દોસ્તાર - 11 Anand Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્તાર - 11

કામ પતાવી ને શાંતિથી બેઠા હોય છે ત્યાં રમીલાબેન અવાજ સંભળાયો હેડો દીકરાઓ જમવા માટે...
આ બે ભુખડ ની જેમ જમવા માટે દોડે છે...
ક્યાં છે માસી જમવાનું.
ભાઈ તમ તમારે રસોડામાં બેસી જાઓ હું તમારા માટે ગરમા ગરમ રોટલી બનાવી દઉ.
રમીલાબેન રોટલી બનાવે છે અને બંને જણા જમાવ બેસે છે.
જમીને પોતાની રુમ માં જઈ શાંતિ થી આરામ કરે છે.
બપોર ના આરામ પછી 4 વાગ્યે જાગે છે અને ભાવેશ વિશાલ ફ્રેશ થઈ પોતાની રૂમ માં કોલેજનું એસાઈમેન્ટ તૈયાર કરે છે.
બેટા થોડીવાર બજાર માં ઓટો મારી આવો તો તમારૂં મગજ ફ્રેશ થઈ જાય.
ભાવેશ અને વિશાલ રમીલાબેન ની વાત સાંભળતા નથી અને પોતપોતાના કામ માં વ્યસ્ત રહે છે.
(બંને નગ પોતાની મરજી ના રજા છે.)
સાંજે જમીને સુઈ જાય છે.
સવારે ચા નાસ્તો કરી કોલેજ જવા માટે અનેક પ્રકારની હલચલ આ બંને ના રૂમ માં ચાલતી હોય છે એટલીવાર ભાવેશ ના પિતાજી ત્યાં આવી ચડે છે.
તમે કોને પૂછી ને હોસ્ટેલ બદલી આવું ભાવેશ ના પિતાજી કડકાઈ થી પૂછ્યું.
અમને નતું ફાવતું એટલે અમે અમારી મરજી થી હોસ્ટેલ બદલી નાખી પિતાજી...
રહેવા દો ને મોટા ભાઈ આતો બાળકો છે તેમનાથી ભૂલ થઈ ગઈ તો શું વાંધો આપડે મોટું મન રાખીને માફ કરી દેવા જોઈએ...( આવું રમીલાબેન વચ્ચે બોલ્યા એટલે અમે બચ્યા પિતાજી ના ઠપકા થી...)
કંઈ વાંધો નહિ પણ અહીંયા સારી રીતે રહશે એની શું ગેરંટી...
સ્વભાવ માં તો બંને છોકરા સારા છે,અને ભણવામાં પણ હોશિયાર છે.
એતો થોડા દિવસ રાખો પછી તમને તેઓના સ્વભાવની ખબર પડશે રમીલાબેન... બેન તમારી ફીસ જે હોય તે મને કહેજો એટલે હું તમને પોહચડી દઈશ.
ભાઈ તમેતો ઘરના માણસ છો એટલે ફિસની તો કોઈ ચિંતા નથી પણ હવે આવો એટલે લેતા આવજો.
ભાવેશ અને વિશાલ જેમ તેમ કરી ને કોલેજનું એક સત્ર પૂરું તાવની તૈયારી હોય છે અને એન્યુઆલ પાઠ આયોજનનું ટાઈમ ટેબલ પણ આવી ગયું હોય છે.
સમય જતાં ભાવેશ નો એંયુઆલ પાઠ હોય છે,જે રીતે વિશાલે કહ્યું હતું તે રીતે ભૂમિકા બેન તેના પાઠ આયોજન માં આવ્યા.
જેમ તેમ કરીને કોલેજ પૂરી કરી અને જયારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે 50 માર્ક્સ માંથી બીજા મિત્રોને 49 હતા અને મારે ફક્ત 42 માર્ક્સ આવ્યા હતા.
મને એ વાતનું દુઃખ થયું કે શિક્ષકમાં આવી દેષ ભાવના રાખી વિદ્યાર્થીઓ નું અહિત કરવું કેટલી હદે યોગ્ય છે...
આ બધું ભૂલી જાય છે અને સમય જતાં કોલેજ કાળ પૂરો થઈ ગયો ભાવેશ અને વિશાલ બંને પોતાનું રીઝલ્ટ લઈને ગામડે જતાં રહ્યાં.
પીટીસી નો અભ્યાસ પૂરો કર્યા પછી કોઈ નોકરી રાખવા માટે તૈયાર ન હતું.
પછી બંને મિત્રો એ પિલવાઇ કોલેજમાં ગ્રેજયુએટ ચાલુ કર્યું.
કોલેજ ની બાજુમાં એક ઇંગલિશ મીડિયામાં સ્કૂલ હતું તેથી તેમને શિક્ષક તરીકેની નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જાય છે.
આવો ભાવેશ કેમ આજે અહીંયા ભૂલા પડ્યા છો,એવું સ્મિતાબેન બોલ્યા.
સ્મિતાબેન ભાવેશ ના નજીક ના રિલેટિવ હતા એટલે ભવેશની અગતા સ્વાગતા વધારે થઈ.
સ્મિતાબેન બેલ મારીને પટાવાળા પાસે પાણી મંગાવ્યું.
ભાવેશ અને વિશાલ પાણી પી ને મનમાં હસી રહ્યા હતા કે કોઈક તો છેને આપણી કદર કરવા વાળું...
શું કઈ કામ હતું ભાવેશ અહીંયા આવવું પડ્યું.
ના બેન અમે અહીંયા કોલેજ કરીએ છીએ એટલે મારા મિત્રને કહ્યું કે આપણે બાજુની સ્કૂલની મુલાકાત લઈએ...
બીજું કંઈ કામ હોય તો કહેજો.
કામ તો કંઈ નથી પણ બેન તમારી સ્કૂલ માં શિક્ષકની જગ્યા હોય તો કેજો.
હા ભાવેશ અમારે શિક્ષકો ની જરૂર છે અને જો તમારી ઈચ્છા હોય તો મને કહોજો.
વધુ આવતા અંકે...