ગઝલ રસમાધુર્ય મોહનભાઈ આનંદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ રસમાધુર્ય

દસ્તક દિલનાં દરવાજે, કરતા રહેજો,
મન માં ભાવ જરૂરી, દિલ ભરતા રહેજો;

હારીને તમારે જીતી જવાનું, અહીં યા,
પ્રયાસો સતત, જીવન માં, કરતા રહેજો;

રોકાઈ જશે, શ્વાસોની માળા. , અહિયાં,
પ્રતિપળએ અહેસાસે જ મળતા રહેજો;

ખોવાઈ જશે અસ્તિત્વ, જરૂર, અહિયાં,
ઈબાદત માં , શૂન્યતા ને સજાવતા રહેજો;

છે આનંદ સ્વરૂપે પ્રગટ, ચૈતન્ય અહિયાં,
મૃત્યુ બાદ પણ કિર્તી ને , પામતા રહેજો;

====={{=======}}==========
આંખ મીંચીને , બધું સમજી જઇએ, ચાલો,
દિલ માં ધડકતું ,બધું સમજી જઇએ, ચાલો;

વાત આખી વતેસર ની , કરી લઇને, પાછી,
સાર માં ટપકતું, બધું સમજી જઇએ, ચાલો;

છો લુટાઈ જતું સામ્રાજ્ય , જગત નું આખું,
મનમાં ખટકતું બધું સમજી જઇએ, ચાલો;

મારું હોવું છે, અહસાસ, ફુલમાં ખૂશ્બુ નો,
મીઠુ એ લપકતુ ,બધું સમજી જઇએ, ચાલો;

ખોઇ ને પામવું રહસ્ય,જરૂરી છે, જિંદગી માં,
કશુંક એ અટકતુ ,બધું સમજી જઇએ, ચાલો;

========{{========}}=========
ભણીને ગણીને, શું પામી લેવાના,
કમાઈ કમાણી, શું પામી લેવાના;

બદલાતી રહી છે, અહીં જીંદગી ને,
ઉજવી ને ઉજાણી,શું પામી લેવાના;

જવાની જવાની,છે હકીકતમાં સાચે,
એ માણી માણીને , શું પામી લેવાના;

વખતની ની વાતો, બહું ન્યારી ન્યારી,
નિવારણ નિવારી, શું પામી લેવાના;
કહી છે‌ કહાણી, જીવન મનમુખી ની,
હું આનંદ સુખદુઃખ , શું પામી લેવાના;

=======================
દોસ્ત મારો, હીર લાગે,
ધડકનો માં , ધીર લાગે;

વાત કૈ દઉં , કાન માં હું
,છૂપી રીતે પીર લાગે;

ખુલી આંખે સપનું જોતો,
દિલથી ,એ અમીર લાગે;

હોઠ માં છે , વાત છાની,
મૌન માં એ ,ફકીર લાગે;

ખેલ છે , શ્વાસો માં જીવન,
વહેતું એ તકદીર, લાગે;
===============
દર્દમાં આમ જીવી , જવાનું છે,
ઝખ્મને આમ , સીવી જવાનું છે;

રેતી જેવુ જ, સરકતું જીવન જો,
પી મૃગજળ,અનુભવી જવાનું છે;

તાંતણા સ્વાર્થ માં, તૂટશે જરા
હસીને દિલથી નમી , જવાનુ છે

નૂર એ રેલાઈ , રહ્યું નજર નું જે,
પી જઈને પછી ,અમી થવાનું છે;

સાર છે ફુલનું , જિંદગી ત્યાગમાં,
એજ આનંદ, રમી જવાનું છે;

=======================

ઉંઘે છે ક્યાં? જાગૃતિ છે નેમ ની,
સપનું છે જ વાસ્તવિકતા વ્હેમ ની

જીવ ભાવે પોષે છે , આ દેહ ને,
ત્યાગમાં છે દિલ,ને વૃત્તિ ક્ષેમની;

રોઈ છે સાચે જ ,આંખો કેમ ની,
શબનમી બુંદોમાં,હયાતિ પ્રેમની;

હા,નજાકત એ ફુલોમાં હાસ્યની,
ને મહેંકી બધેય , ખ્યાતિ એમની;

પામી લોને , પાત્રતા એ ખૂદ માં,
હોય છે આનંદ , મીઠા રહેમ ની;

====================
જરા દિલને થામી ,વિચારી જુઓને,
જરા દિલને પામી, વિચારી જુઓને;

કદી હોય ઈચ્છા ,ને તૃષા હોય મનમાં ,
કરી શૂન્ય ખામી , વિચારી જુઓને;

હઠીલા બનીને કરો છો , મનની માની,
અહંકાર ઉથાપી, વિચારી જુઓને;

પડી જાય છાલાં, મંઝીલે પહોંચતા,
મહોબત ને માપી , વિચારી જુઓને;

છે આનંદ ઝરણું. વહે છે નિરંતર,
એ સ્પંદન ચાંપીને ,વિચારી જુઓને;

========================
જરા તો નજર ઊંચી, કરી ને જૂઓ ને,
ભીતર માં ડૂબી ને, ખૂદને ખોળી જૂઓ ને;

વહેતા રહ્યા છે, ફક્ત વાયરા જેવું જીવન,
મહેકતા ફુલો સમા , દિલ ખોલી જૂઓ ને;

મેલી અહંકાર જરાક, કોરાણે મનથી જરા,
વિનમ્રતા વિવેકપૂર્ણ, મનને તોલી જૂઓ ને;

સામેલ છો મહેફિલ માં, પરવાના ની ચાહત,
શમ્માની જ્યોતિમાં ,જાત ઝબકોળી જૂઓને;

આનંદ મંગલ સ્વરૂપની, ચાહત હોય હદયમાં,
અનાસક્તિમાં નિષ્કામ, ભાવે મોલી જૂઓને;

===========================
જરા જોઈ ખૂદમાં,વિચારી જૂઓ ને,
તમે ક્યાં ? વજૂદને, ઉચારી જૂઓ ને;

ઉપાધી અનેકો પામી લીધી , અહીં ને,
ખુરશી માં બેઠા તો સુધારી જૂઓ ને;

લૂંટી ને બન્યા મસ્ત ભ્રષ્ટાચારી ,
ઈમાનથી જરા એ , બુહારી જૂઓને;

ચઢી કેફિયત છે, અહંકારી જીવો ને,
નમીને જરા જીવ,. સંવારી જૂઓ ને;

છે આનંદ હોવુ,. સહજ સ્વભાવિક,
ઉતારી. મુખોટો, ઉગારી‌ જૂઓ ને;

========================
૧૦
શબ્દની આ સફર મારી,
શબ્દની આ કબર મારી;

સ્વર વ્યંજનની ગોઠવણી,
છંદબદ્ધ છે, અફર મારી;

પ્રાસ અનુપ્રાસ જોડતી,હા
શેરિયત માં,જબ્બર મારી ;

ગોતુ મારી, ગૂઢતા મા,
લક્ષાર્થ ની ,ખબર મારી;

તાલ મેલ લય , કાફિયા ને
એ રદીફે , ખબર મારી.

દર્દ ઝખમો , હોય મલમી,
હુંફ ને પ્રેમની , સફર મારી;

=================
૧૧
રેતના જેવા , સરકતા જાવ છો,
શ્વાસમાં કેવા અટકતા જાવ છો;

વેણ તો એવા વદો છો આપ જે,
શબ્દવેધી બાણ ચટકતાજાવ છો;

રોજ ની આ દિલ્લગી માં,છેતરી,
ઝખ્મની ભેટે ખટકતા જાવ છો ;

આદતો આ ઓગળી ને, રહી જશે,
મીણ જેવા છો, પીગળતા જાવ છો;

મેલ્યુ છે શરણે દિલો જાન થઈને,
આત્મ આનંદથી , મલકતા જાવ છો;

======================
૧૨
ચલી. રેલ ગાડી, સરર સરર;
મુસાફરી મન ની , ખરર ખરર;

