Kavyasetu - 1 books and stories free download online pdf in Gujarati

કાવ્યસેતુ - 1

મેઘધનુષ


દિલ ની રંગીન ચાદર માં,રંગીન સપનાઓ સાથે,

તારી અને મારી આ જિંદગી રંગીન બને!

એમાં તારો રંગ કૈક જુદો ને મારો રંગ કૈક જુદો,

આપણા રંગબેરંગી રંગની મધુમય બને સંગત,

લાલ તારા પ્રેમ નો,પીળો મારા વ્હાલ નો,

લીલો તારી સાદગી નો, તો કેસરી મારી ઉગ્રતાનો,

નીલો તારા સ્મિત નો, જાંબલી આપણી મધુરતાનો,

વાદળી તારી શીતળતા નો,

તો વધેલા બધા સુખ દુઃખ ના,

આ બધાય રંગો ની રંગત માં,

આપણે રંગાતા અને રૂપતા સ્નેહે,

ને જીવતા આ રંગબેરંગી મેઘધનુષ!

(15/05/2014)

‘સેતુ’ — શ્વેતા પટેલ

.............................................................................

માંગુ ….


જીવનભર તારો સાથ માંગુ,

સાથી તારો પ્યાર માંગુ,

અવનવી મહેફિલોની રોનક સંગ,

સાથી તારો નજારો માંગુ,

અઢળક વાતોના વંટોળમાં,

તારા વિશ્વાસનો વિસામો માંગુ,

માંગી આમ તો આખી જિંદગી,

છતાં પલે પલ ના પારખાં માંગુ,

નથી કોઈ તમન્ના તુજ થી,

તોય પ્રેમની આસ્થા માંગુ,

મારુ તો બધું તારું જ છે,

તોય એમાં તારો સાથ માંગુ,

જિંદગીની રાહ પર ચાલતા ચાલતા,

મંજિલના પથ નો કિનારો માંગુ,

જિંદગીની ચડતી-પડતીના ઝોખામાં,

તારા હાથમાં મારો હાથ માંગુ,

સાથી તારો પ્યાર માંગુ!

‘સેતુ’ શ્વેતા પટેલ


(05/07/2015)

..........................................................................

દિલ...

દિલના પાનમાં લખેલું નામ,

વાંચવાના અખતરાં કરવા,

અમે સંતાકૂકડી રમીએ રે!

ક્યાં છુપાયું નામ એનો,

ક્યાસ કાઢતા અધરો પર,

સંગેમરમર સ્મિત રેલાયું રે!

દિલ ની દિવાલોના અંધકારને,

લાગણીનો ઉજાસ આપી,

પ્યારનું સંબોધન સીંચ્યુ રે!

ધબકતા દિલ ની રગોમાં,

સ્નેહ ઝરણું ખૂંદી વળવા,

નિત ગોથા અમે મારતા રે!

મહેકતા એ દિલ ની અસ્મિતાની,

અદલા બદલી કરતાં કરતાં,

આંખથી હસ્તક્ષર કરતા રે!

‘સેતુ’ શ્વેતા પટેલ

....................................................................

અરમાનો


અમારા કંઈક અરમાનો છે,

જીવવાના ઘણા સપનાઓ છે,

છતાં અરમાનોની અછત કેમ છે?

તૂટતાં વણાતા સપનાઓ ની કેડીઓ છે,

એ કેડી પર ચાલતા જવું છે,

જતા જતા મસ્તી ને મોજ કરવી છે,

એ મસ્તી માં જ બધું પામવું છે,

પામેલી એ ક્ષણો માં જ જીવવું છે,

ને જ જીવન ને વાગોળવું છે,

એ સ્મુર્તિ ની સોડમ સાચવવી છે,

એ સોડમ માં અનેરો સાથ માંગવો છે,

એ સાથનો સાથ નિભાવો છે,

જોડે જિંદગી ચાલવી છે,

ને એ જીવનના સપનાઓ સિંચવા છે,

એ જ તો અમારા રૂડા અરમાનો છે!


‘સેતુ’ શ્વેતા પટેલ

(29/05/2014)

.......................................................


કુદરત ની ચાલબાજીમાં!

શ્વાસની સાંકળ થંભી ગઈ આજે,
જીવન ટકાવા સામર્થ્ય ખેડવું રહ્યું,
રુઆબદાર જીવન કેદ-શુ થયું!
કુદરત ની ચાલબાજીમાં!
મથી રહ્યો માનવી અટકળોમાં,
ઝઝૂમી રહ્યું વિશ્વ્ ‘કોરોના’ સંગ,
નથી આરો કોઈ આશા નો,
જીવનદીપ ઓલવાય રોજ લાખો,
કુદરત ની ચાલબાજીમાં!
ખેલ પણ ન્યારો એનો,
પ્રકૃતિં પાર બહુ કર્યાં કાળા કેર,
એ જ લાઠી વાગે હવે સુમસાન રોજ,
સહન કર્યે જ છૂટકો રહ્યો,
કુદરત ની ચાલબાજીમાં!
હજારો મૂક ની વેદના ને અરમાનો,
ખીલ્યા જ છે હવે આઝાદી સંગ,
બીક ના માર્યા ખુદ કેદ માનવી હવે,
ને જીવંત પ્રકૃતિ સોળે કળાએ,
કુદરત ની ચાલબાજીમાં!

‘સેતુ’ શ્વેતા પટેલ
(31/03/2020)

.......................................................

સપનાનું ઘર….

મકાન થી બનવેલું એ ઘર છે,

આંખે સજાવેલ સપનાઓ નો મહેલ છે,

કદી વિખેરાય નહિ એ કસમ છે.

સ્નેહ થી સિંચાયેલ હર એક ખૂણા છે,

ને તેમાં સજાવટ ની સુવાસ છે,

થનગની ઉઠતી વિશ્વાસ ની સાંકળ છે.

અનેરો ઉન્માદ છે, ઉત્સવ છે,

મહેનત ના મીઠા રંગનો!!!

ઈંટ-માટી ની દીવાલો જ છે,છ

તાં પ્રેમના ઉમળકાનો ભાવ છે.

સંગાથે રહેવાની પ્રેરણા છે,

ન કોઈ મનભેદ , ન મતભેદ છે,

ન દુઃખ ની કોઈ સીડી છે,

માત્ર સુખ ની કેડી છે,

સાથે રોજ આનંદ ના અખતરા છે,

બાળકોના કિલ્લોલનો કલરવ છે,

વડીલોના આશિષના અરમાનો છે,ને

અમારા સહકાર ના સમર્પણ છે.

-સેતુ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED