વરસાદી સાંજ - ભાગ-19 - છેલ્લો ભાગ Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદી સાંજ - ભાગ-19 - છેલ્લો ભાગ

"વરસાદી સાંજ" ભાગ-19

મિતાંશ સાંવરીને પોતાને છોડી જવા અને બીજા સાથે મેરેજ કરવા સમજાવે છે. હવે આગળ.....
સાંવરી: પણ, તું મરી જવાનો છે એવું તને કોણે કહ્યું ? પાગલ, ફર્સ્ટ સ્ટેજના કેન્સરમાં મરી ના જવાય. બસ, રેગ્યુલર ટ્રીટમેન્ટ કરવી પડે તો બિલકુલ મટી જાય.પછી મક્કમતાથી બોલે છે, મેં તને હ્રદયના ઉંડાણથી ખૂબજ ચાહ્યો છે મીત. તારા સિવાય મારા જીવનમાં હું બીજા કોઈની કલ્પના પણ કરી શકતી નથી. તને છોડીને હું ક્યાંય જવાની નથી. અને મેરેજ તો હું તારી સાથે જ કરીશ.અને તે જ તો કહ્યું હતું કે, મને છોડીને ' ન ' જતી અને હવે છોડવાનું કહે છે...!! માય ડિઅર મીતુ હજી તો આપણે જીવનની શરૂઆત પણ નથી કરી અને તું અત્યારથી હારી જાય છે અને બાજી છોડી દે છે.અને સાંવરી ખૂબ રડી પડે છે. મિતાંશ પણ સાંવરીને ભેટીને ખૂબ રડી પડે છે.

મિતાંશ: પણ, મેં તને છોડવાની "ના" પાડી હતી તે વખતે પરિસ્થિતિ જુદી હતી અને અત્યારે પરિસ્થિતિ કંઈક જુદી જ છે. હું તને દુઃખી જોવા નથી ઇચ્છતો.

સાંવરી: તારા બદલે મને કેન્સર થયું હોત તો ? તો શું તું મને છોડીને ચાલ્યો જાત ? ના, જાતને તો હું કઇ રીતે તને છોડી દઉં. અને સાંવરી આગળ ઉમેરે છે, ડૉ.ચોપરા ખૂબજ હોંશિયાર ડૉક્ટર છે.
તેમના કહેવા પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરીશું તો તને થોડાક જ સમયમાં રીકવરી થવા લાગશે. અને હું છું ને તારી સાથે, હું તારો બરાબર ખ્યાલ રાખીશ. તને કંઇજ નહિ થવા દઉં. તું બિલકુલ ઓકે થઇ જાય. ડૉ.ચોપરા પરમિશન આપે પછી જ આપણે ઇન્ડિયા જઇશું.

અને સાંવરી મિતાંશના ચહેરા ઉપર ખૂબજ પ્રેમથી હાથ ફેરવે છે તેની આંખોમાં આંખો પરોવે છે અને થોડા ભીના દબાએલા અવાજે બોલે છે, આપણાં બંનેની લાઇફનું મેં એક ખૂબસુરત સ્વપ્ન જોયું છે, તે તું પૂરું નહિ થવા દે ? (અને સાંવરીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગે છે. ) તને ખબર છે કે મારું શું સ્વપ્ન છે ? મારા મમ્મી-પપ્પાને એક દિકરો હોય તેવી તેમની ખૂબજ ઇચ્છા હતી પણ તેમની તે ઇચ્છા પૂરી ન થઇ શકી, મનમાં ને મનમાં જ રહી ગઇ. આપણો દિકરો જોઇ તેમનું મન ભરાઈ જાય અને તેમનું ઘડપણ પણ સુધરી જાય તેવી મારી ઇચ્છા છે. મારે તારા જેવો એક હેન્ડસમ દિકરો જોઈએ છે જેને જોઇને આંખ ઠરે અને મનમાં હાંશ અનુભવાય. અને સાંવરી મિતાંશનો હાથ પકડી નીચે બેસી જાય છે અને મિતાંશના ખોળામાં પોતાનું માથું મૂકી દે છે. અને ખૂબ રડી પડે છે.

સાંવરીની વાત સાંભળી મિતાંશ પણ ખૂબજ ભાવવિભોર થઇ જાય છે. અને વિચારવા લાગે છે કે, આ જીવન એટલું સસ્તું નથી, કંઇ કેટલાય સ્વપ્ન તેની સાથે જોડાયેલા હોય છે. તો મેં મૃત્યુને કેમ આટલું જલ્દી સ્વીકારી લીધું...!!

તેની આંખોમાં એક અનેરી ચમક આવે છે. જીવનના ઉજાસની ચમક અને તે સાંવરીને નીચેથી ઉભી કરીને છાતી સરસી ચાંપી લે છે. અને મક્કમતાથી બોલે છે, " જેને ઇશ્વરે આટલી સુંદર જીવનસંગિની આપી હોય, તેની ચાહ જોઈ, યમરાજ પણ તેને લીધા વગર પાછા ચાલ્યા જાય."

અને પછી સાંવરીને મૂડમાં લાવવા બોલે છે, " સાવુ, તારે દિકરો જોઈએ છે, પણ મારે તો દીકરી જોઇએ છે, તારા જેવી તો શું ? એક કામ કરીએ પહેલા દિકરો પછી દીકરી માટે ટ્રાય કરીશું બરાબરને ? ( અને બંને જણાં હસી પડે છે. )

અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.અને
પોઝીટીવ થોટ્સ માણસને કામયાબીના શીખર ઉપર અચૂક લઇ જાય છે.

દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા. ઘણાં દિવસથી તે અને સાંવરી બંને લંડનની ઓફિસમાં સાથે જતા અને સાથે પાછા ફરતા. મિતાંશની ટ્રીટમેન્ટ પૂરી થઇ ગઇ હતી. પણ ડૉ.દિપક ચોપરાએ એક વાર ચેકઅપ કરાવી લેવા કહ્યું હતું એટલે આજે મિતાંશ અને સાંવરી હોસ્પિટલ ગયા હતા. ડૉ.ચોપરાએ રિપોર્ટ્સ જોઇને બંનેને પોતાની કેબિનમાં બોલાવ્યા અને કહ્યું કે, " નાઉ, યુ આર ઓકે મિતાંશ, યુ હેવ નો પ્રોબ્લેમ એટ ઓલ એન્ડ યુ કેન ગો ઇન્ડિયા " અને મિતાંશ સાથે હાથ મીલાવી બંનેને પ્રેમથી વિદાય કર્યા, સાંવરી ડૉ.ચોપરાને પગે લાગી અને બંનેએ ડૉ.ચોપરાનો ખૂબજ આભાર માન્યો અને એક નવા જીવનની શરૂઆત કરવા લંડનની વિદાય લઇ ઇન્ડિયાની ફ્લાઈટ પકડી ઇન્ડિયા આવી ગયા.

સાંવરી અને મિતાંશને એરપોર્ટ ઉપર લેવા માટે તેમના મમ્મી-પપ્પા અને હાથમાં સુંદર બુકે સાથે ઓફિસના બે-ચાર માણસો આવ્યા હતા, દરેકની આંખમાં હર્ષના આંસુ હતા. સાંવરીને ઇન્ડિયા પહોંચતા જ એક ખુશીના સમાચાર પપ્પા વિક્રમભાઈએ અપ્યા કે, " બંસરીએ આજે એક તેના જેવી સુંદર દીકરીને જન્મ આપ્યો છે. અને એટલે મમ્મી સોનલબેન એરપોર્ટ ઉપર આવી શક્યા નથી."

મિતાંશ સાંવરી સાથે સાદાઇથી લગ્ન કરી લે છે અને લગ્નમાં જે ખર્ચ કરવાનો હતો તે બધાજ પૈસા પોતાના શહેરમાં જે કેન્સર હોસ્પિટલ છે તેને દાનમાં આપી દે છે. જેથી તેના જેવા કેટલાય મિતાંશની લાઇફ બચી શકે. અને થોડાક જ સમયમાં સાંવરીની કૂખે એક મિતાંશ જેવા સુંદર, દિકરાનો જન્મ થાય છે. જેનું નામ સાંવરી " સ્મિત " રાખે છે.
( સાંવરીનો 'સ' મિતાંશનું ' મીત' = સ્મિત. ) 😊

મારા દરેક પ્રિય વાચકને નમસ્કાર જેમણે મારી લખેલી વાર્તાને વાંચી છે, લાઇક અને કોમેન્ટ કરીને મને પ્રોત્સાહિત કરી છે. આભાર 🙏

નવી વાર્તાઓ જેવી કે " લાડલી " " પરી "
" આશ્કા " વગેરે લખેલી છે. જે હું એક પછી એક અપલોડ કરીશ તો વાંચતા રહેશો....

- જસ્મીના શાહ 'જસ્મીન'