વરસાદી સાંજ - ભાગ-6 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

વરસાદી સાંજ - ભાગ-6

"વરસાદી સાંજ" ભાગ-6

આંખોમાં એક અજબ ભાવ સાથે મિતાંશ સાંવરીની સામે જોઇ રહ્યો હતો.

આજે તેને એમ જ થતું હતું કે હું અને સાંવરી બસ સાથે જ રહીએ. સાંવરીને ઘરે મૂકવા જવું જ નથી. મારી સાથે જ તેને રાખી લઉં. તેની સાથેનો મારો સમય ખૂબજ આનંદમય જાય છે.

આજે તો કુદરત પણ તેની સાથે છે. કહેવાય છે ને કે, " અગર કીસીકો સચ્ચે દિલસે ચાહો તો પૂરી કાયનાત ઉસકો મિલાનેમેં આપકી મદદ કરતી હૈ. " એવું જ આજે મિતાંશ સાથે થઇ રહ્યું છે.

સાંવરી પણ આજે ખૂબ ખુશ દેખાતી હતી.અને ખડખડાટ હસવાના મુડમાં હતી. આ સુંદર સાંજ અને સાંવરી બંનેને પકડી રાખવા છે આજે, એવું મિતાંશ વિચારી રહ્યો હતો.

સાંવરીએ પોતાની લાઇફમાં કદી આ રીતે કોઈની સાથે સમય વિતાવ્યો જ ન હતો. બસ,એ અને એનું ભણવાનું. પહેલીવાર તેને આ રીતે રસ્તા ઉપર ઉભા રહી કોઈ છોકરા સાથે ચા પીવાનો એક્સપિરીયન્સ થયો હતો.

મિતાંશને થયું આજે મારા દિલની વાત હું સાંવરીને કરી જ લઉં. અને તેણે ધીમેથી વાતની શરૂઆત કરી,
"સાંવરી, હું તમને એક પર્સનલ ક્વેશ્ચન પૂછી શકું છું?"
સાંવરી: હા સ્યોર સર, કેમ નહિ ?
મિતાંશ: પહેલા તો તમે મને સર ના કહેશો, મિતાંશ અથવા મીત કહેશો તો ચાલશે.
સાંવરી: ઓકે સર, પણ તમારે પણ મને સાંવરી જ કહેવાનું.
મિતાંશ: ઓકે, હું તમને સાંવરી જ કહીશ.
સાંવરી: હું પણ તમને મીત કહીશ, મને મીત નામ વધારે ગમે છે. પણ તમારે મને "તમે" નહિ "તું" જ કહેવાનું.
મિતાંશ: ઓકે, હવે ક્વેશ્ચન પૂછું ?
સાંવરી: હા સ્યોર.

મિતાંશ પૂછવા જાય છે ત્યાં સાંવરીના સેલફોનમાં રીંગ વાગે છે.
સાંવરી: (ચાનો કપ મિતાંશના હાથમાં પકડાવતાં) હું જોઇ લઉં મમ્મીનો ફોન હશે. હું તેને ફોન કરવાનો જ ભૂલી ગઇ.
મિતાંશ: હા, તું પહેલા મમ્મી સાથે વાત કરી લે.
સાંવરી: હલો, મમ્મી બોલ
મમ્મી: સાંવરી, વરસાદ ખૂબ પડે છે. બેટા તું ક્યાં છે ?
સાંવરી: મમ્મી, હું રસ્તામાં જ છું, ઘરે જ આવું છું. મારું એક્ટિવા સ્ટાર્ટ જ ન હતું થતું. એટલે ઓફિસના પાર્કિંગમાં મૂકી રાખ્યું છે અને મને મીત સર તેમની ગાડીમાં ઘરે મૂકી જાય છે.
મમ્મી: સારું બેટા, સાચવીને આવજે.

મિતાંશ: તમે બે બહેનો છો ને, ભાઈ નથીને તમારે ? તમારી સીસ્ટરના મેરેજ થઇ ગયા નહિ ?
સાંવરી: હા, હું મોટી છું, બંસરી મારાથી નાની છે, પણ તેને તેની સાથે ભણતો એક છોકરો કશ્યપ ગમતો હતો અને કશ્યપને પણ બંસરી સાથે જ મેરેજ કરવા હતા. એટલે અમે બંનેના મેરેજ કરાવી આપ્યા. પછી થોડું વિચારમાં પડી અને બોલી, હવે મારા મમ્મી-પપ્પાને મારી ખૂબ ચિંતા રહ્યા કરે છે. હું તેમને રોજ સમજાવું છું કે હું કમાઉ છું. મારા પગ ઉપર ઉભી છું તમે મારી ચિંતા ન કરો. પણ મા-બાપ છે ને ! એટલે તેમને થોડી ચિંતા રહ્યા કરે. અને સાંવરીએ નિ:સાસો નાખ્યો. બંને વચ્ચેનું આખું વાતાવરણ જાણે એક ફોન આવવાથી બદલાઇ ગયું.

પણ મિતાંશે આજે નક્કી કર્યું હતું કે, આજે ગમે તે થાય મારે સાંવરીને પ્રપોઝ કરી જ દેવું છે. તેથી તે સાંવરીને જરા મૂડમાં લાવવા માંગતો હોય તેમ બોલ્યો, " તારા મમ્મી-પપ્પાની ચિંતા દૂર કરી દેવી છે ?"
સાંવરી: શું ?
મિતાંશ: એજ કે તારા મમ્મી-પપ્પાની ચિંતા દૂર કરી દેવી છે ?
સાંવરી:પણ એ કઇ રીતે.(બંનેને ચા પીવાઇ ગઇહતી.)


મિતાંશે સાંવરી સામે પ્રપોઝ કરતો હોય તેમ હાથ લાંબો કર્યો અને બોલ્યો, " સાંવરી, તું મારી સાથે મેરેજ કરીશ ? તું મને ખૂબ ગમે છે. આઇ લવ યુ." એકજ શ્વાસે બધું બોલી ગયો અને પ્રેમનો એકરાર કરી લીધો. હવે સાંવરીનો વારો હતો.
સાંવરી એકદમ વિચારમાં જ પડી ગઇ. જાણે સ્વપ્ન જોતી હોય તેમ તેને લાગ્યું. આ હકીકત છે કે પછી ભ્રમ કંઇ સમજણ ન પડી. તે બોલી ઉઠી, " તમે શું કહ્યું મીત ? "

મિતાંશ: તે જે સાંભળ્યું તે જ. આઇ લવ યુ, યાર. ચાહવા લાગ્યો છું હું તને અને તારી સાથે મેરેજ કરવા ઇચ્છું છું. જો તારે લાયક હોઉં તો ?

સાંવરીના ચહેરા ઉપર એક ગજબની લાલી પથરાઈ ગઈ. શું બોલવું કંઇ ખબર ન પડી. પણ નિખાલસ મિતાંશે તેનું દિલ જીતી લીધું. અને તેણે મિતાંશના હાથમાં પોતાનો હાથ મૂકી દીધો. જાણે મૌન રહી "હા"
ભણી રહી હતી.

મિતાંશે સાંવરીના હાથ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો જાણે તેના હૂંફાળા પ્રેમાળ સ્પર્શને તે વર્ષોથી પીછાનતો હોય. બંને મૂક બની જાણે આંખોથી વાતો કરી રહ્યા અને એકબીજામાં ખોવાઈ ગયા. વર્ષોથી જાણે એકબીજાને ઓળખે છે અને એકબીજાને શોધી રહ્યા છે અને આજે તેમની આ શોધ પૂરી થઇ છે.

વધુ હવે પછીના ભાગમાં.....