વરસાદી સાંજ - ભાગ-2 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વરસાદી સાંજ - ભાગ-2

" વરસાદી સાંજ " ભાગ-2
છોકરાનું નામ મેહૂલ હતું. મેહૂલની મમ્મીએ નાની દીકરીને ઘરમાં ન જોઇ એટલે તરત જ પૂછ્યું," કેમ તમારે તો બે દીકરીઓ છે ને ? નાની દીકરી નથી દેખાતી ? " સોનલબેને જવાબ આપ્યો કે, " હા, તેને એક્ઝામની તૈયારી કરવાની છે એટલે તેની ફ્રેન્ડના ઘરે વાંચવા માટે ગઇ છે." તેમનો ઇરાદો નાની દીકરીને જોવાનો હતો.કારણ કે તેમને સાંવરી બિલકુલ ગમી ન હતી.

ચા-પાણી થઇ ગયા પછી, સોનલબેને પૂછ્યું કે કંઇ પૂછવું કરવું હોય તો ? એટલે મેહૂલની મમ્મીએ તરત જ જવાબ આપી દીધો કે, " ના,પૂછવું તો કંઇ નથી અને અમે પછી જવાબ કહેવડાવીશું."

આજે ફરીથી ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સાંવરી તેની મમ્મીને સમજાવતાં કહેતીહતી કે, "મમ્મી તું મારી આટલી બધી ચિંતા ન કર્યા કર, હું હવે જોબ જ શોધી લેવાની છું અને પછી શાંતિથી તારી અને પપ્પાની સાથે રહીશ." પણ સોનલબેનનું મન માનતું ન હતું.

હવે બંને બહેનો પોતપોતાની એક્ઝામની તૈયારીમાં પડી ગઇ હતી. તેથી સાંવરીએ મમ્મીને કહી દીધુ હતું કે હમણાં છોકરાઓ જોવાનું ગોઠવીશ નહિ. તારે ગોઠવવું હોય તો એક્ઝામ પછી ગોઠવજે.

બંસરી પણ સોનલબેનને કહ્યા કરતી હતી કે, " મમ્મી, તું બેનની ચિંતા આટલી બધી ના કર્યા કરીશ, હું છું ને ? "

હવે એક્ઝામ પૂરી થઇ ગઇ હતી. બંને બહેનોના પેપર્સ ખૂબ સરસ ગયા હતા. બંસરીને તેના ક્લાસનો એક છોકરો કશ્યપ ખૂબ ગમતો હતો. કશ્યપને પણ બંસરી ખૂબ ગમતી હતી. પણ બંનેની કાસ્ટ અલગ હતી એટલે બંસરી તેની સાથે બોલવાની હિંમત ન હતી કરતી. બંસરીના પપ્પા વિક્રમભાઈ એ બાબતમાં થોડા સ્ટ્રીક્ટ હતા. તેથી બંસરીને ડર લાગતો હતો.

કશ્યપ બંસરીના ગૃપમાં જ હતો. આઠ છોકરા-છોકરીઓનું આખું ગૃપ હતું. પિક્ચર જોવા જવું હોય કે પછી ક્યાંય બહાર ફરવા જવું હોય તો બધા સાથે જ જતા. કશ્યપ કાયમ બંસરી સાથે ફ્લર્ટીંગ કર્યા કરતો અને કહ્યા કરતો," માની જા ને હવે યાર, મમ્મી-પપ્પાને મનાવી લઇશું. " પણ બંસરી એકની બે નહતી થતી.

હવે બંને બહેનોનું રિઝલ્ટ આવી ગયું હતું. સાંવરીને ફર્સ્ટક્લાસ આવ્યો હતો પણ બંસરીને સેકન્ડક્લાસ આવ્યો હતો. હવે કોલેજ પણ પૂરી થઇ ગઇ એટલે કશ્યપ બંસરીને ગમે તે બહાને બહાર મળવા બોલાવતો અને ઘરે વાત કરવા કહ્યા કરતો.

બંસરીને ઘરે વાત કઇ રીતે કરવી તે પ્રશ્ન હતો. પપ્પાનો ખૂબ ડર લાગતો હતો અને હજી મોટીબેનના મેરેજ પણ બાકી હતા એટલે આપણો હમણાં કોઈ ચાન્સ લાગવાનો નથી તેવું તે વિચારતી હતી.

કશ્યપ ખૂબ હોંશિયાર હતો તેને થયું આમ આપણો મેળ પડવાનો નથી. મારે જ બંસરીના ઘરનાને વાત કરવી પડશે. તેણે બંસરીના ફોનમાંથી ચૂપકેથી તેની મોટી બહેન સાંવરીનો નંબર લઇ લીધો અને સાંવરીને મળવાનો ટાઇમ નક્કી કર્યો.

સાંવરીએ બે-ત્રણ જગ્યાએ જોબ માટે એપ્લાય કર્યું હતું. તેમાંથી તેને એક સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળી ગઇ હતી. તે હવે ખૂબ ખુશ હતી.

કશ્યપ સાંવરીને મળવા તેની જોબ ઉપર ગયો. અને તેણે સાંવરીને બધી વાત સમજાવી. સાંવરીએ તેને કહ્યું કે," મારા મમ્મી-પપ્પાને હું સમજાવીશ એટલે તું ચિંતા કરીશ નહિ. " કશ્યપે આ વાત બંસરીને કરવાની "ના" પાડી હતી.

રાત્રે ઘરે આવીને સાંવરીએ મમ્મી-પપ્પા બંનેને સમજાવ્યા અને બંસરીનું અને કશ્યપનું નક્કી કરી આપવા કહ્યું. મમ્મી-પપ્પા બંને "ના" જ પાડતા હતા. પણ સાંવરીએ કહ્યું કે, " કશ્યપ બંસરીને ખૂબ લવ કરે છે. અને મારા મેરેજ ન થાય ત્યાં સુધી આમ બંસરીને બેસાડી રખાય નહિ. સારા ઘરનો એકનોએક દિકરો છે કશ્યપ. અને બંસરી પણ તેને લવ કરે છે. તો આપણે એ બંનેના મેરેજ કરી આપવા જોઈએ. કશ્યપના પપ્પા બિઝનેસમેન હતા. કશ્યપને બી.કોમ. થઇને સીધું પપ્પાની ઓફિસમાં જ બેસવાનું હતું.
બંસરીના મેરેજ કશ્યપ સાથે થાય છે કે નહિ, વાંચો આગળના ભાગમાં....