એક તો રેણુકા નો પરિવાર ગરીબ ઉપર થી ગામ પણ ખુબ ગરીબી હેઠળ હતું. રેણુકા ના પરિવાર માં તેના પતિ સિવાય કોઈ હતું નહિ. લગ્ન થયા ને દસ વર્ષ થયાં પણ હજુ સુધી તેને એક સંતાન થયું હતું નહિ.
આ પરિવારના લોકોને પૂરતું ખાવાનું પણ મળતું નહોતું. આવી પરિસ્થિતિમાં ઘર ચલાવું મુશ્કેલ પડી રહ્યું હતું.
રેણુકા નો પતિ મજૂરી કરી થોડું કમાઈ રહ્યો હતો. પણ તેટલા થી ઘર ચલાવું મુશ્કેલ પડી રહ્યું હતું. રેણુકા પણ પૈસા કમાવવા માટે કઈ પણ મજૂરી કરવા તત્પર હતી પણ તેને કોઈ કામ મળતું ન હતું. કામ ન મળવાને કારણે તે ખૂબ જ પરેશાન રહેતી, તે વિચારતી કે પૈસા આપણા ઘરે ક્યારે આવશે. તે હંમેશાં સંપત્તિ માટે ચિંતિત રહેતી. સંપત્તિ ની સાથે સાથે તેને દીકરા ની પ્રાપ્તિ માટે ઘણું બધું કરી રહી હતી પણ ક્યાંય સફળતા મળતી ન હતી.
એક દિવસ રેણુકા ને એક તાંત્રિક વિશે ખબર પડે છે. તેને એવી માહિતી મળી કે તે સંતાન અને પૈસા પ્રાપ્તિ માટે ઈલાજ કરે છે અને લોકોની સમસ્યાઓનું નિવારણ પણ કરે છે. પણ તે તાંત્રિક એટલો ભયાનક હતો કે લોકો તેને જોઈ ને ડરી જતાં હતાં. તો પણ સંપત્તિ અને દીકરાની પ્રાપ્તિ માટે રેણુકા તેની પાસે પહોંચે છે અને પૈસા અને સંતાન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે જાણવા માંગે છે.
તાંત્રિક તેને કહે છે કે તે એટલું સરળ નથી. પૈસા કે સંતાન પ્રાપ્ત કરવું, તમે જે કરવા માંગો છો તે એટલી જલ્દી મેળવી શકાશે નહીં, આ માટે તમારે સખત મહેનત કરવી પડશે અને ધ્યાન કરવું પડશે જપ તપ કરવા પડશે, તો જ તમે પૈસા પ્રાપ્ત કરી શકશો.
તે તાંત્રિક ની વાત સાંભળીને રેણુકા સીધી ઘરે આવી અને પછી તાંત્રિકે જે કહ્યું હતું તે વિચારવા લાગી. અને મન ને મનાવી લીધું. હું ભલે મરી જાવ પણ પૈસા અને સંતાન પ્રાપ્ત કરી ને જ જંપીશ.
તે રાત્રે રેણુકા પેલા તાંત્રિક પાસે પહોંચી અને દરેક રીતે તાંત્રિક ને મનાવવાનો પ્રયાસ કરવા લાગી. તાંત્રિક ના પાડી રહ્યો હતો પણ રેણુકા પોતાની જીદ પર અડગ રહી. આખરે તાંત્રિક ને રેણુકા પર દયા આવી અને વગર પૈસા તેની મદદ કરવા તત્પરતા દર્શાવી.
તાંત્રિક રેણુકા ને કહે છે રાત્રે વિધિ કરવી પડશે ને હું જે કહું તે કરવું પડશે. પૈસા અને પુત્ર મેળવવાની લાલસ માં રેણુકા બધું કરવા તૈયાર થઈ જાય છે. તાંત્રિક વિધિ શરૂ કરે છે. અને રેણુકા ને મંત્ર જપ કરવા આપે છે. તાંત્રિક જે કહે છે તે રેણુકા કરતી જાય છે. રેણુકા ની રાત કેમ પસાર થઈ તે તેને ખ્યાલ રહ્યો નહિ ને સવાર પડી ગયું. સવારે તાંત્રિકે તેને થોડા મંત્ર નો જાપ કરવા નું કહ્યું અને કોઈ ને કહેવાનું નહિ તેવું પણ કહે છે.
રેણુકા શાંતિથી તેના ઘરે પરત આવે છે અને કોઈને પણ તેના વિશે જણાવવા દેતી નથી. તે ગામથી થોડે દૂર જઈ તાંત્રિકે કહી હતી તે છુપી રીતે વિધિ અને મંત્ર જાપ કરવા લાગી. તેને એક મહિના આ વિધિ કરી. પછી તાંત્રિક કહ્યું હતું તેમ ઘરે તેણે ખાડો ખોદયો ને તેને નવાઈ લાગી તે ખાડા માંથી એક ઘડો નીકળ્યો જે સંપૂર્ણ પૈસા થી ભરેલો હતો. રેણુકા તો પૈસા પામી ને રાજી રાજી થઈ ગઈ. પૈસા મેળવી ને તાંત્રિક પર ભગવાન જેટલો વિશ્વાસ કરવા લાગી.
પૈસા મેળવી ને તે ખુશ રહેવા લાગી પણ દીકરો ન હોવાની ચિંતા થવા લાગી. એક દિવસ ફરી તે તાંત્રિક પાસે પહોંચી ગઈ ને તાંત્રિક ને કહ્યું મને પૈસા ની તો પ્રાપ્તિ થઈ ગઈ છે પણ મારે એક સંતાન ની જરૂર છે. તમે જે કહો તે હું તૈયાર છું બસ મારે એક સંતાન જોઈએ.
ત્યારે તાંત્રિક કહે છે પુત્ર પ્રાપ્તિ તો થઈ શકે છે પણ તેના માટે ઘણી મહેનત અને બલિદાન આપવું પડશે. તેથી પુત્ર નો તને જન્મ તો થશે પણ એક વર્ષ પછી તેનું બલિદાન આપવું પડશે. આ સાંભળીને રેણુકા થોડી હસવા લાગી અને તેણે કહ્યું તો તો હું ખાલી માં બની કહેવાય ને.
ત્યારે તાંત્રિકે કહ્યું જો તું મત્ર જાપ કરતી રહીશ તો તારો દીકરો ત્યાં સુધી જીવતો રહેશે. અથવા તો તું મરી જઈશ તો તે જીવતો રહેશે. આ સાંભળી ને રેણુકા
તાંત્રિક જે કહે તે કરવા તૈયાર થઈ. બંને એ આખી રાત મંત્ર જાપ કર્યા ને બને રાત્રે એક પણ થઈ ગયા. અને તાંત્રિક ની અડધી શકતી રેણુકા પાસે જતી રહી. સવારે રેણુકા ઘરે આવી ગઈ ને રોજ રાત્રે છુપી તેને મંત્ર જાપ કરતી રહી.
નવ મહિના પછી તેને એક પુત્ર નો જન્મ થાય છે. જે ખૂબ જ ભયંકર દેખાતો હતો, તેનો ચહેરો મનુષ્ય જેવો ન હતો અને તેના વિચિત્ર દાંત અને નખ હતા. જન્મ કરાવવા વાળી મહિલાઓ પણ આ બાળકને જોઈને ડરી જાય છે. રેણુકા ના પરિવાર અને પાડોશી ના લોકો પણ તે બાળકને જોઈ ડરી જાય છે. ત્યારે રેણુકા બાળક ને જોઇને સમજી જાય છે કે આ બાળક નો પિતા તાંત્રિક છે.
પણ આવું બાળક જોઇને ગામ લોકો તેને ગામ થી દુર જવાનું કહે છે પણ રેણુકા ગામ છોડી ને જવા તૈયાર થતી નથી. ગામ લોકો ની ક્રૂરતા જોઇને રેણુકા સમજી ગઈ મારા બાળકની હત્યા કરવામાં આવશે, તો તેણે બાળકની જીંદગી બચાવવા માટે આ ગામથી દૂર જવાનું નક્કી કર્યું. કોઈ માતા ઇચ્છતી નથી કે તેના બાળકને તેની આંખો સામે મારી નાખવામાં આવે, પછી ભલે તે કોઈ શેતાન હોય.
રાત્રે તક જોઇને રેણુકા બાળક સાથે તેના ઘરથી ભાગી જાય છે જેથી તેનો બાળક સુરક્ષિત રહે. રેણુકા ગામ થી બહુ દૂર જતી રહે છે ,જ્યાં કોઈ આવી શકે નહિ અને આ બાળકનો ઉછેર પણ સારી રીતે થઈ શકે. તેના પરિવારના સભ્યોએ રેણુકા ને શોધવા ખૂબ જ કોશિશ કરી, પણ રેણુકા ની કોઈ ભાળ મળી નહીં. તેઓ રેણુકા ને સાથે રાખવા માંગતા હતા પણ બાળક ને નહિ.
હવે રેણુકા તેના બાળકને જંગલમાં ઉછેરતી હતી. અને તાંત્રિકે લીધેલા મંત્ર માં જાપ પણ કરતી રહેતી હતી. જેમ જેમ આ બાળક મોટો થઈ રહ્યો હતો, તેમ તેના ચહેરા પર લોહી નીકળતું હતું કારણ કે આ જંગલમાં તેણે દૂધને બદલે પ્રાણીઓનું લોહી પીતો હતો. આ બાળક લગભગ 10 વર્ષનું થયું ત્યા તેની માતા એક ભયંકર રોગ ને કારણે મૃત્યુ પામે છે અને આ બાળક આ જંગલમાં એકલો થઈ એકલો રહેવા લાગે છે, તે જંગલ ના પ્રાણીઓનો શિકાર કરતો અને તેનું માંસ અને લોહી ખાતો.
આ બાળક 20 વર્ષનો થયો કે તરત જ તે એક ભયંકર શેતાનમાં ફેરવાઈ ગયો. જો કોઈ વ્યક્તિ તેને એકલો જોઈ જાય છે, તો તેનો ત્યાં જ શ્વાસ અટકી જતો. ક્યારેક તો કોઈ ડરી ને મૃત્યુ પણ પામી જતા હતા. આ જંગલમાં થોડા વર્ષો પછી, પ્રાણીઓ પણ ઓછા થવા લાગ્યા, ને તેને ભોજન મળવાની મુશ્કેલી પડવા લાગી તેથી આ શેતાન ગામ તરફ જવા લાગ્યો જેથી તેને શિકાર મળી શકે.
આ શેતાન એક રાત્રે તે ગામમાં ગયો અને એક વ્યક્તિને ને જોઈ ને તેની હત્યા કરી અને તેને ખાવા લાગ્યો. પ્રાણી નું માસ કરતા આ શેતાનને તે માણસનું માંસ ખુબ ગમ્યું.
હવે આ શેતાને દરરોજ ગામમાંથી એક માણસને મારવાનું શરૂ કર્યું અને ખાવાનું શરૂ કર્યું. જ્યારે ગામ માં લોકો ઘટવા લાગ્યા ત્યારે ગામ ના લોકોએ વિચાર્યું કે આ શેતાન કોણ છે અને તેને કેવી રીતે નસ્ટ કરવો. એક માણસ ને તેની જાણકારી મેળવવા તૈયાર કર્યો. તે માણસ એકલો આ કામ કરવા તૈયાર થયો નહિ એટલે ગામ ના લોકોએ તેને એક બીજો માણસ સાથે રહેવા એક માણસ ને સોંપ્યો. તે બંને રાત્રે આ શેતાન વિશે જાણવા રાત્રે પહેરેદારી કરવા લાગ્યા.
મોડી રાત થઈ એટલે પેલો ભયંકર શેતાન ત્યાં આવ્યો ગામ ના બધા લોકો સૂઈ ગયા હતા સિવાય કે આ બે માણસ સિવાય. ત્યાં આ શેતાન આ બંનેના ને જોઈ ગયો ને ત્યાં આવી ને શેતાને એક માણસને ઉપાડી લીધો અને લઈ ગયો. બીજો માણસ ત્યાં થી ભાગીને છૂપાઈ ગયો.
વહેલી સવારે પેલો બચી ગયેલા માણસે ગામના લોકો ને તે શેતાન વિશે જણાવ્યું ત્યારે ગામ ને ખબર પડી કે આ શેતાન ખુબ ભયંકર છે તે ગામ ના આટલા લોકો થી મારી શકાશે નહી એટલે તમામ લોકોએ અન્ય 5 થી 6 ગામના લોકોનો સંપર્ક કર્યો અને તે શેતાન વિશે માહિતી આપી. આ સાંભળીને અન્ય ગામોના લોકો પણ એકઠા થઈ ગયા. આ બધા લોકોએ એક યોજના બનાવી કે આ શેતાન ને એક જાળ માં ફસાવવા માં આવે અને તેને આગ લગાડવામાં આવે જેથી તે મૃત્યુ પામે.
રાત પડી ગામ ના અને બીજા ગામ ના લોકો તેમને મારવા માટે તૈયાર થઈ તે શેતાન ની રાહ જોઈ રહ્યા હતા. તેમણે ગામની ઘણી જગ્યાએ જાળ મૂકવામાં આવી હતી જેથી તે તેમાં ફસાઈ શકે. આ જાળીઓ સરળતાથી તૂટી ન જાય તે માટે મજબૂત બનાવવામાં આવી હતી.
ત્યાં શેતાન મોડી રાત્રે ગામ માં દાખલ થાય છે. શેતાન અનેક જાળ માંથી બચી જાય છે, પરંતુ છેલ્લા જાળ માં ફસાઈ જાય છે કારણ કે ત્યાં બધા લોકો હાજર હતા અને તે જાળ બહુ મોટી હતી. તે એક ઘરની નજીક જાળ ને ગોઠવવામાં આવી હતી તેઓ એ શેતાન ને જાળ માં ફસાયેલો જોઇને ગામ ના લોકો તેના પર તૂટી પડે છે અને તેના પર તેલ રેડવા લાગે છે. તે ઘણી બચવાની કોશિશ કરે છે પણ તે જાળ માંથી છૂટી શકતો નથી. તે સંપૂર્ણ તેલ થી પલળી જાય છે પછી આ શેતાનને આગ લગાડવામાં આવે છે, પછી આ શેતાન ત્યાં નસ્ટ થઈ જાય છે. ગામ લોકો ને આ શેતાન થી મુક્તિ મળે છે.
જીત ગજ્જર