દોસ્તાર - 3 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 3

વિશ્વજીત ભાઇ અને અશ્વિનભાઈ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા.
વિશ્વજીત ભાઇ બોલે આ છોકરાનમાં કંઈક તો દમ છે. અશ્વિનભાઈ....ભાવેશ અને વિશાલને મારી ઓફિસમાં બોલાવો.
અશ્વિનભાઈ દોડતા દોડતા વિશાલ ની રૂમ તરફ જાય છે. વિશાલ અને ભાવેશ બંને જણાને વિશ્વજીત ભાઈ ઑફિસ માં બોલાવે છે.
બંને જણા અંદરો અંદર વિચારવા લાગે છે એ આપણું વિશ્વજીત ભાઈની શું કામ પડ્યું હશે.
"કઈ નહિ."
ભાઈ ચાલ ને આવું ભાવેશ તુમાંખી ભર્યા અવાજથી બોલે છે.ધીમે પગલે વિશ્વજીત ભાઈની ઓફિસ આગળ ઉભા રહે છે.
અશ્વિનભાઈ બોલે છે આવી ગયા બંને મુરારી...
જોઈ લો સાહેબ
"વિશાલ અને ભાવેશ બંને એકબીજાના મુખ જોઈ રહે છે" વિશ્વજીત ભાઇ હોસ્ટેલ નો હિસાબ લખવામાં થોડા બીઝી હોય છે ફરીથી અશ્વિનભાઈ એ કહ્યું વિશ્વજીત ભાઇ તમે જેને બોલાવવાનું કહ્યું હતું તે બે નમૂના હાજર છે.
તો બોલાવી ને...
ભાઈ અંદર આવી જાઓ.
ઓફિસમાં ભાવેશ અને વિશાલ બે મિનિટ ઉભા રહે અને મનોમન વિચારતા હતા કે રજા માંગવી કે નહીં એટલી જ વારમાં અશ્વિનભાઈએ ઓફિસમાં બોલાવી દીધા અને તેમની સામે ખુરશીમાં બંને જણા ગોઠવાઈ ગયા.
વિશ્વજીત ભાઇ અશ્વિનભાઈ ને કહીદે છે કે તમે દસ મિનિટ બહાર આંટો મારી આવો એટલી ઘડી હું આ બંનેને હોસ્ટેલના વિશેષ નિયમ સમજાવી દઉં...
અશ્વિનભાઈ દરેક રૂમમાં ઓટો મારવા જાય છે.
વિશાલ,ભાવેશ અને વિશ્વજીત ભાઇ નો વાર્તાલાપ શરૂ થાય છે.
મિત્રો તમને હોસ્ટેલમાં કંઈ તકલીફ તો નથી પડતી ને જમવામાં રહેવામાં અને કોઈ કોલેજમાં તકલીફ પણ હોય તો મને કહી દેજો ને હું કોલેજના સાહેબ શ્રી ને વાત કરી લઈશ...
બંને જણા નીચુ મો રાખી તેમની વાતો સાંભળી રહ્યા હતા પણ કશું જ બોલતા ન હતા.
તે બંનેને વિશ્વજીત ભાઇ એક જ વાત સમજાવવા માગતા હતા કે હોસ્ટેલ ના દરેક નિયમોનું પાલન અને તમારો અભ્યાસ સારી રીતે પૂર્ણ કરો...
આ બે નંગને તેમની વાતમાં કશો રસ જ નહોતો જાણે ખુરશીઓમાં મૂર્તિના ગોઠવી દીધી હોય એમ અમસ્તુ બેસી રહ્યા.
થોડીક વારમાં અશ્વિનભાઈ આવે છે અને વિશ્વજીત ભાઇ પાસે બેસે છે.
વિશ્વજીત ભાઇ બોલ્યા તમને આ નિયમો સમજાઈ ગયા હોય અને કાયમી ધોરણે પાલન કરવું હોય તોજ આ હોસ્ટેલમાં રહો અથવા શહેરમાં બીજે ક્યાંક જગ્યા શોધી લો...
બંને જણા પોતાના જુસ્સા સાથે જાય છે અને મનોમન નક્કી કરી લે છે કે આપણે આ હોસ્ટેલમાં રહેવું નથી. શું સાલું દરરોજ ટોર્ચરીગ.
"આ કરવાનું અને આના કરવાનું આ સાચું અને આ ખોટું રાત્રે 12 વાગ્યા સુધી જાગવાનું જાગ્યા પછી અશ્વિનભાઈ મેડી પ્રશ્નો પૂછવા આવે તેના જવાબ આપવાના આ બધું શું છે." હોસ્ટેલમાં રહીએ છીએ કે જેલમાં આના કરતાં સાબરમતી જેલ સારી હશે...
આવું લોકોની વાતો પરથી સાબરમતી જેલ હોસ્ટેલ કરતા વિશેષ લાગતી હતી. બંને જણા અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા કે આ વખતે ઘરે જઈએ તો હલકી હોસ્ટેલમાં પગ મૂકવો નથી.
થોડા દિવસો પછી શનિ-રવિ માટે ઘરે જવા ની તૈયારી કરતા હોય છે.શનિ-રવિ બંને જણા પોતાના વતનમાં જાય છે અને ઘરે જઈને માતા પિતાની બધી વાત કરે છે.
એમને હોસ્ટેલમાં ફાવતું નથી એટલે અમારા માટે બીજે ક્યાંક સગવડ કરી આપો પિતાજી...
બેટા આતો શાકભાજીનો વેપાર છે કે જ્યારે ઈચ્છા થાય ત્યારે હોસ્ટેલ બદલી આપીએ એના કરતા મારી વાત ધ્યાનથી સાંભળો લ્યો જો વિશ્વજીત ભાઈ ની હોસ્ટેલમાં ના રેહાવું હોય તો મારી પાસે એક રસ્તો છે.
"બોલો પિતાજી તમે કહેશો એ હું કરીશ."
આવું ભાવેશ હુકરા સાથે બોલે છે.
તું તો કરીશ પણ તારી સાથે રેહતો વિશાલ પણ કરશે એતો નક્કી છે.તો સાંભળી લ્યો બંને જાણ પોત પોતાની રીતે રહેવા માટે સગવડ કરી લ્યો...
વધુ આવતા અંકે...