પ્રભુને પ્રાર્થના Rajeshwari Deladia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પ્રભુને પ્રાર્થના

ઓ ઇશ્વર ભજીયે તને,
મોટુ છે તુજ નામ,
ગુણ તારા નિત્ય ગાઈએ,
થાય અમારાં કામ......

હંમેશા મને સવારે પ્રભુ પાસે બે હાથ જોડી આ પ્રાર્થના કરવાની આદત.પણ આજે મને શાક માર્કેટમાં શાક વહેંચવા માટે બેસતા એ માજી યાદ આવી ગયા.એટલે મે પ્રભુ પાસે એમની માટે પ્રાર્થના કરી. હે પ્રભુ એ માજી નું કલ્યાણ કરજો.

અરે આજે તો બધા શાક અને ફ્રૂટ્સ ખલાસ થઈ ગયા છે.ચાલો ત્યારે આજે તો ઉપડવું પડશે શાક માર્કેટ.

બધુ કામ પુર્ણ કરી હુ શાક માર્કેટ ગઈ. ત્યાં હું એ માજીની પાસે શાક લેવા ગઈ. એમની ઉંમર લગભગ 75, 80 વર્ષની હશે.મને એમને જોઈને ખબર નહીં કેમ પણ એમની જોડે વાતો કરવાની ઈચ્છા થઈ. એટલે હુ એમની પાસે ગઈ અને અને એમની જોડે વાતો કરવા લાગી.પહેલા હુ એમની પાસેથી શાક તો ખરીદતી
હતી.પણ વાતો ન તી કરતી.આજે એમની જોડે મને વાતો કરવાની ઈચ્છા થઈ. એટલેએ એમને પુછ્યું,

કેમ છો બા?

મજા માં દિકરા.

બા મને કહો કે તમે આટલી ઉંમરે આ કામ કેમ કરો છો.

ત્યારે બા એ મને જે કહ્યુ એ સાંભળી સાચે જ મને એમ થયુ કે પ્રાર્થના જ કરવી હોય તો આવી વ્યક્તિ માટે કરવી જેમને સાચે જ પ્રાર્થનાની જરૂરત છે.

બેટા હુ અને તારા કાકા ઘરે એકલા રહીયે છીએ.મારો દિકરો અમને છોડીને જતો રહ્યોં છે.તારા કાકાની તબિયત સારી નથી. તો હવે અમને અમારું ગુજરાન ચલાવવા માટે કઈક તો કરવું જ પડે ને.

હા બા એ તો સાચું.લાવો ત્યારે આજે મને 500 ગ્રામ ભીંડા આપી દ્યો.

માજી એ મને ભીંડા આપ્યાં અને એમનો હાથ મારા હાથને ટચ થઈ ગયો. તો મે અનુભવ્યું કે એમનો હાથ તો બહુ ગરમ છે.એટલે મે એમને તરત જ કહ્યુ બા તમને તો તાવ આવ્યો છે.આ બધુ છોડો હુ તમને ડૉક્ટર પાસે લઈ જાઉ ચાલો.

પહેલા તો એમને ના કહી.પણ મારા કાલાવાલા કરવાથી માજી તૈયાર થયા. એમનું બધુ શાક મે બાજુમાં બેઠેલા એક બહેનને સંભાળવા માટે કહ્યુ અને હુ એમને ડૉક્ટર પાસે લઈ ગઈ.

ડૉક્ટરે માજી ને બોટલ ચઢવવા માટે કહ્યુ.પણ માજી ના પાડવા લાગ્યા.કહેવા લાગ્યા કે,

બેટા મારે ઘરે જવું પડશે નહીં તો તારા કાકાને ઘરે કોણ જોશે.

માજી તમે એ ચિંતા ન કરો. તમે બોટલ ચઢાવી દો.એટલી વારમાં હુ ઘરે જઈને આવુ.

હુ ડોક્ટરને એમનું ધ્યાન રાખવાનું કહી ને ઘરે આવી.ઘરે આવી ને માજી અને કાકા માટે જમવાનું બાનવ્યુ.ફરી પાછી ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરને પૈસા આપવા લાગી.પણ ડોક્ટરે પૈસા નાં લીધાં.ડૉક્ટરનો આભાર માની હુ માજી ને એમનાં ઘરે મુકવા ગઈ.એમની માટે જે જમવાનું બનાવ્યુ હતુ એ એમને આપ્યું અને ઘરે આવવા નીકળી.

એ સમયે એ માજીની આંખમાં આસું હતાં.એમને મને આશિર્વાદ આપ્યાં.મને કહ્યુ ભગવાન તને સુખી રાખે બેટા.

એ દિવસથી જ્યારે પણ ભગવાનની પૂજા કરવા બેસું ત્યારે બીજી કોઈ પ્રાર્થના કરતા પહેલા મનમાંથી એ માજી અને કાકા માટે પ્રાર્થના થઈ જ જાય. હે પ્રભુ તમે એ માજી અને કાકા ને સારા રાખજો એમને એમને કોઈપણ પ્રકારની બીમારી ન આપતાં.કેમ કે જો એમને કાઈ પણ થઈ જશે તો એમનું કોણ કરશે.એમનું ધ્યાન કોણ રાખશે.

એટલે રોજ સવારે માજી અને માજી જેવા કેટલાય લોકો માટે મોઢામાંથી પ્રાર્થના નીકળી જ જાય કે હે પ્રભુ દુનિયામાં જેમનું પણ કોઈ નથી એમની હંમેશા રક્ષા કરજો.એમનું સ્વાસ્થ્ય સારુ રાખજો.

એટલે જ રોજ સવારે આ ભજન મોઢા ઉપર આવી જ જાય.

"વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ...."

રાજેશ્વરી