વરસાદી સાંજ - ભાગ-18 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદી સાંજ - ભાગ-18

"વરસાદી સાંજ" ભાગ-18
સાંવરી મિતાંશને વાત જણાવવા નથી માંગતી...હવે આગળ....
મિતાંશ: સાવુ, મને ફાઇલ તો આપ ડૉક્ટરની. હું ચોપરા સાહેબ સાથે વાત કરી લઉં અને દવા ક્યાં સુધી ચાલુ રાખવી પડશે તે પૂછી લઉં.
સાંવરી: આપણે નેક્સ્ટ મન્ડે જવાનું છે ને, ત્યારે તું પૂછી લેજે.
મિતાંશ: મને કોઈ મેજર ડીસીઝ તો નથીને ? તું સાચું કહે છે ને ?
સાંવરી: તને એવું કંઇ નથી થયું બાબા, આટલી બધી ચિંતા શું કરે છે, તું પણ સાવ બીકણ છે, આમ સ્ટ્રોંગ થા જરા મારી જેમ.
મિતાંશ: હા, તારી જેમ સ્ટ્રોંગ જ થવા ઇચ્છું છું. એક વાત પૂછું ?
સાંવરી: હા, પૂછ.
મિતાંશ: જો મને કંઇ થઇ જાય તો તું શું કરે ?
સાંવરી: ( મિતાંશના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી દે છે અને બોલે છે. ) તને કંઇજ થવાનું નથી. હું છું ને તારી સાથે અને મારો ભગવાન પણ આપણી સાથે છે એ તને કંઈ જ નહિ થવા દે. અને તું કેમ આવા બધા પ્રશ્નો પૂછે છે ?
મિતાંશ: કારણ કે મને ખબર છે સાવુ, કે મને કેન્સર થયું છે.

વાતાવરણ એકદમ ગમગીન બની જાય છે. સાંવરીને શું બોલવું, શું કરવું, મિતાંશને કઇ રીતે સમજાવવું કે તને કેન્સર નથી. કંઈજ ખબર નથી પડતી. અને એક સેકન્ડમાં તો સાંવરીને ઘણાંબધાં વિચારો આવી ગયા. ઘણાંબધાં પ્રશ્નો તેની સામે આવીને ઉભા રહી ગયા. મિતાંશને કઇરીતે ખબર પડી. શું તેણે ડૉક્ટરનો કોન્ટેક્ટ કર્યો હશે. કોણે તેને કહ્યું હશે કે પછી ખાલી અનુમાન કરે છે. હવે તેની વાતનો શું જવાબ આપવો.
સાંવરી: ( હજી વાતને છૂપાવે છે.) ના ના, તને એવું કંઇ નથી થયું, તને કોણે કહ્યું કે તને કેન્સર છે ?
મિતાંશ: મેં મારી ફાઈલમાં વાંચી લીધું છે અને માટે જ તું ઇન્ડિયા જવાની "ના " પાડે છે એ પણ મને ખબર છે.
સાંવરી: ઉભી થઇને મિતાંશની પાસે જાય છે. તેનો ચહેરો છાતી સરસો ચાંપી લે છે અને બોલે છે. મીત, તને ફર્સ્ટ સ્ટેજનું કેન્સર છે. પણ તને કંઇજ નહિ થાય, મટી જશે મારે ડૉક્ટર સાહેબ સાથે વાત થઇ ગઇ છે. તને મારી પાસેથી કોઈ નહિ છીનવી શકે. મૃત્યુ પણ નહીં. તું ચિંતા નહીં કર તને ખૂબજ સરસ થઈ જશે.

અને સાંવરી તેમજ મિતાંશ બંને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. સમય ત્યાં ને ત્યાં સ્થિર થઈ જાય છે. સમય પણ જાણે બંનેના દુઃખમાં સાક્ષી બનીને ઉભો છે.

આવું કંઈપણ થઇ શકે છે તવું મિતાંશે કે સાંવરીએ સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. ભગવાન પણ કેવો છે, સુખોના સમન્વય વચ્ચે દુઃખને કેન્દ્રબિન્દુ બનાવી દે છે.

સાંવરી અંદર જઇને બંને માટે પાણી લઇ આવે છે. અને સ્વસ્થ થઇ જાય છે. મનોમન નક્કી કરે છે કે, આ રીતે ઢીલા પડી જવાથી સમસ્યાનું સમાધાન નથી થવાનું. મારે હિંમત રાખવી પડશે અને મિતાંશને હિંમત આપી આ રોગનો સામનો કરવા તેને તૈયાર કરવો પડશે. મિતાંશને જીવવા માટે આશાનું કિરણ બતાવવું જ પડશે. નહિ તો તે મૃત્યુ પહેલા મરી જશે. અને ફ્રેશ થઇને મિતાંશ સાથે વાત કરવા બેસે છે.
સાંવરી: તને ક્યાંથી ખબર પડી ?
મિતાંશ: મેં મારી ફાઈલ શોધી કાઢી અને તેમાં બધું જ વાંચી લીધું. પછી પાછી ત્યાં જ તારા વોર્ડડ્રોબમાં મૂકી દીધી.
સાંવરી: ઓકે, હવે તું મારી વાત શાંતિથી સાંભળજે.
મિતાંશ: ના, પહેલા તું મારી વાત શાંતિથી સાંભળ. હું હવે બહુ નહિ જીવી શકું એટલે આપણે ઇન્ડિયા ચાલ્યા જઇએ ત્યાં મારે મમ્મી-પપ્પા અને ફ્રેન્ડસ સાથે જેટલો સમય છું તેટલો સમય શાંતિથી પસાર કરવો છે અને તું મને છોડી દે. કોઈ સારો છોકરો શોધીને મેરેજ કરી લે.અને સેટ થઇ જા એટલે મારા જીવને શાંતિ થાય.હું તને દુઃખી નહિ જોઇ શકું માટે તું મારી વાત માની જા.તને મારી સોગંદ છે.