ગુંજે મન તૃષ્ણા માં , ટરર ટરર
ઉડાન ભરી સંકલ્પે, ફરર ફરર;

પછી પામતુ સુખદુઃખ જગ માહી,
ને પસ્તાવુ દિલથી , અરર અરર;

લૂંટાવી જગતમાં, પામ્યા કશું ના,
છૂટી જાય ગાડી,. ડગર ડગર;

હું આનંદ ભૂલ્યો સ્વરૂપ છે જ મારૂં
જનમ મરણ ચક્કર. ,ચકર ચકર;
=====================
૧૩
શબ્દ ના આધાર થી, આ ખેલ ખેલ્યો,
વૈખરી ના વાર થી, આ ખેલ ખેલ્યો.

કાફિયા ને રદીફની આ જોડ જમાવી ,
તાલ લય ની ધાર થી, આ ખેલ ખેલ્યો.

છંદ ના ઝંકારે જે , ઝંકૃત થાતો,
સૂર ના સહકાર થી , આ ખેલ ખેલ્યો.

શેરિયત ની સૂરતી ને , પામવા ને,
જ્ઞાન ગંગા સાર થી, આ ખેલ ખેલ્યો.

પામવા 'આનંદ' રસ , રાજા સમો જે,
પ્રેમ રસ ની ધાર થી, આ ખેલ ખેલ્યો.

=========================
૧૪
ડૂબી ને ખૂદી માં, તરીને જવાનું,
જીવીને ખૂદી માં, મરીને જવાનું;

બચે ક્યાંએ હસ્તિ,નથી હોંશમાં,
ઠરેલા મનોભાવ , ઠરીને જવાનું;

ડરીને‌ ડરીને, ઉપાડે કદમ તું શાને,
હરણ અશાંતિનું, કરીને જવાનું;

ફુલોતો ખિલે છે,ને ગૂંજે છે ભ્રમરો,
ને,આવે જ પતઝડ,ખરીને ‌જવાનુ;

કદી કાળે,વિખરાઈ જાશે જીવન તો,
વસંતો માં આનંદ, હસી ને જવાનું;

૧૫
========================
દર્દ ક્યારે ઉપડે, કશુંયે કહેવાય નહીં,
વેઠે તેને ખબર પડે‌ ને , સહેવાય નહીં;

શબ્દની છે મગજ ,મારી ને શું કહીએ,
ધૈર્ય ધારણ, મૌન તોયે, રહેવાય નહીં,

સત્ય છે કે બાગમાં , ખીલી મ્હેંકી રહેતા
ફૂલ એ કાગળ નાં, કદી મહેકાય નહીં;

મીઠુંમધ એ,ટહુકતી કોયલડી આંબાડાળે,
કેદ કરીએ પાંજરામાં ,પછી ટહુકાય નહીં;

જીંદગીનો,જામ છે તો જરા પીવો હળવે,
પ્રેમ આનંદ આંખથી,જોએ છલકાય નહીં;

==={{}}==={{}}==={{}}==={{}}===
૧૬
યાદ ના બજાર માં, ઘૂમી રહ્યા
શબ્દ તો બિચારા છે ચૂમી રહ્યા;

ક્યાં રહે પતઝડની મોસમ અહીં,
એ વસંતના મિજાજે, ઝૂમી રહ્યાં;

ખટ મધૂરી જીંદગી ને અનુભવી ,
આંબા ડાળે હીંચકો, ઝુલી રહ્યા;

વેદના ના વાદળો, ઉમટ્યાં અહીં,
આંખથી એ આંસુઓ સ્ત્રવી રહ્યા;

શોધવા પછી એ ખુદ, આનંદ ને,
હરતરફ એ ,ચાહ માં ઘૂમી રહ્યા;

ગાલગા લગાલગા ગાગાલગા
=======================
૧૭
મનમાં મળી ,કોઈક તો વફા કર,
થોડી તુમાખી કોઈ તો જફા કર;

વખતે વહેશે ,વ્હાણુ સાચુ કહ્યું ,
મન મોકળાશે થોડી તો દફા કર;

હારી જવાનું , હોય છે , પ્રેમ માં,
છોડી જીદો ,થોડી જરા ખફા કર;

ભાગી જવું પ્રેમની ગલી થી કેવું?
દિલથી તું સાવધાની રહે સફા‌ કર ,

ડૂબકી દઈ ને જોવુ , દિલ માંહી,
આનંદ અદભુત , અંતરંગ નફા‌ કર;

======================
૧૮
કોઈ તો કારણની ,જૂદાઈ હોય છે,
મિલનની ઝંખના ,કદી મજા હોય છે;

દિલ્લગી છે જરૂરી ,રૂસણા કરવામાં,
તસલ્લી માનીએ, તો રજા હોય છે;

ફુલોની સેજ બિછાવી દુશ્મને અહીં,
કાંટાની હાજરી એમાં , કઝા હોય છે;

ઉકળતા હૈયામાં ,વલખતા જ રહેવાનું,
વિરહાશ્રુ કદીક ,ધૂળમાં ખફા હોય છે;

કાળના પ્રવાહમાં તણાઈ જવાનું આનંદ,
સમયની હાજરી, ક્યાંક સજા હોય છે;

========================
૧૯
જરા તો તમે દિલને પામી રહો ને;
કસમ છે જરા દિલ, થામી રહો ને;

ચટાકો જ મનને, બહિર્મુખી વૃત્તિમાં,
મનન અંતરંગી એ, જામી રહો ને;

કરો છો વકીલાત, દુનિયામાં સદાએ,
ખૂદીને જ ખૂંદો , દિલ ઠાની રહો ને,

ભીની છે જ ભાવે, રુહાની અમાનત,
મનાવે જો મન તો , અમાની રહો ને;

હા આનંદ રૂપ છે ,અનુરાગી સદાયે,
તે ચિંતન કરીને , દિલ ગામી રહો ને;

=====================
૨૦
તૃષ્ણા ત્યાગી, દોડી જોને,
બારી ઓ મન , તોડી જોને;

સઘળું પામ્યો,જગ ઐશ્વર્યને,
સંકલ્પ વિકલ્પને,ત્યાગી જોને;

ઉપસેલા છે, માનસ પટ પર,
ચિત્ર અંદર ના, હટાવી જોને;

નામ મળ્યું શાહી, બેનામી ને,
જગ નો ઠાઠ એ ,છોડી જોને;

આનંદી અવતરણ પ્રેમ સ્વરૂપ
ચૈતન્ય માં ચિત્ત, બોળી જોને;

આનંદી અવતરણ પ્રેમ સ્વરૂપ
ચૈતન્ય માં ચિત્ત, બોળી જોને;

===={}==={}==={}==== ૨૨=
૨૧
મળી જો, મને એકવાર ,દિલ માંહી,
ભુલી જાય તું પણ ,પછી જાત ડાહી;

લૂંટાવી દેવાની છે , એ વાતો ન્યારી,
પછી પામી લેવાની, દિલ શહેનશાહી;

ઉતારી હ્દય માં, ખૂદી ને મીટાવી
નજરમાં નજર થઈ છે,એ જાણે ડાહી;

ભૂલી ને જગત ને, ડુબાડી પછી થી,
મળી જાય ચાવી, ખજાનો એ શાહી;

હું આનંદ સહજે , અહીં તો સમાયો,
દુઃખો ને સુખો થી,. છુટી જાય રાહી;

======================
=={}==={}==={}==={}===
૨૨
હોય છે વેદના હયાતી માં ઉતરી જો,
દિલમાં જખ્મો છે ઉંડે ,તું ખોતરી જો;

શ્વાસમાં શ્વસે ઊર્મિઓ પ્રેમની છે એ,
નીતરે લાગણી માં, ભાવે ભીતરી જો;

દર્દ માં હોય છે , ગજબ આહ‌ દોસ્તો,
પામવા ને, તું અંતરે, જોતરી જો;

મેલી દે અંહકારી તારા સ્વભાવ ને,
ચેતના માં જરાક મન, ચીતરી જો;

છે જ આનંદ શૂન્યમાં, સોહં જોને,
પ્રેમ પ્યાલો છે પી ,પચન તું કરી જો;

======================{
૨૩

==========================
મયખાનુ હું છું,ને ભીતર થોડી તો પ્યાસ છે,
છલકાય છે જો સુરાહી એમાં મય ખાસ છે;

મદહોશીમાં કોણ છે,એવી ખબર હોય ક્યાં,
રંગે નુરાની મહેફિલ , માણતો વાસ છે;

હું એટલે તો મટી, જતુ હોય છે જાણે કે,
ઝાકળ મળે સુર્ય ને , એવું અનાયાસ છે.

અંદર જરા ડોકિયું, થઇ જાય જો સ્હેજ માં,
સંકલ્પ નો જાણે થ્યો , સાચે જ સંન્યાસ છે.

ઉમ્મીદ ના ઘરને, સળગાવી ને આનંદ માં,
પ્રેમાળ રૂપે જ, ચેતન નો અહેસાસ છે.

============================
૨૪

આ સુરાહીની,સાંજ સાકી છે,
હૈયું સળગે ને , જાત બાકી છે.

કેવી છે ત્યાં, તપીશ જીવનની
દર્દીને વેદના , ત્યાં પાકી છે.

તૃષ્ણા છે દિલ, ગજબની પ્રેમમાં,
સંશય તણી‌ કરી ત્યાં ફાકી છે.

જીસ્મને જાન છે પડી કોને?
ચારે તરફ ,ત્યાં આગ થાકી છે.

હોંશે હરખ થી, મન ને બાંધી ને
આનંદ લય માં, જાત તાકી છે.

====================
૨૫

ઈચ્છાને તૃષ્ણાનો ,મન રૂપે અહીં માળો છે,
જીવે ગળે બાંધ્યો છે ,અહંકારનો ગાળો છે.

આકાશમાં ઉડવાને, તત્પર સદા મારું મન,
પાંખોને પ્રસરાવી છે, કાલ્પનિકતા તાળો છે.

પ્રેમાળ છે પ્રેમ રૂપ, રાધા રમણ‌ કાળો છે,
આકર્ષતો કાનુડો , કામણ માં રૂપાળો છે.

બાંધી છે ગ્રંથીઓ, છુટકારો થશે કેમનો ?
પ્રેમ રૂપા પત્ની અને નટખટ કોઈ સાળો છે.

આનંદમય ભાવ છે , વસુદેવ કુટુંબ નો,
દુશ્મન છે કોરોના વાઈરસ એતો ચાળો છે.

===={}===={}===={}===={}====
૨૬
હું શબ્દ બની ને , રમતો જાઉં છું,
હું પડઘો બની ને, ભમતો જાઉં છું;

વાત ગજબની છે, ગૂઢાર્થ માં ને,
ગૂઢતામાં કસીને ,નમતો જાઉં છુ;

સ્પર્શ ગજબનો, સ્પંદિત પ્રાણનો,
ભાવશાહી હું , ભરતો જાઉં છું;

કારણો તો ‌ હોઇ શકે છે કાર્ય માં,
કામ હું કામનાથી, કરતો જાઉં છું;

જીંદગી છે થોડા , શ્વાસની અહીં,
પ્રેમ થી આનંદે, સરતો જાઉં છું;

====={}===={}====={}====
૨૭

ઘૂંટી ઘૂંટીને ભર્યો છે, જામ ગઝલ,
પીવો મન ભરીને, આ જામ ગઝલ;

શેરિયત માં, ડૂબી છે, કૈફિયત અને,
ગઝલિયત ઠરીને, આ જામ ગઝલ;

તગઝ્ઝુલ ને તવ્વસુફ માં, સરાબોર,
હકીકતમાં મળીને, આ જામ ગઝલ

રદીફ માં રંગત સાતત્ય ની,સીધી દોર,
કાફિયામા ઢળી ને, આ જામ‌ ગઝલ;

ગેયતા છે જ્ઞાન ની,. મૃદુતા છે પ્રેમ ની,
આનંદ માં ઉભરીને, આ જામ ગઝલ;


====={}===={}====={}====
૨૮

ખેલ છે પૂતળા નો, માટીની કમાલ માં
નાચી લેવું આંગણે , ટેઢી મેડી ચાલ માં.

દિલને ઈચ્છા છે કરી લે મોજ મસ્તી પછી,
છે જ કુરબાની હકીકી, હોંશ ને હાલ મા.

છોડી ઉસુલો ને, ઝલક પામી લેવી પડે
હાલ છે એવો ફકીરી નૂર ના જમાલ માં.

રંગ એ નૂર માં,સજાવી છે મહેફિલ અહીં,
દિલ દારી મસ્તી , આનંદિત રહે તાલ માં.

દિલ માં દર્દ ને, ઝખ્મો છે આનંદ ખરે,
મરહમી રહેમત છે, કોઈ એના કમાલ માં.


======{}====={}======{}=====
૨૯
ખેલ છે પૂતળા નો, માટીની કમાલ માં
નાચી લેવું આંગણે , ટેઢી મેડી ચાલ માં.

દિલને ઈચ્છા છે કરી લે મોજ મસ્તી પછી,
છે જ કુરબાની હકીકી, હોંશ ને હાલ મા.

છોડી ઉસુલો ને, ઝલક પામી લેવી પડે
હાલ છે એવો ફકીરી નૂર ના જમાલ માં.

રંગ એ નૂર માં,સજાવી છે મહેફિલ અહીં,
દિલ દારી મસ્તી , આનંદિત રહે તાલ માં.

દર્દને ઝખ્મો તો ,આનંદ રહે છે વ્યાજબી,
મરહમી રહેમત છે, કોઈ એના કમાલ માં.

===={}===={}===={}===={}===
૩૦
મંતર છે પ્રેમનો ને,મંતરી જવાનું છે;
સોહં જપી પાર ,ઉતરી જવાનું છે.

ફોગટ છે ફેરો ફરે , જન્મ મૃત્યુ તણો,
છોડી ને અંતે અહીં, તરી જવાનું છે;

જીવી ને છીછરું , મળે ક્યાં કશું ઠોસ,
રૂડા અહીં આપે , ઉગરી જવાનું છે;

અંત:કરણ માં જ્યોતિ રૂપે, જગાવી ને,
ઝબકી ને ત્યાં રાજા, છલકી જવાનું છે;

આનંદ ના મોજા , દિલમાં ઉઠે ફકીરી ,
ચોર્યાસી ચક્કર થી, મુકરી જવાનું છે;


===={{{}}}===={{{}}}====
૩૧.

મારું હોવું સાચે તો એક ખ્વાબ છે,
ખુલ્લી આંખે સ્વપ્ન, લાજવાબ છે;

સરકતાં હોવાના પડછાયા, અહીં,
માયા ને અહીં ક્યાં કદીય નકાબ છે;

ઈચ્છા ઝરણાં ,રોકી ના શકીએ કદી,
દિલ દરિયા માં , એ તો રૂઆબ છે;

બાખૂબી જીવ્યા છે, ખૂદ ને ખોઇ ને,
હું કરીને,હારી ગ્યા કેવાં એ રકાસ છે;

હોવો આનંદ માં ,ખરે ખેલ અહિંયા
ઝાંઝવા માં જીવવું , ફુલ છાબ છે;

===={}===={}===={}====
૩૨
રખેને ભૂલી જો , હયાતી એ ખૂદ ની,
પછી તો,ભુલી જાય,વાતો વજૂદની;

અકળ છે કળા, સ્મૃતિ જાણે બધાની,
છે શબ્દોમાં સૃષ્ટિ જ ,દુનિયા બુધ ની;

ડૂબી ને અહીં તો, તરણ શીખવાનું,
મરી ને , અમરતા , છે દુનિયા ખૂદની;

વખત માં વહી ને, સહી સમજ પામે,
પમાડે છે ગતિએ , છે દુનિયા સૂધ ની;

છે આનંદ સહચર , એ દિલદારી દુઆ,
છે સ્પંદિત ખરે દિલ, ઉછળ ને કૂદ ની;

===={}===={}===={}===={}====