ek yoddho banyo bhoot books and stories free download online pdf in Gujarati

એક યોદ્ધો બન્યો ભૂત

ગીર ના જંગલોની છેવાડે એક ગામ, તે ગામ ઘણું નાનું હતું પણ મોટા મોટા જમીનદાર ના કારણે પૈસાદાર હતું. થોડી જમીન હતી બાકી દૂર દૂર ગામ ફરતું જંગલ જ હતું. ગામ ના બધા લોકો ખેતર માં જઈ ખુબ મહેનત કરતા હતા.

તે વિસ્તાર માં એક ચોરો ની સક્રિય ગેંગ ફરતી હતી ને તે વિસ્તારમાં એક પણ ગામ ને તે ચોરી કર્યા વગર છોડતી ન હતી. પણ આ ચોરો ને આ ગામ વિશે સાવ અજાણ હતા. તેથી આ ગામના પરિવારો ખુશ હતા,

એક દિવસ આ ચોરો ની ગેંગ એક ગામ ને લૂંટી ને તે આ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા જ્યાં આ ગામ હતું. ચોરો આ જંગલ પાર કરી રહ્યા હતા ત્યારે ચોરો એ જોયું કે અહીં એક ગામ છે. આ ગામ જોઇને ચોરો ચૂપચાપ ગામ છોડીને નીકળી ગયા. અને બીજા દિવસે આ ગામને લૂંટવા ની રણનીતિ બનાવી.

તેઓએ આ ગામમાં પૈસા મળશે કે નહીં તે વિશે તેમણે જરા પણ ખબર હતી નહિ એટલે આ જાણવા માટે ગેંગે એક માણસ ને તૈયાર કર્યો અને ગામમાં જાસૂસી કરવા તેને મોકલ્યો. જ્યારે તે માણસે ગામની જાસૂસી કરી ત્યારે તેમને ગામ વિશે ખબર પડી અને આ ખબર તેણે તેમની ગેંગ ને કહ્યું કે આ ગામમાં ઘણી સંપત્તિ છે અને આશ્ચર્યજનક વાત એ છે કે આ ગામ માં ધાર્યા કરતા વધુ સંપત્તિ છે પછી બધા ચોરોએ તે ગામ પર હુમલો કરવાની યોજના ઘડી કાઢી.

એક રાત્રે, આ ગામના બધા લોકો સૂઈ ગયા, ત્યારે આ ગામના લોકોએ કોઈ નો આવવાનો અવાજ સંભળાયો. થોડા સમય પછી, બધા ચોર ગામ પર હુમલો કર્યો અને તમામ લોકોને લાકડી ઓ મારી અને ધમકી આપી ને બધાને બંધક બનાવી લે છે. પછી બધાને કહ્યું કે અમને તમારી પાસે રહેલા બધા પૈસા અને દાગીના આપી દો નહિ તો બધા ને ખતમ કરી દેશું. બધા લોકો ડરી ને પૈસા અને ઘરેણાં આપી દીધા.

ચોર બધા લૂંટી ને જઈ રહ્યા હતા ત્યારે ગામ ના એક છેવાડે થી એક શૂરવીર હાથમાં લાકડી લઈ દોડતો આવ્યો ને ચોરો ની પાછળ પડ્યો. હજુ ચોર બધા ગામ ની બહાર નીકળ્યા તા ત્યાં તે માણસ પહોંચી ગયો ને લડાઈ માટે બધા ચોર ને આમત્રિત કર્યા. ચોર આ જોઈ બધા હસવા લાગ્યા. ગેંગ માંથી એક માણસ ને તેની સામે લડવા મોકલ્યો. પેલા એક ચોર ને એક જ ઝાટકે ઢાળી દીધો. ત્યાં તે ગેંગ માંથી ફરી ચાર આવ્યા, તે ચાર ને પણ તે શૂરવીરે ઢાળી દીધા. હવે ગેંગ ના લીડરે બધા ને ઓર્ડર કર્યો. "તુટી પડો આની પર" ઓર્ડર મળતા બધા ચોર એક સાથે પેલા શૂરવીર પર તુટી પડયા. શૂરવીર અને ચોર વચ્ચે એક યુધ્ધ જેઓ માહોલ સર્જાયો. એક શૂરવીર યોદ્ધો બધા પર હાવી થઈ રહ્યો હતો. એક કલાક સુધી આ લડાઈ ચાલી જેમાં બધા ચોર ઘાયલ થઈ ગયા ને ચોરેલો સામાન ત્યાં મુકીને જતા રહ્યા પણ તે યોદ્ધો ગંભીર ઘાયલ થયો ને તે શહીદ થઈ ગયો.

ગામ લોકો ને ખબર પડતાં બધા ગામ ની બહાર આવ્યા ને પેલા યોદ્ધા ને સલામી આપી તેને તે જ જગ્યાએ દફનાવી ત્યાં એક નાનું સ્મારક બનાવ્યું. લોકો જ્યારે પણ ગામ ની બહાર નીકળતા ત્યારે ત્યાં તેમને નમન કરી ને નીકળતા. ત્યાર પછી ગામ માં કોઈ નાની ચોરી પણ થઈ ન હતી ને કોઈ બીમાર પણ પડતું ન હતું.

ઘણો સમય વિતી ગયો, ગામ ના બધા લોકો ખુશ હતા ને ચોરી થવા નો કોઈ ભય પણ હતો નહિ ગામ ના લોકો ને તે શહીદ યોદ્ધા પર વિશ્વાસ હતો. ને તેઓ એવું વિચારી રહ્યા હતા કે આ શહીદ જ ગામનું રક્ષણ કરે છે.

એક દિવસ એક ચોર ની ગેંગ ને આ ગામ વિશે ખબર પડી, તેમને એવા સમાચાર મળ્યા કે તે ગામ માં ખુબ ધન દોલત છે. એટલે તેઓ એ તે ગામ માં ચોરી કરવાની યોજના બનાવી ને એક દિવસ ગેંગ તે ગામ માં લૂંટ કરવા નીકળી પડે છે.

તેઓ રાત્રે ગામમાં પગ મૂકે છે. ત્યાં એક જોરદાર અવાજ સાંભળ્યો
"થોભી જાવ નહિ તો માર્યા જાશો".
આ સાંભળી ને બધા ચોર ઉભા રહી ગયા ને એક બીજા સામે જોઈ રહ્યા. આ અવાજ નો અવગણના કરી તેઓ ફરી આગળ વધ્યા ત્યાં કોઈએ લાકડી નો ઘા કર્યો ને એક ચોર ઘાયલ થઈ ગયો. બધા ચોર આજુ બાજુ નજર કરવા લાગ્યા પણ આજુ બાજુ કોઈ દેખાતું ન હતું. ફક્ત હતું તો તેની પાસે એક સ્મારક.

ચોર બધા થોડા ડર્યા પણ ફરી આગળ ચાલવાની કોશિશ કરી પણ ફરી લાકડી ઉડવા લાગી ને બધા ને લાકડી વડે માર પડવા લાગ્યો. બધા ચોર ડરી રહ્યા હતા તેમાંથી એક ચોરે સામે લાકડી ઉગાવી ને કહ્યું કે જે હોય તે સામે આવી જાય આમ કાયર ની જેમ પાછળ થી કેમ વાર કરે છે.

આ સાંભળી ને પેલો યોદ્ધો સફેદ કપડાં માં પ્રગટ થયો. શરીર પર તેજ થી જાણે રાત માં દિવસ જેવું લાગી રહ્યું હતું. આ યોદ્ધા ને જોઈ ચોર ડર્યા નહિ પણ તેની પર હુમલો કરવા લાગ્યા. ફરી એક વાર તે ગામ ની બહાર ચોર અને આ યોદ્ધા વચ્ચે યુધ્ધ ખેલાયું. આ યુદ્ધ નો અવાજ સાંભળી ને ગામ ના બધા લોકો ગામ ની બહાર આવી જોવા લાગ્યા. યોદ્ધા ની લાકડી નો માર ચોર સહન કરી શક્યા નહિ ને તે ઉભી પૂચડીએ ભાગ્યા.

ગામ લોકો આ યોદ્ધા ને જોઈ તેમને પગે પડી ગયા. તે યોદ્ધો બસ એટલું બોલ્યો. ભલે હું ભૂત થયો હોવ પણ આ ગામ નું રક્ષણ હમેશ માટે કરતો રહીશ.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED