jaane ajaane - 62 books and stories free download online pdf in Gujarati

જાણે- અજાણે (62)

હજું તો સહેજ મન શાંત પડ્યું જ હતું કે ત્યાં સુધી શબ્દે બીજો પ્રશ્ન નિયતિ સામે કરી દીધો. તેણે પુછ્યું " મમ્માં શું તમારી સ્ટોરીબૂક વાળી નિયતિ અને રેવા તમેં જ છો?...." અને ફરીથી... નિયતિને બીજો ધ્રસ્કો પડી ગયો.
પણ આ દરેક પ્રશ્નોનાં જવાબ કે શબ્દની જીદ્દ તેને ક્યાં સુધી લઈ જશે તે સમય જ બતાવી શકતો હતો. ગોળ ફરીને સમયનું ચક્કર રેવા પર આવશે કે કૌશલ પર તે કોઈ નહતું જાણતું.

મહા પરાણે રોકી રાખેલા નિયતિનાં આસુ પાછા આંખમાંથી છલકવા તૈયાર થઈ ગયાં હતાં. પણ એક ઉંડો શ્વાસ અને જોરથી વાળેલી મુઠ્ઠી એ પોતાનાં રૂમ સુધી જતાં તે રોકી રાખવાની હિંમત આપી. ઘરનાં દરેક સદસ્ય તેને એકીટશે જોઈ રહ્યા હતાં પણ હમણાં તે કોઈની તરફ જોવાં કે પોતાની આંખો પણ ઉંચી કરવાં જેટલી હાલતમાં નહતી. અને તે ફટાફટ પોતાનાં રૂમમાં ચાલી ગઈ. પોતાનાં તકિયામાં મોં છુપાવી રડી રહેલી નિયતિ જાણતી હતી કે તેનું આ રૂમથી બહાર જવાં પર તેણે કેટલાય જુનાં પ્રશ્નોનો સામનો કરવો પડશે. પણ તેનાં માટે હિંમત જાતે જ જોડવી પડશે. જગ ભરીને દુઃખ હોય, મન ભરીને ઈચ્છાઓ પણ જ્યારે મોં ભરીને પ્રશ્નો સામેં આવે તો આંખો ભરીને આંસુ તો નિકળવાના જ.

નિયતિએ પોતાનાં કબાટમાંથી એ ડાયરી કાઢી. એ જ લાલ ડાયરી જેણે એક સમયે રેવા અને કૌશલને જોડ્યા હતાં. અને આજે એક લાલ ડાયરી જેણે નિયતિ અને રેવાનાં જીવનને પોતાનામાં કેદ કરીને રાખ્યા હતાં. સાથે જ એ દરેક યાદો પણ જે કૌશલથી જોડતી હતી, જે એ ગામથી અને તે લોકોથી જોડતી હતી. એ યાદો જેનાં સહારે તેણે પોતાનાં દુઃખનું અને પોતાની ખુશીઓનું તાળુ ખોલ્યું હતું. નિયતિ તે ડાયરીને પોતાનાં મનને લગાવી બસ રડી પડી અને ભોંય ભેગી બેસી ગઈ. તે ડાયરીમાંથી એક ફોટો નીચે પડ્યો. એ ફોટો જેને નિયતિએ ના માત્ર શબ્દથી પણ અમી, વંદિતા અને બાકી બધાથી છુપાવીને રાખ્યો હતો. નિયતિનું ધ્યાન તે ફોટો પર પડ્યું. ભિંજાયેલી પાપણોં અને થથરતા હાથ સાથે તેણે તે ઉઠાવ્યો. અને બસ એકધાર્યું જોયા જ કર્યું. તે ફોટો એક ગ્રુપ ફોટો હતો તેમાં એ દરેક લોકો હતાં જે રેવાનાં જીવનથી જોડાયેલાં હતાં. પણ મુખ્ય વાત તો એ હતી કે તેમાંથી ઘણાંખરાં ચહેરાઓની નજર કેમેરાં તરફ હતી જ નહી. ખરેખર તો એ ફોટો જોઈ એવું લાગતું કે જેણે પણ પાડ્યો હશે તેણે એ હસતું રમતો ક્ષણ કેદ કરી લીધો હોય. કેમકે તેમાં દરેક વ્યકિતનાં ચહેરાં પર છેક આંખો સુધી આવતી મુસ્કાન હતી. પણ ખાસ વાત તો એ હતી કે કૌશલ અને રેવાનું પ્યાર ભર્યો ક્ષણ દેખાય રહ્યો હતો. જેમાં કૌશલે રેવાનો હાથ બધાની સામેં પણ છતાં બધાથી છુપાઈને પકડ્યો હતો અને આ વાતથી આંખો પોહળી કરી રેવા કૌશલ તરફ જોઈ રહી હતી. તેની મોટી મોટી આંખોમાં શરમ અને કોઈક જોઈ જશે એ બીક બંને ચોખ્ખું દેખાય રહ્યું હતું.

જે ક્ષણ આજ સુધી તેણે સાચવીને રાખ્યો હતો છતાં કોઈ દિવસ જોયો જ નહતો તે આજે અચાનક તેની સામેં આવીને ઉભો રહી ગયો. અને નિયતિની બધી જુની વાતો ફરીથી યાદ આવી ગયું. નિયતિનાં હાથ આપોઆપ જ તે ફોટો પર અને ખાસ તો કૌશલ પર ફરવાં લાગ્યા. અને તે પોતાની જાત સાથે જ વાત કરવાં લાગી " મારું નસીબ જ એવું છે. જેને પણ હું ચાહું તે મારાથી દુર થઈ જાય. હું ભલે ગમેં તેટલો પ્રયત્ન કરી લઉં પણ છેવટે તો કોઈને મારી સાથે નથી રહેવું હોતું. કેટલી ખુશીઓથી ભરેલી જીંદગી હતી આ. બધાં એકસાથે .... બધું જ તો પરફેક્ટ હતું તો ભૂલ ક્યાં હતી?.. અને કોની?.... શું ખરેખર એટલી મોટી વાત હતી એ કે આજે બધાં જુદાં પડી ગયાં?... મને તો એ પણ નથી ખબર કે આજ સુધી હું તને યાદ હોઈશ કે નહીં!... શું ખબર મારાં ગયાં પછી તેેં બીજાં લગ્ન કરી લીધાં હોય!.. આખરે હું પણ તો એ લાઈફ છોડી આગળ વધી જ રહી છું ને...અને શબ્દ પણ છે હવે તો મારી જોડે... તો શું ખબર તારું પણ લગ્ન... અને છોકરાં પણ હોય.... શું ભવિષ્ય માં ક્યારેય તને મળવાનો મોકો મળશે? અને કદાચ મળી પણ જાય તો શું મારું તારી સામેં આવવાં પર તું મને ઓળખીશ?.. ખબર છે તારી સાથે જરૂર તારું કોઈ ખાસ હશે પણ શું તું એ સમયે મારી સાથે વાત કરવાં આવીશ ?...

બીલકુલ નહીં... શું કામ આવશે? અને હું પણ કેમ યાદ કરું તને કૌશલ!... આટલા વર્ષો તારી વગર અમેં જીવ્યા જ છે અને આગળ પણ જીવી લઈશું. નિયતિ ને તારી જરૂર નથી કૌશલ..... ના મને કે ના બીજાં કોઈને. અને તારું અમારી પાસે પાછું આવવું એ ના અમાંરાં માટે સારું રહેશે કે ના તારાં. " નિયતિનાં વિચારો દેખાડી રહ્યા હતાં કે તે જાણે પોતાને જ સમજાવી રહી છે . વર્ષો પછી મનનાં ઉંડાણથી નિયતિને કૌશલ યાદ આવી રહ્યો . પણ તેણે આ વાતનો અસર કોઈ પર પડવાં ના દીધો. અને આખી રાત બસ આમ જ રડતી રહી. પોતાનાં જ દિકરાંનાં સવાલો પર તે શું કહેશે તે નિયતિ જાણતી નહતી. પણ તેને પોતાની પર વિશ્વાસ બતાવતા આવડતું હતું " નિયતિ.... તું એટલી પણ કમજોર નથી. તેં આજસુધી કોઈ પર ટેકો નથી રાખ્યો અને તું આ વાતને પણ સારી રીતે સાચવી શકે છે. શબ્દ તારો દિકરો છે અને તને બહું પ્યાર કરે છે. તું તેને સમજાવીશ તો એ તારી વાત જરૂર સમજશે. તારે માત્ર એટલું જ સમજાવવાનું છે કે તું એકલી પણ પુરતી છે તેની માટે. અને એ તું કરી શકે છે. " નિયતિ પોતાને જ સમજાવવાં લાગી. અને આ વાતથી તેનામાં ફરીથી એક આત્મવિશ્વાસ પેદા થઈ ગયો. પણ મનનાં એક ખુણે હજું તે જાણતી હતી કે તેણે બોલેલી બધી વાતનો વિરૂધ્ધ જવાબ હાજર છે. તેનું મન કહી રહ્યું હતું કે " હા... હું કમજોર તો નથી પણ હું હિંમત રાખતાં રાખતાં થાકી ગઈ છું. હા.. હું કોઈ પર ટેકો નથી રાખતી પણ મને પણ કોઈકનાં ટેકાની જરૂર છે, કોઈક તો હોય જે મારાં ખભે હાથ મુકી કહી શકે કે બધું ઠીક થઈ જશે. હા... હું મારાં શબ્દ માટે પુરતી છું પણ તેને પણ હક્ક છે જાણવાનો કે તેનાં પિતા કોણ છે અને ક્યાં છે. પણ તે ક્યારેય નહી થઈ શકે." અને નિયતિ પોતાનામાં જ ઘુંચવાય ગઈ અને આખી રાત પસાર થઈ ગઈ.
સવારની નવી શરૂઆત તે રોજની માફક જ કરવાં માંગતી હતી. તેણે તે ફોટો ફરીથી એ જ રીતે છુપાવીને મુકી દીધો જેમ આટલાં વર્ષોથી મુક્યો હતો.
રોજની માફક તેનાં કામ પણ શરૂં થઈ ગયાં પણ જેમ જેમ બધાં ઉઠીને બહાર આવવા લાગ્યાં તે દરેક વ્યકિત નિયતિને જોઈને બસ એક જ વાત પુછવાની કોશિશ કરી રહ્યા હતાં પણ છતાં મૌન બન્યા હતાં. કે શું નિયતિ ઠીક છે?... પણ ઘરમાં સન્નાટો છવાયેલો હતો. રોજની માફક ના એ ચહચહાટ હતો કે ના કોઈની બૂમ. અને વંદિતાનાં ઈશારાં પર અમીએ નિયતિને પુછી લીધું " દીદી તમેં ઠીક...." " અરે હા..હા... મને શું થવાનું છે?" નિયતિએ મોટી મુસ્કાન સાથે કહ્યું. સાથે વધાર્યું " જા જઈને શબ્દને ઉઠાડી લાવજે. તેને આજે સ્કૂલ પણ જવાનું છે ને!... કોઈ બહાના ના ચાલે.." " પણ દીદી... શું તેને સ્કૂલ મોકલવો યોગ્ય રહેશે?.. મારો મતલબ તેણે જે રીતે કાલે ...." અમી કહેતાં કહેતાં જ અટકી ગઈ. નિયતિએ થોડું વિચાર્યું અને પછી કહ્યું " હા.. સાચી વાત. આજે તેને સ્કૂલ નહીં બીજે ક્યાંક જવાની જરૂર છે. " બધાં તેની વાત સાંભળી થોડાં આશ્ચર્ય માં પડી ગયાં અને સમજી ના શક્યા કે ક્યાં જવાનું છે!.. પણ નિયતિનાં કહેવાં પર બધાં તેની વાતમાંથી નિકળી પોતાનાં કામમાં જોડાય ગયાં. નિયતિનાં મનમાં હજું એક ઝીણી બીક હતી એટલે તે થોડી થાકી-પાકી દાદીમાં જોડે જઈને બેઠી. હવે દાદીમાં થોડું ઓછું સાંભળતા હતાં. અને થોડું ધીમું સમજતા હતાં. બોલવામાં પણ તેમનો અવાજ કંપાતો હતો અને થોડું બોલ્યા બોલ્યામાં તો તે થાકી જતાં હતાં. તેમની જિંદગી તેમની ઉંમર કરતાં વધી ગઈ હતી એટલે તે પોતાનાં જીવન સાથે જ જાણે લડી- ઝઘડીને જીવતાં હતાં. પોતાની અધુરી ઈચ્છાઓનાં બોજ નીચે તે દબાયેલા હતાં એટલે જ ના તે શાંતિથી જીવી શકતાં હતાં કે ના મરી શકતાં હતાં.

નિયતિ તેમની પાસે જઈ ને તેમનાં પગ આગળ બેસી ગઈ. નિયતિએ તેમનો હાથ ધીમેથી પોતાના હાથમાં લીધો અને બોલવાનું શરું કર્યું " દાદીમાં.... હું જાણું છું કે તમેં મારાં લીધે બધું બહું સહન કર્યું છે. અને ના જોવાનાં દીવસો પણ જોયાં છે. પણ હું શું કરું મને કશું નથી સમજાય રહ્યું. આજે આટલાં વર્ષ પછી મારી સામેં ફરીથી એ જ વાત આવીને ઉભી રહી ગઈ છે જેનાંથી હું આટલું દૂર થતી રહી. શું તમને લાગે છે કે મેં શબ્દને તેનાં પિતાથી દુર રાખી તેની સાથે અન્યાય કર્યો છે?.. શું મા...મારે તેને તેનાં પપ્પા પાસે....?... શું તેને લઈ જવો જોઈએ?.. શું સાચું છે શું ખોટું મને નથી સમજાય રહ્યું. તમેં મદદ કરોને મારી...." પણ દાદીમાં કશું બોલ્યા નહીં અને નિયતિએ વધાર્યું " હા... વાંધો નહીં દાદીમાં. એમ પણ તમને સંભળાયું પણ હશે કે નહીં ખબર નથી. હું જાતે જ કશુંક વિચારી લઈશ.." અને નિયતિ ઉભી થવાની કોશિશ કરવાં લાગી પણ અચાનક દાદીમાંએ તેને રોકી. પોતાની નજીક બોલાવી અને ધીમેથી તેનાં કાનમાં થથરતાં અવાજે કહ્યું " માત્ર તારાં માતૃત્વ અને કેળવણી પર ભરોસો રાખ. જે તારું હશે તે તને જ મળીને રહેશે. " અને એક વાક્યમાં દાદીમાં એ નિયતિને બધું સમજાવી દીધું. હવે નિયતિને કોઈ વાતની ચિંતા નહતી.

તે ફટાફટ શબ્દ પાસે ગઈ અને તેને પોતાની સાથે આવવા કહ્યું. પણ એ નાના નિર્દોષ મગજમાં હજું તેનાં પિતાને મળવાનું જ ચાલી રહ્યું હતું. એટલે તેણે પુછ્યું " ક્યાં જઈએ છીએ મમ્માં?.. પપ્પાને મળવાં?.." તેની આંખોમાં આવેલી ચમક જોઈ નિયતિએ પોતાનું માથું હકારમાં ધૂણાવ્યું અને તે બંને નિયતિના બાઈક પર બેસી નિકળી ગયા. શબ્દ ખુશ હતો. નિયતિ તેને પાર્કમાં લઈ ગઈ. શબ્દને થયું તેનાં પિતા તેને અહીં મળવા આવવાનાં હશે. તેણે કહ્યું " મમ્માં... પપ્પા ક્યારે આવશે?... અને તે મને ઓળખશે ને?.. કેમકે હું તો તેમને ક્યારેય નથી મળ્યો. હું તેમની જોડે શું વાત કરીશ?.... શું એ પણ મને તમારી જેમ પોતાની બાથમાં ભરી લેશે?... અને..." " અરે બસ.... શાંત.... એ આવશે.. પણ એ પહેલાં તું મારી વાત સાંભળ. " નિયતિએ તેને રોકતાં કહ્યું. શબ્દને પોતાની પાસે બેસાડી તેણે સમજાવવાની કોશિશ કરતાં કહ્યું " જો બેટાં, તારાં પપ્પા અને હું ઘણાં લાંબા સમયથી એકસાથે નથી. તું એમ સમજી લે કે અમારી લડાઈ થઈ ગઈ છે અને અમેં એકબીજા સાથે નથી બોલતાં. પણ તું તો આ ગેમ માં નથી ને.... તો તું સિલેક્ટ કરી શકે છે કે તારે કોની સાથે રહેવું છે!.... મારી પાસે તો માત્ર તું જ છે દિકરાં જેને લીધે હું જીવી રહી છું. અને તું જ કહે તારી કોઈ વાત મેં ના માની હોય તેવું બન્યું છે?... મમ્માં તને બહું પ્યાર કરે છે દિકરાં..... પણ જો તારે તારાં પપ્પા જોડે જવું હશે તો હું તને તેમની જોડે લઈ જઈશ. પણ એક વાર તું તેમની સાથે ગયો તો ફરીથી મારી પાસે નહીં આવી શકે. તારે પપ્પા જોઈતાં હોય તો મમ્માંને છોડવી પડશે. હવે તું કહે... તારે શું કરવું છે?.." નિયતિની દરેક વાત શબ્દનાં ઉંમર કરતાં વધારે મોટી હતી. પણ છતાં શબ્દ એ વાતોને જેટલું પણ સમજી શક્યો તેનાથી તેને બીલકુલ સારું ના લાગ્યું અને તે રડવા લાગ્યો . જોર જોરથી બૂમો પાડતો કહેવાં લાગ્યો" આ ચીટિંગ છે.... મને બંને જોઈએ છે. મમ્માં પણ અને પપ્પા પણ... મને પણ મારાં ફ્રેન્ડ જેવું ખુશી ખુશી રહેવું છે. જ્યાં તમેં બંને હોય. હું કોઈ એક સાથે નથી જવાં માંગતો. " " એ શક્ય નથી બેટાં. તારે કોઈ એકનું નામ તો લેવું જ પડશે. " નિયતિએ ધીમાં અવાજે કહ્યું. થોડું વિચાર્યા પછી શબ્દ નિયતિથી દૂર જવાં લાગ્યો. અને નિયતિની દરેક વધતાં કદમ સાથે આશ તુટી રહી . તે જાણી ગઈ કે શબ્દને હવે રોકવો શક્ય નથી. તેને નિયતિ નહીં પણ તેનાં પિતા જોઈએ છે. અને આ વાતનો ધ્રાસ્કો નિયતિને એટલી જોરથી પડ્યો કે તે રડતા રડતા જમીન પર પોતાનાં ઘુટણીયે પડી ગઈ. તેનાં આસું રોકાવાનાં નામ જ નહતાં લઈ રહ્યા. એકમાત્ર કારણ- શબ્દ પણ આજે નિયતિનાં જીવનમાંથી જવાની તૈયારીઓ કરી રહ્યું હતું. નિયતિ આજે બધું જ હારી રહી . શબ્દને જન્મ આપતાં જેટલી પીડાં તેણે સહન કરી હતી તેનાંથી ઘણી વધારે પીડા આજે નિયતિનાં મનને મળી રહી હતી. પણ છતાં શબ્દનાં પગલાં આગળ વધી જ રહ્યા હતાં. અને થોડું આગળ જઈ તે ઉભો રહ્યો અને પાછળ વળી તેણે બૂમ પાડી " મમ્માં.... ચાલોને.... ઘેર નથી જવાનું!..." અને નિયતિ એકદમ તેની સામેં આશ્ચર્યથી જોવાં લાગી. એટલે શબ્દે વધાર્યું " મને તમારી સાથે જ રહેવું છે. મારાં ઘરમાં જ રહેવું છે. મને પપ્પા જોડે નથી જવું. સોરી મમ્માં... ફરીથી નહીં કહું આવું કશું." અને નિયતિ દોડીને તેના વળગી પડી. જોરજોરથી રડવાં લાગી. અને એક જ ક્ષણમાં તે બધું જીતી ગઈ.

શબ્દે આજે પોતાનાં પિતાને મળવાની જીદ્દ છોડી દીધી. પણ તેનાં મનમાં એક ખરાબ છાપ તેનાં પિતા વિશે પડી ગઈ. તે વિચારવા લાગ્યો કે તેમણે નિયતિને અને પોતાને છોડી દીધાં છે. તે સારાં માણસ નથી. અને તેનાં પિતા વિશે નફરતનો ભાવ જાગવા લાગ્યો. આ વાતથી અજાણ નિયતિ ખુશ હતી કે તેને પોતાનો દિકરો પાછો મળી ગયો. અને હવે બધું રોજની માફક સરખું થઈ ગયું છે.

તે બંને ઘરનાં બદલે કૅફે પહોચ્યા અને નિયતિએ કહ્યું " આજે તું આખો દિવસ મારી જોડે અહીંયા જ રહેજે. સાંજે અમી આવે એટલે તું તેની સાથે ચાલ્યો જજે. " અને નિયતિ પોતાનાં કામમાં પરોવાય ગઈ. નાનકડો શબ્દ ત્યાં જ રમવા લાગ્યો. પણ મસ્તીખોર છોકરો ક્યાંય સીધો ના બેસે. તે પહેલાં તો નિયતિની પાછળ પાછળ ફરવા લાગ્યો. નિયતિ જ્યાં જાય તેની પાછળ પાછળ ચાલતો રહેતો. કદાચ તેની સાથે આમ રમતો હતો. પણ નિયતિએ આંગળી બતાવી કહી દીધું કે જા તો... એક જગ્યા બેસી જા. અને ગુસ્સે ભરાયેલી નિયતિની વાત માનતા તે થોડીવાર એક ટેબલ પર બેસી ગયો. પણ ત્યાં પણ તેને ચેન ના પડ્યો અને ધીમેથી તે ત્યાંથી ઉભો થઈ એક ટેબલ પરથી બીજાં અને બીજાં પરથી ત્રીજા ટેબલે જવાં લાગ્યો. જે ટોળું તેને સારું દેખાતું તેમની જોડે જઈ બેસી જતો. અને દરેકને ગમી જાય એવો શબ્દને પોતાની પાસે રમાડવા બધાં તૈયાર રહેતાં. તેનો ઘણોખરો દિવસ એમાં જ નિકળી ગયો. તે બધાં સાથે વાત કરતો. દરેક વ્યકિત તેને પ્રેમથી તેમની પાસે બેસાડતા, રમાડતા અને ખવડાવવા પણ લાગ્યા. નિયતિ પોતાનાં કામમાં હતી પણ તેની નજર શબ્દ પર હતી. પણ તેને રમતાં જોઈ તે કશું બોલી નહી.

થોડીવાર પછી શબ્દ બીજા ટેબલે જઈ ને બેસી ગયો. જ્યાં એકલો છોકરો બેઠો બેઠો પોતાનાં ફોનમાં કંઈક કરી રહ્યો હતો. હા... એ તે જ છોકરો હતો જેણે નિયતિ સાથે ઉંધા મોં એ વાત કરી હતી. શબ્દને પોતાની પાસે બેઠેલો જોઈ તેનું ધ્યાન તેની તરફ વળ્યું. અને તેણે પોતાનો ફોન બાજુમાં મુકી તેની તરફ વળ્યો . અને કહ્યું " what's up ?.." અને શબ્દ પાસેથી પણ જવાબ મળ્યો " all good... " અને આ સાંભળી તે છોકરો હસી પડ્યો. તેનાં માથે હાથ ફેરવી કહ્યું. " very good... બોલ શું ચાલે છે ?..." શબ્દે કહ્યું " તારું નામ શું છે?.." તે છોકરાં એ જવાબ આપ્યો " " "વેધ".. અને તારું ?" તેણે પુછ્યું . " શબ્દ. આ કૅફે છે ને એ મારાં મમ્માં નો છે. મસ્ત છે ને?.." શબ્દે કહ્યું. અને હસતાં હસતા વેધે માથું ધૂણાવ્યું. થોડી વાતચીત થતાં જ શબ્દ તેની સાથે સારી રીતે ભળી ગયો. અને તે બંને સારાં મિત્રો માફક બની ગયાં. વેધને નાના છોકરાં સાથે કેવી રીતે વાત કરવી તે ખુબ સારી રીતે આવડતું હતું. તેનો ફાયદો તેને શબ્દ સાથે થયો.

સાંજ થવા આવી અને અમી શબ્દને લેવા કૅફે પહોંચી . ત્યાં તેની મુલાકાત વેધ સાથે થઈ. અને શબ્દને કારણે તેમની વચ્ચે પણ થોડીઘણી વાતો થવા લાગી અને છેવટે તે શબ્દને લઈ ઘર તરફ ચાલી ગઈ.

વેધનું ઘડી ઘડી તે કૅફેમાં આવવું કે શબ્દનું અને અમીનું તેની સાથે વાત કરવું એ પ્રકૃતિએ રચેલી કોઈ રમત જેમ જ ભાસી રહ્યું હતું. શું અસર થાય છે આમની બદલાતી જિંદગીની તે જોવું રહ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED