Panchayat books and stories free download online pdf in Gujarati

પંચાયત

વીલાસપુર ગામ માં બંગલા જેવી હવેલી ના એક બેડરૂમ માં નવપરણીત યુગલ પોતાની નવી જીંદગી શરુ કરવા જઈ રહ્યા હતા.
થોડી શરમ,થોડી આતુરતા,થોડા ડર ના અભિનય સાથે મલંગે રૂપા નો ધૂંધટ ખોલી આંખો માં આંખ નાખી જોરથી હસી પડ્યો સાથે સાથે રૂપા પણ હસી પડી અને લગ્ન જીવન પહેલી રાતે એકબીજા માં ઓગળી જવા તૈયાર હતાં.
ખુશ તો એટલા માટે હતા કે નાતજાત માં માનતા સમાજ અને પરિવાર ના વિરોધ વચ્ચે પણ એમની ઈચ્છા પ્રમાણે આજે સાથે હતાં.
વાત જાણે એમ હતી કે મલંગ એક ઉચ્ચ જ્ઞાતિ નો પૈસાદાર નબીરો અને રૂપા હલકી જાત ની પણ નામ પ્રમાણે રૂપ રૂપ નો અંબાર.
એકજ ગામ માં રહેતા ભણતા એકબીજા ની નજીક આવ્યા અને સાથે જીવવા મરવા ના કોલ આપી બેઠા.
આજના જમાના ના યુવાન નાતજાત માં ન માને પણ વડીલો હજી એમની પરંપરા માંથી બહાર ન્હોતા નીકળી શકતા એ વાત મલંગ સારી રીતે જાણતો હતો અને એની નજર સામે એના કાકા ના છોકરા નો તાજો કીસ્સો હતો, આવાજ સંબંધ ને કારણે ગામની પંચાયતે એનો ગામ નિકાલ કર્યો હતો અને એના ભાઈ ને જીવ ખોવો પડ્યો હતો.
તમને નવાઈ લાગશે પણ વીલાસપુર માં હજી પંચાયત કાયદા જ ચાલતા પંચ એટલે પરમેશ્વર એ જે કહે એ માનવું પડતું.
એવામાં એક દિવસ વહેલી સવારે રૂપા ના ઘર પાસે બુમાબુમ સાંભળી ગામવાળા ભેગા થઈ ગયા અને ખબર પડી કે કોઈ રાક્ષસ રૂપા ની ઈજ્જત લૂંટી લઈ અંધારા માં ફરાર થઈ ગયો હતો.
પહેલા શક તો ગામનાં ઊતાર જેવા જીવલા પર થયો કે આવું કામ એના સીવાય કોઈ ન કરે પણ એ દિવસે જીવલો તો ગામ માં જ નહોતો એટલે બીજું કોણ એની તપાસ થવા લાગી.
ઘણી શોધખોળ પછી એક સાક્ષી સામે આવ્યો અને જણાવ્યું કે સવાર નાં ખેતરે થી પાછા ફરતા એક યુવક ને રૂપા ના ઘરે થી ભાગતો જોયો અને શંકાસ્પદ હિલચાલ જોઈ એનો પીછો કર્યો અને એને ગામનાં શાહુકાર ચતુર સિંહ ના ઘર માં જતા જોયો ઘરની લાઈટ ના અજવાળા માં ખબર પડી એ યુવક ચતુર સિંહ નો છોકરો મલંગ હતો.
ચતુર સિંહ અને મલંગ ને પંચ નું તેડું ગયું આ તરફ રૂપા અને એના બાપુ ને પણ બોલાવવા માં આવ્યા.
ચતુર સિંહ આ વાત માનવા તૈયાર ન્હોતા મલંગ પણ આનાકાની કરતો રહ્યો.
પુછતાછ માં રૂપા એ તે દિવસે ઝપાઝપી માં યુવક ના હાથ પર બચકું ભર્યુ હતું અને એના હાથ માં એ યુવક ની વીંટી આવી ગઈ હતી એ દેખાડી, મલંગ ના હાથ માં ઝખમ પર બાંધેલો પાટો અને ચતુર સિંહે મલંગ ને જન્મદિવસે આપેલી વીંટી જોઈ એમની પાસે સફાઈ આપવા માટે કોઈ બહાનું ન હતું.
મલંગે પણ છેવટે કબૂલાત કરી લીધી કે મારાથી ભૂલ થઈ ગઈ.
પંચે સજા રૂપે મલંગે રૂપા સાથે લગ્ન કરવા પડશે એવું જણાવ્યું
પણ ચતુર સિંહ માનવા તૈયાર ન્હોતા અને પૈસા ની લાલચ દેખાડી સારું એવું વળતર આપી કીસ્સો દબાવી દેવાનો પ્રયાસ કર્યો પણ પંચ માનવા તૈયાર ન્હોતું.
રૂપા ના બાપુ પણ બોલ્યા આ કીસ્સો જગજાહેર થઈ ગયો હવે મારી દીકરી નો હાથ કોણ પકડશે ? એટલે પંચ કહે છે એ બરોબર છે.
પરીસ્થિતિ અને સબૂત પોતાની વિરુદ્ધ હોવાથી ચતુર સિંહ પાસે બીજો કોઈ વિકલ્પ ન્હોતો એટલે ના છુટકે કમને પંચની વાત માનવી પડી.
આમ મલંગ અને રૂપા ના ધડીયા લગ્ન લેવાયા એના પરિણામ સ્વરૂપ આજે એ બન્ને હવેલી માં પોતાની સુહાગરાત ઉજવવાની તૈયારી સાથે પોતાની એ યોજના કેવી રીતે પાર પાડી એની ચર્ચા કરતા હતા કે એ લોકો પોતાનો પ્રેમ જાહેર કર્યો હોત તો એમના વડિલ કે સમાજ કોઈકાળે એમને એક થવા ન દેત, એમને અંદાજ હતો કે પંચાયત બળાત્કાર ની સજારૂપે એમના લગ્ન કરાવી દેશે અને એમજ થયું એમણે યોજના કરી બળાત્કાર નો કીસ્સો ઉપજાવી કાઢી સબૂત પણ છોડ્યા અને પોતાનો રસ્તો સાફ કર્યો હતો.
પોતાની યોજના ની સફળતા ઉજવવા બન્ને એકબીજા માં સમાઈ ગયા.

અતુલ ગાલા (AT) કાંદિવલી, મુંબઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED