા શબ્દો, ને છેલ્લી નજર,
છેલ્લી મુલાકાત,
કેમય ભુલાય?
તારી આંખોમાં સમાયેલી એ,
અલભ્ય વેદના,
કેમય ભુલાય?
તારા મનમાં સમાયેલી એ,
અસંખ્ય વાતો,
કેમય ભુલાય?
હજી ઘણું હતું જીવવાનું,
ને જુદાઈની વેળા,
કેમય ભુલાય?
અધૂરી વાતો, અધૂરા સપના,
અધૂરા અભરખા,
કેમેય ભુલાય?
આયખું આખું જોડે છતાં,
બાકી સફરની વેળા,
કેમેય ભુલાય?

- સેતુ

(14-5--2020)

............................................................

આજે પણ યાદ છે એ કોફીનો સ્વાદ,
જે તારી જોડે પીધી હતી પહેલી મુલાકાતમાં,
એથીય વધારે યાદ તારો મધુરો સંગ,
પહેલી નજરનો પ્રેમ,
ને તેમાંય રોમાન્સ ભેળવતી કોફી!
સામસામે બેસી હાથમા હાથ,
આંખોમાં આંખો પરોવાયેલી ઘડીઓ,
ને પ્રેમના ઈઝહારની એ ઘડીની,
માત્ર એ કોફી જ મિસાલ છે!
હજીય આપણાં એ સંભારણા,
એની ઝલક સવારે કોફી સંગ,
તારી સાથે માણેલી એ ચુસ્કી,
રોજ તાજા કરાવે છે!
આજેય તું એ જ છે,
હું પણ એ જ છું,
ને એ કોફી પણ એ જ છે,
માત્ર એ સાંજની વેળા પલટાઈ,
સવારમાં સ્થાન પામી છે!

(15-5-2020)

............................................ .

મહોબ્બત

એ તો તારો કિનારો મળ્યો,
મારી દુનિયાને આશ્રય મળ્યો,
દિલની ધડકનોને સ્નેહ મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારો ઈશારો મળ્યો,
મારી આંખોને સહારો મળ્યો,
ચાલતી ધમનીને પનારો મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારા સ્મિત મિનારો મળ્યો,
મારા ખંજનને ખાડો મળ્યો,
એમાં ડૂબવાનો પ્રતિભાવ મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!
એ તો તારો સથવારો મળ્યો,
જિંદગી જીવવાનો મોકો મળ્યો,
સુખદુઃખનો કેડીનો રસ્તો મળ્યો,
મહોબ્બતને વેગ મળ્યો!

- સેતુ

(17-5-2020)

.........................................

...............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED