Bhoot ni vyatha books and stories free download online pdf in Gujarati

ભૂત ની વ્યથા

કિશનના આ બીજા લગ્ન થઈ રહ્યા હતા. પહેલા લગ્ન તેના ધીમહિ સાથે થયા હતા. ધીમહિ કિશનને ખુબ પ્રેમ કરતી હતી પણ કિશન તેને નહિ તેના નામની મિલકતને પ્રેમ કરતો હતો. જે મિલકત ધીમહિના બાપુજીએ લગ્ન પહેલા તેના નામ કરી દીધી હતી.

એક વર્ષ સુધી કિશન ધીમહિ ને પ્રેમ નું નાટક કરતો રહ્યો. પછી ધીરે ધીરે ધીમહિ ને મિલકત પચાવી પાડવાની કોશિશ કરવા લાગ્યો. ધીમહિ ખુબ હોશિયાર હતી. એટલે કિશન ધીમહિ ને દહેજ માટે હેરાન કરી શકે તેમ ન હતો. એટલે એક યુક્તિ બનાવી ને તે મિલકત પચાવી પાડવાની યોજના ઘડી. તે યોજના માં તે કામયાબ તો થયો પણ તેની આ કરતૂત ધીમહિ ને ખબર પડી ગઈ.

તે રાત્રે કિશન સાથે ઝઘડી અને પોલીસ કેસ કરવાની ધમકી આપી તેના માં બાપ પાસે જવા બહાર નીકળી તે પહેલા તો કિશન તેને શ્વાસ બધ કરવી તેને મારી નાખે છે ને પંખા પર તેની લાશ લટકાવી બધાને જાણ કરે છે. બધા આત્મહત્યા માની લે છે. કિશન ની આ કરતૂત બહાર આવતી નથી ને બધું સમેટાય જાય છે.

બીજા લગ્ન ની તૈયારી થઈ રહી હતી. કિશન તેની નવી જિંદગી શરૂ કરવા જઈ રહ્યો હતો. તેની થનાર પત્ની કોમલ કિશન ને સારો માની રહી હતી. કિશનના સારા વ્યવહાર થી કોમલ તેના પાસ્ટ વિશે જરા પણ જાણવા ની કોશિશ કરી નહિ ને બંનેએ એક દિવસ લગ્ન કરી લીધા.

તે મકાનમાં નવી જીધીની શરૂઆત કરી. બે દિવસ થયા ત્યાં કિશન ને કોઈ કામસર સાત દિવસ માટે બહાર જવાનું થયું. ત્યાં તેમની પત્ની કોમલ ને લઇ જવું ઉચિત લાગ્યું નહિ ને તે એકલો નીકળી ગયો.

કોમલ ને વિચાર આવ્યો એક રાત અહી રહી પછી સવારે મારા પિતાજી ને ત્યાં જતી રહુ. અહી એકલું રહેવું યોગ્ય નથી. સાંજ પડી એટલે તે જમીને ટીવી જોવા બેસી. પણ કિશન વગર તેનું મન ક્યાય લાગતું ન હતું. તે બસ સવાર ની ઘડીઓ ગણવા લાગી.

કોમલ ટીવી જોઈ રહી હતી પણ સાથે તેને ઊંઘ પણ આવી રહી હતી. તેણે ટીવી બંધ કરી અને બેડ પર સૂઈ ગઈ. થોડો સમય થયો ત્યાં અચાનક જ તેની ટીવી ચાલવા લાગી, ને બારી ને દરવાજા આપોઆપ ખોલબંધ થવા લાગ્યા. અવાજ થી કોમલ ની ઊંઘ ઉડી ગઈ ને તે ચોંકી ઉઠી. તેણે ટીવી બંધ કરી બારી દરવાજા ફરીથી બંધ કર્યા. અને ફરી સૂવાની કોશિશ કરી.

થોડી વાર પછી, તેને ખ્યાલ આવી ગયો કે તેની બાજુમાં કોઈ પથારીમાં સુતું છે. પછી ફરીને જોયું તો કોઈ દેખાયું નહિ. ચાલુ કર્યા વગર ટીવી ચાલુ થઈ જવું અને કોઈ બાજુમાં હોય તેવી કોઈ હાજરીનો અહેસાસ એ ઘરમાં રહેતી એકલી સ્ત્રીને ડરાવવા પૂરતું હોય છે.

વિચાર આવ્યો કે વહેમ છે એટલે કોમલ ભગવાનનું નામ લઈને સૂઈ ગઈ. પરંતુ થોડા સમય પછી, તેને ફરીથી એવું જ લાગ્યું જાણે પલંગ માં કોઈ સૂઈ ગયું હોય ને પલંગ પણ હલતો હોય તેવું. ત્યાં કોઈએ તેને ટચ કર્યો ને તે ઝટકી ને ઉભી થઇ ગઈ. લાઈટ ચાલુ કરી ને આજુબાજુ જોવા લાવી પણ કોઈ દેખાતું ન હતું. પણ કોમલ સમજી ગઈ કે આ રૂમમાં રાત કાઢવી હિતાવહ નથી. તેણે ફોન હાથમાં લીધો ને કિશન ને કોલ કરવાની કોશિશ કરી પણ નેટવર્ક આવતું ન હતું. હવે નક્કી કર્યું આ રૂમ છોડીને બીજે સુવા જતી રહી પણ જેઓ તે દરવાજો ખોલવા જાય છે ત્યાં કોઈએ બહાર થી દરવાજો બંધ કર્યો હોય તેવું લાગ્યું. ઘણી કોશિશ કરી પણ દરવાજો ખુલ્યો નહિ.

હવે તો કોમલ પુરે પુરી ડરી ગઈ હતી તેને ખબર પડી જ ગઈ કે આ રૂમમાં કોઈ તો છે. હવે મરવું તો છે જ તો પછી લડીને મરવું એવો દ્રઢ વિશ્વાસ કરી લીધો. ને ફરી બેડ પાસે બેસીને એક અવાજ કર્યો...
"તમે જે હોય તે સામે આવો હું તમારા થી ડરતી નથી"
"જો મારી કોઈ મદદ ની જરૂર હોય તો પણ સામે આવીને જણાવી દો"
કાલ કદાચ હું અહી સુવા પણ ન આવું એટલે આજે તમારા માટે પહેલો કે છેલ્લો મોકો છે. જે હોય તે.....

ત્યાં સામે દિવાલ પર એક પડછાયો દેખાયો. પડછાયો એકદમ સફેદ હતો. ને એક સ્ત્રી નો હોય તેવું લાગી રહ્યો હતો. હવે કોમલ સમજી ગઈ કે તે છે તો એક સ્ત્રી જ. એટલે તેને ફરી કહ્યું તમે જે હોય તે મારી સામે રૂબરૂ આવો ને તમારી જે વાત હોય તે મારી સમક્ષ કહો.

એક સોળે શણગાર સજેલી એક સ્ત્રી ત્યાં પ્રગટ થઈ. સ્ત્રી બહુ જ સુંદર અને લગ્નના પાનેતર માં હતી. તેને જોતા કોમલ નો ડર એકદમ જતો રહ્યો. તે સમજી ગઈ કે તે આત્મા છે ને તેને મારી મદદ ની જરૂર છે.

કોમલે કહ્યું બોલો તમારે કઈ જરૂર હોય કે ઈચ્છા હોય બેઝિઝક કહો.

ત્યારે તે સ્ત્રી આત્મા કહેવા લાગી.
હું કિશન ની પહેલી પત્ની છું. મારા લગ્ન કિશન સાથે ધામધૂમ થી થયા હતા. તે સમયે કિશન મને ખુબજ પ્રેમ કરતો હતો. ધીરે ધીરે તેનું વર્તન બદલવા લાગ્યું. તેને મારા નામ ની મિલકત પર નજર હતી. પણ તે ડાયરેક્ટ પચાવી પાડવું તેના માટે મુશ્કેલ હતું. એટલે તે પ્રેમ નું નાટક કરતો અને મારા ઘરે થી કોઈને કોઈ વસ્તુ અથવા પૈસા મંગાવતો. તેની માંગણી થોડી હતી ત્યાં સુધી તો મારા થી પૂરી થઈ પણ પછી તેની માંગણી વધવા લાગી. તે માંગણીઓ મારા પિતાજી થી હવે પૂરી થઈ શકે તેમ ન હતી એટલે હું તેને જાણ પણ કરતી નહિ ને બધું સહન કરતી.

એક દિવસ થયો હદ થઇ ગઇ કિશને મને ખુબ મારી અને મારા નામની બધી મિલકત તેના નામની કરવાનું કહ્યું. ને ઘરે થી કાઢી મૂકી. ત્યારે હું મારા ઘરે ગઈ ને બધી વાત કરી મારા પિતાજીએ પોલીસ કેસ કરવાનું કહ્યું હું પણ સહમત થઈ. અમે પોલીસ સ્ટેશન ગયા તે પહેલાં કિશન ને જાણ થઈ ગઈ હતી. તે ત્યાં આવીને અગાઉ બેસી ગયા હતા. અમારા આવવાથી તેણે આ મામલો સરળ રીતે પતાવી દીધો ને મને પ્રેમ થી ઘરે લઈ ગયા.

તેનો ત્રાસ તો ચાલુ જ હતો. તેણે લાસ્ટ વાર કહ્યું મને કે તારે મારી સાથે રહેવું હોય તો તારી બધી મિલકત મારા નામે કરવી પડશે. તે હું કરવા માંગતી ન હતી. ને હવે મારાથી સહન થાય તેમ હતું નહિ ને હું તેની સાથે રહીને ત્રાસી ગઈ હતી એટલે નક્કી કર્યું કે હું છૂટાછેડા લઈ લવ. મે છૂટાછેડા ની વાત કરી ત્યાં તો તે ગુચ્ચે થયા ને મને મો માં ડૂચો દઈ મારી નાખી.

મરી ગયા પછી તેણે મારી લાસ ને પંખા સાથે લટકાવી દીધી ને બધાને જાહેર કર્યું કે ધીમહિ એ આત્મહત્યા કરી લીધી. બધાએ માની પણ લીધું. હું બદલાની ભાવના થી ભૂત બનીને કિશન ને હેરાન કરું છું.

મારે તારી કોઈ મદદ નથી જોઇતી બસ તું કિશન ને છોડી દે. તે તારા માટે સારું રહેશે.

કોમલ બધી વાત સમજી ગઈ ને ધીમહિ નો આભાર માન્યો કે તારા થી હું આ લાલચુ કિશન થી બચી શકીશ.

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED