Taras premni - 42 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૪૨આ તરફ મેહા રજત સાથે વાત કરવા માટે તડપી રહી હતી. મેહાએ ફરી ફોન કર્યો. રજતનો ફોન ન લાગ્યો. મેહાએ કેટલીય વાર ટ્રાય કરી. પણ રજતનો ફોન ન લાગ્યો. મેહા રાહ જોઈને સૂઈ ગઈ.

સવારે મેહાની આંખો ઉઘડી. જાગતાં જ મેહાને રજત યાદ આવ્યો. મેહાએ ફોનમાં જોયું. ના તો કોઈ ફોનકૉલ્સ કે ના કોઈ મેસેજ. મેહા નાહી ધોઈ નાસ્તો કરવા ગઈ.

નિખિલ:- "તું ટેન્શન શું કામ લે છે મેહા?"

મેહા મનમાં વિચારે છે "ભાઈને ખબર પડી ગઈ કે શું?"

મેહા:- "હું ક્યાં ટેન્શન લઉં છું?"

નિખિલ:- "તારા ચહેરા પરથી તો એવું લાગે છે...Chill...ok? Exam તો સારી ગઈ છે પછી શું કરવા ચિંતા કરે છે."

મમતાબહેન:- "ઑહ હા મેહા આજે તારું રિઝલ્ટ છે ને?"

મેહાને ત્યારે ખ્યાલ આવ્યો કે આજે રિઝલ્ટ છે. આજે તો કૉલેજમાં બધાં આવશે. રજત પણ...

મેહા ખૂબ ખુશ થઈ ગઈ. હવે તો રજતને મળી શકાશે. મેહાએ મનોમન વિચાર્યું કે "આજે તો મળીને રજતને બહું ખીજવાઈશ."

મેહા ખુશ થતા કહે છે "Thank you ભાઈ thank you મમ્મી."

નિખિલ:- "અરે અચાનક શું થયું? એક મિનીટ પહેલાં કેટલી ઉદાસ હતી અને અત્યારે કેટલી ખુશ થઈ ગઈ."

મેહા ફટાફટ નાસ્તો કરે છે. અને કૉલેજ પહોંચે છે.

કૉલેજ જઈ સૌથી પહેલાં મેહા રજતને શોધે છે.
રજત ક્યાંય નજરે નથી પડતો. મેહા અને રજતના ફ્રેન્ડ પણ આવી જાય છે.

બધાએ રિઝલ્ટ જોયું.

મિષા:- "મેહા અહીં બેઠા બેઠાં શું કરે છે? રિઝલ્ટ જોયું કે?"

મેહા:- "ના નથી જોયું. એકવાર રજતને આવી જવા દે."

મિષા:- "રજત આવે એટલામાં તું તારું રિઝલ્ટ પણ જોઈ લે અને રજતનુ પણ."

મેહા રજત અને પોતાનું રિઝલ્ટ જોય છે.

મિષા:- "તું આવ. અમે કેન્ટીનમા છીએ."

મેહા:- "ઑકે સારું."

મેહા પોતાનું અને રજતનુ રિઝલ્ટ જોઈને ઉભી હતી. મેહાની નજર એક ક્લાસરૂમમાં જાય છે. મેહા વિચારે છે કે "રજત ક્લાસમાં શું કરે છે?"

મેહા એ ક્લાસ તરફ વિચારતા વિચારતા જાય છે કે "રજત મને કેટલી તડપાવી. હવે તો તું મને મનાવવાની કોશિશ કરશે પણ હું માનીશ જ નહીં ને. પહેલાં હું રજતને થોડું ખીજવાઈશ. જેવું ખીજવાઈશ તો મને ખબર છે રજત મને Hug કરી લેશે."

મેહા ક્લાસમાં પહોંચે છે તો રજત એક છોકરીનો હાથ પકડી બહાર જ આવતો હતો. મેહાએ રજત સામે જોયું તો રજતના હોઠ પર લિપસ્ટિક લાગેલી હતી.

મેહા થોડી હેબતાઈ ગઈ. મેહાને સમજમાં ન આવ્યું કે શું કરવું અને શું ન કરવું.

મેહા રજત પાસે આવે છે. મેહાને રજત પર ખૂબ ગુસ્સો આવતો હતો. મેહા રજતની પાસે જાય છે.

મેહા:- "રજત શું કરતો હતો પેલી છોકરી સાથે?"

રજત:- "ફ્લર્ટિંગ કરતો હતો."

મેહા:- ફ્લર્ટિંગ કરતો હતો કે કિસ?

રજત:- તારે જે સમજવું હોય તે સમજ.

મેહા:- "રજત સાચેસાચું કહી દે ને કે તું એ છોકરીને કિસ કરતો હતો."

રજત:- હા કરી મેં કિસ...તો?

મેહા રજતને થપ્પડ મારી દે છે.

કૉલેજની એક યુવતીએ રજત અને મેહાના ફ્રેન્ડસને કહ્યું કે "રજત અને મેહા વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે."

મેહા અને રજતના ફ્રેન્ડસ ત્યાં પહોંચી જાય છે. મેહાને થપ્પડ મારતા બધાએ જોઈ.

મેહા:- "એને કિસ કરવાની કેમ જરૂર પડી? હું તારી ગર્લફ્રેન્ડ નથી?"

રજત:- "મારે બ્રેક અપ જોઈએ છીએ."

મેહા:- "રજત તું મારી સાથે આવું નહીં કરી શકે."

રજત:- "મારી જીંદગી છે હું ગમે તે કરી શકું. મેહા હું તને નથી ચાહતો."

"અને મારી જીંદગી... એનું શું?" આટલું કહેતા તો મેહા લગભગ રડી જ પડી.

"રજત તારી હિમ્મત પણ કેમ થઈ મારી સાથે આવું કરવાની?" એમ કહી મેહાએ રજતને એક ગાલે થપ્પડ મારે છે અને બીજા ગાલે પણ થપ્પડ મારે છે.

મિષા:- "મેહા પ્લીઝ સંભાળ પોતાની જાતને."

મેહા:- "શું સંભાળું પોતાની જાતને. રજતે મારી સાથે કર્યું એ માટે હું એને ક્યારેય માફ નહીં કરું."

રજત ક્લાસમાંથી બહાર જવા લાગ્યો.

મેહા રજતનો હાથ પકડી રજતને કહે છે "રજત હું તારા વગર નહીં રહી શકું."

"સૉરી મેહા મારે તારી સાથે નથી રહેવું" એમ કહી રજત જતો રહે છે.

મેહા:- "પ્લીઝ રજત મને છોડીને ન જા."

મેહા રજતને બોલાવતી રહી પણ રજત પાછો ન આવ્યો. રજતને મેહાના રડવાનો અવાજ આવતો હતો.

મિષા મેહાને ગળે લગાવે છે અને કહે છે "મેહા બધું ઠીક થઈ જશે."

થોડીવાર પછી બધા ઘરે જવા નીકળે છે. મિષા મેહાને ઘરે મૂકી આવે છે.

મિષા મેહાને ઘરના રસ્તા પર ઉતારી જતી રહે છે.

મેહા એના ઘરે જતી હોય છે કે રજત મેહાને બોલાવે છે.

રજત:- "Hi મેહા..."

મેહા રજતને આશ્ચર્યથી જોઈ રહી.

રજત:- "શું થયું? ઑહ I see... કે તું મને આમ કેમ જોઈ રહી છે. દિમાગ તો છે નહીં ને તારી પાસે એટલે તને આશ્ચર્ય થાય છે."

મેહા:- "રજત હજી શું બાકી રહી ગયું?"

રજત:- "કહ્યું હતું ને કે એવો બદલો લઈશ કે જીંદગી ભર યાદ કરીશ અને રડીશ. તારી જીંદગી એટલે સુધી બરબાદ કરી દઈશ કે પોતાની જાતને જ નહીં ઓળખી શકે."

મેહા:- "અને આપણી વચ્ચે જે પ્રેમ હતો તે..."

રજત:- "ઑહ God મેહા તું કંઈ સદીમાં જીવે છે. તને શું લાગ્યું હું તને પ્રેમ કરું છું... Molestation નો આરોપ લગાવ્યો ને તે મારા પર... ત્યારે જ નક્કી કરી લીધું હતું કે હું તારી સાથે બદલો લઈને જ રહીશ."

મેહા:- "રજત તું મારી સાથે આવું નહીં કરી શકે. પ્લીઝ તું કહી દે કે આ બધું જૂઠું છે."

રજત:- "મેહા તું સેન્સિટીવ છે ને એટલે જ બધા તારો ફાયદો ઉઠાવે છે. તો મેં પણ ફાયદો ઉઠાવી લીધો."

મેહા:- "તારી હિમંત પણ કેમ થઈ મારી ભાવનાઓ સાથે રમવાની. હું તને ક્યારેય માફ નહીં કરું. I hate you..."

મેહા રડી રહી હતી.

રજત:- "Come on મેહા તું તો ખરેખર મનથી કમજોર છે. એમાં આટલું રડવાની શું જરૂર છે. તારા દિલ સાથે જ તો રમ્યો છું What's the big deal હા...આભાર માન કે મેં તારી સાથે કંઈ physically નથી કર્યું..."

મેહા:- "ઑહ તો તને આ વાતનો અફસોસ રહી ગયો કે તું મારી સાથે Physical relationship ન બાંધી શક્યો."

રજત:- "હા બહું જ અફસોસ છે કે હું તારી સાથે Physical relationship ન બાંધી શક્યો પણ તું ચિંતા ન કર મારી આ ઈચ્છા પણ જલ્દી પૂરી થશે."

મેહા:- "શું કરીશ હવે તું? ફરી મારી સાથે પ્રેમનું નાટક કરીશ...અને હું ફરીથી તારા પર વિશ્વાસ કરીશ?..."

રજત:- "Physical relationship બાંધવા માટે પ્રેમ અને વિશ્વાસની શું જરૂર છે. હું શું કેવી રીતના કરીશ તે બધું મારા પર છોડી દે. રજત જે કહે છે તે કરીને બતાવે છે.Just wait and watch..."

મેહા:- "ઑહ તો તું મારી સાથે જબરજસ્તી કરીશ?"

રજત:- "ના હું તારી સાથે જબરજસ્તી નહીં કરું. હું કંઈક એવું કરીશ કે હું તારી નજીક આવીશ અને તું મને ના પણ નહીં પાડી શકે...ઑકે તો મળીએ પછી...જા હવે ઘરે જા...ઘરે જઈને તારે રડવું હશે ને હવે?"

રજત સ્માઈલ કરતા કરતા જતો રહ્યો. મેહા રજતને જતા જોઈ રહી.

રજતે એક નજર મેહા પર કરી અને જતો રહ્યો.
મેહાને તો વિશ્વાસ ન આવ્યો કે રજત મારી સાથે આવું કરી શકે.

થોડા સમય માટે મેહા રડી. પણ પછી રજતની વાત પર વિચાર કર્યો કે રજત મારી સાથે તો એવું શું કરશે કે હું એને ના નહીં પાડી શકું.

મમતાબહેન મેહાને જમવા બોલાવે છે.

મેહાને ભૂખ તો નહોતી પણ જો પોતે જમવા નહીં જાય તો મમ્મી પપ્પા જાતજાતના સવાલ પૂછશે. એટલે મેહા થોડું જમી લે છે. મેહા જમીને સૂઈ જાય છે. પણ મેહાને ઊંઘ નહોતી આવતી. મેહા રજત વિશે જ વિચારતી હોય છે. મેહાને તો હજી પણ વિશ્વાસ નહોતો આવતો કે રજત મારી સાથે આવું પણ કરી શકે. મેહા હવે થોડી કન્ફ્યુઝ થઈ ગઈ કે રજતના મનમાં આખરે ચાલે છે શું? મેહા રજત વિશે ખાસ્સી વાર સુધી વિચારતી રહી.

આખરે મેહાએ એક વિચાર કર્યો કે હવે જે થાય તે બધું ભગવાન પર છોડી દેવું. મેહાને ફરી રજતનો પ્રેમ યાદ આવ્યો અને એની આંખોમાંથી આંસુ સરી પડ્યા. મેહા ફરી મનથી વિચારવા લાગી. વિચારતા વિચારતા મેહાના મનમાં એક વિચાર આવ્યો. જો રજત મને સ્હેજ પણ પ્રેમ કરતો હોય તો એ મને યાદ કરશે...કદાચ રજતનો મેસેજ આવ્યો હોય તો એમ વિચારી મેહાએ મોબાઈલમાં જોયું ત્યાં જ રજતનો ફોન આવ્યો.

મેહાને આશ્ચર્ય થયું કે હમણાં જ મેં વિચાર્યું હતું કે રજત સ્હેજ પણ ચાહતો હોય તો મને યાદ કરશે અને તરત જ એનો ફોન આવ્યો. મેહા વધારે કન્ફ્યુઝ થઈ ગઈ. વિચારમાં વિચારમાં રિંગ ટોન પૂરી થઈ. મેહાએ વિચાર્યું કે હવે રજત ફોન નહીં કરે ત્યાં જ ફરી રીંગ વાગી. રજતનો જ ફોન હતો. મેહાએ ફોન રિસીવ કર્યો.

મેહા:- "હેલો હવે શું બાકી રહી ગયું?લિસન રજત મારે એકલીને રહેવું છે. મને એકલી છોડી દે સમજ્યો?"

રજત:- "એકલીને છોડી દઈશ તો તને તડપતા કેવી રીતના જોઈશ. એટલી આસાનાથી તો તને નહીં છોડું. હજી મારો બદલો પૂરો ક્યાં થયો છે?"

મેહા:- "પહેલાં તો મને એ કહે કે તે મને ફોન શું કરવા કર્યો? આ બધું કહેવા?"

રજત:- "મેહા I am sure કે તું મારા વિશે વિચારીને રડતી હશે. I wish કે હું ત્યાં હોત તો તને રડતા જોઈ શકત...તને રડતી...તને તડપતી જોવી હતી મારે...તને તડપતા જોતે તો મારા દિલને શાંતિ મળતે..."

મેહા ફોન ડિસકનેક્ટ કરી નાંખે છે. મેહા રજત પર ગુસ્સો કરતા કરતા સૂઈ જાય છે.

દરરોજની જેમ સવારે ઉઠીને રજત વિશે વિચારી મેહાના ચહેરા પર સ્માઈલ આવી જતી. આજે પણ એ જ સ્માઈલ ચહેરા પર આવી. પણ મેહાને તરત જ યાદ આવ્યું કે ગઈકાલે તો રજત સાથે બ્રેક અપ થઈ ગયું હતું. મેહા એકદમ ઉદાસ થઈ ગઈ. મેહાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

નાસ્તો કરી મેહા મોબાઈલમાં વ્યસ્ત થઈ. રજતના મેસેજ હતા."ફોન ડિસકનેક્ટ કરવાથી શું થશે? એટલી આસાનાથી તારી લાઈફમાંથી જવાનો નથી."

મેહા નું મૂડ ઠીક કરવા નેહા,પ્રિયંકા અને મિષા મેહાને બહાર ફરવા લઈ જાય છે. છતાં પણ મેહાને રજતના જ વિચારો આવતા. મેહા ઘરે પહોંચે છે.

થોડીવાર પછી મિષાનો ફોન આવે છે.

મિષા:- "હેલો મેહા આવતીકાલે શોપિંગ કરવા જવાનું છે."

મેહા:- "કાલે શોપિંગ કરવા પણ કેમ?"

મિષા:- "રૉકી એના ફેમિલી સાથે મારા ઘરે આવ્યો હતો. રૉકી અને મારા ઘરના લોકો અમારા લગ્ન માટે માની ગયા છે. જો કે રૉકી અને મને સમજાવતા સમજાવતા ખૂબ મુશ્કેલી પડી પણ આખરે માની ગયા."

મેહા:- "લકી છે તું...તને તારો ડ્રીમ બોય તો મળી ગયો."

મિષા:- "સારું તો કાલે તૈયાર રહેજે."

મેહા:- "ઑકે."

મેહા વિચારી રહી કે મિષાને તો એનો પ્રેમ મળી ગયો.
મારા નસીબમાં પ્રેમ લખાયો પણ છે કે નહીં?
કદાચ મારી પ્રેમની તરસ અધૂરી જ રહેશે.
મેહાને આખો દિવસ બસ રજતના જ વિચારો આવતા હતા.

બીજા દિવસે મેહા એના ફ્રેન્ડસ સાથે શોપિંગ કરવા જાય છે. રજત અને રજતના ફ્રેન્ડસ પણ આવે છે. મેહા અને રજતની નજર મળે છે.

મેહા અને મિષા ડ્રેસ પસંદ કરતા હતા. મિષાને એક લહેગા ચોલી ખૂબ પસંદ આવ્યા.

મિષા:- "રૉકી આ લહેગા ચૉલી સારા છે ને."

રૉકી:- "પરફેક્ટ."

મેહાને એક શોર્ટ ડ્રેસ ખૂબ ગમી ગયો. મેહાએ એ ડ્રેસને પેકિંગ કરવા કહ્યું.

રજત:- "એવા શોર્ટ ડ્રેસ લેવાની જરૂર નથી."

મેહા:- "મને એ ડ્રેસ બહું ગમે છે."

રજત:- "પણ મને નથી ગમતો."

મેહા:- "તું કોણ છે ડિસાઈડ કરવાવાળો કે મારે શું પહેરવું જોઈએ અને શું નહીં?"

મેહાએ એ ડ્રેસ ખરીદી લીધી.

રજત:- "ભલે એ ડ્રેસ ખરીદી લીધો. પણ આ ડ્રેસ તને નહીં પહેરવા દઉં."

મેહા:- "રજત શું છે આ બધું? તે મારી સાથે બ્રેક અપ કર્યું છે તો હવે શાનો હક્ક જતાવે છે?"

રજત કંઈ બોલતો નથી.

મેહા:- "શું થયું બોલતી બંધ થઈ ગઈ ને? છે કોઈ જવાબ તારી પાસે?"

મેહાને એમ કે રજત હજી પણ લવ કરે છે. પણ રજત કંઈ બોલ્યો નહીં.

બધા શોપિંગ કરી ઘરે જાય છે. સાંજે મેહા રજત વિશે વિચારતી બાલ્કની માં બેઠી હતી. મેહાએ Song ચાલું કર્યું.

मैं तेनु समझावां की
ना तेरे बिना लागदा जी
तू की जाने प्यार मेरा
मैं करूँ इंतजार तेरा
तू दिल तूयों जान मेरी
मैं तेनु समझावां की
ना तेरे बिना लागदा जी

मेरे दिल ने चुनलैया ने
तेरे दिल दियां राहां
तू जो मेरे नाल तू रहता
तुरपे मेरीया साहा
जीना मेरा होए
हुण्ड है तेरा की मैं करां
तू कर ऐतबार मेरा
मैं करूँ इन्तेजार तेरा
तू दिल तूयों जान मेरी
मैं तेनु समझावां की
ना तेरे बिना लागदा जी

वे चंगा नहियों कीता बीवा
वे चंगा नहियों कीता बीबा
दिल मेरा तोड़ के
वे बड़ा पछताइयां आखाँ
वे बड़ा पछताइयां आखाँ
नाल तेरे जोड़ के

મેહા રજતને ભૂલવા માંગતી હતી પણ મેહા ભૂલી શકતી નહોતી. રજત પણ એટલી આસાનાથી મેહાને ભૂલવા દેતો નહોતો. રજત ફોન કરતો અથવા મેસેજ કરતો. મેહા નું મન થતું તો કોઈકવાર રિપ્લાય આપતી.

રજત મેહાને મેસેજ કરે છે.

રજત:- "I know કે તું મને ભૂલવા માંગે છે. પણ એટલી આસાનાથી હું તને થોડો ભૂલવા દઈશ."

મેહા:- "રજત તારે બદલો લેવો હતો તે લઈ લીધો. હવે તો મને છોડી દે."

રજત:- "મારું મન થશે ત્યારે છોડી દઈશ."

મેહાને સમજમાં જ નહોતું આવતું કે રજતના મનમાં આખરે ચાલે છે શું?

કેટલીય વાર મેહા રજતને લીધે એકલામાં રડી છે.

થોડા દિવસોમાં જ મિષા અને રૉકીના લગ્નનની Date ફિક્સ થઈ ગઈ.

રૉકી અને મિષાના લગ્નનો દિવસ આવી ગયો.

રજતનો પરિવાર અને મેહાના પરિવારવાળા લગ્નમાં ગયા હતા.

રજત:- "હેલો આંટી. હેલો અંકલ..."

પરેશભાઈ:- "અરે રજત બેટા કેમ છે?"

રજત:- "બસ મજામાં...તમે કેમ છો?"

મમતાબહેન:- "બસ મજામાં. હવે તો તું ઘરે પણ નથી આવતો ને? શું વાત છે?"

મેહા મનોમન જ કહે છે "કામ જ એવું કર્યું છે કે મારી સાથે નજરથી નજર નથી મેળવી શકતો પછી ક્યાંથી આવે?"

રજતે મેહા સામે જોયું.

મેહા મનોમન કહે છે "મારા મનની વાત જાણી ગયો કે શું? મને કેવી રીતના જોઈ રહ્યો. પણ Whatever જાણી પણ જાય તો શું વાંધો છે."

રજત:- "જી આંટી એકાદ દિવસ જરૂરથી આવીશ. આ તો પપ્પાએ મને બિઝનેસના કામે લગાડી દીધો એટલે ટાઈમ નથી મળતો."

એક સાંજે રજત એના ફ્રેન્ડસને મળીને આવતો હતો. રજતને એક જગ્યાએ મેહા નજરે પડે છે.

રજત મનોમન વિચારે છે કે "મેહા ક્યાં જઈ રહી છે?"

રજત મેહાને જરા પણ ખ્યાલ ન આવે એ રીતે મેહાની પાછળ પાછળ જાય છે.

રજતે જોયું તો એક બંગલો હતો. રજતે બંગલાની બહાર નેમ પ્લેટ વાંચી.

રજત મનોમન કહે છે "તો મેહા મેન્ટલી ખૂબ ડિસ્ટર્બ થઈ ગઈ છે એટલે સાઇકિયાટ્રિસ્ટ પાસે આવે છે."

રજત ઘરે ગયો. રજત મેહા વિશે વિચારે છે. "મેહા પહેલેથી જ ડિસ્ટર્બ હતી અને મારી સાથે બ્રેક અપ બાદ વધારે જ ડિસ્ટર્બ થઈ ગઈ છે. મેહાથી આ બધુ સહન ન થયું એટલે જ કદાચ એને સાઈકિયાટ્રિસ્ટ પાસે જવાની જરૂર પડી હશે. એક મીનીટ પણ હું શું કરવા મેહાની ચિંતા કરું છું. રજત શું થઈ ગયું છે તને?"

રજત બીજા કામમાં બિઝી થઈ જાય છે.

એક દિવસ મમતાબહેન નિખિલને કહે છે "બેટા મને તારા માટે એક યુવતી પસંદ આવી છે."

નિખિલ મમતાબહેનની વાત સાંભળી ચિંતા માં મૂકાઈ ગયો.

નિખિલ ક્રીનાને ચાહતો હતો અને એની સાથે જ લગ્ન કરવાનો હતો.

નિખિલ:- "પણ મમ્મી..."

એટલામાં જ મમતાબહેન પર કોઈનો ફોન આવે છે અને વાત કરવા લાગી જાય છે. ફોન પર વાત કરીને
મમતાબહેન નિખિલને કહે છે "નિખિલ હવે સૂઈ જા. બહું મોડું થઈ ગયું છે. આવતીકાલે એ યુવતીના ઘરે જવાનું છે."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED