Taras premni - 40 books and stories free download online pdf in Gujarati

તરસ પ્રેમની - ૪૦



મેહા ઘરે જઈને વિચારે છે કે રજત મને આટલી બારીકાઈથી જાણે છે. મેહાને થોડીવાર વિચારીને ખુશી થઈ કે રજત મને આટલી હદ સુધી જાણે છે. મેહાએ આ બધું દિલથી વિચાર્યું. પણ વિચારતા વિચારતા મેહાને ખ્યાલ આવ્યો કે મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. મેહાએ હવે દિમાગથી વિચાર્યું. રજતે મને આવું કહ્યું. મેહાને રજતની વાતનો હવે ખ્યાલ આવ્યો. રજતની વાતથી મેહા હર્ટ થઈ હતી. મેહાએ થોડું વિચાર્યું તો એક રીતે રજતની વાત સાચી હતી. મેહા વિચારે છે કે રજત કેટલો પરફેક્ટ છે. રજત પોતાના ઈમોશન્સને કેટલું નિયંત્રણમાં રાખે છે અને પોતે નાનકડી સમસ્યા શું આવી જાય કે પરેશાન થઈ જાય. સાચ્ચે જ હું મનથી વીક છું અને મેન્ટલી સ્ટ્રોંગ નથી. Thank God કે શ્રેયસ પછી રજત મારી લાઈફમાં આવ્યો અને મને સંભાળી લીધી. નહીં તો ચોક્કસ હું ડિપ્રેશનમાં આવી જતે.

જમીને મેહા ઊંઘવા પડી તો ઊંઘ ન આવી. મેહાને રજતના જ શબ્દો યાદ આવતા હતા. ખાસ કરીને અસ્તિત્વ વાળી વાતને લઈને મેહા ડિસ્ટર્બ થઈ ગઈ હતી. મેહા રજતને ફોન કરવાનું વિચારે છે. મેહા ફોન કરવાની હતી કે રજતનો મેસેજ વાંચે છે.

રજત:- "તારા ઘરની બહાર તારી રાહ જોઉં છું."

મેહા રજતનો મેસેજ વાંચી બાલ્કની માં આવે છે. મેહા રજતને ફોન કરે છે "રજત તું જ મારા રૂમમાં આવ. હું નીચે નથી આવવાની."

રજત:- "પણ કેમ?"

મેહા:- "મેં કપડાં ચેન્જ કર્યાં છે. હવે હું નીચે આવું તો મારે ફરી કપડાં ચેન્જ કરવા પડશે."

રજત:- "ઑકે હું આવું છું. એ બહાને અંકલ આંટી ને પણ મળી લઈશ."

મેહા:- "મમ્મી પપ્પાને તો તું મળતો જ નહીં. તને જોઈને વિચારશે કે આટલી રાતના રજત અહીં કેમ આવ્યો હશે?"

રજત:- "અંકલ આંટી એવું કંઈ વિચારશે નહીં. હું સારી રીતના જાણું છું એમને. તને જ ખોટાં ખોટાં વિચાર આવે છે."

મેહા:- "રજત એ મારા મમ્મી પપ્પા છે. તારા નહીં... હું એમની રગેરગથી વાકેફ છું. તારે આવવું હોય તો ચોરીછૂપીથી આવ. નહીં તો ઘરે જા. આપણે કાલે મળીશું."

રજત:- "સારું હું આવું છું તારા રૂમમાં."

મેહા:- "સારું હું નીચે આવી દરવાજો ખોલું છું."

મેહા જરા પણ અવાજ ન આવે એ રીતે સાચવીને દરવાજો ખોલે છે. મેહા રજતને પોતાના રૂમમાં લઈ આવે છે. મેહા રૂમના દરવાજાની સ્ટોપર મારી દે છે. રજત જેવો રૂમમાં દાખલ થયો કે બેડ પર ઓશિકાનો ટેકો લઈને સૂઈ જાય છે. સૂતા સૂતા મેહાને જોઈ રહ્યો.

રજત:- "Wow મેહા નાઈટ ડ્રેસમાં તો તું વધારે જ એટ્રેક્ટીવ લાગે છે."

મેહા રજતની નજીક બેડ પર બેસે છે.

મેહા:- "રજત મારે તારી સાથે કંઈક વાત કરવી હતી."

રજત નું ધ્યાન જ નહોતું કે મેહા શું બોલે છે. રજત નું પૂરું ધ્યાન મેહાને જોવામાં જ હતું.

મેહા રજતને જોઈ રહી.

મેહા:- "રજત હું શું કહું છું તે તું સાંભળે છે."

"મેહા જે વાત કરવી હોય તે કાલે કરજે પ્લીઝ. અત્યારે વાત કરીને મારું મૂડ ન બગાડ. તું એટલી એટ્રેક્ટીવ લાગે છે કે વાત કરવાનું મૂડ જ નથી."
એમ કહી રજત મેહાના ગોરા,પાતળા અને લીસા પગોને જોઈ રહ્યો. રજતે હાથ મેહાના ઘુંટણ પર મૂક્યો. ધીરે ધીરે રજતના હાથ મેહાની સાથળ પર ફરવા લાગ્યા. રજતના હાથનો મેહાના સાથળ પર સ્પર્શ થતાં જ મેહાના બદનમાં ઝણઝણાટી વ્યાપી ગઈ. મેહાએ પણ રજતને ન રોક્યો.

ધીરે રહીને રજતે મેહાને બેડ પર સૂવાડી દીધી. રજત મેહાની નજીક ગયો. રજત મેહા તરફ ઝૂક્યો. રજતે મેહાના બંન્ને હાથમાં પોતાની આંગળીઓ પરોવી દીધી. રજત મેહાની આંખોમાં જોઈ રહ્યો. મેહા આંખો બંધ કરી રાહ જોવા લાગી કે ક્યારે રજત મને કિસ કરશે. આંખો બંધ કરેલી મેહાને રજત થોડીવાર જોઈ રહ્યો. રજત તરફથી કંઈ પ્રતિક્રિયા ન મળતા મેહાએ આંખો ઉઘાડી.

મેહા:- "રજત શું થયું?"

રજત:- "કંઈ નથી થયું."

મેહા:- "તો કિસ કરતા કરતા કેમ અટકી ગયો?"

રજત:- "તું મારી કિસ માટે આટલી બધી વ્યાકુળ છે."

"હાસ્તો વળી." એમ કહી મેહા રજતને કિસ કરવાની કોશિશ કરે છે.

રજત:- "Wait હું તને કિસ કરું છું."

મેહા આંખો બંધ કરી દે છે. રજતે મેહાના ગાલ પર કિસ કરી.

મેહાએ આંખો ખોલી. મેહાને એમ કે રજત લિપ ટુ લિપ કિસ કરશે. મેહા રજતની છાતી પર માથું મૂકી સૂઈ રહે છે. રજત મેહાને વધારે જકડે છે. રજતના શર્ટના ઉપરના બે બટન ખુલ્લાં હતા. મેહા રજતના શર્ટના બીજા બટન ખોલે છે. મેહા રજતની ઉઘાડી છાતી પર હાથ મૂકે છે. રજત પણ પોતાની છાતી પર મૂકાયેલા મેહાના હાથ પર હાથ મૂકે છે.

મેહા આંખો બંધ કરી દે છે.

મેહા:- "રજત લાઈટ ઑફ કરી દે."

રજત લાઈટ બંધ કરી દે છે. થોડી જ વારમાં મેહા ઊંઘી જાય છે. મેહા નાના બાળકની જેમ રજતને લપેટાઈને સૂઈ જાય છે. રજત પણ મેહાને પોતાની બાહોમાં સમાવી લે છે અને ઊંઘી જાય છે.

સવારે મેહા ઉઠે છે. મેહા આંખો ઉઘાડે છે તો મેહા રજતની બાહોમાં હોય છે. ઑહ હા ગઈ કાલે રજત આટલે જ હતો. મેહાએ રજત સામે જોયું તો રજત જાગી ગયો હતો.

રજત:- "ઉઠી ગઈ તું? બહુ મસ્ત ઊંઘ આવી ને?"

મેહા:- "હા બહુ જ એટલે બહુ જ મસ્ત ઊંઘ આવી."

મેહા પથારીમાંથી ઉઠે છે. બ્રશ કરી આવી રજત પાસે આવે છે.

મેહા:- "ઘરે નથી જવું તારે?"

રજત:- "એ જ વિચારું છું કે અહીંથી કેવી રીતે જાઉં? નીચે તો અંકલ આંટી હશે. જા જોઈ આવ તું?"

મેહા બેડ પર જ બેસી ગઈ.

રજત:- "અહીં શું કામ બેસી ગઈ? જા જોઈ આવ."

મેહા:- "હું તો નીચે નથી જવાની. મારે એ જોવું છે કે તું અહીંથી કેવી રીતના જાય છે?"

"મેહા કહ્યું ને કે જોઈ આવ." આટલું કહી રજત વોશરૂમ જાય છે.

રજત આવીને જોય છે તો મેહા બેડ પર જ બેસી હોય છે.

રજત:- "ઑકે હું નીચે જાઉં છું. તારા મમ્મી પપ્પા પૂછે તો હું કહી દેવા કે તમારી દીકરીએ મને અહીં બોલાવ્યો હતો. શું કરવા બોલાવ્યો હતો તેનો જવાબ આપજે પછી."

મેહા:- "Wait હું જાઉં છું."

મેહા નીચે જઈ ને જોઈ આવી રજત પાસે જાય છે.

મેહા:- "બેઠક રૂમમાં કોઈ નથી. તું સરળતાથી જઈ શકે છે."

રજત રૂમની બહાર નીકળતો જ હતો કે રજતને મેહાની ડાયરી યાદ આવી. રજતે ડાયરી લઈ લીધી.
મેહાની પાછળ પાછળ રજત બેઠક રૂમમાં આવે છે અને ઝડપથી નીકળી જાય છે.

રિહર્સલ રૂમમાં બધા ફ્રેન્ડસ બેઠા હતા. મેહા રજતની બાજુમાં જ બેઠી હતી.

મિષાને ઊંડા વિચારોમાં ખોવાયેલી જોઈ નેહા પૂછે છે "શું થયું મિષ? તું થોડી પરેશાન લાગે છે."

મિષા:- "મને લાગે છે કે હવે તો હું રૉકી વગર નહીં રહી શકું."

પ્રિયંકા:- "હા તો રૉકી તો તારો જ છે ને? તો રૉકીને લઈ કેમ ટેન્શન લે છે?"

મિષા:- "યાર તમને ખબર નથી અમારા ઘરના કેવા છે તે. બહું કડક છે."

રૉકી:- "હું પણ મિષ વગર નહીં રહી શકું. મારા ઘરના પણ બહુ કડક છે. મારી કઝીને ભાગીને લગ્ન કર્યાં હતા. તે વખતે બહું પ્રોબ્લેમ્સ થઈ હતી."

મિષા:- "રૉકી આપણું શું થશે યાર?"

રૉકી:- "Chill તું જરાય ટેન્શન ન લે. હું તને જ ચાહું છું. ઘરે નહીં માને તો આપણે ભાગી જઈશું."

પ્રિતેશ:- "ભાગવું એટલું સહેલું થોડું છે. બધી બાજુનું વિચારવું પડશે."

મિષા:- "ભલે ભાગવું અઘરું હોય પણ મેં નક્કી કરી લીધું છે કે ઘરના માને કે ન માને હું રૉકી સાથે જ લગ્ન કરીશ."

સુમિત:- "આ લોકો તો ભાગીને જ રહેશે. રૉકી તો ડેરિગ વાળો છે જ પણ મિષા પણ લેડી દબંગથી કંઈ ઓછી નથી. ભાગવું હોય તો પ્રેમી પ્રેમિકા બંનેમાં ડેરિગ હોવું જોઈએ."

નેહા:- "Thank God કે મિષા ડેરિગ વાળી છે. મિષા જેવી પરિસ્થિતિ મેહાની હોત તો મેહા તો પહેલેથી જ હાર માની જતે."

નેહાની વાત સાંભળી મેહાના ચહેરાના હાવભાવ બદલાયા.

પ્રિયંકા:- "હા મેહા મનથી વીક છે. મેન્ટલી સ્ટ્રોંગ નથી. એટલે એ તો પહેલેથી જ ગભરાઈ જતે."

