Varsadi Sanj - 17 books and stories free download online pdf in Gujarati

વરસાદી સાંજ - ભાગ-17

"વરસાદી સાંજ" ભાગ-17

અને સાંવરી મક્કમતા સાથે ડૉ.ની કેબિનમાંથી બહાર નીકળી.હવે આગળ....
ડૉક્ટરે સાંવરીને એકલીને જ અંદર બોલાવી હતી એટલે મિતાંશને ડાઉટ હતો કે નક્કી કંઇક મેજર પ્રોબ્લેમ લાગે છે. એટલે સાંવરી જેવી બહાર આવી તેવું તેણે તરત જ સાંવરીને પૂછી લીધું, " સાવુ, શું થયું છે મને ?
સાંવરી: કંઇ નહિ બસ, થોડી ટ્રીટમેન્ટ કરવી પડશે. પણ સારું થઇ જશે.
મિતાંશ: પણ મને થયું છે શું એતો કહે ?
સાંવરી: તને લીવર ઉપર થોડો સોજો છે.થોડો ટાઇમ દવા લેવી પડશે. આફ્ટર યુ આર ઓકે. ( સાંવરી જૂઠું બોલીને સ્માઈલ આપે છે. )
મિતાંશ ( સ્માઈલ સાથે ) ઓકે. મિતાંશને થાય છે કે સાંવરી મારાથી કંઇક છુપાવી રહી હોય તેમ લાગે છે.
સાંવરી રસ્તામાં કાર ઉભી રખાવીને આઇસ્ક્રીમ અને થીક શેક મિતાંશ માટે લઇ લે છે. અને મિતાંશને કહે છે કે, " તારે હમણાં આઇસ્ક્રીમ અને થીક શેક જ વધારે લેવાનું છે. "
મિતાંશ: ઓકે.
સાંવરી: આપણી રિટર્ન ટિકિટ કેન્સલ કરાવી દે મીત.
મિતાંશ: કેમ ? આપણે જવું નથી ?
સાંવરી: ના બસ, મારે હમણાં અહીં રહેવું છે થોડો ટાઇમ અને તારી ટ્રીટમેન્ટ પણ અહીં ચાલે છે માટે.
મિતાંશ: અરે મેં તારા મમ્મી-પપ્પાને પ્રોમિસ આપી છે કે સેમીનાર પૂરો થાય એટલે અમે ઇન્ડિયા પરત આવી જઇશું અને દવા તો ત્યાં પણ થશે ને શું ફરક પડે છે ?
સાંવરી: ના, હું મમ્મી-પપ્પા સાથે વાત કરી લઉં છું અને તારી દવા અહીં જ ચાલુ રાખવી છે. એટલે તને જલ્દી સારું થઇ જાય. પાછા ત્યાં જઇએ એટલે પાણી બદલાય, વેધર બદલાય અને તારી તબિયત વધારે બગડે તો, મારે એવું નથી કરવું.
મિતાંશ: પણ મને એવું તો કંઇ વધારે થયું નથી તો પછી શું વાંધો છે ?
સાંવરી: ( જરા અકળાઈને ) અરે તું સમજતો કેમ નથી ? હું કંઈ ગાંડી તો નથીને ? અને મમ્મી-પપ્પાને હું સમજાવીશ એટલે તે માની જશે.
મિતાંશ: સારું તને ઠીક લાગે તેમ કર બસ.

બીજે દિવસે મોર્નિંગમાં સાંવરી જરા થાકેલી હતી તો તેનાથી વહેલું ઉઠાયું નહિ અને મિતાંશ વહેલો ઉઠી ગયો. એટલે તેણે ડૉક્ટરની ફાઇલ અને રિપોર્ટ્સ બધું શોધવાનો પ્રયત્ન કર્યો. સાંવરીએ બધું સંતાડીને મૂક્યું હતું જેથી મિતાંશના હાથમાં ન આવી જાય. પણ મિતાંશ પણ તેના જેટલો જ હોંશિયાર હતો તેણે સાંવરીના વોર્ડડ્રોબમાંથી તેના કપડાની થપ્પીની નીચેથી તેની ફાઇલ શોધી કાઢી અને બધું જ વાંચી લીધું તો તેને ખબર પડી કે તેને લન્ગ્સનું ફર્સ્ટ સ્ટેજનું કેન્સર છે અને તે એકદમ ઢીલો પડી ગયો. મૃત્યુ જાણે તેને નજર સામે દેખાવા લાગ્યું.

ત્યારે તેને સમજાયું કે ડૉક્ટરે એટલે જ સાંવરીને એકલીને કેબિનમાં બોલાવી હતી અને સાંવરી એટલે જ ઇન્ડિયા જવાની " ના " પાડે છે.
તેણે ફાઇલ હતી ત્યાં મૂકી દીધી અને કિચનમાં જઇને સાંવરી માટે અને પોતાને માટે ફર્સ્ટક્લાસ ચા બનાવી અને સાંવરીને પ્રેમથી કપાળમાં બંને ગાલ ઉપર અને બંને આંખ ઉપર કિસ કરીને ઉઠાડી.

સાંવરીએ ઉઠીને જોયું તો આજે તેને ઉઠવાનું થોડું લેઇટ થઇ ગયું હતું તો મિતાંશને બોલવા લાગી કે, " તે ઉઠીને તરત મને કેમ ન ઉઠાડી અને ચા તે શું કામ બનાવી, હું ઉઠીને બનાવતને. "
મિતાંશ: તું સુતેલી એટલી બધી સુંદર લાગતી હતી ને કે એમ જ થયું કે બસ તને જોયા જ કરું. તને ઉઠાડવાનું મન જ ન હતું થતું. પણ એકલા એકલા પણ થોડો કંટાળો આવતો હતો એટલે કંપની માટે તને ઉઠાડી.
બંને સાથે બેસીને ચા-નાસ્તો કરે છે. પછી સાંવરી થોડા ઘરના કામમાં પડે છે અને મિતાંશ બહાર ગાર્ડનમાં આવીને બેસે છે અને વિચારતો હતો કે સાંવરીને કહી દઉં કે મને ખબર પડી ગઇ છે. મને કેન્સર છે. કે ન કહું. પછી વિચારે છે કે " ના " પણ ના કહું અને મને કંઇક થઇ જાય તો સાંવરીનું શું ?

તો એને કહી દઉં અને સમજાવીને તેને મારાથી છૂટી કરી દઉં જેથી તે બીજા કોઈ સાથે મેરેજ કરી શકે અને એની લાઇફ બેટર જાય, આવું બધું વિચારતો હતો ત્યાં સાંવરી દવા લઇને આવે છે અને તેને દવા ગળાવે છે. પછી સાંવરી પણ તેની બાજુમાં બેસે છે અને ફરી પૂછે છે. મીત તે આપણી ટિકિટ કેન્સલ કરાવી કે નહિ ?
મિતાંશ: ના, ટિકિટ કેમ કેન્સલ કરાવવી છે. આપણે નીકળી જઈએ ને ?
સાંવરી: ( જરા પ્રેમથી ) ના, તું કહેતો હતો ને કે મને અહીં ખૂબજ ગમી જશે, તે વાત સાચી છે મને અહીં ખૂબજ ગમે છે આપણે થોડો ટાઇમ અહીં જ રોકાઈ જઇએ.
મિતાંશ: સાવુ, તું મારાથી કંઇક છુપાવતી હોય તેમ મને લાગે છે. પહેલા આવવાની " ના " પાડતી હતી હવે અહીંથી જવાની " ના " પાડે છે.
સાંવરી: એવું કંઇ નથી, માય ડિઅર મીતુ, એતો મને અહીંયા ખૂબ ગમી ગયું છે ને એટલે હું રોકાવાનું કહું છું. થોડો રેસ્ટ થઇ જાય ને, ત્યાં જઇને પાછું રૂટિન ચાલુ. ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘર. ખબર નહીં તારી સાથે ફરી આવું વેકેશન ગાળવા ક્યારે મળશે ?
( મિતાંશ વાત કઢાવવા માંગે છે પણ સાંવરી જણાવવા નથી માંગતી. )
સાંવરી મિતાંશ સાથે એગ્રી થાય છે કે, તેને કેન્સર છે...વાંચો આગળના ભાગમાં...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED