જાણે-અજાણે (63) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (63)

થોડી વાતચીત થતાં જ શબ્દ તેની સાથે સારી રીતે ભળી ગયો. અને તે બંને સારાં મિત્રો માફક બની ગયાં. વેધને નાના છોકરાં સાથે કેવી રીતે વાત કરવી તે ખુબ સારી રીતે આવડતું હતું.

જોતજોતામાં તેણે શબ્દનું મન જીતી લીધું હતું. પણ નિયતિ સાથેનો થોડો કડવો અનુભવ નિયતિને વેધ વિશે કંઈ પણ સારું વિચારવા પ્રેરણા નહતો આપી રહ્યો. અમી શબ્દને લઈ ને ઘેર ચાલી ગઈ. ઘરમાં પણ એક અલગ જ ધમાલ ચાલતી હતી. શેરસિંહ અને જયંતિભાઈ ફોન લઈ કશુંક કરતાં હતા. અને સાથે સાથે વાતો સંભળાતી હતી " આ બટન દબાવો તો મોઢું દેખાશે. " શેરસિંહ એ કહ્યું. " અરે ના.... તમેં ફોન લાવો મારી જોડે હું બતાવું. મને બધું આવડે. " અને બસ તેમને કંઈ ભાન નહતું કોણ ઘરમાં આવ્યું કે કોણ ગયું. આ જોઈ અમીએ કહ્યું " શું ચાલી રહ્યું છે બધું ?... તમને ભાન પણ છે કે દરવાજો ખુલ્લો મુકીને તમને ખ્યાલ પણ નથી!... અને આ ફોનમાં શું કરી રહ્યા છો?"

" અરે અમી બેટાં.. સારું થયું તું આવી ગઈ. અમેં ક્યારના ફોન લગાડવાની કોશિશ કરીએ છીએ. પેલો જેમાં મોઢું દેખાય ને... એ ફોન. " શેરસિંહ એ કહ્યું. " ઓહ... વિડિયો કૉલ કરો છો. પણ કોને કરવાનો છે?." અમીએ ફોન હાથમાં લેતાં પુછ્યું. અને શેરસિંહ ચુપ થઈ ગયાં. પણ જયંતિભાઈએ કહ્યું " રચના અને વિનયને..." અને અમી પણ બે ક્ષણ માટે રોકાય ગઈ. " પ..પણ કેમ?.. પપ્પા તમને તો ખબર છે ને તેમને ફોન કરવો યોગ્ય નથી." " કેમ યોગ્ય નથી?" પાછળથી આવેલી નિયતિએ કહ્યું અને અમીની વાત વચમા જ કાપી નાખી. " દીદી.. હું તો બસ. ..." " હું તો બસ શું અમી?.. વિનય અને રચનાદીદી પર હક્ક છે પપ્પાનો. તેમનાં દિકરાં અને વહું ને મળી તો નથી શકતાં પણ વાત તો કરી શકે છે ને... આપણે કોણ હોઈએ છે રોકવા વાળા?.. અને વિનય તારો પણ તો ભાઈ છે. તને મન નથી થતું વાત કરવાનું?" નિયતિએ શાંતિથી સમજાવતાં કહ્યું.

" થાય છે દીદી.... એ દિવસ પછીથી અત્યાર સુધી આટલા વર્ષમાં હું તેમને મળી નથી. દરેક રક્ષાબંધને મારી રાખડી કોરી જ રહી જાય છે. હું એટલી પણ સક્ષમ નથી કે તેમને રાખડી બાંધી શકું. અને ના એ મારાં માથે હાથ ફેરવીને આશિર્વાદ આપી શકે. પણ દીદી તમેં પણ બધું જાણો જ છો ને.... ભૂતકાળનો હાથ પકડશો તો તેની સાથે બીજાં ઘણાં હાથ ઉભરીને આવશે. જે કદાચ સારું નહી રહે... "

" તો હું શું કરું?... આ ઘડપણમાં તેમની જોડેથી એ હક્ક પણ છીનવી લઉં?... જો અમી... જે પણ થશે એ જોયું જશે. પણ મારાં પરિવારને કશી વસ્તુની કે કોઈકની જરૂર હશે તો હું મારો બધો જોર લગાવીને તે લઈ આવીશ..." નિયતિએ આત્મવિશ્વાસથી કહ્યું. અને અમી વધારે કશું બોલી ના શકી પણ તેને હજું મનમાં એક બીક હતી. છતાં તેણે નિયતિનો આત્મવિશ્વાસ જોઈ તેને પોતાનાં મનમાં જ દબાવી દીધો.
બીજી તરફ નિયતિએ ફોન પોતાનાં હાથમાં લીધો અને જાતે જ એક નંબર લગાવ્યો. રીંગ વાગી અને જોતજોતામાં સામેથી એક નાનકડી છોકરીએ હેલો કહ્યું. જયેશભાઈ અને શેરસિંહ બંને તેને જોતાં જ આશીર્વાદ આપવાં લાગ્યા. અને એક સુંદર અને રમણીય મુસ્કાન સાથે તે છોકરીએ તે આશીર્વાદ નો આવકાર કર્યો. " હેલો નાનું..... કેમ છો તમેં બંને?" તે નાની છોકરીએ પુછ્યું. " અમેં તો ઠીક છે સિયા બાટાં... તું કેમ છે?.. અને તારાં મમ્મી પપ્પા ક્યાં છે?.." સામેથી જવાબ આપ્યો. " હા.. હું પણ બરાબર... મમ્માં અને પપ્પા બસ આવતાં જ હશે. ત્યાં સુધી મને શબ્દ જોડે વાત કરાવો ને ... ક્યાં છે એ?.." " હાય સિયા... what's up?" શબ્દે જવાબ આપ્યો. " ઓય પાગલ... ક્યાં હતો તું આટલાં દિવસથી.?.. અને પછી પુછે છે what's up!.... હટ્ટ... નથી આપવાની જવાબ.... તને હું યાદ પણ છું કે નહીં?... કેટલાં ટાઈમ પછી વાત થાય છે તને ભાન પણ છે કે નહીં!.... એટલો બધો બીઝી હતો કે મને જ ભૂલી જાય?... આપણેં તો ભાઈ- બહેન કરતાં પણ વધારે બેસ્ટી છે ને?.. બેસ્ટ ફ્રેન્ડ!.. તો?... કોઈ આટલું નજીકનું માણસ થઈ ને આટલાં દિવસ વાત કર્યા વગય કેમનુું રહી શકે?... " સિયા તો શબ્દ પર તૂટી જ પડી. અને તેની એક પણ વાત સાંભળવા તૈયાર નહતી. પણ બાજુમાં ઉભાં સાંભળી રહેલાં નિયતિ લોકોને આ દરેક વાતનો સાચો અર્થ ખબર પડી રહી હતી. તેમને પણ ખબર હતી કે કોઈ નજીકની વ્યકિતથી સંબંધ ઓછાં કરવાનો અર્થ શું હોય!... બાળક ભોળા હોય.. તેમને દરેક વાતનો મતલબ ખબર ના પણ હોય છતાં તે અમુક વખત મોટાં માણસોને વિચારવા મજબુર કરી દે. અને એ જ આજે નિયતિ જોડે થયું. રચનાદીદી જોડે સંબંધ પોતાની નીજી જીવનને લીધે તોડવો યોગ્ય નહતો. પણ જાણે- અજાણે એ બની ચુક્યું. અને હવે તેને ખબર હતી કે શું કરવાનું છે!...

શબ્દ અને સિયાનો ઝઘડો ચાલી જ રહ્યો હતો કે ત્યાં ફોનમાંથી એક અવાજ આવ્યો.." પપ્પા..." અને સામેં આંખોભીની બનેલી રચના હતી. અને સાથે વિનય પણ.... તેમનું ઘણાં લાંબાં સમયે તેમનાં પિતા, અમી , નિયતિ અને બાકી બધાને જોવું એ ઘણું શાંતિ પહોંચાડવાનું પણ છતાં કરૂણમય હતું. અને જોત જોતામાં બધાં રડી પડ્યાં. જાણે બધા પોતાનાં જુનાં સમયમાં પહોંચી ગયાં હોય તેમ ચહેરાં ચમકી ઉઠ્યાં હતાં. પણ છતાં શું બોલું શું નહી તે સમજાય નહતું રહ્યું. અને તબિયત પુછવાંથી ચાલું થયેલી વાત ઘણી લાંબી ચાલવાં લાગી. " તમેં તો દેશની બહાર ચાલ્યાં એટલે અમને તો ભૂલી જ ગયાં...." નિયતિની પણ ફરિયાદ નિકળી પડી. " ના... રે..વ... મતલબ નિયતિ.... એવું કશું નથી. " રચનાએ બોલતાં ભૂલ કરી. પણ છતાં દરેક સમજી ગયાં કે હજું રેવા બોલવાની આદત છુટી નથી. એક ક્ષણ માટે નિયતિને પોતાને રેવા સાંભળવાં પર એક જુની સુગંધનો ઝાટકો વાગ્યો. પણ તેણે પોતાને સાચવતા શીખી લીધું હતું.
રચના નિયતિની વાતો માત્ર ચહેરો જોઈ જાણી શકતી હતી. છતાં તેણે કશું કહ્યું નહીં. અને સમય વિતી ગયો હોવાથી એક અચકાટ પણ દરેક વાતમાં સંભળાય રહ્યો હતો. પણ છતાં નિયતિ જાણવાં માંગતી હતી કે શું રચના કૌશલનાં સંપર્કમાં છે!.. પણ તે પુછી નહતી શકતી. આ વાતની ભનક પણ રચનાને પહેલેથી જ હતી. અને તેણે આડકતરી રીતે કહ્યું " મારાં સંપર્ક માં બધાં જ છે... બસ તમેં લોકો જ છુટી ગયાં હતાં. અને આટલો સમય તો એ પણ નહતી ખબર કે તમેં છો ક્યાં. કે ના તમારું સરનામું હતું કે જેથી કોઈ તમારી જોડે પહોંચી શકે. ... થોડો અચકાટ લેતાં કહ્યું ... નિયતિ તું તારું લોકેશન મોકલી શકે મને?... તું ક્યાં છે એ તો જોઈ શકું...." રચનાની વાતથી નિયતિનાં મનમાં એક આશ જાગી રહી હતી કે કદાચ મારું સરનામું કૌશલ જોડે પહોંચી શકે અને કદાચ તે પાછો પણ આવી શકે.... પણ આ વાતથી એ જાતે જ અજાણ હતી. કૌશલનાં માટે નિયતિનાં મનમાં એટલી કડવાહટ હતી કે તેને બીજું કશું દેખાતું નહતું. પણ મન તો મન હોય... એકવાર કોઈ તેમાં વસી જાય તો મનની દિવાલો પર તેની છાપ રહી જ જાય. ભલે માણસ ગમેં તેટલાં બદલાય જાય. નિયતિ સાથે પણ આ જ થઈ રહ્યું હતું. પણ કૌશલને ખબર પડશે કે નહીં... કે તે આવશે કે નહીં એ કોને ખબર હતી!.. આ તો મનનો એક ભાવ હતો.

પણ એ ભાવ ત્યાં સુધી મનમાં જ રહી જશે જ્યાં સુધી તેનું ભાન નિયતિ કરશે નહીં. અને એ ભાન ક્યારે થશે, અને થશે કે નહીં તે પણ કોઈ નહતું જાણતું. હમણાં માત્ર નિયતિ એક વાત જાણતી હતી અને એ હતી વંદિતા અને અમીનું લગ્ન . પણ વંદિતા પહેલેથી જ નિયતિથી નારાજ હતી. તેની વાત માનવી કે લગ્ન માટે હા કહેવી સરળ નહતું. અને વંદિતા દિવસે ને દિવસે મન મરજીનું કરતી જતી જેથી તેનાં મનમાં દરેક માટે લાગણી ઓછી થઈ ચુકી હતી. અને કોણ જાણે કોણ છોકરો તેને સુધારી શકશે... એ ચિંતા નિયતિને અંદરથી કોરી રહી હતી. છતાં નિયતિની એક સારો, સુંદર અને હોશિયાર છોકરો વંદિતા માટે શોધવાનું શરું કરી દીધું હતું. નિયતિને અમીની એટલી ચિંતા નહતી કે તે લગ્ન માટે હા કરશે કે નહી.... કેમકે અમી સરળ સ્વભાવની હતી. તે જાણતી હતી કે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તન કરવું. અને એટલે નિયતિએ અમી પર ધ્યાન આપવાનું ઓછું કરી દીધું હતું. એ કારણથી નિયતિને એ પણ ધ્યાન ના રહ્યું કે અમી પણ એક જુવાન છોકરી છે. અને ઉંમરની કરવટ તો તેને પણ નડી શકે છે. હોઈ શકે છે કે તેને પણ કોઈ ગમવાં લાગે. હોઈ શકે કોઈને તે પણ ગમવાં લાગે. પણ આ વાતથી તદ્દન અજાણ નિયતિનું પુરું ધ્યાન વંદિતા માટે એક સારું માંગુ શોધવામાં હતું.

બીજી તરફ શબ્દ અને વેધની વધતી જતી દોસ્તી અમીને પણ અસર કરી રહી હતી. અમી પોતાનો બધો સમય શબ્દ સાથે રહેતી. અને શબ્દ વેધ સાથે. શું ખબર કેમ વેધ રોજ એ જ કૅફેમાં આવતો જ્યાં શબ્દ અને અમી હોય. ખબર નહીં તે શું વિચારતો અને કયા ઈરાદાથી તે રોજ ત્યાં આવીને બેસતો. પણ જે પણ કારણ હોય તેનાં લિધે વેધ અને અમીની પણ દોસ્તી વધી રહી હતી. અમી એકદમ સાદગીથી ભરેલી હતી અને કદાચ એટલે જ આજસુધી કોઈ છોકરાંએ તેને હેરાન નહતી કરી. બધાં તેની ઈજ્જત કરતાં. અને અમી પણ દરેકની મદદ શાંત મગજથી કરી આપતી. પણ આ વેધ... એ તો મનમોજીલો હતો. તેને કોઈની ચિંતા ના હોય તેમ તે બધાં સાથે કોઈક ને કોઈક મજાક કર્યા કરતો. તે બીજાની મદદ ત્યાં સુધી નહતો કરતો જ્યાં સુધી કંઈક ફાયદો તેને ના થાય... અને દરેકને હેરાન કરવું એ તેની આદતમાં વસી ગયું હતું. અને એ જ સ્વભાવની શિકાર અમી પણ ઘણીવાર બની હતી. અમીની દરેક વાતને અલગ અર્થમાં લેવું. તેની વાતો કે કામનો મજાક કરવો અને અમીની ના પાડેલી વાત પહેલાં કરી બતાવવી કે જેથી અમી ચિડાય જાય એવી તો ઘણીવાર તે અમીને પજવતો. અને જ્યારે જ્યારે અમી વિચારતી કે આ એક ગેરવર્તન કરતો છોકરો છે અને તે કોઈ એક પર ટકી ના શકે ત્યારે ત્યારે વેધ કંઈક એવું કરી દેતો કે અમીને પોતાનાં વિચારો પર જ ફરી વિચાર કરવો પડી જાય.

વેધ ગમેં તેટલો મજાક મસ્તી કરી લેતો પણ જ્યારે જ્યારે અમીને કે શબ્દને તેની જરૂર હોય કે મદદની જરૂર હોય ત્યારે તે ખબર નહીં ક્યાથી પણ આવી પહોંચતો. નાનામાં નાની વાત હોય કે મોટી મદદ, તે કોઈ દિવસ એ બંનેની વાતમાં પોતાનો લાભ નહતો જોતો. એક રોડ ક્રોસ કરવાનો હોય તો પણ તે અમી અને શબ્દ બંનેનો હાથ પકડી સાચવીને બીજે છેડે પહોંચાડી આપતો. હવે તો ખરીદી કરવાની હોય કે આઇસક્રીમ ખાવાની હોય દરેકમાં વેધની હાજરી જરૂરી બનતી જતી. અને શબ્દ અને અમીનાં મનમાં પણ..... અમી માટે એક અલગ અહેસાસ હતો. તેને વેધનો સંગ ગમવા લાગ્યો હતો. તેની મદદ નાની નાની વાતમાં લેવાની આદત ચઢવા લાગી . પણ સામેં વેધને તેમની કેટલી આદત હતી તે કોઈ નહતું જાણતું.

અહીંયા નિયતિએ પોતાનું એડીચોટીનું જોર લગાડીને એક ખુબ જ સારી વાત વંદિતા માટે શોધી લીધી. હા હજું એ તપાસવાનું બાકી હતું કે તે છોકરો વંદિતાને સંભાળી શકશે કે નહી... પણ તે મળ્યા પછી નિર્ણય થાય. પહેલાં તો વંદિતાને મનાવવી કેવી રીતે એ મોટો પ્રશ્ન હતો.

નિયતિએ અમીને વાત કરી. અને અમીએ પ્રયત્ન કરવાની તૈયારી બતાવી. અમી વંદિતા પાસે પહોંચી. " વંદિતા.... ક્યાં સુધી તારો ને નિયતિ દીદીનો ઝઘડો લંબાવવાની છું તું?..." " મને નથી ખબર... અને હુ કોઈ ઝઘડો નથી કરી રહી. હા.. એ મારી મજબૂરી છે કે મારે તેમનો ચહેરો રોજ જોવો પડે છે બાકી તો હું તેમનો ચહેરો પણ જોવાં નથી માંગતી. " વંદિતાએ ગુસ્સો કરતાં કહ્યું. " બસ.... વધારે થાય છે હવે તારું... તું કેમ નથી સમજતી કે દીદી તારું ભલુ જ ઈચ્છે છે. તે તને હજું પણ પહેલાં જેટલો જ પ્રેમ કરે છે. " અમીએ તેને વાળતા કહ્યું. પણ વંદિતાએ તે વાતને ખોટા અર્થ માં લઈ લીધું અને કહ્યું " ઓહ... તો હવે તું તેમની તરફેણમાં બોલવા આવી છું?!..." અમીએ તેને સમજાવતાં કહ્યું " ના... હું તારી તરફેણમાં બોલવાં આવી છું. જો એક વાત તો તું પણ જાણે છે ને હું પણ કે દીદી પર બોજ બનવું એ સારું નથી. તે ક્યાં સુધી આપણી જવાબદરીઓ લીધાં કરશે?... હવે સમય છે કે આપણે તેમનાં નિર્ણય ને માન આપીએ. અને એ જ કરવાનો સમય છે વંદુ... " " મતલબ શું છે તારો?.." વંદિતા કશું સમજી નહીં. અમીએ વાત વધારી" મતલબ એ જ કે હવે આપણે પણ આપણાં પરિવાર વસાવવાનો સમય આવી ગયો છે. હવે સમય આવી ગયો છે કે આ ઘરને છોડી પોતાનું ઘર વસાવીએ. અને દીદીનાં માથાનો ભાર ઓછો કરીએ. તારાં માટે એક વાત આવી છે. અને અમેં બધાં ઈચ્છીએ છીએ કે તું એ છોકરાંને મળે. " વંદિતા એકદમ આશ્ચર્ય પામી. અને હસતાં હસતાં બોલી" શું કહ્યું તેં?... મારાં લગ્નની વાત?... અને હું એ છોકરાંને મળું?... તું સાંભળી શકે છે કે તું શું બોલે છે?.... " " એમાં હસવાં જેવી શું વાત?" અમીએ કહ્યું. " અરે આખી વાત જ હસવા જેવી છે.... કોણ છોકરો છે કે જેની કીસ્મત ખરડાય છે કે તેને મારી સાથે લગ્ન કરવાં છે?... અને કદાચ કોઈ હશે તો પણ હું તેની સાથે લગ્ન નથી કરવાં માંગતી. હું આ ઘર છોડીને નથી જવાની. અને હા.... છતાં મારાં લગ્ન કરાવવાં હોય ને... તો દીદીને કહેજે કે કોઈ ઘરજમાઈ શોધી લાવે. જે મારાં ઘેર આવે અને મારું કામ પણ કરે." વંદિતાએ આખી વાતને હસવામાં કાઢી નાખી. પણ અમીને ગુસ્સો આવ્યો અને તે એક વાત બોલી ત્યાંથી ચાલી ગઈ " ભલે ગમેં તેટલાં નાટકો કરવાં હોય કરી લેજે... પણ જ્યારે છોકરો તને જોવાં આવે તો તારે તેને મળવું પડશે જ... તૈયાર રહેજે. "

વંદિતા થોડીવાર પછી અમીની પાછળ પાછળ બહાર નિકળી અને બધાને કહ્યું " હું તે છોકરાંને મળવા તૈયાર છું. તમેં તેને બોલાવી લો. પણ હા... એ વાતની કોઈ ખાતરી નહીં કે હું તેની જ સાથે લગ્ન કરીશ... " વંદિતાની વાતથી બધાં ખુશ થઈ ગયાં. અને આખરે એક મુલાકાત ગોઠવાય ગઈ. પણ આ વાતમાં પણ એક મુશ્કેલી હતી કેમકે નિયતિ , અમી કે બીજાં કોઈએ તે છોકરાંને કે તેનાં ફોટોને જોયો નહતો. એ છોકરાંનાં માં- બાપ એ કહ્યું હતું કે તે સીધું મળવાં માંગે છે. કેમકે તેમનો છોકરો ઘેર નથી અને તેઓ થોડાં દિવસ પહેલાં જ રાજકોટ આવ્યાં છે તો કોઈ ફોટો નથી જે હાજરીમાં મળી જાય.

મુલાકાતનો દિવસ આવ્યો અને મહેમાનો આવવાનો સમય થયો. વંદિતાને આજે અમી તૈયાર કરી રહી હતી. થોડીવારમાં છોકરાંનાં માં- બાપ તેમનાં દરવાજે આવી ચઢ્યા. નિયતિ અને બાકી લોકોએ તેમનું સ્વાગત કર્યું. અમી, વંદિતા અને શબ્દ ત્યાં નહતાં. નિયતિને તે છોકરો દેખાયો નહીં એટલે તેણે કહ્યું" ક્યાં છે તમારો દિકરો?..." " હા..બસ એ ગાડી પાર્ક કરી ને આવતો જ હશે. અમેં આગળ ચાલી આવ્યા એટલે જલદી આવી ગયાં. " તેમણે ઘરમાં આવતાં જવાબ આપ્યો. વંદિતા વિશે પુછવાં પર નિયતિ તેને બોલાવવાં ગઈ. અને સામેં ઉભેલી વંદિતાને જોઈ તેની આંખો ખુલ્લી રહી ગઈ. આજે વંદિતા માથેથી લઈ ને પગ સુધી ઢંકાયેલી હતી. વાદળી રંગનાં કપડાં જાણે આખું આકાશ પોતામાં સમાવી રહેતું હોય તેમ લાગી રહ્યું. કાનમાં પહેરેલાં લટકણ જાણે તેનું નૂર ટપકાવી રહ્યા હતાં. અને આંખો પર સરકતાં ખુલ્લા વાળ તેની શોભામાં વધારો કરી રહ્યાં .

મોડું થતું હતું એટલે નિયતિ વંદિતાને લઈ આગળ ચાલવાં લાગી. અને અમી અને શબ્દ બે મીનીટ પાછળ રહી ગયાં. અહીંયાથી વંદિતા બહાર આવી અને સામેંથી તે છોકરો પણ ઘરમાં પ્રવેશ્યો. તેને જોઈ નિયતિ સ્તબ્ધ બની ગઈ. વંદિતાને કંઈ સમજાયું નહીં પણ નિયતિ તે છોકરાંને જાણતી હતી.

હા... એ જ છોકરો જે રોજ તેનાં કૅફેમાં આવીને બેસતો હતો.... વેધ. પણ નિયતિ કશું બોલી નહીં. બીજી તરફ અમી અને શબ્દ પણ રૂમમાંથી બહાર આવતાં જ હતાં ત્યાં દરવાજે જ ઉભાં રહી ગયાં. અમીને વેધને જોઈને ધ્રાસ્કો પડી ગયો. અને એક ક્ષણમાં જ તે સમજી ગઈ કે વેધની જ લગ્નની વાત વંદિતા જોડે આવી છે. અમીનાં મનમાં વિકસી રહેલાં નવાં સપનાઓ તે દરવાજે જ તૂટી રહ્યાં અને સાથે સાથે અમી પણ.

શું અમી પોતાની બહેનનું લગ્ન વેધ સાથે કરાવવાં સંમત થશે?... કે પછી તે પોતાનાં સપનાઓને વેધ અને નિયતિને જણાવશે?...

વાત અધુરી છે અને સાથ પણ.... કોણ જાણે કોને સાથ મળશે અને કોનો સાથ છુટશે! ..



ક્રમશ: