રજત હવે શનિ રવિના દિવસે ઑફિસ જવા લાગ્યો હતો. મેહાએ લખેલી ડાયરી રજતે બે થી ત્રણ વાર વાંચી હતી. રજત ફ્રી હોય ત્યારે પોતાની અને મેહાની લવ સ્ટોરી લખતો.
મેહાને રજતના પ્રેમની આદત પડી ગઈ હતી. મેહા રજત વગરની કલ્પના પણ નહોતી કરી શકતી. મેહા રજત સાથે વધારે attach ફીલ કરતી. મેહાને પહેલી વાર કોઈ છોકરાએ સ્પર્શ કર્યો હોય તો એ રજત હતો. રજતે મેહાના સંવેદનશીલ અંગો જેમ કે કમર પર,પેટ પર, સાથળ પર સ્પર્શ કર્યો હતો એટલે મેહા રજત સાથે વધારે attached હતી. મેહાને રજતના એ સ્પર્શની ટેવ પડી ગઈ હતી. રજતની બાહોમાં મેહા કેટલીય વાર ઊંઘી હતી. આ બધાની મેહાને ટેવ પડી ગઈ હતી.
મેહા અને રજત ક્લાસરૂમમાં બેઠા હતા. ક્લાસમાં કોઈ નહોતું. મેહા રજતને હોંઠ પર કિસ કરવાની કોશિશ કરે છે. પણ રજત કરવા નથી દેતો.
મેહા:- "રજત શું થયું? તે દિવસે પણ મને તે કિસ ન કરવા દીધી. અને આજે પણ ન કરવા દીધી."
"મેં બહું બધી છોકરીને લિપ ટુ લિપ કિસ કરી છે. પણ તને જોઈને લિપ ટુ લિપ કિસ કરવાની ફિલિગ્સ નથી આવતી. તને ગાલ પર કિસ કરવાનું મન થાય છે અને કપાળ પર કિસ કરવાનું મન થાય છે." એમ કહી રજત મેહાનો ચહેરો પકડી કપાળ પર કિસ કરે છે. ગાલ પર કિસ કરે છે... પાંપણો પર કિસ કરે છે.
મેહાને પણ આશ્ચર્ય થયું કે રજત મને આટલી હદ સુધી ચાહે છે કે રજત મારા શરીરને સ્પર્શ કરી મને અભડાવવા નથી માંગતો. અને હું છે તે રજતને Bad boy સમજતી રહી. તે દિવસે ફાર્મ હાઉસમાં પણ મને ચાદર ઓઢાવી દીધી હતી. રજતે મારો વિશ્વાસ જીતી લીધો. હું કેટલી લકી છું કે રજતનો pure love મને મળ્યો."
મેહા:- "રજત હું લકી છું કે મને તું મળ્યો અને તારો Pure love મને મળ્યો. મારા પ્રિન્સ ચાર્મિગ વિશે મેં વિચાર્યું હતું તેવો જ તું છે."
રજત:- "કાશ હું પણ કહી શકતે હું લકી છું. કાશ મને પણ મારી પ્રિન્સેસ મળી જાય."
મેહા થોડીવાર વિચારમાં પડી ગઈ.
મેહા:- "મતલબ શું છે તારી વાતનો!"
રજત:-"હું જેટલું ચાહું છું એટલું તું મને ચાહે છે?"
મેહા:- "કેમ તને શાના પરથી એવું લાગ્યું કે હું તને નથી ચાહતી."
મેહા થોડી ટેન્સ થઈ ગઈ.
રજત:- "મેહા રિલેક્ષ... હું તો બસ એમજ કહી રહ્યો હતો. હું પણ લકી છું કે તું મને મળી ઑકે?"
મેહા:- "મને એવું લાગ્યું કે તું મારું મન રાખવા કહી રહ્યો છે. રજત ક્યાંક તું મારું મન રાખવા તો નથી કહી રહ્યો ને? રજત હું તને મળી એ ખરેખર લકી છે કે તું મારું મન રાખવા કહી રહ્યો છે."
રજત:- "મેહા Chill હું તો ખાલી મજાક મસ્તી કરી રહ્યો હતો. Come અહીં આવ મારી પાસે."
મેહા રજત પાસે જાય છે. રજત મેહાને Hug કરી લે છે. મેહા થોડું બેટર ફીલ કરે છે.
કૉલેજનું છેલ્લું વર્ષ ક્યારે પૂરું થઈ જાય છે તે ખ્યાલ જ નથી રહેતો. ફાઈનલ એક્ઝામ પણ નજીક હોય
છે. છેલ્લું પેપર પતાવી બધા કેન્ટીનમા બેઠાં હતા.
મિષા થોડી ટેન્સ લાગતી હતી.
રજત:- "મિષ શું થયું? Any problem?"
"રૉકી અને રજત પ્લીઝ કોઈ રસ્તો શોધો. ઘરે મારા અને રૉકી વિશે ખબર પડી ગઈ છે. મારા લગ્નની વાત ચાલે છે. અને હું રૉકી વગર નહીં રહી શકું." આટલું કહેતા કહેતા મિષા રડી પડે છે.
રૉકી:- "મિષા કોઈ તને જબરજસ્તી લગ્ન નહીં કરાવડાવે સમજી? તું મારી છે અને મારી જ રહેશે."
રજત:- "hey મિષ રિલેક્ષ ઑકે? હું અને રૉકી કંઈક રસ્તો કાઢીશું ઑકે?"
નાસ્તો કરી રજત કહે છે "તમે મારા ઘરે ચાલો. આ Love birds નું કંઈક તો વિચારવું પડશે. તો મારા ઘરે જઈને શાંતિથી વિચારીશું."
બધા રજતના ઘરે પહોંચી જાય છે. રજત બધા માટે બહારથી નાસ્તાનો ઓર્ડર આપે છે.
મેહા:- "મિષ અને રૉકી તમારે પહેલાં ઘરે વાત કરવી જોઈએ."
સુમિત:- "બંન્ને ઘરે વાત કરે અને ન માને તો શું કરીશું?"
રજત:- "ન માને તો મારા પપ્પાના વકીલ અંકલ છે. તે અંકલની ઓળખાણને લીધે રૉકી અને મિષના કોર્ટ મેરેજ કરાવી દઈશું."
નેહા:- "superb idea."
રૉકી મિષાના ઘરે વાત કરવા જાય છે. બધાને શાંતિથી સમજાવે છે. પણ મિષાના ઘર તરફથી કંઈ ખાસ પ્રતિક્રિયા નથી મળતી. રૉકી એ લોકોના ચહેરા જોઈ સમજી જાય છે કે હવે તો કોર્ટ મેરેજનો જ રસ્તો અપનાવવો પડશે.
મિષાના ઘરે શું થયું તે રૉકી એના ફ્રેન્ડ્સને જણાવે છે. રજત વકીલ અંકલને ફોન કરી આવતી કાલે મળવાનું કહે છે.
રજત અને રૉકી બીજા દિવસે મળી પણ આવે છે.
એક દિવસ નક્કી કરીને બધા ફ્રેન્ડસ રૉકી અને મિષાના કોર્ટ મેરેજ કરાવવા પહોંચી જાય છે.
રજત સાક્ષીમાં સહી કરે છે. રજત મેહાને બોલપેન આપે છે.
મેહા ધીરેથી રજતને કહે છે "મારે પણ સહી કરવી પડશે."
રજત:- "મેહા એમાં ડરવાની શું જરૂર છે?"
મેહા:- "રજત પાછળથી મિષા કે રૉકીના ઘરવાળા કંઈ પ્રોબ્લેમ્સ ક્રિએટ તો નહીં કરે ને?"
રજત:- "કંઈ નહીં થાય હું છું ને?"
મેહા સહી કરે છે.
રજત:- "રૉકી અને મિષ તમારે આજે મારા ફાર્મ હાઉસ પર રોકાવાનું છે."
બધા ફ્રેન્ડસ રજતના ફાર્મ હાઉસ પર જાય છે.
થોડીવાર પાર્ટી કરી બધા ઘરે જતા રહે છે.
મેહા:- "રજત મને ઘરે મૂકી આવ."
રજત:- "મિષા અને રજત સાથે અહીં મારે રહેવું પડશે તો તારે ઘરે નથી જવાનું. મારી સાથે તારે અહીં રહેવાનું છે. હું એકલો બોર થઈ જવા."
મેહા:- "ઑકે."
મેહા મિષાના રૂમમાં જાય છે. એ રૂમને ફૂલોથી સજાવ્યો હતો. બેડ પર ગુલાબની પાંદડીઓ ફેલાવી દીધી હતી. મેહા તો એ જોવામાં જ બિઝી થઈ ગઈ.
મેહા:- "Wow રૂમને શું સજાવ્યો છે!"
રજત:-"સજાવવો તો પડે જ ને? મારા બેસ્ટ ફ્રેન્ડની સુહાગ રાત જો છે."
મિષા,મેહા,રૉકી અને રજત જમી લે છે.
મેહા અને મિષા રૂમમાં બેઠા હોય છે.
મેહા:- "જીજુનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. હું જાઉં છું. Bye..."
રૉકી અને રજત વાતો કરી રહ્યા હતા. મેહા રજત પાસે આવે છે.
રજત રૉકીને કહે છે "ચલ જા હવે. મિષા રાહ જોઈ રહી હશે."
રૉકી મિષા પાસે રૂમમાં જઈને દરવાજો બંધ કરી દે છે.
રજત:- "ચાલ આપણે બાલ્કની માં બેસીએ."
રજત બાલ્કનીમાં દિવાલનો ટેકો લઈ બેસે છે.
મેહા રજતની બાજુમાં બેસવા જતી હતી કે રજત મેહાનો હાથ પકડી ખોળામાં બેસાડી દે છે. રજત મેહાની ફરતે હાથ વીંટાળી દે છે.
રજત:- "મેડમ આપણી સુહાગરાત ક્યારે આવશે?"
મેહા:- "રજત તું પ્લીઝ મારી સાથે આવી વાત ન કર."
રજત:- "કેમ?"
મેહા:- "બસ એમજ."
રજત:- "ઑહ તો મેડમને શરમ આવે છે."
થોડીવાર એમજ બંન્ને વાતો કરતા રહ્યા.
રજત:- "મેહા તારા મમ્મી પપ્પા દરરોજ ઝઘડો કરે છે?"
મેહા:- "એવા બહું ઓછા દિવસો છે જ્યારે એ લોકો ઝઘડો ન કરતા હોય. મને મમ્મીની બહું ચિંતા થાય છે. પપ્પા મમ્મીને ખુશ નથી રાખતા."
રજત:- "તો તને તારા પપ્પા પર ગુસ્સો આવતો હશે નહીં? તું તારા પપ્પાને Hate કરતી હશે નહીં?"
"દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા મારા છે. મારા મમ્મી પપ્પા નિખિલભાઈ કરતા મને વધારે ચાહે છે. ભાઈ પણ મારું ખૂબ ધ્યાન રાખે છે. પણ પપ્પા મારી મમ્મીને નથી ચાહતા એ વાતનો અફસોસ મને હંમેશા રહેશે." આટલું કહેતા મેહાની આંખમાંથી આંસુ સરી પડે છે.
રજત મેહાને પોતાની બાહુપાશમાં જકડતા કહે છે
"મેહા Don't worry બધું ઠીક થઈ જશે."
મેહા:- "રજત મને બહું ડર લાગે છે. ક્યાંક મારી લાઈફ પણ મારા મમ્મી જેવી..."
રજત:- "એવું કંઈ નહીં થાય."
મેહા:- "રજત મને બહું ઊંઘ આવે છે."
રજત:- "ઑકે ચલ તો રૂમમાં જઈને ઊંઘી જઈએ."
મેહા:- "નહીં મારે અહીં જ તારી બાહોમાં સૂવું છે."
રજત:- "મેહા પછી મોડી રાત્રે અહીં ઠંડી લાગશે."
મેહા:- "ઑકે તો હું કંઈક ઓઢવાનું લઈ આવું છું."
મેહા રજાઈ લઈ આવે છે. મેહા રજતની બાહોમાં જ ઊંઘી જાય છે. રજત મેહા અને પોતાની ફરતેથી રજાઈ ઓઢી લે છે. રજત અને મેહા બેઠાં બેઠાં જ સૂઈ જાય છે.
બીજા દિવસની સવાર...મિષા અને રૉકી રૂમમાંથી બહાર નીકળે છે. રજત અને મેહાને આ રીતે સૂતેલા જોઈને મિષા અને રૉકી ફોટો પાડી લે છે.
મેહા અને રજત ઉઠે છે.
રજત:- "તમે ફ્રેશ થઈ જાઓ. હું નાસ્તાનું કંઈક કરું છું."
રૉકી:- "હું તો ફ્રેશ થઈને જ આવ્યો છું. હું તારી હેલ્પ કરવા આવું છું."
મેહા અને મિષા ફ્રેશ થવા જાય છે.
મેહા:- "મિષા અહીં ગરદનની નીચે શાના નિશાન છે."
મિષા:- "લવ બાઈટસ..."
મેહા:- "Pain થાય છે?"
મિષા:- "ના..."
ફ્રેશ થઈ બધા નાસ્તો કરે છે.
રૉકી અને મિષા ઘરે જાય છે.
રજત મેહાને ઘરે મૂકવા જાય છે. મેહાને વિચારોમાં ખોવાયેલી જોઈને રજત મેહાને પૂછે છે "શું વિચારે છે?"
મેહા:- "મિષા કંઈક લવ બાઈટ વિશે કહી રહી હતી."
રજત:- "તને જોઈએ છીએ લવ બાઈટ?"
મેહા:- "ખબર નહીં."
રજત:- "ખબર નહીં નો શું મતલબ?"
મેહા:- "રજત મારું ઘર આવી ગયું. ચલ બાય... કૉલેજમાં મળીએ?"
રજત:- "ઑ હેલો કૉલેજનું ચેપ્ટર તો ક્લોઝ થઈ ગયું."
મેહા:- "અરે હા હવે તો કૉલેજ પણ પૂરી થઈ ગઈ હવે?"
રજત:- "શું હવે?"
મેહા:- "હવે આપણે કેવી રીતના મળીશું?"
રજત:- "એક જ શહેરમાં તો રહીએ છીએ."
મેહા:- "ઑકે પણ હું તારા વગર આખો દિવસ કેવી રીતના કાઢીશ?"
રજત:- "મને વીડિયો કૉલ કરી લેજે."
મેહા:- "તને બહું જ મળવાનું મન થાય તો હું તને તરત જ કૉલ કરીશ."
રજત:- "ઑકે Bye..."
મેહા રજતને જતા જોઈ રહી. રજતે એક નજર પાછળ ફરી મેહા તરફ નજર કરી.
રજત ઘરે પહોંચ્યો. મેહા રાતે જમીને સૂવાની હતી કે એ પહેલાં રજતને ફોન કર્યો પણ રજતે ફોન જ રિસીવ ન કર્યો. મેહાને એમ કે મિસ્ડ કૉલ જોઈ રજત ફોન કરશે પણ એવું કંઈ થયું નહીં. મેહા રાહ જોઈને ઊંઘી ગઈ.
સવારે ઉઠીને તરત જ મેહાએ ફોન કર્યો. પણ રજતનો ફોન જ ન લાગ્યો. મેહાએ નાસ્તો કરી ફરી ફોનની સાથે સાથે મેસેજ પણ કર્યો. ઘણી રાહ જોઈ પણ રજતનો કોઈ રિપ્લાય ન આવ્યો. મેહાએ વ્હીકલ લઈને રજતના ઘરે જવાનું વિચાર્યું.
મેહાએ રજતના ઘર તરફ ચારથી પાંચ વખત આમથી તેમ આંટા માર્યાં પણ રજત નજરે જ ન પડ્યો. છેવટે મેહા ઘરે જતી રહી.
રૉકીના ઘરે બધા ફ્રેન્ડસ ભેગા થયા હતા.
મિષા:- "રજત શું વાત છે? તે બધાને અહીં કેમ બોલાવ્યા?"
રજત:- "એક વર્ષથી હું કન્ફ્યુઝ હતો કે મેહાને હું કેવી રીતના કહું?"
મિષા:- "મેહા વિશે વાત કરવાની છે એટલે અહીં તે મેહાને નથી બોલાવી રાઈટ?"
રજત:- "હા... હું મેહાને હર્ટ નથી કરવા માંગતો...
Guys મેં બહું વિચાર્યું પણ મને લાગે છે કે હું અને મેહા બંન્ને બહું અલગ છીએ."
નેહા:- "તો સીધેસીધું કહે ને કે તારે મેહા સાથે બ્રેક અપ કરવું છે."
રજત:- "હા પણ મેં તમને કહ્યું હતું કે મેહા સેન્સિટીવ છે. એને આ વાતની ખબર પડશે તો એ રડશે."
મિષા:- "રજત તને ખબર હતી ને કે મેહા ઈમોશનલી બહું હર્ટ થશે. મતલબ તું એને પ્રેમ નથી કરતો."
રજત:- "ખબર નહીં."
મિષા:- "ખબર નહીં નો શું મતલબ છે રજત? એવું તો શું થઈ ગયું કે મેહા સાથે તે બ્રેક અપ કરવાનું વિચાર્યું?"
રજત:- "સૉરી મિષા આવી રીતના બધાની વચ્ચે મારી અને મેહાની પ્રોબ્લેમ શું છે તે કહેવા નથી માંગતો. મેં તમને અહીં એટલા માટે બોલાવ્યા કે મેહા સાથે બ્રેકઅપ કરવામાં તમે મને મદદ કરો."
મિષા:- "રજત તને મેહા ચાહે છે. પહેલાં શ્રેયસે એનું દિલ તોડ્યું અને હવે તું એનું દિલ તોડી દેશે તો એ જીવતેજીવ મરી જશે."
રજત:- "ચાલો માની લઈએ કે હું મેહા સાથે લગ્ન પણ કરી લઉં. પણ લગ્ન પછી એને ખબર પડશે કે હું એને નથી ચાહતો ત્યારે એને વધારે હર્ટ થશે."
પ્રિયંકા:- "એક રીતે રજતની વાત પણ સાચી છે."
મિષા:- "પણ રજત બ્રેક અપ નું કારણ શું છે?"
રૉકી:- "મિષા રજત બ્રેક અપ નુ કારણ નથી કહેતો મતલબ એ લોકોની પર્સનલ એવી કોઈ વાત છે જેનાથી મેહાના પ્રેમની કોઈ બદનામી ન થાય. એટલે એ કહેવા નથી માંગતો. રજતને હું એટલો તો ઓળખું છું કે રજત કોઈની ખાસ કરીને કોઈ યુવતીને બદનામ તો નહીં જ કરે."
નેહા:- "એક રીતે રૉકીની વાત પણ સાચી છે."
સુમિત:- "અને રજતની વાત પણ સાચી છે. મેહાને લગ્ન પછી ખબર પડશે કે રજત મેહાને નથી ચાહતો તો મેહાની તો જીંદગી બરબાદ થશે પણ સાથે સાથે રજતની જીંદગી પણ બરબાદ થશે."
રજત:- "તો તમે મને મદદ કરશો ને?"
બધાએ થોડું વિચારીને ઑકે કહ્યું.
રજત:- "તો મારે કંઈક એવું કરવું પડશે કે મેહા પોતે જ મારાથી બ્રેક અપ કરી લે."
મિષા:- "તું શું કરીશ?"
રજત:- "હું કંઈક વિચારું છું. પણ હા યાદ રાખજો મેહાને આ વાતની જરાય ખબર નહીં પડવી જોઈએ."
બધાએ 'હા' કહ્યું.
એટલામાં જ મિષા પર મેહાનો ફોન આવે છે.
મિષા:- "રજત મેહાનો ફોન આવે છે."
રજત:- "મારા વિશે પૂછે તો હું અહીં નથી એમ કહી દેજે."
મિષાએ ફોન રિસીવ કર્યો.
મેહા:- "હેલો મિષા રજત છે કે ત્યાં? એનો ફોન પણ નથી લાગતો. ખબર નહીં ક્યાં છે? મને બહું બેચેની થાય છે અને ઈન્સિકયોર ફીલ થાય છે. ઈડીયટ છે. એને એટલી ખબર નહીં પડતી હોય કે હું એના માટે તડપુ છું."
મેહાના અવાજમાં દર્દ હતુ તે મિષાએ સ્પષ્ટપણે અનુભવ્યું. મિષા મેહાને હર્ટ કરવા નહોતી માંગતી એટલે એણે બહાનું બનાવ્યું.
મિષા:- "હેલો મેહા મને કંઈ સંભળાતું નથી. હું તને પછી ફોન કરું."
મિષાએ ફોન ડિસકનેક્ટ કર્યો.
મિષા:- "રજત મેહા તારા માટે તડપે છે. મારાથી એની તડપ નથી જોવાતી."
રજત:- "મિષા રિલેક્ષ...સમય જતાં એ મને ભૂલી જશે. બધું સમય સાથે ઠીક થઈ જશે."
થોડીવાર રહી બધા પોતપોતાના ઘરે જતા રહે છે.
છેલ્લે મિષા પણ ઘરે જવા નીકળે છે.
રજત:- "મિષ તારે જાણવું હતું ને કે મારી અને મેહા વચ્ચે શું પ્રોબ્લેમ છે. મારે આ વાત બધા સામે કહી મેહા નું અપમાન નહોતું કરવું. એટલે ન કહી. પણ રૉકી મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને તું રૉકીની વાઈફ છે તો હું મારી વાત તમારી સાથે શેર કરી શકું ને?"
મિષા:- "હા બોલ ને?"
રજત:- "મિષ તને ખબર છે ને કે મેહા પહેલેથી જ મારા પર વિશ્વાસ નથી કરતી."
મિષા:- "હા પણ હવે તો તારા પર વિશ્વાસ કરે છે ને."
રજત:- "ના નથી કરતી. મિષા તું મને કહે કે રૉકીએ તને પ્રપોઝ કર્યું ત્યાર પછી તમે કેટલી વાર એકાંતમાં મળ્યા. મને ખબર છે આ તમારી પર્સનલ બાબત છે. પણ તમે એકાંતમાં મળ્યા તો અત્યાર સુધી લિપ ટુ લિપ એકવાર તો કિસ તો કરી હશે ને?"
મિષા:- "હા કેટલીય વાર કરી છે."
રજત:- "તો હું એ કહેવા માંગું છું કે મારી અને મેહા વચ્ચે એક પણ કિસ નથી થઈ."
મિષા:- "રિયલી?"
રૉકી:- "રજત મેહાએ તને કિસ ન કરવા દીધી મતલબ બ્રેક અપ કરી લઈશ એમ?"
મિષા:- "રૉકી હું મેહાને સારી રીતે જાણું છું. થોડી શર્મિલી ટાઈપની છે. મેહાને ખબર છે કે રજત એને નવમાં ધોરણથી ચાહે છે. છ વર્ષમાં તો એકબીજા પર વિશ્વાસ આવી જ જાય ને? અને તને ખબર છે ને રૉકી રજતે હંમેશા મેહાને સાથ આપ્યો છે."
રજત:- "એ જ વાત હું કહેવા માંગું છું કે મેહા મને નજીક નથી આવવા દેતી. અને બીજું પણ ક્લીઅર કરી દઉં કે વાત નજીક આવવાની નથી. વાત વિશ્વાસની છે. જો એ મારા પર વિશ્વાસ કરતે તો મને નજીક આવવા દેતે."
મિષા:- "હું રજતની વાત સાથે સહમત છું. મેહા ખબર નહીં કેમ હંમેશા કન્ફ્યુઝ રહે છે."
રૉકી:- "સારું તારે જે કરવું હોય તે. આ તારી અને મેહાની પર્સનલ મેટર છે."
મિષા:- "સારું તમે બંન્ને કંઈક વિચારો. હું ઘરે જવા નીકળું છું."
ક્રમશ: