મારી વ્હાલી બપોર..
તને એક પત્ર.
કોઈને સવાર ના આનંદ કોઈ સાંજનું દિવાનું હોય પણ મને મારી વ્હાલી બપોર .
એ મારી વ્હાલી બપોર .
કેમ છે ?મજામાં ને..?
હું પણ ગાંડી કેવો સવાલ કરું છું..
હા, તુતો મજા માં જ હોઈશ ..!
તકલીફ તો તને સહન કરનારા માં હશે જેને આવા ધોમધખતા તડકે પણ બહાર કામ અર્થે જાઉં પડતું હોય છે..
લગભગ, આજે તો સૌથી કફોડી હાલત તો ડોક્ટર ને મેડીકલ તેમ પોલીસ એન્ડ સફાઈ કર્મચારીની છે જેમને "ઓન ડયુટી "રહેવું પડે છે..
પણ એ માનવતા નું એક ઉદાહરણ જ છે.. કે પોતાના જીવની પરવા કર્યા વગર એક પોલીસ ચાર રસ્તે, હાઈવે, કોલોની, બજાર દરેક જગ્યાએ ખડેપગે કોરોનાથી બચાવવા દરેક ને સમજાવટ અને ના માને તો ફટકારથી પણ નિસ્વાર્થ ફરજ બજાવી રહ્યા છે..
તો બીજી બાજુ 43-45 ડિગ્રી વચ્ચે પણ પુરા સેફ્ટી કીટ, માસ્ક , મેડીકલ સેફ્ટી કોટ, મોજા વગેરે પહેરીને પુરા મનથી પેશન્ટ ને સાજા કરવામાં મન પરોવે છે..
પોતાના જીવનું જોખમ ખેડીને પણ સેલ્યુટ કછે એ મહયોદ્ધાઓને!
અને સફાઈ કર્મચારીઓ તો ટૂંકા પગારમાં પણ શહેર, ગલી, મહોલ્લા સાફ રાખીને સેનિટાઈઝ કરેછે..
ગરમી એમને નડતી નથી પણ ગરમી એસીની આદતવાળા ઘેર બેસેલા નવરાશ માણતા લોકો ને જ નડે છે..
એતો પાકું છે.
પણ મારી વાત અલગ છે હું ભલે ઘેર આરામ પર હોઉં પણ મને એસી ની લત નથી ના તો મને કોઈ ટિકટોક કે ફાલતુ કામ માં રસ પણ મારે તો સમય ખરા બપોરે પંખીઓ નિહાળવામાં અને ગલુડિયા અને ગાય ને પાણી રોટી આપવા માં લાગે છે..
મારા ઘરના કે મોટાભાગના સોસાયટી માં બધા જ લોકો આ સમયને સુવામાં પસાર કરે છે ,પણ મને એ મારા કવિ તરીકે સમયનો વ્યય લાગે છે..
હું રાત્રે પૂરતી ઊંઘ લઇ જ લઉં છું.. એટલે "બપોરિયો" તરીકે પણ તમે મને સંબોધી શકો..
મારુ મોટાભાગના કાર્ય ચાહે ઇન્ટરવ્યૂ આપવું, વાંચન હોય કવિતા કે રચનાઓ લખવી હોય, કે ઘરના નાના મોટા કામ , અબોલ જીવ અને ઝાડ છોડ ને પાણી આપવાનું બધું આ જ ટાઈમે કરું છું
મને આનંદ મળે છે એમાં .. 😊
મારા આગણે પણ ગ્લુડિયું બેસી જ રહે છે મને શોધતુ.
મારે વારે ઘડીએ બહાર જઈને એમના હાલ પૂછવાનું કદાચ એનું પીવાનું પાણી ખાલી થયું હોય કે કોઈ મોટા કૂતરાએ મસ્તી કરતા ઢોળી દીધું હોય એ બધું ચેક કરવાનું ગમે છે.
અને ગ્લુડિયું પણ એ જાણતું હોય એમ એને પાણી પતે એટલે કોઈને કોઈ ઈશારો કરે છે એટલે ઘરમાંથી હું બહાર નીકળી એને જે જોઈએ એ આપું..
એ મારો પગ ચાટીને લાડ કરતો હોય છે..
એક લાલ ગાય હમણાંથી નવી ઓળખાણ થયી હોવાથી એની એક એક્સ્ટ્રા રોટી બનાવી ને રાખવી જ પડે નયતો આવીને પછી ઉઘરાણી કરતી હોય એમ મારી સામું જ જોઈ રહીને મને ફરિયાદ કરતી હોય છે કે ક્યા છે મારી રોટી..?
પછી ગુનેગાર જેવું ફિલ કરાવે એટલે તરત એની રોટી આપી દઉં.. ને એ મલકાતી પછી આગળ લીમડા ના છાયે બેસીને હાશ અનુભવે..
ક્યાંક ચકલીઓ નો ચી ચી અવાજ, ક્યાંક કબૂતર ઘુર ધુર કરતું માળામાં જાય, ક્યાંક કોયલ પાણી પીને એમજ ડૂબકી મારીને તાજગીનો અનુભવ મને પણ કરાવે.
ક્યાંક કોઈ બુલબુલના પગલાં ની નિશાની ને ક્યાંક લકકડખોદ ના ઝાડની સાથે ચોટીને થડની છાલને ચીરતો એની ધારદાર ચાંચનો ટકટક અવાજ ..
ક્યાંક મધુર કર્ણપ્રિય કોયલ નો ટહુકો ક્યાંક કાગડો કર્કશ સ્વરે પણ ગીત ગાતો હોય એમ મને મનમાં થાય.
મારી બપોર તો મારી જ છે ...!
કોઈ એવી બપોર નહીં જીવતું હોય એવી હું રોજ બપોરને જીવું છું અત્યંત નજીકથી કુદરતના ખોળે રહીને સહજતાથી માણું છું..
કદાચ કોઈ કવિ જ મારી આ બપોર પ્રત્યેની સંવેદનાને ગૂઢ પ્રેમ ને સમજી શકે બાકી નોર્મલ માણસને હું કોઈ ધૂની કે ગાંડી જ લાગીશ☺️
હા પણ મને એ પરવા નથી..
આ બધા કામકાજ માં ક્યારે સાંજ પડી જાય ને મારી વ્હાલી બપોર પછી વિદાય થયી જાયછે અને બધા લોકોની પછી અવરજવર અને અવાજો આવવા લાગે છે , એટલે માણસો ઉઠી ગયા હોયછે..
ચા નાસ્તો કરીને પછી બહાર મારુ પ્રકૃતિ નિરીખવું કાર્ય શરૂ થાયછે.
પણ માણસોનો" કોલાહલ" થી થોડા વિચારો ડિસ્ટર્બ જરૂર થાય..અને મારું માણસો જોડે જીવન ચાલુ થય જાય.
એટલે ખરેખર બપોર જેવું તો સરસ ફિલ નથી થતું..
મને શાંત વાતાવરણ જોઈએ એ મને બપોરે જ મળી શકે એટલે બપોર સાથે મારો પ્રેમ એવો જ છે ..અને રહેશે.
બસ એટલે જ મને વ્હાલી મારી ..
તપતી છતાં શાંત બપોર..!😊