ભવ્યા મિલાપ (ભાગ 21) Bhavna Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

ભવ્યા મિલાપ (ભાગ 21)

ભવ્યા મિલાપ (ભાગ 21)
(બેરુખી બલમકી)

તમે ગતાંક માં જોયું કે ભવ્યા એ મિલાપ સાથે 6 મહિના થી અબોલા લીધેલા હતા અને દિવાળીના સમયે પણ એને મિલાપે કરેલ મેસેજ માટે ખખડાવે છે. તેમજ મિલાપ નો બર્થડે યાદ હોવા છતાં એને વિશ નથી કરતી એને મિલાપ થી દુર રહેવાનું નક્કી કર્યું હોય છે જેથી એ અન્ય પુરુષને પોતાના જીવનમાં સ્થાન આપી શકે અને મુવ
ઓન કરી શકે એટલે હવે એને માતાપિતા કહે એમ છોકરા જોવાનું ચાલુ કર્યું એને શરૂ શરૂ માં બોવ તકલીફ પડી મિલાપ ની યાદ આવતી દરેક છોકરા માં મિલાપ ને શોધતી પણ હવે એને યાદ કરવાનો કોઈ મતલબ નથી એ સમજી જાયછે એટલે હવે અતીત થી દુર ભાગેછે

હવે જોઈએ આગળ..

આખરે ભવ્યા અને મિલાપ ને અબોલાનો એક વર્ષ પૂર્ણ થાય પણ હવે ભવ્યા ભૂતકાળ ભૂલી આગળ વધે છે

ભવ્યા એક નાનો કોપ્યુટર કોર્સ કરેછે જેથી એને મન લાગ્યું રહે..સતત બીઝી રહેવાની કોશિશ કરેછે..વેલેન્ટાઈન આવેછે પ્રેમનો નો મહિનો હૉયછે પણ ભવ્યાને મન હવે વેલેન્ટાઈન નો કોઈ અર્થ નથી રહેતો..મિલાપ નો ગુડમોર્નિંગ મેસેજ આવેછે વેલેન્ટાઈન વિશ પણ ભવ્યા હવે એને બ્લોક કરી દેછે..

એને એકઝામ પણ આવે છે ..એટલે મન દઈને વાંચે છે..રાત્રે પણ મહેનતુ હોવાથી એને પેપર પણ સારું જાયછે..પ્રેક્ટિકલ ચાલેછે.

એ ઘેર જાયછે ત્યાં રસ્તામાં પાપા નો ફોન આવેછે કે એને એક છોકરો જોવા આવે છે. મમ્મી લોકો એ બધી તૈયારીઓ કરેલી હોયછે ખાલી ભવ્યાની રાહ જૉવાયછે. ભવ્યા નો મૂડ બગડી જાયછે પણ એને મુવઓન માટે મન મનાવ્યું હોવાથી મનેકમને એ રેડી થયીને છોકરાને મળેછે..બન્ને વચ્ચે નોર્મલ વાતચીત થાયછે..
નામ પૂછે છે..

છોકરો "યુવરાજ "એમ કહેછે
અન્ય કેરિયર જોબ ને બધી વાતચીતમાં થોડો વ્યવસ્થિત લાગતો હોયછે પણ 5 મીનીટની મુલાકાતને કયી રીતે જીવનભર નો નિર્ણય લે એ exam નું બહાનું કરીને ટાળે છે વાતને ..અને પેરન્ટ્સ એની વાત થી સંમત થાય છે.

આખરે એની main exam એપ્રિલમાં લેવાય છે ને પછી પેરન્ટ્સ નું પ્રેશર ચાલુ થાયછે છોકરા માટે પૂછપરછ કરવી ને કહે છે કે ...

બેટા અમે બધી તપાસ કરાવી છે થોડું ઘર આપડા જેવું હાઇફાઈ નથી પણ એના રિપોર્ટ સારા છે.. તું હા પાડી દે એકવાર પછી અમે ગંગા નાહ્યા..અમારી ચિંતા ઓછી..

કરચલીઓ પડેલા ચિંતિત ચહેરે
માતા ની વિનંતિ થી ભવ્યા નું મન પીગળે છે
Ok પણ વિચારીને કાઇશ અઠવાડિયામાં

મમ્મી : ઠીક છે બેટા તને જેમ ઠીક લગે

એ રાતે એ મિલાપ સાથે વાત કરવા અનબ્લોક કરેછે..

મિલાપ નું ડીપી એમાં ગાડી સાથે ફોટો હોય છે અને હેપી ફેસ એના મમ્મી સાથે એ ગાડી ને તિલક કુમકુમ કરતો હોયછે..

ભવ્યા ને વાત કરવા માટે ટોપિક મળે છે..એ કૉંગ્રટ્સ ફોર ન્યુ કાર લખીને સેન્ડ કરે છે.

સામે રીપ્લાય મોડો મોડો આવે છે.
Thnks

રાતે એ પૂછે છે..શુ કરે છે
કહે મજામાં બસ તું કે

હું પણ મજામાં

છોકરી જોઈ કે નહીં હવે તો ગાડી લીધી એટલે કદાચ જલ્દી આવી જશે તારા સમાજમાં ગાડી બાંગ્લા જોઈને આવે ને ..

મિલાપ " હા "કહે છે

ભવ્યા ને એ સાંભળીને જલન થાય છે..ઓહ શુ નામ છે..?

મિલાપ : એ તારે શુ કામ જાણીને

ભવ્યા : અરે દોસ્તને નહી કે..
ભવ્યા આતુરતા થી જવાબ ની રાહ જોવે છે..ને દુઃખ પણ થાયછે.

મિલાપ : તું તો મને બ્લોક કરીને ગયી હતી મારી જોડે વાત પણ ન કરવાનું નક્કી કર્યું ને હવે શું કામ પડયું?

ભવ્યા : બસ ખાલી એમજ બોલ ને નામ શું.

મિલાપ : કોઈ નથી મારી મા..
તું કે તારે કોઈ મળ્યું .?

ભવ્યા: ના, એને કહી દેવાનું મન થયું યુવરાજ વિશે પણ પછી મન રોકયું.મને ઉતાવળ નથી પણ તને તો લાગે બોવ હું શું ખોટી હતી..તને તારી કસ્ટમાં કોઈ પણ ચાલે જે તને નહિ તારી દોલત ને જોઈને આવશે પણ હું તને નિસ્વાર્થ પ્રેમ કરું છતાં તને પડી નથી.

મિલાપ : જો ભવ્યા એ પોસીબલ નથી એટલે રેવા દે અને કસ્ટમાં જ કરવું સારું એવું મારુ માનવું.છે પચાલથી કોઈ પ્રોબ્લમ થાય એના કરતાં એમતો એકબે છોકરીઓ જોઈ જોઈએ એના શુ જવાબ આવે.?

અને આ સાંભળતાં જ ભવ્યા આખેઆખી સળગી ઉઠી અને મિલાપ ને ગુસમાં માં બોલવા લાગી..ઓહ..એટલે નક્કી કર્યું ને એટલે વેલેન્ટાઈન માં એકવાગતા સુધી ઓનલાઇન હતો.

મિલાપ : એ બધું હવે તારે ડિસ્કસ કરવાનું જરૂર નહીં

ભવ્યા થી રહેવાય નહી અને એનાથી ગાળ બોલાય ગયી..આખરે 12 મહિનાનો ઉભરો ઠાલવ્યો

મિલાપ : કોઈ નથી મારી લાઈફ મા પણ કાશ હોત.😢

એના શબ્દો તિર જેમ ખુપ્યા ને એનાથી બોલાય ગયું કેમ નથી..? વેલેન્ટાઈન માં એક વાગ્યા સુધી તારી "મા "જોડે વાત કરતો તો.

બસ આ શબ્દ ભવ્યા ના અને મિલાપ વચ્ચે મનદુઃખ કરેછે.. મિલાપને એની માં વ્હાલી હતી એટલે એને ચૂપ રહેવા કહ્યું પણ ભવ્યા દિલની દાઝેલી માનવા રેડી નહોતી એને મિલાપને ગુસ્સામાં ઘણું કહ્યું
અને મિલાપે ગુસ્સામાં ભવ્યાને બ્લોક કરી દીધી..

આમ,મિલાપે પહેલી વાર બ્લોક કરેલ હોવાથી ભવ્યા ને શોક લાગયો .એ દિવસે એ ખૂબ રડી ને પછી એને પણ એને ફેસબુક, વોટ્સએપમાં , કૉલ માં પણ બ્લોક કરી દીધો

હશે જેવી હોય એવી પણ બધી મારી જેમ સીધી ના હોયને

મિલાપ ને બતાવવા એ પણ હવે એક નિર્ણય કરેછે.. જોઈએ મિત્રો શુ હશે એનો નિર્ણય શુ એ યુવરાજ વિશે હશે..? કે કોઈ બીજો નિર્ણય જોઈએ આવતા અંકમાં

આવજો😇
હર હર મહાદેવ.🙏✍️
#સ્ટે હોમ 👍
#સ્ટે સેફ🌱