ખુલ્લા દિલે વાત-ભાઈ-બહેન ની Kaushik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુલ્લા દિલે વાત-ભાઈ-બહેન ની

"ખુલ્લા દિલે વાત- ભાઈ-બહેન ની" "અહોહો..દીદી.. અત્યારે..સવારે? હજુ રક્ષાબંધન ના તો ત્રણ દિવસ બાકી છે..આમ અચાનક?" ડોક્ટર સુભાષ બોલ્યા.. "ભાઈ...હા.. રક્ષાબંધનના ત્રણ દિવસ બાકી છે..પણ આજે હું તને રાખડી બાંધવા આવી છું" સુભાષ ની દીદી ડોક્ટર સુનિતા બોલી... "પણ દી.... તમે તો રૂબરૂ રાખી બાંધે બહુ વખત થયો..મારો ભાણિયો તો મજા માં ને? એકલો રહેશે..ને દી..મારા જીજુ ના આવ્યા?" ડો.સુભાષ બોલ્યા.. "જો ભાઇ મારે તારી સાથે ખુલ્લા દિલે થી વાત કરવી છે..તારા મનમાં શું છે? એ ખબર પડતી નથી..અને ..હા..મારો આયુષ તો હવે નર્શરી માં જાય છે.. મારી નણંદ ના ઘરે મુકી ને આવી છું..વળતી ફ્લાઈટ માં જબલપુર પાછી.." ડો.સુનિતા બોલી...... "સારું સારું..સિસ્ટર.. તમારી ક્લિનિક કેવી ચાલે છે? જીજુ ને તો ટાઈમ જ નથી મલતો."-: ડો.સુભાષ " હા..જો ને એની હોસ્પિટલ તો સરસ ચાલે છે.. આજે રવિવાર છે..તારા જીજુ કોઈ સેમિનાર માં કલકત્તા ગયા છે .મારે આજે કોઈ ખાસ કામ નથી..મારા આસિસ્ટન્ટ ને સોંપી ને આવી છું.ચલ..પહેલા હું ફ્રેશ થઈ ને તને રાખી બાંધું.આજે સાત વર્ષ થી કુરિયર થી મોકલતી હતી..ચાલ હું આવું". ડો.સુનિતા બોલી...... "હા દી ,મારે પણ આજે હોલીડે છે ..સંડે ક્લિનિક બંધ રાખું છું..". થોડી વારમાં ડો.સુનિતા ફ્રેશ થઈ ને આવી અને પોતાના નાના ભાઈ ડો.સુભાષ ને રાખી બાંધી..અને એના આંખમાં થી આંસુ આવી ગયા. " દીદી રડો નહીં.. શું થયું છે ? એ કહો.". "ના.ના..આ તો ખુશી ના આંસુ...હવે હું ખુલ્લા દિલે તને જે પુંછું એનો સાચો જવાબ આપજે." "હા દીદી બોલો...". "જો તું હવે ચોત્રીસ વર્ષ નો થયો..મારા કરતાં તું બે વર્ષ નાનો છે..એટલી મોટી દીદી તરીકે પુંછું? " "હા.. બોલો..પણ રાખી નું કવર લો..આ ભાણિયા માટે..કવર...એને તો જન્મ થયા પછી જોયો જ નથી . સમયજ નથી મલતો.". " હા..આપણે ડોક્ટર ને તો social life જેવું રહેતું નથી....પણ તારી ક્લિનિક તો સારી ચાલે છે ને?" "હા.દીદી કેમ આમ પુછો છો?" ‌. "જો ભાઇ આજે special એક કામ માટે જ હું અહીં ભોપાલ આવી....બોલ મને કહે તું હજુ લગ્ન કરવાની કેમ ના પાડે છે? આમ તો તારૂં જીવન એકલું પડી જશે.આપણી માં તો બચપન માં જ મૃત્યુ પામી..બાઉજી એ સ્થિતિ સારી નહોતી.. છતાં પણ પ્રાથમિક શિક્ષણ આપ્યું... પછી આર્થિક સ્થિતિ સારી ના હોવાથી આપણા અરમાનો પુરા કરી શકે એમ નહોતા.. એટલામાં બાઉજી જબલપુર ના જે આશ્રમ માં સત્સંગ માટે જતા ત્યાં "માં ચંદ્ર કલા માં" ને ખબર પડી..આપણા ડોક્ટરી ભણવાનો બધો ખર્ચો એમણે કાઢ્યો. મારા મેરેજ પછી બાઉજી આપણ ને મુકીને વૈકુંઠ પામ્યા...". "હા..દીદી મને ખબર છે... માં એ આપણા ને બહુ મદદરૂપ થયા છે..આ હું પચાસ હજાર નો ચેક આપું છું એ 'માં ' ના ચરણો માં આપજો.. જેથી જરૂરિયાત વાળા વિદ્યાર્થીઓ ને મદદરૂપ થાય..પણ દીદી તમે તો કોઈ ખુલ્લા દિલે વાત કરવાના હતા એ કહો...તમારો ભાઈ બેઠો છે મદદ કરવા...". "બસ.. હું આજ શબ્દો ની રાહ જોતી હતી... બોલેલું પાળજે..મારા વીરા..". "હા..હા..બોલો...પણ પહેલા ચા નાસ્તો તો કરો. ". "ના.મારે આજે વ્રત છે..પણ હું પુંછું એનો સાચો જવાબ આપ... તું મેરેજ કેમ કરતો નથી? કોઈ પ્રોબ્લેમ છે? કે કોઈ સાથે..એટેચમેન્ટ...!! જો તું એકલો રહે નોકરો સાથે એ મને ગમે નહીં જો મારો આયુષ કેટલાય દિવસથી પુછે છે કે મામા ની મામી ક્યાં છે? બોલ ભાઈ....... " " દીદી સાચું કહું..પહેલાં પણ મેં તમને વાત કરી હતી કે ઈદૌર ની મેડિકલ કોલેજ માં અમે સાથે સાથે હતા.."... "પણ અમે એટલે કોણ? એ જ જાણવા માગું છું." "દીદી... એનું નામ ડો.મમતા શર્મા.. અમને બેને સારું બનતું.. પછી પ્રેમ માં પડ્યા...પણ મમતા ફિઝીયોથેરેપી માં ગઈ... હું મેડિસન.ફિશીશીયન.. અમે અમારા સંબંધો સાચવ્યા.ડો.મમતા પર આખા કુટુંબ ની જવાબદારી હતી.નાના બે ભાઈઓ... છતાં પણ એ મારી સાથે મેરેજ કરવા તૈયાર થઈ..એની શરતો પર ..પણ... સમાજ નો ડર.. એ શર્મા....અને હું અગ્રવાલ.....એના પપ્પા ની તબિયત સારી રહેતી નહોતી.. એણે આજીવન unmarried રહેવાનું નક્કી કર્યું.હાલ માં એ ખંડવા છે. મારું પણ બીજા કોઈ સાથે મેરેજ કરવા માનતું નહોતું.એટલે..એટલે...". "બસ.. આટલું જ..તમને બંનેને શું થયું છે? હું મારી રીતે પ્રયત્ન કરીશ..તને હું વચન આપું છું કે આવતા વર્ષ ના રાખી પૂનમ પર તારૂં ગોઠવી દઈશ..... તેં ખુલ્લા દિલે વાત કરી એ ગમ્યું...જો એ ડો.મમતા શર્મા ફરી થી ના પાડે તો મારી પસંદ કરેલી યુવતી સાથે મેરેજ કરવા પડશે જ.. આવતી રાખી પૂનમે તો તારી સગાઈ કરાવી ને જંપીશ.. અત્યારે માં ની જગ્યાએ છું.. તું મારો એક નો એક વ્હાલો ભાઇ છે.". આમ બોલી ને ડો.સુનિતા રડી પડી.. "દીદી..તમે કહેશો એ પ્રમાણે.....જ માનીશ..પણ મારા લીધે દુઃખી ના થાવ..લો આ ચેક માં ને આપજો.. આજે રોકાઈ જાવ.. આપણે સુખદુઃખ ની વાત કરીશું......" "ના..ના..આ મારી ફ્લાઈટ નો ટાઇમ થાય છે...જે દિવસે તું મેરેજ માટે હા પાડીશ એ દિવસે હું ખુશ થઈશ.". રક્ષાબંધન નિમિત્તે ભાઈ-બહેનના પ્રેમ નો આ પ્રસંગ..આપને પસંદ પડશે. *** આ ડોક્ટર સુનિતા કોણ છે? સૌંદર્યા- એક રહસ્ય નું એક પાત્ર..જેને " માં " પોતાની દીકરી ગણતા હોય છે..સૌદર્યા - એક રહસ્ય ના આવનારા ભાગ માં ડોક્ટર સુનિતા ના પાત્ર નો નાટ્યાત્મક પ્રવેશ થાય છે..જાણવા માટે વાંચો ..... મારી ધારાવાહિક વાર્તા " સૌંદર્યા"- એક રહસ્ય..... @ કૌશિક દવે