કાવ્યસેતુ - 9 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

કાવ્યસેતુ - 9

લખાણ

નાની અમથી આંગળીઓ,

ને એમાંય નરમાશ,

કોમળતાના કદમથી,

પેન ઉપાડી એક બાળકે!!

ઘણું લખવાનો ઉન્માદ,

સાહસ કરવા સમર્થ સમ,

એ નથી ખબર શું કંડારશે,

છતાં જીજ્ઞાશા ઊંડી છે,

બધું જ આવડે છે,

એ આત્મવિશ્વાસ સંગ,

અંગુઠાના ટેકાથી,

પેન ની પકડ કડક કરી,

મૃદુતાથી શુભારંભ કર્યો!!

તૂટક-તૂટક તો થોડી અલય,

લીટીઓ માંડવાની ક્ષમતામાં,

સંતોષ પૂરો એનો!!!

ખુશીઓનો પાર નહોતો,

આનંદિત એ આંગળીઓનો,

ને મન ની મૃદુતાનો,

એ પહેલી વાર લખાણનો!!

"સેતુ' શ્વેતા પટેલ

(24/04/2020)

..................................................

લગ્નસંબંધ

સહિયારા સપનાઓની કેડી,
નાં તારી નાં મારી,
પરિવારોનાં મિલનની,
પરસ્પરના વ્યવહારોની,
રિવાજોની,
વડીલોના આશિષની,
લગ્નની ચોરીના સગપણની!
તુંય અજાણ ને હુંય અજાણ,
ઓળખીતા તો માત્ર સંબંધી,
ગોઠવી નાખી જોડી,
એય ઈશ્વરના પ્રસાદ સમજી,
મેળવી દીધા જન્માક્ષર,
ને મુલાકાત થોડા પળોની,
ને કરી લીધા સપનાંઓની,
લાગણીઓની, પ્રેમની,
સ્વભાવની, પરિવારની,
યોગ્યતાથી ચકાસણી,
હા કરીને થઇ ગયા,
જિંદગીભરના સંગી!
છતાંય વિશ્વાસ પૂરો,
સુખદુઃખના ભેરુ બની,
સહકારની સાંકળ બની,
વીતશે આયખું સંગ!

"સેતુ' શ્વેતા પટેલ

(૨૫/૦૫/૨૦૨૦)

.........................................

સવાર

રોજ ઉઘડતી આંખોમાં,
સપનાઓ હાજર,
સુંદર વાયરાની વાતને,
મીઠાં કલરવી સાદ,
નીંદર કહે સુઈ રહે,
ને અજવાસ ઉઠાડે,
સવારની એ મીઠી નોકજોક,
નવા એલાર્મની રિંગ,
આંખો સફાળી ખોલી દે!
સુતા સુતા અજવાળા સંગ,
શરૂઆત દિનની ખુશનુમા!
ચાની સોડમ મઘમઘ,
ને એમાંય મમ્મીનો સાદ!
સવારની એ ઉન્માદી મહેક,
મીઠાં કરે દિવસના પહેલ!

............................................

સિંદૂર

સપ્તપદીના એ સાત વચનો,
ફેરા વખતની બધી કસમો,
તારા હાથમાં મારો હાથ,
જીવનભરનો આપનો સાથ,
ને લગ્નની એ વેળા,
જોઈ એ આપણે ભેળાં,
જાણે સપનું આપણુ,
સિદ્ધ થાય એ ન્યારું,
બધી લાગણીઓ આજે,
તારી જોડે માત્ર છાજે,
દુલ્હન બની હું તારી,
એ જીવન કેરી ક્યારી,
જોડે સજાવેલા સપનાં,
આજે થયા આપણાં!
સુખદુઃખનાં બધા ઓરતામાં,
તારા સિંદૂર ને મારા સેંથામાં!

............................................

કેમેય ભુલાય?

એ છેલ્લા શબ્દો, ને છેલ્લી નજર,
છેલ્લી મુલાકાત,
કેમય ભુલાય?
તારી આંખોમાં સમાયેલી એ,
અલભ્ય વેદના,
કેમય ભુલાય?
તારા મનમાં સમાયેલી એ,
અસંખ્ય વાતો,
કેમય ભુલાય?
હજી ઘણું હતું જીવવાનું,
ને જુદાઈની વેળા,
કેમય ભુલાય?
અધૂરી વાતો, અધૂરા સપના,
અધૂરા અભરખા,
કેમેય ભુલાય?
આયખું આખું જોડે છતાં,
બાકી સફરની વેળા,
કેમેય ભુલાય?

..................................................

દંપતિ

પ્રેમ વર્ષોથી હતો,
જોડે જિંદગી વહી ગઇ,
કડી કબૂલાત નહીં!
છતાંય નિભાવી જાણ્યો,
એ દંપતીનાં વિશ્વાસે,
જોડે નિભાવેલ સંસારથી,
ફૂટી કૂંપળોને ફૂલો પણ,
ને એની સુવાસ મઘમઘી ઉઠી!
પાકટ થતા વીતી ઘડીઓ,
છતાંય ઈઝહાર નહીં કદી,
તોય નિભાવી પ્રેમ સાંકળ!
કબૂલાતની ન જરૂર એમને,
નાં કદીય દેખાડો પ્રેમનો,
ને જિંદગી પ્રેમમાં જાકમજોળ!
દામ્પત્યજીવનની એ ગાથામાં,
હરરોજ પ્રેમના મૂક ઈઝહાર!

.....................................................

બચપણ

હતું બધું મારી જોડે,
નતું કોઈ બંધન સાથે,
માત્ર નિખાલસ રમતો,
ને એમાંય લાખો આનંદ,
નાં કોઈ કાવાદાવા મોટા,
નાં કોઈ દાવપેચ જિંદગીના,
બધી ખુશીઓના સરનામાં,
એમાંય માટીની મીઠાશ!
નાં કોઈ સૂગ નાં કોઈ સગપણ,
બસ ધીંગામસ્તી દોસ્તોની,
સંતાકૂકડી સાથીઓની,
ને લખોટીનાં કુંડાળાઓ,
ક્રિકેટની બાઉન્ડરીઓ,
એને પામવાના અખતરા,
બસ આ જ પુંજી અમારી!
ભાર વિનાના ભણતરમાં,
ખાલી પરીક્ષાનાં ટાણામાં,
મોંકાણ અમારું ઘર!
બધું ત્યાં જ રહી ગયું,
ને હું પુરપાટ બચપણની બહાર!

...............................................

હજીય યાદ છે!

રોજ સવારે આવીને રમવું,
દરવાજો ખખડાવીને નાસી જવું,
બૂમો પાડીને હેરાનગતિ તારી,
નટખટ તારી મસ્તીઓ,
હજીય યાદ છે!
તારા ઘરે ન જવાની જીદ,
મારા ઘરે ખાવાની જીદ,
મારી જોડે રમવાની જીદ,
તારી હરેક કાલીઘેલી બોલી,
હજીય યાદ છે!
ભલે તું નથી ત્યાં હવે,
ભલે હું નથી ત્યાં હવે,
માત્ર નિર્દોષ દોસ્તી ત્યાં હવે,
ગુંજે છે હરેક યાદમાં,
હજીય યાદ છે!

....................................................