મિષા:- "હા મેહાની તો આદત છે પ્રોબ્લેમથી ભાગવાની. Thank God કે રજત તું એની સાથે છે નહીં તો ખબર નહીં મેહા નું શું થતે?"

નેહા:- "મને તો કોઈ કોઈ વાર એવું લાગે છે કે મેહા નું કોઈ અસ્તિત્ત્વ જ નથી."

પ્રિયંકા:- "હા નેહા તારી વાત સાચી..."

રજતે મેહા તરફ જોયું તો મેહા બધાની વાત સાંભળી સ્હેજ ઉદાસ થઈ ગઈ હતી.

રજત:- "ઈનફ તમે જેવું વિચારો છો એવી મેહા નથી સમજ્યા? મેહા ધારે તો મારી સાથે ભાગવાનું ડેરિગ પણ કરી શકે છે. પણ એ એના મમ્મી પપ્પાનું દિલ ક્યારેય નહીં દુભવશે. એના મમ્મી પપ્પા માટે ભલે મારું દિલ તોડશે પણ એના મમ્મી પપ્પાનું ક્યારેય અપમાન નહીં કરે. તો એને હાર માનવાનું ન કહેવાય સમજ્યા? મેહા દરેક બાબત એના મનથી...દિલથી વિચારે છે તો એનો મતલબ એ નથી કે એ મનથી વીક છે. અને મેહા મેન્ટલી સ્ટ્રોંગ નથી એટલે મેહાના મનમાં ઈમોશન વધારે છે. મેહા પ્રોબ્લેમથી નથી ભાગતી પણ આ પરિસ્થિતિમાંથી કેવી રીતના નીકળવું એને સમજ નથી. અને એને સમજ કેમ નથી. કારણ કે એ બધું મનથી...દિલથી વિચારે છે. અને જે દિલથી વિચારે છે એવી ઘણી ઓછી છોકરી હોય છે. મેહા ધારે તો કોઈના પણ જેવી બની શકે પણ તમે ધારો ને તો મેહા જેવા ક્યારેય નહીં બની શકો. તો હવેથી એવું કહેતા નહીં કે મેહા નું કોઈ અસ્તિત્વ નથી. સમજ્યા?"

બધા રજતની વાત સાંભળી એકદમ શોક્ડ થઈ ગયા.

મિષા:- "Wow રજત...મેહાના મનને આટલી બારીકાઈથી જાણે છે. Sorry મેહા..."

મિષાને જોઈ પ્રિયંકા અને નેહાએ પણ Sorry કહ્યું.

મેહા:- "It's ok...sorry બોલવાની જરૂર નથી."

નેહા:- "રજત અમે એના બેસ્ટ ફ્રેન્ડ છીએ તો પણ અમે મેહાને આટલી સારી રીતે નથી જાણતા."

મેહા મનોમન કહે છે "ખરેખર હું લકી છું કે મને રજત મળ્યો. લકી નહીં હું ખૂબ લકી છું...કદાચ આખી દુનિયામાં સૌથી વધારે લકી હું જ છું કે મને રજત મળ્યો. નહીં તો છોકરી ને આટલી બારીકાઈથી કોઈ કેવી રીતના સમજે. Thank you God કે તમે મારી લાઈફમાં રજતને લાવ્યા. રજતે તો બધાની બોલતી બંધ કરી દીધી."

સુમિત:- "બહું વાતો થઈ ગઈ. હવે ચાલોને યાર કંઈક નાસ્તો કરવા જઈએ. ઘરે પણ કંઈ નાસ્તો નથી કર્યો."

મિષા:- "મોડું થતું હતું એટલે હું પણ ઓછું જ ખાઈ આવી છું."

રૉકી:- "હું તો બરાબર નાસ્તો કરીને આવ્યો છું."

મિષા:- "સારું હવે ચાલો. જેણે નાસ્તો કર્યો હોય તે લોકો કોલ્ડડ્રીક પી લેજો. પણ ચાલો તો ખરાં કેન્ટીનમા."

બધા કેન્ટીનમા જવા લાગ્યા. રજત અને મેહા પાછળ રહી ગયા.

મેહા:- "રજત તે દિવસે તે મને એકલામાં મારી ખામીઓ વિશે કહ્યું હતું અને આજે..."

રજત:- "બોયફ્રેન્ડ છું તો એકલામાં તને ગમે તે કરી શકું...તને ખીજવાઈ શકું...તને સમજાવી શકું...પણ બધા વચ્ચે મારી ગર્લફ્રેન્ડનું કોઈ અપમાન કરે તો હું તો કહીશ જ ને?"

મેહા:- "મતલબ તો એ જ ને કે મારામાં ખામી છે."

રજત:- "હવે એને તારી ખામી કહું કે ખૂબી...તારે જે સમજવું હોય તે સમજ...તારી ખામી એ જ તારી ખૂબી છે...મતલબ કે તારી ખામી માં જ તારી ખૂબી છૂપાયેલી છે પણ એ બહું ઓછા લોકો સમજી શકશે."

મેહા:- "રજત મને નહોતી ખબર કે તું મને આટલું સમજે છે. મને તો વિશ્વાસ જ નથી આવતો કે કોઈ છોકરો મને આટલી હદ સુધી સમજી શકશે. I love you..."

રજત:- "I love you to બચ્ચાં..."

મેહા:- "હું કંઈ નાની છોકરી છું તે મને બચ્ચાં કહે છે."

રજત:- "નાની છોકરીથી કમ થોડી છે તું. જ્યારથી હું તારી લાઈફમાં આવ્યો છું ત્યારથી તું જીદ વધારે કરે છે...નાના છોકરાની જેમ બિહેવ કરે છે...તને મારી બાહોમાં ઊંઘવું ગમે છે... તું મારી બાહોમાં ઊંઘે છે તો એકદમ નાના છોકરાની જેમ સૂઈ જાય છે. હા બધાની આગળ મેચ્યોર બિહેવ કરે છે પણ મારી સાથે હોય ત્યારે નાની છોકરી બની જાય છે તો તને બચ્ચાં નહીં કહું તો શું કહું!"

સાંજે રજત ઘરે પહોંચે છે. રજત પોતાના રૂમમાં જતો હોય છે કે ક્રીનાના રૂમ તરફ રજતની નજર જાય છે. રજત ક્રીનાના રૂમમાં જાય છે.

રજત:- "બદમાશ ક્યારે આવી તું?"

રજતનો અવાજ સાંભળી ક્રીના થોડી શોક્ડ થાય છે.

ક્રીના:- "તે તો મને ડરાવી જ દીધી. આવી રીતના અચાનક આવી કોઈ બીવડાતું હશે કે?"

રજત:- "કોલેજનું છેલ્લું વર્ષ તો પૂરું થઈ ગયું હતું ને? તો પછી તરત કેમ ન આવી?"

ક્રીના:- "હા પૂરું થઈ ગયું હતું પણ પછી બધા ફ્રેન્ડસને મળી ન શકાય એટલે અમે બધા થોડા દિવસ ફરવા ગયા હતા. અને હા મમ્મી પપ્પાને મેં કહ્યું હતું કે હું થોડા દિવસ પછી આવીશ."

રજત ફ્રેશ થઈ ચા પીએ છે. ત્યારે જ રતિલાલભાઈ આવે છે. રતિલાલભાઈ પણ ફ્રેશ થઈ ચા પીએ છે.

રતિલાલભાઈ:- "રજત શનિ - રવિની રજા હોય ત્યારે થોડીવાર માટે તો ઑફિસ આવી જા. આ આખો બિઝનેસ તારે જ સંભાળવનો છે."

રજત:- "ઑકે પપ્પા હું રજાના દિવસે ઑફિસ આવી જઈશ."

મેહા ઘરે પહોંચે છે. નિખિલને જોતાં જ મેહા નિખિલ પાસે દોડી જાય છે. મેહા નિખિલને Hug કરે છે.

મેહા:- "ભાઈ ક્યારે આવ્યો તું?"

નિખિલ:- "બસ હમણાં જ આવ્યો."

મેહા:- "તો હવે આગળનો શું પ્લાન છે."

નિખિલ:- "કંઈ ખાસ નહીં. હું સિંગિગ કરવાનું વિચારું છું."

પરેશભાઈ:- "આ સિંગિગ તો ઠીક છે પણ નિખિલ હવે તારે બિઝનેસમાં પણ ધ્યાન આપવું પડશે."

નિખિલ:- "જી પપ્પા."

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED