તરસ પ્રેમની - ૪૩ Chaudhari sandhya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તરસ પ્રેમની - ૪૩



ફોન પર વાત કરીને મમતાબહેન નિખિલને કહે છે "નિખિલ હવે સૂઈ જા. બહું મોડું થઈ ગયું છે. આવતીકાલે એ યુવતીના ઘરે જવાનું છે."
નિખિલ પોતાના રૂમમાં જઈને તરત જ ક્રીનાને ફોન કરે છે.

નિખિલ:- "ક્રીના યાર બહું મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. આવતીકાલે મારે એક યુવતીને જોવા જવાનું છે."

ક્રીના:- "તો શું વાંધો છે? જોવા જ તો જવાનો છે. કંઈ લગ્ન કરવા થોડી જવાનો છે? ના પાડી દેજે."

નિખિલ:- "હું તો ના જ પાડી દઈશ. પછી તારા વિશે મારા મમ્મી પપ્પાને વાત કરીશ."

ક્રીના:- "સારું...ચાલ તો bye...good night."

નિખિલ:- "Good night..."

મેહાને‌ ઊંઘ નહોતી આવતી. રજત સાથે જે પળ વિતાવી હતી તે મેહાને વારંવાર યાદ આવતી. મેહા મનોમન કહે છે "મને એ સમજ નથી પડતી કે રજતે મારી સાથે આવું કર્યું કેમ? મેહા એમાં સમજવાનું શું છે એનો ઈગો હર્ટ થયો હતો એટલે તારી ભાવનાઓ સાથે રમીને બદલો લીધો છે. હું ખરેખર સ્ટુપિડ છું...તને શું લાગ્યું મેહા કે એ તને ચાહતો હતો! પાગલ હતી હું કે મે એની વાત પર વિશ્વાસ કરી લીધો. મે કેવી રીતના માની લીધું કે કોઈ મને સાચા દિલથી ચાહી શકે."

મેહાની માનસિક સ્થિતિ એવી હતી કે મેહાને સમજમાં જ નહોતું આવતું શું કરવું અને શું ન કરવું. મેહા ન તો ખુશ રહી શકતી ન તો રડી શકતી. મેહાએ છેલ્લે વિચારી લીધું કે જે થવાનું છે તે થવાનું જ છે. જે થાય છે તે સારા માટે જ થાય છે. મેહાએ હવે બધું કિસ્મત પર છોડી દીધું.

સવારે બધા ચા નાસ્તો કરતા હતા.

સાવિત્રીબહેન આજે ઘરને થોડું ઠીકઠાક કરવામાં લાગેલા.

"મમ્મી આજે શું છે? કોઈ આવવાનું છે કે શું? ઘરને તો એવી રીતના સજાવો છે કે જાણે કોઈ મને જોવા આવવાનું હોય?" ક્રીનાએ ચાનો ઘુંટ ભરતા કહ્યું.

સાવિત્રીબહેન:- "તારી વાત સાચી છે. આજે તને એક છોકરો જોવા આવવાનો છે."

સાવિત્રીબહેનની વાત સાંભળી ક્રીનાને ચા પીતા પીતા ખાંસી આવી ગઈ.

રજત:- "રિલેક્ષ ક્રીના... શાંતિથી ચા પી."

ક્રીના:- "શું? મને જોવા આવવાના છે? પણ તમે મને કહ્યું કેમ નહીં? અને અચાનક અત્યારે જ કહ્યું. ક્યાંક મને હાર્ટએટેક આવી જતે તો?"

રજત ક્રીનાને કાનમાં કહે છે "બસ હો આ હાર્ટએટેક વાળી વાત કંઈક વધારે જ થઈ ગઈ હો. ક્રીના ટેન્શન શું કામ લે છે. આપણે પછી શાંતિથી નિખિલ અને નિખિલની ફેમિલી સાથે વાત કરીશું."

ક્રીના:- "તને કેવી રીતના ખબર કે હું અને Nik..."

રજત:- "ભાઈ છું તારો. એટલી તો ખબર હોવી જ જોઈએ."

ક્રીના:- "ઑહ તો સીધેસીધું કહે ને કે આમાં તારો ફાયદો છે."

રજત:- "ફાયદો? કેવી રીતના?"

ક્રીના:- "મારા લગ્ન પછી તારે મેહા સાથે જો લગ્ન કરવા છે."

રજત ક્રીનાને કંઈ કહેવા નહોતો માંગતો મેહા વિશે.

ક્રીના:- "શું વિચારે છે? કંઈ બોલતો નથી ને? તું એ જ વિચારે છે ને કે મને કેવી રીતના ખબર? બચ્ચું મોટી બહેન છું તારી સમજ્યો?"

રજત:- "સમજી ગયો."

"ઑહ નો... તું છે ને મને બહું વાત કરાવે છે. મારે નિખિલને જણાવવું પડશે કે આજે મને જોવા આવવાના છે." આટલું કહી ક્રીના પોતાના રૂમમાં જતી રહે છે.

ક્રીના પોતાના રૂમમાં જઈને નિખિલને ફોન કરે છે.

ક્રીના:- "હેલો નિખિલ બહું મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે. આજે મને જોવા આવવાના છે."

નિખિલ:- "ગઈ કાલે મને કહેતી હતી ને કે જોવા જ તો આવવાના છે. શું વાંધો છે? જોયું હવે કેવું ફીલ થાય છે તે ખબર પડી?"

ક્રીના:- "નિખિલ મારે તારી સાથે જ રહેવું છે."

નિખિલ:- "ટેન્શન ન લે. તું ના પાડી દેજે."

ક્રીના:- "ઑકે Bye સાંજે વાત કરીશું."

નિખિલ:- "Bye..."

મમતાબહેન:- "મેહા શું કરે છે બેટા? હજી સુધી તૈયાર નથી થઈ?"

મેહા:- "ક્યાં જવાનું છે?"

મમતાબહેન:- "નિખિલ માટે છોકરી જોવા જવાનું છે."

મેહા:- "મમ્મી મારે નથી આવવું. તમે જઈ આવો."

મમતાબહેન:- "બેટા એવું ન ચાલે. ત્યાં તને પૂછશે તો અમે શું કહીશું?"

મેહા:- "મમ્મી એ લોકોને થોડી ખબર છે કે તમારી એક દિકરી છે."

મમતાબહેન:- "એ લોકોને ખબર છે. ચાલ હવે તૈયાર થઈ જા."

મેહા કમને તૈયાર થાય છે. નિખિલે પણ ખાસ ઉત્સાહ ન બતાવ્યો. એને પણ કમને જવું પડ્યું.

મેહા અને નિખિલતો પાછળની સીટ પર ગોઠવાઈ ગયા.

નિખિલ ઈયરફોન લગાવી Song સાંભળવાનો હતો કે પરેશભાઈએ કહ્યું "નિખિલ કાર તારે ડ્રાઈવ કરવાની છે."

નિખિલ:- "પપ્પા આજનો દિવસ તમે ડ્રાઈવ કરો. મારું બિલકુલ પણ મન નથી."

છેવટે પરેશભાઈને કાર ડ્રાઈવ કરવી પડી.

મેહા સીટ પર માથું ઢાળી આંખો બંધ કરી ઈયરફોન લગાવી Song સાંભળવા લાગી.

નિખિલ પણ મોબાઈલમાં વ્યસ્ત હતો.

થોડીવાર રહી કાર ઉભી રહી. મેહા અને નિખિલે આંખો ખોલી.

નિખિલ બહાર ઉતર્યો. નિખિલે આસપાસ જોયું અને ઘર જોઈને ખુશ થઈ ગયો. મેહાએ પણ ઘર જોઈને પોતાની જાતને માંડ માંડ સંભાળી.

નિખિલે ક્રીનાને ફોન લગાવ્યો.

ક્રીના:- "હેલો Nik કેમ ફોન કર્યો? કંઈ પ્રોબ્લેમ થઈ છે કે શું? તે હા તો નથી પાડી દીધી ને?"

નિખિલ:- "Sorry ક્રીના પણ એ છોકરીને હું ના ન પાડી શકું. એકદમ પ્રિન્સેસ જેવી દેખાય છે. તું જોઈશ ને તો તું પણ એને ના નહીં પાડી શકે."

ક્રીના:- "નિખિલ તું સાચ્ચે ના નથી પાડવાનો."

નિખિલ:- "ના..."

ક્રીના ગુસ્સામાં કહે છે "ઑકે ફાઈન તો હું પણ મને જોવા આવેલા છોકરાને હા પાડી દઈશ."

નિખિલ:- "Okay as you wish...bye..."

ક્રીનાએ ગુસ્સામાં ફોન ડિસકનેક્ટ કર્યો. ક્રીના સ્વગત જ બોલવા લાગી "શું સમજે છે પોતાની જાતને? શું કહ્યું એણે કે એ પ્રિન્સેસ જેવી લાગે છે હું એના કરતા વધું સુંદર દેખાઈશ. નિખિલ તું મને એકલામાં મળ. તારા કાન પકડીને ઉઠક બેઠક ન કરાવી ને તો મારું નામ પણ ક્રીના નહીં. એની હિમંત‌ જ કેમ થઈ મારા સિવાય બીજી છોકરી પર નજર નાંખવાની?"

મેહા તો એમજ શોક્ડ થઈ ને ઉભી છે.

મમતાબહેન:- "એક છે તે ફોન પર વાત કરવામાંથી ઊંચો નથી આવતો અને આ મેહા તો ભૂત બનીને ઉભી રહી ગઈ છે. તમારા બંનેનું ધ્યાન ક્યાં છે? ચાલો અંદર ચાલો."

પરેશભાઈ ડોરબેલ વગાડે છે. શીતલકાકી દરવાજો ખોલે છે. સાવિત્રીબહેન અને રતિલાલભાઈ બધાનું સ્વાગત કરે છે. નિખિલ અને મેહા પણ પાછળ પાછળ જાય છે. રજત પણ નીચે આવે છે.

મમતાબહેન:- "અરે રજતબેટા તું?"

રજત મેહા તરફ નજર કરી કહે છે "અંકલ આંટી તમે અહીં?"

સાવિત્રીબહેન:- "તમે કંઈ રીતે એકબીજાને ઓળખો છો?"

મમતાબહેન:- "રજત અને મેહા એક જ સ્કૂલ અને કૉલેજમાં હતા. રજત તો ઘરે પણ આવતો હતો."

રજત Nik ને Hug કરે છે અને કાનમાં કહે છે "વાહ તે તો કમાલ કરી દીધી. મને નહોતી ખબર કે ક્રીનાને જોવા તમે આવવાના છો જીજુ."

Nik:- "મને નહોતી ખબર કે મમ્મી પપ્પાને જે છોકરી પસંદ આવી છે તે ક્રીના જ છે."

બધા બેઠાં બેઠાં વાતો કરતા હતા. રજત અને મેહાની નજર અવારનવાર મળતી રહેતી. રજતને જોઈ મેહાની બધી યાદો તાજી થઈ ગઈ. મેહાની આંખોમાં ઝળઝળીયા આવી ગયા.

સાવિત્રીબહેન:- "શીતલ જા તો ક્રીનાને બોલાવી લાવ."

શીતલકાકી ક્રીનાને લઈ આવે છે. ક્રીના થોડી ઉદાસ હોય છે. ક્રીના મમતાબહેન અને પરેશભાઈને નમસ્તે કરે છે. ક્રીનાની નજર મેહા પર જાય છે પછી નિખિલ પર. ક્રીના ખુશ થઈ જાય છે.

સાવિત્રીબહેન:- "ક્રીના જા તો બધા માટે ચા નાસ્તો લઈને આવ."

ક્રીના બધા માટે ચા નાસ્તો લઈને આવે છે.

પરેશભાઈ:- "મિષાના લગ્નમાં તમારી દીકરી પહેલી જ નજરે પસંદ આવી ગઈ હતી."

મેહાની નજર રજત પર હતી. શીતલકાકીએ ચા આપી પણ મેહા નું બધું ધ્યાન રજત પર હતું.
મેહાના હાથમાં એકદમ ગરમ ગરમ ચા ઢોળાઈ.

રજતથી થોડું ગુસ્સામાં બોલાઈ જાય છે "ધ્યાન ક્યાં છે તારું?"

રજત નું આટલું બોલતાં જ મેહાની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.

રજતને પછી ખ્યાલ આવ્યો કે પોતે બધાની સામે મેહાને થોડો ગુસ્સામાં બોલ્યો.

રજત તરત જ ફર્સ્ટ એઈડ બોક્સ લઈ આવ્યો.

સાવિત્રીબહેન:- "બેટા ક્યાં ધ્યાન હતું તારું? એટલી બધી ગરમ ચા હતી કે રડવું આવી ગયું. રજત જા તો આના હાથ પર બરફ લગાવી દે."

રજત મેહાને રસોડામાં લઈ જાય છે.

મેહાને ખુરશીમાં બેસાડે છે. ને પોતે નીચે બેસી મેહાને દવા લગાડવાનો જ હોય છે કે મેહા કહે છે "કોઈ જરૂર નથી દવા લગાડવાની. હું લગાવી લઈશ."

રજત મેહાનો હાથ પકડી લેતા‌ કહે છે "ચૂપચાપ બેસ સમજી?"

મેહા હાથ છોડાવતા કહે છે "મેં કહ્યું ને કે હું મારી મેળે લગાવી લઈશ."

છતાં પણ રજત મેહાના હાથમાં બરફ લગાવી દવા લગાવી આપે છે.

"હાથ દાઝ્યો એના પર તો મલમ લગાવી દીધું. અને તે મારું દિલ બાળ્યું છે તેનું શું રજત? એની કોઈ દવા છે તારી પાસે? નથી ને? તો આ ખોટો પ્રેમનો દેખાડો બંધ કર સમજ્યો?" આટલું કહી મેહા બેઠક રૂમમાં આવે છે.

મમતાબહેન:- "તમારી દિકરી તો અમને ખૂબ પસંદ છે."

પરેશભાઈ:- "ચાલો હવે અમે રજા લઈએ."

મેહા અને મેહાના પરિવારવાળા જતા રહે છે. મેહાએ છેલ્લે રજત તરફ નજર કરી તો રજત મેહાને જ જોઈ રહ્યો હતો. ઘરે જઈને પણ મેહા એ જ વિચારે છે કે આખરે રજતના મનમાં શું છે? મારા હાથ પર ગરમ ગરમ ચા ઢોળાઈ ગઈ તો રજત ગુસ્સે થઈ ગયો. એ ગુસ્સામાં મારા માટે ચિંતા હતી. ખરેખર એ ચિંતા કરતો હતો કે પછી...! નહીં નહીં રજત પર ભરોસો નહીં કરી શકાય. આટલી બધી છોકરીઓ સાથે ફ્લર્ટ કર્યું છે તો છોકરીઓનું દિલ કેવી રીતના જીતવાનું એ તો એને સારી રીતના આવડી ગયું છે. અને મને પણ ખબર ન પડી કે એ મને ચાહતો નહોતો પણ ચાહવાની એક્ટિંગ કરતો હતો."

સાંજે સાવિત્રીબહેન ફોન કરે છે.

સાવિત્રીબહેન:- "તો શું નક્કી કર્યું?"

મમતાબહેન:- "તમને તો ત્યાં જ કહ્યું હતું કે ક્રીના અમને પસંદ છે. શું તમને નિખિલ ગમ્યો?"

સાવિત્રીબહેન:- "હા અમને બધાને નિખિલ પસંદ છે.
ક્રીનાને પણ..."

મમતાબહેન:- "નિખિલને પણ ક્રીના ખૂબ પસંદ છે."

સાવિત્રીબહેન:- "સારું ત્યારે પંડિતને કહી એક દિવસ સગાઈનુ નક્કી કરી લઈએ."

મમતાબહેન:- "સારું."

સાંજે મેહા શાવર લઈ ને બહાર આવી તો રજત બેડ પર આડો પડ્યો હતો.

મેહા:- "રજત તું અહીં શું કરી રહ્યો છે?"

રજત:- "કંઈ નહીં તારા હાલચાલ પૂછવા આવ્યો છું."

મેહા:- "રજત આ બધું નાટક બંધ કર અને ચૂપચાપ અહીંથી નીકળ."

રજત:- "હું નીકળી જઈશ પણ પહેલાં તારા હાલ ચાલ તો પૂછી લઉં?"

મેહા:- "હું ખૂબ મજામાં છું. સાંભળી લીધું ને. હવે જા."

રજત:- "સાંભળવામાં આવ્યું છે કે તું સાઈકિયાટ્રિસ્ટ પાસે જાય છે. મારા લીધે ને?"

રજતની વાત સાંભળી મેહા વિહ્વળ બની ગઈ.

મેહા:- "હા જાઉં છું...અને મને ખબર છે તું મને પાગલ બનાવીને જ રહીશ..."

"પાગલ તો તું પહેલેથી જ છે...મારા પ્રેમમાં..." આટલું કહી રજત નીકળી જાય છે.

રજતના જતાં જ મેહાની આંખમાંથી આંસુ ટપકી પડે છે. મેહાને એ બધી પળો યાદ આવે છે જે એણે રજત સાથે વિતાવી હતી. રજતે મને જૂઠાં સપના બતાવ્યા.

રાતે નિખિલ ક્રીનાને ફોન કરે છે "કહ્યું હતું ને કે હું જેને જોવા જાઉં છું તે પ્રિન્સેસ જેવી દેખાય છે."

ક્રીના:- "Nik તે મને પહેલાં કેમ ન કહ્યું કે તું મને જ જોવા આવવાનો છે. તને‌ ખબર છે મે તારા પર કેટલો ગુસ્સો કર્યો."

નિખિલ:- "ઑહ તો ગુસ્સામાં મને શું શું કહ્યું?"

ક્રીના:- "કંઈ નહીં કાન પકડીને ઉઠક બેઠક કરાવતે જો તું કોઈ બીજી છોકરી વિશે વિચારતે તો?"

નિખિલ:- "તારા સિવાય કોના વિશે વિચારું. તું વિચારવા દે તો હું વિચારું ને?"

ક્રીના:- "સારું હવે બહું વાત થઈ ગઈ. હવે મને ઊંઘ આવે છે."

નિખિલ:- "ઑકે bye...good night..."

ક્રીના:- "good night..."

બીજા દિવસે સવારે મેહા ચા નાસ્તો કરી રહી હતી.
મમતાબહેન:- "મેહા આજે મારી સાથે માર્કેટ આવજે. ઘણી બધી વસ્તુઓ લેવાની છે."

મેહા:- "જી મમ્મી..."

મેહા અને મમતાબહેન માર્કેટ જાય છે.

રજત એના ફ્રેન્ડસ જોડે ફરતો હતો. એના ફ્રેન્ડસ આમતેમ થયા.

"Hi handsome." રજતને પાછળથી એક છોકરીનો અવાજ આવે છે.

રજતે પાછળ ફરી જોયું "ઑહ તો તું છે?"

પેલી છોકરીએ કહ્યું "તે દિવસે મારી લિપસ્ટિક લીધી હતી તે તો પાછી આપી જ નહીં."

રજત:- 'Sorry...લે આ રૂપિયા...અને બીજી લિપસ્ટિક લઈ લેજે. હવે જા અહીંથી..."

પેલી છોકરીએ કહ્યું "રજત તે તો મને કિસ પણ નહોતી કરી તો તે મેહાને કેમ એવું જતાવ્યુ કે આપણે બંનેએ કિસ કરી છે."

રજત હજી વધારે રૂપિયા આપતા કહે છે "ચૂપ રહેજે અને જા હવે અહીંથી નીકળ."

મેહા દૂરથી ઉભી રજત અને પેલી છોકરીને જોઈ રહી અને વિચારવા લાગી કદાચ રજતે આને ગર્લફ્રેન્ડ બનાવી લીધી છે એટલે જ તો રજત એને રૂપિયા આપે છે.

પેલી છોકરી કહે છે "નહીં જાઉં. જો હું અહીંથી જઈશ તો મેહાને શંકા જશે. આપણને દૂરથી જોઈ રહી છે."

રજત:- "આપણી વાત સાંભળી એણે?"

પેલી છોકરી કહે છે "ના...ખાસ્સી દૂર છે."

રજત પેલી છોકરીનો હાથ પકડી લે છે "મે તારો હાથ પકડ્યો એણે જોયું?"

પેલી છોકરી કહે છે "હા જોયું અને જોઈને જતી પણ રહી. અને તું તો મને કિસ કરવાનો હતો પછી અચાનક શું થઈ ગયું? શું થયું તમારી વચ્ચે?"

રજત:- "તું તારા કામથી કામ રાખ ઑકે?"

"ઑકે મારે શું? Bye." એમ કહી પેલી છોકરી ચાલતી પકડે છે.

મેહા મમતાબહેન સાથે ઘરે પહોંચે છે. મેહા રજતને યાદ કરી ખૂબ ઉદાસ થઈ જાય છે. મેહા થોડી ડિપ્રેશન માં આવી ગઈ. મેહાએ દવા ખાઈ લીધી.
મેહાને ક્યાંય શાંતિ નહોતી મળતી. મેહા બેચેન થઈ ગઈ હતી. મેહાની હાલત એવી હતી કે ન તો સહી શકતી હતી ન તો એ કોઈને કહી શકતી હતી.

મેહાને અકળામણ થવા લાગી. મેહા ઘરની બહાર નીકળી અને ગાર્ડનમાં બેઠી.

"Hi મેહા."

મેહાએ જોયું તો રજત હતો.

મેહા ત્યાંથી ઉઠીને ચાલવા લાગી. રજત પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો.

રજત:- "શું થયું? મને જોઈને કેમ ભાગે છે?"

મેહાએ એક સ્ટોરમાંથી પાણીની બોટલ લીધી અને ફરી ડિપ્રેશનની દવા લીધી.

રજત:- "આ શાની દવા છે?"

મેહા:- "પ્લીઝ રજત આ નાટક બંધ કર. જાણે કે તને ખબર જ નથી કે આ શાની દવા છે. તારે લીધે હું ડિપ્રેશન માં છું સમજ્યો? અને મહેરબાની કરીને મને એકલીને છોડી દે."

રજત જતો રહ્યો. રજત વિચારતો હતો કે મારે લીધે મેહા ડિપ્રેશન માં છે અને દવા પણ લેતી થઈ ગઈ છે. નહીં નહીં મેહા નું ઠીક થવું જરૂરી છે. જો એ ઠીક નહીં હશે તો એની સાથે બદલો કેવી રીતના લઈશ."

સાંજે મેહા રજત વિશે જ વિચારી રહી હતી. મેહા રજત સાથે એ રીતે ટેવાઈ ગઈ હતી કે મેહાને રજત વગર ચાલતું જ નહોતું. રજત સાથે નાનામાં નાની વાત શેર કરતી મેહા બીજા કોઈ સાથે વાત જ શેર કરી શકતી નહોતી. મેહા રજત સાથે વાત કરવા તડપી રહી હતી. એટલામાં જ રજતનો ફોન આવ્યો. મેહાને એમ કે રજત ફરી મને કંઈ ને કંઈ સંભળાવશે.
સંભળાવે તો સંભળાવે એ બહાને રજત સાથે વાત કરવા તો મળશે એમ વિચારી મેહાએ ફોન રિસીવ કર્યો.

ક્રમશઃ