માતૃત્વ Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃત્વ

માતૃત્વનું સાચું મહત્વ તો સાચે જ ત્યારે જ ખબર પડે જ્યારે પોતે માતૃત્વ ધારણ કરે.આજે હું એક એવી માતાની વાત કરવા જઈ રહી છું.જેને અનેક કષ્ટ સહન કરી પોતાના બાળકનો ઉછેર કર્યો.

આજથી લગભગ પંદર વર્ષ પહેલાની આ વાત છે.

રોહિણી ખૂબ જ ખૂબ જ ખુશ હતી.કેમ કે આજે એને એક અનેરો અહેસાસ થઈ રહ્યો હતો.હા કેમ ન થાય એ પહેલી વાર માતા બનવા જઈ રહી હતી.

જ્યારે રોહિણીને આ વાતની જાન થઈ ત્યારે એની ખુશીનો કોઈ પાર જ ન હતો.એ સમયે રોહિણીને મન ભરીને નાચવાનું મન થઈ રહ્યુ હતુ.પણ પાછી મનને વારી લેતી. વિચારીને કે નાં નાં હુ આમ ઉછળ કૂદ કરીશ તો મારી અંદર આકાર લઈ રહેલી મારી આકૃતિ મારા બાળકને નુકશાન થશે. એટલે હું આવુ ન કરી શકુ.

રોહિણી અને ઘરનાં અન્ય લોકો એનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યાં હતાં.આમ ને આમ જ સાત મહિના ક્યાં વીતી ગયા એની ખબર જ નાં રહી. આ સમય દરમિયાન રોહિણી એકલી એકલી પોતાની અંદર થઈ રહેલા બાળકનાં હલન ચલનનો અહેસાસ કરતી રહેતી.અને ગર્ભમાં રહેલા બાળક સાથે વાતો કરતી રહેતી.

સાતમે મહિને રોહિણીનું શ્રીમંત કરવામાં આવ્યું. શ્રીમંત કરીને રોહિણીને પિયર લઈ જવામાં આવી.
પિયર આવી એટલે રોહિણીની ખુશીનો પાર જ ન રહ્યો.

જો સાંભળ,આ તારા મામાનું ઘર છે.આ એ ઘર છે જયાં મારુ બાળપણ વીત્યું છે. એની જોડે મારી અનેક યાદો જોડાયેલી છે.અહિ મારુ માવતર રહે છે
સમજ્યું.આપણે દર વેકેશનમાં અહિ રહેવા આવવાનું છે સમજ્યું.સારુ ચાલ હવે સુઈ જા.હુ પણ આજે બહુ થાકી ગઈ છું.તુ પણ શાંતિથી સુઈ જા અને હા જો મને રાતે લાતો મારી ને હેરાન ન કરતુ.હો ને.સુઈ જા મારુ પ્યારું બચ્ચુ. બસ થોડો જ સમય છે પછી તો તારે અહિ જ મારી જોડે જ રહેવાનું છે.સમજ્યો.

આમ બાળક જોડે વાત કરી પોતે સુઈ જાય છે.અચાનક રાતે એને પેટમાં દુખાવો ચાલુ થઈ જાય છે દુખાવો એટલો અસહ્ય હોય છે કે ઉભી પણ નથી થઈ શક્તી.એને જોર થી એની મમ્મી અને કાકીને બુમ પાડી.બુમ સાંભળી બધા ઉઠી ગયા અને દોડીને રોહિણી પાસે ગયા.

શુ થયુ બેટા?કેમ આટલી બધી બૂમો પાડવા લાગી છે?

મમ્મી મને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે.ખબર નથી કેમ આવુ થઈ રહ્યુ છે.

બેટા તારે તો હજી સાતમો મહિનો જ ચાલે છે પછી આવો દુખાવો કેમ?

કાઈ વાંધો નહીં બેટા તુ ચિંતા ન કર. આપણે હમણાં જ હોસ્પિટલ જઈએ છીએ.

બધા ડોક્ટરને ત્યાં જાય છે.ત્યાં ફટાફટ રોહિણીને એડમિટ કરવામાં આવે છે.

ડૉક્ટર સાહેબ શુ થયુ છે રોહિણીને? રોહિણીની મમ્મી એ પુછ્યું.

અરે મને લાગે છે રોહિણીની ડિલિવરીનો સમય થઈ ગયો છે.લાગે છે બાળક સાતમે મહિને જ આવશે.કેમ કે રોહિણીને પાણી પડવાનું ચાલુ થઈ ગયુ છે.જો પાણી સુકાય ગયુ તો બાળકનો જીવ મુશ્કેલીમાં મુકાય શકે એમ છે.એટલે તાત્કાલિક ડિલિવરી કરવી પડશે.

પણ હા એક વાત છે કે રોહિણીની નોર્મલ ડિલિવરી જ થશે.

અસહ્ય પીડા સહન કરી રોહિણી એક સુંદર દિકરાને જન્મ આપે છે.એનાં જન્મ પછી તરત જ બાળકોનાં ડૉક્ટર ત્યાં આવે છે અને બાળક ની તપાસ કરે છે.તપાસ કરતા ડૉક્ટરને ખબર પડે છે કે બાળકનાં મળ માર્ગનો વિકાસ જ થયો ન હતો.એટલે કે બાળક ને મળ માર્ગ હતો જ નહી.

ડોક્ટરે બહાર જઈને બધાને આ ખબર આપી અને કહ્યુ કે જો બાળકનું તાત્કાલિક ઓપરેશન ન કરવામાં આવે તો એનો જીવ જોખમમાં મુકાય એમ છે.એ માટે બાળકને તમારે બીજી હોસ્પિટલમાં લઈ જવું પડશે.

બાળકને બધા બીજી હોસ્પિટલ લઈ જાય છે.

આ બાજુ રોહિણી થોડી જ વારમાં હોશમાં આવે છે.એ બધાને પોતાના બાળક વિશે પૂછવા લાગે છે.ત્યાં જ નર્સ રોહિણીને બધી વાત કહે છે.

રોહિણી આ સાંભળી પોતાનું બધુ દુઃખ ભૂલીને બાળક પાસે જવા માટે જીદ્દ કરે છે.બધાએ ઘણી સમજાવી પણ એની જીદ્દ આગળ કોઈનું ન ચાલ્યું.એ તો તરત જ બાળકોની હોસ્પિટલ પહોંચી.ત્યાં એનાં દિકરાનાં ઓપરેશનની તૈયારી જ ચાલી રહી હતી અને દિકરાને કાંચની પેટીમાં મુકવામાં આવ્યુ હતુ.

રોહિણી બહાર ઉભી રહી એકીટશે એનાં લાડકવયાને જોઈ રહી હતી. જ્યારે દિકરાને ડૉક્ટર અંદર લઈ જઈ રહ્યાં ત્યારે રોહિણી દોડીને ડૉક્ટર પાસે ગઈ.

ડૉક્ટર એક વાર મારા દિકરાને હાથમાં લઈને છાતી સરસો આપુ.

માતૃત્વ આગળ કોનું ચાલે જે ડૉક્ટર ના પાડી શકે.
ડોક્ટરે એને હા કહી.એટલે રોહિણીએ એને હાથમાં લીધુ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. બેટા તુ ચિંતા નાં કર.બસ એક વાર તારુ આ ઓપરેશન થઈ જવા દે પછી તારી માં તારી પાસે જ છે.

રોહિણીને ઓપરેશન દરમિયાન ખડે પગે ઉભી રહી.

ઓપરેશન પુરુ થયુ.હતુ નાનું જ પણ ખૂબ જ જરૂરી હતું.

દિકરાનો મળમાર્ગ હમણાં બને એમ ન હતુ.એટલે ડોક્ટરે એનાં પેટની સાઈડ પાસે એક હોલ બનાવ્યું. એમાંથી દિકરાનું મળ બહાર આવ્યુ.

હવે દિકરાની ખૂબ જ કાળજી રાખવાની જરૂર હતી.કેમ કે ઓપરેશન ખુલ્લું હતુ અને મળ વારે વારે બહાર નીકળી રહ્યુ હતુ.

રોહિણી દિકરા પાસે જ બેસી રહી અને વારે વારે દિકરા નું મળ સાફ કરવા લાગી. બાળકનો જન્મ સાતમે મહિને થયો હતો એથી એની અંદર એટલી તાકાત હતી પણ નહી કે એ ધાવણ કરી શકે.એ સમયે પણ રોહિણી એ હિંમત ન હારી,રોહિણી પોતાના હાથેથી દૂધ કાઢીને જે નળી લગાવી હતી એ નળીની અંદર થોડુ થોડુ દૂધ નાખીને દિકરાને પીવડાવ્યુ.

જે સમયે રોહિણીને પોતાની જ કેટલી સંભાળ રાખવાની જરૂર હતી એ સમયે એને પોતાની સંભાળને ધ્યાનમાં ન લેતા એને એના દિકરાની વધું કાળજી લીધી.

સાત આઠ દિવસ પછી દિકરાના નાકમાં જે નળી નાખી હતી એ ખબર નહી કઈ રીતે નીકળી ગઈ. એ સમયે રોહિણીને કાઈ જ સૂઝ બૂઝ નાં રહી. એની પાસે ફોન પણ હતો અને ઈન્ટરકોમ પણ હતુ તેમ છતાં પણ રોહિણી ચાર માળ ઉતરીને ડૉક્ટરને બોલાવી ને લાવી હતી.દિકરાને કાઈ થઈ નાં જાય એ કારણે એ ફટાફટ ત્યાંથી ઉતરી ગઈ હતી.

આવી અનેક મુસીબતોનો સામનો કરીને રોહિણીએ એનાં દિકરાને મોટો કર્યો. એવું નથી કે માત્ર રોહિણી એ જ મુશ્કેલીનો સામનો કર્યો પણ બાળકને બચાવવા માટે રોહિણીનાં પતિ પણ ખડે પગે ઉભા રહ્યાં હતાં.

ત્યાર પછી થોડા દિવસ પછી એ દિકરાનું બીજુ ઓપરેશન કરવામાં આવ્યુ.પેટ પાસે જે મળ માર્ગ બનાવવામાં આવ્યો હતો એને બંધ કરીને જયાં મળમાર્ગ હોવો જોઈએ ત્યાં બનાવવામાં આવ્યો.

આજે એ દિકરો પંદર વર્ષનો થઈ ગયો છે.પણ રોહિણી આજે પણ એની એટલી જ કાળજી રાખે છે.

ધન્ય છે આવી માતાઓને જે અનેક કષ્ટ સહન કરીને પોતાના બાળક માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી દે છે.

🙏🙏🙏🙏🙏

રાજેશ્વરી.