Bhoot ni suhaagraat books and stories free download online pdf in Gujarati

ભૂત ની સુહાગરાત

લગ્નને બસ ચાર દિવસ બાકી રહ્યા હતા. કબીર ને લગ્ન કરતા તેને નવા મકાન ની ચિંતા હતી. જે મકાનમાં તે નવી જિંદગી ની શરૂઆત કરવા માંગતો હતો. મકાન હતું થોડું જૂનું પણ કબીરને ખૂબ ગમી ગયું હતું.

કબીર અને તેની થનાર પત્ની બંને તે મકાન ને ખૂબ પસંદ કર્યું હતું ને સુહાગરાત પણ તે મકાનમાં માણવા માંગતા હતા. લગ્નના કામ માં એક દિવસ તો જતો રહ્યો. બીજા દિવસે સવારે તે મકાન માલિક ને કબીર ફોન કરી મકાન વિશે કહે છે. ત્યારે મકાન માલિક કહે છે કે દસ્તાવેજ તૈયાર છે બસ તમે પૈસા આપી દો એટલે હું તમને મકાન શોપી દવ.

લગ્ન ના ત્રણ દિવસ બાકી હતા ને કબીર ને કહેવામાં આવ્યું હતું કે ઘર ની બહાર નીકળીશ નહિ એટલે કબીરે મકાન માલિક ને તેના ઘરે આવવા કહ્યું. એક કલાકમાં તે મકાન માલિક કબીર ની ઘરે આવી ગયો. બંને વચ્ચે મિટિંગ થઈ.

એક હાથે કબીરે પૈસા આપ્યા ને બીજા હાથે કબીરે મકાન નો દસ્તાવેજ લીધો. ત્યાં તે મકાન માલિકે બીજો એક કરારનામાં કાઢ્યો ને કબીરને આપ્યો. પહેલા તો કબીરે જોઇને પૂછ્યું આ શું છે.? ત્યારે તે વ્યક્તિએ કહ્યું કરારનામાં છે જરા વાંચીલો ને તેમાં સહી કરી આપો.

આપણે બધી વાત થઈ પૈસા પણ પૂરા આપ્યા તમે મને દસ્તાવેજ પણ આપી દીધો તો હવે કરારાનામાં ની શી જરૂર છે.?
હાથમાં રહેલ કરારનામા જોતો જોતો કબીર પેલા વ્યક્તિ મે કહ્યુ.

આપણો સોદો તો થઈ ગયો છે પણ તમે એકવાર વાંચી તો લો. તેમાં બીજું કઈ નથી. એમ હસતા ચહેરા એ પેલા વ્યક્તિએ કબીર ને કહ્યું.

કબીર ને થયું લાવ ને વાંચી લવ શું ફરક પડશે હવે સોદો તો થયો થઈ ગયો છે. કરારનામાં ખોલી ને કબીર વાંચવા લાગ્યો તા ફક્ત એટલું લખ્યું હતું. મકાન લીધા પછી જૂના મકાન માલિક ની કોઈ જવાબદારી રહેશે નહિ.

બસ આ એક લાઈન માટે તમે કરારનામુ તૈયાર કર્યું.? કબીરે આશ્ચર્ય થી પેલા વ્યક્તિ ને કહ્યું.

કબીર આ મકાન નો સોદો કહેવાય કાલ સવારે તમે કહો કે આ મકાન અમને ફાવતું નથી તો અમારે શું કરવું.

ઓકે લાવો હું સહી કરી આપુ છું કે આ સોદા પછી હું મકાન બાબત ની કોઈ ફરિયાદ નહિ કરું.

હાથમાં કરારનામું લઈ હસતો હસતો તે વ્યક્તિ કબીર ના ઘરે થી નીકળી ગયો. કબીરે જરા પણ વિચાર ન કર્યો કે આ માણસ કરારનામાં પર વધારે સુકાન ભાર મૂકી રહ્યો હતો. કોઈ મકાન માં પ્રોબ્લન તો નહિ હોય ને. પણ કબીર તો તેના લગ્ન ની તૈયારીમાં આ બધું નજરઅંદાજ કર્યું તેવું કહી શકાય.

લગ્ન ની બધી તૈયારી થઈ ગઈ. પેલું લીધેલું મકાનમાં સુહાગરાત નો રૂમ પણ સુંદર રીતે સજાવવામાં આવ્યો. આખા મકાનને સુંદર રોચની થી સજાવવામાં આવ્યું હતું. એટલે લગ્ન કરી કબીર આ નવા મકાન માં સુહાગરાત અને તેની નવી જિંદગી ની શરૂઆત કરવા જઈ રહ્યો હતો.

જાન પરણી ને તે નવા મકાનમાં આવી. બધી વિધિ પૂરી થઈ એટલે કબીરની પત્ની વિભા સુહાગરાત ની રૂમમાં જઈ બેઠી. ને કબીર ની રાહ જોવા લાગી. અને કબીર થોડું કામ થી બહાર બીજા સાથે બેસીને હિસાબ પતાવી રહ્યો હતો. કબીર ને મોડું થઈ ગયું . વિભા કબીરની રાહ જોઈ રહી હતી. થાકેલી વિભા વારેવારે ઘડિયાળ પર નજર રાખી રહી હતી. નવ થયા દસ થયા પણ કબીર રૂમમાં હજુ સુધી આવ્યો નહિ. થાકેલી વિભા ને ઊંઘ પણ આવી રહી હતી પણ ફોન કરી કબીર ને બોલાવવા ઉચિત લાગ્યું નહિ એટલે તે રાહ જોતી રહી.

અગિયાર વાગ્યા એટલે કબીર રૂમમાં આવ્યો. જોયું તો વિભા સૂઈ ગઈ હતી. કબીર ને વિભા ને જગાડવાનું યોગ્ય લાગ્યું નહિ એટલે તે પણ સૂઈ ગયો. થોડીવાર થઈ ત્યાં વિભા ની ઊંઘ ઉડી ને જોયું તો કબીર જાગી રહ્યો હતો. વિભાએ કબીર ને એક ચુંબન કર્યું. કબીર પણ તેને હગ કરવા જાય છે ત્યાં કોઈ તેને રોકી રહ્યું હોય તેવું લાગ્યું. કબીર વિભા ને હગ કરવાની ઘણી કોશિશ કરે છે પણ તે વિભા ની નજીક જઈ શકતો નથી. થાકેલો કબીર સૂઈ જાય છે. વિભા પણ એમ સમજી જાય છે કે કબીર થાક્યા હશે.

વિભાને ઊંઘ આવતી ન હતી તે આ સુંદર રાત ને મનભરીને માણવા માંગતી હતી. પણ કબીર તો સૂઈ ગયા હતા. વિભા કબીર ની નજીક જેવી ગઈ ત્યાં કોઈએ તેનો પગ ખેંચ્યો. પહેલા તો વિભા કઈ સમજી શકી નહિ પણ જ્યારે જ્યારે કબીરની નજીક જવાની કોશિશ કરતી ત્યારે ત્યારે કોઈ તેનો પગ ખેચી રહ્યું હતું. વિભા કઈ સમજી શકી નહિ થાકેલી વિભા સૂઈ ગઈ.

સવાર થયું પણ એકબીજા સાથે જે કંઈ બન્યું તે કોઈએ કહ્યું નહિ. એમ સમજતા રહ્યા કે થાકેલા હતા એટલે આવું થઈ રહ્યું હતું. પછી બંને એ કપડાં અને સામાન પેક કરી હનીમૂન પર નીકળી ગયા. ને હનીમૂન પર તેઓએ સુહાગરાત મનાવી ને સાત દિવસ પછી ઘરે આવ્યા.

તે મકાન આ બંનેને કાયમ માટે રહેવાનું હતું. એટલે હનીમૂન માંથી આવીને તે દિવસે બધી વસ્તુ ફરી યોગ્ય રીતે ગોઠવી. અને સાથે હસી મઝાક થી સમય પસાર કર્યો.

ફરી સાંજ પડી. બંને ફરી તે રૂમમાં એક બેડ પર સૂવાની તૈયારી કરી. બંને એક સાથે એક રોમેન્ટિક મૂવી જોઈ રહ્યા હતાં અને રોમેન્ટિક મૂડ માં પણ આવી ગયા હતા. બંને એક બીજાને કિસ કરવા લાગ્યા પણ જેવા બંને નજીક આવ્યા એટલે બંનેના પગ કોઈ ખેચવા લાગ્યા. એક સાથે બંને ના પગ ખેંચાયા એટલે ડરી ને ઉભા થઇ ગયા ને એક બીજા સામે જોઈ રહ્યા.

વિભા એ કહ્યું આવું સુહાગરાત ની રાતે બન્યું હતું પણ તમે થાકેલા હતા એટલે મે તમને કઈ કહી શકી નહિ. ત્યારે કબીર પણ તેજ બોલ્યો હા વિભા ત્યારે પણ મારી સાથે આવું જ બન્યું હતું. ત્યાર. પછી તો આપણે આ રૂમમાં ભેગા થયા ન હતા. આજે થયા એટલે ફરી આવું બન્યું.

કબીર ઉભો થયો ને લાઈટ ની સ્વીચ ઓન કરી લાઈટ કરી. પરંતુ બંને સિવાઈ કોઈ હતું નહિ, વસ્તુ પણ તેની તે જ જગ્યાએ પડી હતી. કબીર બેડ પર બેઠો વિભા તેને અડીને બેઠી.

કબીર સમજી ગયો હતો કે આ રૂમમાં કઈક તો રાજ છે. ત્યારે તેને જૂના મકાન માલિક નો કરારનામાં યાદ આવ્યું. બધું સામે આવી ગયું. હવે આનો રસ્તો કાઢવો જરૂરી હતો. એટલે કબીરે ધ્યાન કરી એક સાદ કર્યો.

તમે આ રૂમમાં જે હોય તે પ્રગટ થાઓ..
આમ આવી રીતે હેરાન કરવાનો તમારો ઉદ્દેશ્ય બતાવો. અમારી મદદ ની જરૂર હોય તો સામે પ્રગટ થાઓ અને તે પણ અત્યારે જ....કદાચ કાલે અમે આ મકાન માં પણ ન હોઈએ એટલે જે હોય તે સામે આવો......જે હોય તે પ્રગટ થાઓ.....?

કબીર ની સામે એક પ્રકાશ પ્રગટ થવા લાગ્યો. ધીરે ધીરે બે નવ યુગલો પ્રગટ થયા. બંને લગ્નના જોડામાં હતા. બહુ સુંદર દેખાઈ રહ્યા હતા. જાણે હમણાં જ લગ્ન થયા હોય. પણ બંને માં ચહેરા પર ખુશી નહિ ગમ હતું.

સામે પ્રગટ થયેલા બંને યુગલ ને કબીરે પૂછ્યું આપ કોણ છો ને આવી રીતે કેમ.....?

અમે ભૂત છીએ...

આ સાંભળી ને વિભા તો ડરીને કબીરની પાછળ ચીપકી ગઈ. વિભા ને કબીરે આશ્વાસન આપી કહ્યું ડર નહિ વિભા તે આપણી જેવા જ છે. પણ તે અદ્રશ્ય માણસ છે જેને આપણે ભૂત કહીએ છીએ.

હવે તમે કહેશો કે ભૂત કેવી રીતે બન્યા ને તમારી આખરી ઈચ્છા પણ જણાવી દો. જો અમારા થી બનશે તો જરૂર થી મદદ કરીશું.

અમારી કહાની પહેલે થી કહું એટલે બધું તમે સમજી જશો.
વાત ત્યાર ની છે જયારે હું ઉન્નતિ જે મારી પત્ની બાજુમાં છે તેને જોવા ગયો હતો. પહેલી નજર માં મને ઉન્નતિ પસંદ આવી અને ઉન્નતિ ને હું પસંદ આવી ગયો.

ધીરે ધીરે અમે બંને સગાઈ પછી પ્રેમમાં પડયા. મને ખબર ન હતી અમારી પ્રેમની ફિલ્મમાં કોઈ વિલન પણ હશે. તે અમને જરા પણ જાણ હતી નહિ. ઉન્નતિ જ્યારે જ્યારે મારી ઘરે આવતી ત્યારે ત્યારે તેમનો દિયર એટલે મારો ભાઈ દીપેશ બહુ ખુશ થતો હતો. તે મારી કરતા ઉન્નતિ ની સાથે સમય બધું પસાર કરતો. બંને વચ્ચે ખુબ બનતું હતું.

લગ્ન ને ચાર દિવસ બાકી હતા ત્યારે દીપેશ ઉન્નતિ ના ઘરે ગયો ને ઉન્નતી ને પ્રપોઝ કરવા લાગ્યો. ઉન્નતિ તો થોડી વાર સમજી પણ શકી નહિ જેને નાનો ભાઈ માનું છું તે મને લાઈક કરે છે.

તમે મારા દિયર છો ને તમારા ભાઈ સાથે ચાર દિવસ પછી લગ્ન ને છે ને તમારા થી આવું કેવી રીતે કહી શકાય..?

ઉન્નતિ હું તને પ્રેમ કરું છું બસ હું કઈ નહિ જાણું. હું તમારા બંને ના લગ્ન નહિ કરવા દવ. ભલે મારે કઈ પણ કરવું પડે.

ઉન્નતિ ને થયું કે દીપેશ કઈક નશો કરીને આવ્યો હશે એટલે આવું બોલ્યા કરે છે. તેણે દીપેશ ને પ્રેમ થી તેના ઘરે પહોંચાડી દીધો.

બધું બરાબર થઈ રહ્યું હતું દીપેશ નું વર્તન પણ સામાન્ય હતું. હું જાન લઈને ઉન્નતિને પરણવા ગયો. લગ્ન કરી હું આ મકાનમાં અમારી નવી લાઈફ શરૂ કરવા જઈ રહ્યા હતા. ખુબ સરસ અને ધામધૂમ થી લગ્ન પણ સંપન્ન થયા હતા. સાંજ પડી ગઈ હતી બધા થાક્યા પાક્યા સુવા પણ લાગ્યા હતા. ઉન્નતિ મારી બેડરૂમમાં રાહ જોઈ રહી હતી. બધું કામ સમેટી હું બેડરૂમમાં ગયો. પણ દરવાજો બધ કરતા ભૂલી ગયો.

જેવી અમે અમારી સુહાગરાત ની શરૂઆત કરી ત્યાં દીપેશ આવી ચડ્યો ને કહેવા લાગ્યો. ઉન્નતિ તું મારી છે ને મારી રહીશ.

દીપેશ તને ભાન છે તું શું કહી રહ્યો છે. મારી ઉન્નતિ સાથે લગ્ન થઈ ચૂક્યા છે તું ઉન્નતિ નો દિયર બની ગયો છે. એમ કહી મે દીપેશ નો હાથ પકડી રૂમની બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યો. હજુ તો હું કઈ કરું ત્યાં તો મને ચરી ના ઘા મારવા લાગ્યો. ચાર પાચ ઘા થી હું ત્યાજ મૃત્યુ પામ્યો. આ જોઈ ઉન્નતિ દોડી આવી પણ ઉન્નતિ ને પણ ચરી ના ઘા મારી તેને પણ મોત ને ઘાત ઉતારી દીધી.
ક્રૂરતા પૂર્વક અમારી બંનેની હત્યા કરીને દીપેશ ખુશી થી હસવા લાગ્યો હતો.
હા હા હા.....
મારી નહિ તો કોઈની નહિ.

તમારું મૃત્યુ આવી રીતે થયું એતો બરોબર પણ ભૂત કેમ થયા એતો કહો ને તમારી ઈચ્છા શું છે. ગંભીર થઈ ગયેલો કબીરે પેલા બંને ભૂત ને સવાલ કર્યો.

એક ઈચ્છા હતી અમારી કે સુહાગરાત મનાવીશું પણ તે પહેલાં તો અમારું મૃત્યુ થઈ ગયું. આવી અધૂરી ઈચ્છા રહી જવાથી અમે ભૂત બની બટકી રહ્યા છીએ ને આ રૂમમાં કોઈને સુહાગરાત મનાવવા દેતા પણ નથી.

તો સાંભળો અમારી ઈચ્છા..
અમારી ઇચ્છા છે સુહાગરાત મનાવવાની..

સુહાગરાત મનાવવાની......હું કઈ સમજ્યો નહિ. કબીર સ્તબ્ધ થઈ બોલ્યો.

હા સુહાગરાત....તો જ અમે ભટકતી આત્મા માંથી મુક્ત થઈશું.

કબીર બંનેના ગમગીન થયેલા ચહેરા ને જોતો જોતો બોલ્યો પણ અમે તમારી કઈ રીતે મદદ કરી શકીએ...?

બસ કઈ નહિ અમને તમારા શરીરમાં પ્રવેશ કરવા દો. અમે તમને કોઈ હાની નહિ પહોંચાડીશું. બસ અમે સુહાગરાત મનાવી લેશું એટલે અમે આ રૂમમાંથી કાયમ માટે જતા રહીશું ને મોક્ષ પણ મળી જશે.

હેબતાઈ ગયેલી વિભા કબીરને જકડી ને બોલી. ના ના હું મારા શરીરમાં નહિ પ્રવેશ કરવા દવ....

માથા પર હાથ મૂકીને કબીર વિભાને કહ્યું. કોઈની મદદ કરવી તે આપણી ફરજ છે. અને આપણે મદદ નહિ કરીશું તો કોણ કરશે.? આ રૂમમાં સુખી થી રહેવા માટે આ કરવું જરૂરી છે. તું ચિંતા કર નહિ હું તારી સાથે છું.

બે હાથ જોડી કબીર તે આત્માઓ ને કહે છે. તમે અમારા શરીરમાં પ્રવેશ કરી શકો છો.

થોડો સમય થયો એટલે બંને આત્માઓ બંનેના શરીર માં પ્રવેશ કર્યો ને બંનેએ સુહાગરાત મનાવી. સુહાગરાત મનાવી બંને આત્માઓ બહાર આવી અને જતા જતા કબીર અને વિભા ને આશીર્વાદ આપ્યા કે તમારી ઘરે એક સુંદર દીકરા નો જન્મ થશે. તે તમે કરેલી મદદનો નો ઋણ સમજ જો. ત્યાં તો પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED