વરસાદી સાંજ - ભાગ-3 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદી સાંજ - ભાગ-3

" વરસાદી સાંજ " ભાગ-3
સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઇ ગયા. હવે સાંવરી માટે કઇ રીતે મૂરતિયો શોધવો તે સોનલબેન અને વિક્રમભાઈ વીચારી રહ્યા હતા. બંનેની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી.

નાની બેનનું થઇ ગયું હવે મોટી માટે છોકરો મળશે કે નહિ ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ, તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહિ રહી જાય ને ? જેવા ઘણાબધા પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને રાત-દિવસ સતાવ્યા કરતા હતા. (જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે.)

સાંવરી એક મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજરની પોષ્ટ ઉપર હતી. આ કંપનીને ફોરેઇનની કંપનીઓ સાથે પણ કોલોબ્રશન ચાલતુ હતુ. અને ઘણીબધી કંપનીઓ સાથે ટાઇઅપ પણ કરેલું હતું.

સાંવરીના કામથી તેની કંપનીના બોસ ખૂબજ ખુશ હતા. અત્યાર સુધી મેનેજરની પોષ્ટ ઉપર રહીને કોઇએ તેમની કંપનીમાં આવું કામ કર્યું ન હતું તેવું કામ સાંવરી કરી રહી હતી.

સાંવરીના ફોરેઇનની કંપનીઓ સાથેના ડીલીંગથી દર મહિને ઇન્કમમાં ઉત્તરોતર વધારો થતો જતો હતો. સાંવરીનો સેલરી પણ બોસ કમલેશભાઇએ ખાસ્સો વધારી દીધો હતો. સાંવરી પોતાની લાઇફથી ખૂબ ખુશ હતી. તેને કોઈ સારો છોકરો ન મળ્યાનો ક્યારેય અફસોસ થતો નહિ.

લંડનમાં આ કંપનીનું સારું એવું કોલોબ્રેશન ચાલી રહ્યું હતું. ત્યાં પણ કંપનીની એક ઓફિસ બનાવેલી હતી.
કમલેશભાઈનો દિકરો મિતાંશ આ ઓફિસ સંભાળતો હતો.

ઓફિસના કામથી મિતાંશને વારંવાર સાંવરી સાથે ફોન ઉપર વાત થતી. મિતાંશ પણ સાંવરીના કામથી ખૂબ પ્રભાવિત થઇ ગયો હતો. આટલી નાની ઉંમરમાં આ છોકરીની પાસે આટલું બધું નોલેજ, તેનો આઇ.ક્યૂ. આટલો બધો ઉંચો છે.

સાંવરીનું કામ ખૂબજ પરફેક્ટ હતું. આજનું કામ આજે જ પતાવી દેવું તેવું તે માનતી અને માટે જ તેના
કામથી બોસ કમલેશભાઇ અને મિતાંશ બંને ખૂબજ ખુશ હતા.

સાંવરીને આ કંપનીમાં એક વર્ષ પૂરું થઇ ગયું હતું. કમલેશભાઈએ તેનો સેલરી પચ્ચીસ હજારમાંથી પાંત્રીસ હજાર કરી દીધો હતો.

મિતાંશ લંડનથી હવે પાછો આવવાનો હતો તેને થતું કે જઇને પહેલા સાંવરીને જોવું, કોણ છે આ સાંવરી, કેવી દેખાય છે. મેરિડ છે કે અનમેરિડ બધી તપાસ કરવી પડશે.

સાંવરીનો કોઈપણ સોસીયલ વેબસાઈટ ઉપર ફોટો મૂકેલો ન હતો. મિતાંશે બધું જ જોઈ લીધું પણ સાંવરી વિશે કંઇ ખાસ જાણવા મળ્યું નહિ.

સન્ડે મોર્નિંગ મિતાંશ લંડનથી ઇન્ડિયા પાછો આવી ગયો હતો.એટલે બીજે દિવસે સવારે તે તૈયાર થઇને ઓફિસ જવા નીકળી ગયો તેથી પપ્પા કમલેશભાઇ તેમજ મમ્મી અલ્પાબેનને ખૂબ નવાઈ લાગી.

મમ્મી એ તો પૂછયું પણ ખરું કે, "કેમ બેટા, વહેલો જાય છે ? " " મારે એક મેઇલ આવવાનો છે,યુ.કે.થી " એમ કહી મિતાંશ ઘરેથી નીકળી ગયો.

ઓફિસમાં જઇને પોતાની કેબિનમાં બેસી ગયો. આખી ઓફિસમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવેલા હતા તેથી સાંવરી ક્યારે આવશે તેની રાહ જ જોઈ રહ્યો હતો.

સાંવરી કેવી લાગતી હશે, તે કલ્પના કરી રહ્યો હતો. જેનું કામ આટલું સુંદર છે, બોલવાની અને વાત કરવાની સ્ટાઇલ આટલી સરસ છે.તે છોકરી કેટલી સુંદર દેખાતી હશે. તેમ તે વિચારી રહ્યો હતો.

ઓફિસમાં એક પછી એક બધા આવવા લાગ્યા. પછી સાંવરીની એન્ટ્રી પડી. તેણે આજે આછા ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો. બિલકુલ સાદી ને સિમ્પલ છતાં સારી લાગી રહી હતી. તેના દેખાવ ઉપરથી તેની ગંભીરતા અને ઠાવકાઇ તરી આવતા હતા. જાણે બ્લેક બ્યૂટી દેખાતી હતી સાંવરી.

સાંવરીના આવતા પહેલા મિતાંશે ઓફિસમાં આવીને તેની પર્સનલ ફાઇલ ચેક કરી લીધી હતી. તેમાં 'સીંગલ' એવું લખેલું હતું. તે જોઈને મિતાંશને થોડી હાંશ થઇ હતી.

મિતાંશે સાંવરીને સી.સી.ટી.વી.માં જોઇ તો તેને યકીન થયું નહિ કે સાંવરી બ્લેક દેખાતી હશે. તેને થયું હું તેને રૂબરૂ કેબિનમાં બોલાવીને બરાબર જોઈ લઉં. ફાઈલ મંગાવવાના બહાને તેણે સાંવરીને પોતાની કેબિનમાં બોલાવી.
હવે સાંવરી સાથે શું વાત કરે છે મિતાંશ તે વાંચો હવે પછીના ભાગમાં....