રાકેશભાઈની કાર રસ્તા ઉપર પુરપાટ દોડી રહી હતી. રાકેશભાઈ ફેમિલી સાથે અમદાવાદ એક ફંક્શનમાં ગયા હતા. ત્યાંથી નીકળતા મોડું થઈ ગયું હતું. દિકરી અંકિતા ને વહેલી સ્કૂલ માં જવાનું હોય જો વહેલા પહોંચે તો દિકરી ને વહેલું ઉઠવામા તકલીફ ન પડે.ત્યાં અચાનક રોડ સાઈડના ખેતરમાં થી એક રોજડુ ગાડી સાથે જોરથી ભટકાયુ.અચાનક થયેલા હુમલા થી કાર પર નો કાબૂ રાકેશભાઈ ગુમાવી બેઠા.ગાડી ગડથોલીયુ ખાઈને રોડ પરથી ઉતરીને બાજુ ના ખેતરમાં ખાબકી. તેમાં રાકેશભાઈ નો આબાદ બચાવ થયો. પણ તેમના પત્ની અને દિકરી નુ ત્યાં ને ત્યાં કરુણ મૃત્યુ થયું.રાકેશભાઈ ને પણ થોડું ઘણું વાગ્યું હતું પણ આટલા મોટા આઘાત સામે તેને પોતાના દર્દ નુ કંઈજ ભાન ન હતું.
રાકેશભાઈ પાસે અઢળક મિલકત હતી. આ કરુણ બનાવની જાણ થતાં રાકેશભાઈ ના સગાવહાલા કીડીયારાની જેમ ઉભરાવા લાગ્યા.મામા ,માસી, ફૈબા,કાકા બધા આજુબાજુ ગોઠવાઈ ગયા. તમારી ગાડી સહેજ સ્લો ચાલતી હોત તો કદાચ મા દિકરી બચી ગયા હોત, તમે હવે એકલા પડી ગયા,આટલી મોટી સંપતિ સાચવવા એક વારસની આશા હતી, પણ જેવી ભગવાન ની મરજી. આવા વાક્યો બોલીને રાકેશભાઈ ને સાતવના આપવાની જગ્યાએ તેના ઘાવ માં મીઠું મરચું ભભરાવતા.રાકેશભાઈ આવી વાતો થી અકળાઈ જાતા પણ જાત પર કાબૂ રાખી ને ચુપચાપ બંને મા દિકરી ની ધાર્મિક વીધી પતાવીને બધા ને હાથ જોડી ને રજા આપી. રાકેશભાઈ આવડા મોટા બંગલા માં સાવ એકલા પડી ગયા
બંગલા માં બેઠા બેઠા તેને આમ થી તેમ ચહેકતી હસતી રમતી તેની દિકરીનો ભાસ થતો તે ઘરની બહાર નીકળી જતાં . ચાલ્યાં જ કરતાં થકાય જાય તેટલું ચાલતા અને ઘરે આવી ને શુઈ જતાં એવી જ રીતે એક દિવસ ચાલતા ચાલતા થાકી ગયા તો બાજુમાં શિવાલય હતું તેમાં થોડી વાર આરામ કરવા બેઠા. ત્યાં કુદરતી રીતે તેના મનને શાંતિ નો અનુભવ થયો. પછી તો નિયમિત સવાર સાંજ મંદિર ના બાકડે આવીને બેસતા અને લખેલી રુદ્રી વાચતા.મંદિર ના પુજારી દિપકભાઈ
પણ તેની પાસે બેસતા હાલ ચાલ પુછતાં. આમ બંને ની દોસ્તી થઈ ગઈ.
રાકેશભાઈ રોજ સવારે જોતા કે કેટલાય ભક્તો દૂધ ની ટબુડી લાવતા કોઈ ચોખા લાવતા કોઈ ફૂલ બિલ્લી સહિત પાણી નો લોટો ચડાવવા લાવતા. પૂજારી બધી વસ્તુ શિવલિંગ ને ચઢાવતા. અને નમન રુપે ભક્તો ને ફૂલ બિલ્લી આપતા.
તેણે દિપક ભાઈને કહ્યું કે એવું ન બને કે જુદા જુદા શિવલિંગો ઉપર જુદી જુદી વસ્તુઓ ચઢે જેટલો ખર્ચો થાય તે બધો દેવા હુ તૈયાર છું. દિપકભાઈ ના ગળે આ વાત ઉતરી ગઈ.
નિજ મંદિર ની ખાલી પડેલી જગ્યામાં બે ઊંચા ઓટા બનાવ્યા અને ફરતે બેસવાની પારી બનાવી. અને ઓટા ઉપર ધામધૂમથી શિવલિંગ ની સ્થાપના કરી. અને બોર્ડ મુકી દીધા કે જલ તથા ફૂલ બિલ્લી નિજ મંદિરમાં ચઢાવવામાં આવે અને દૂધ અને ચોખા માટે બાજુ માં બે શિવલિંગ છે તેના ઉપર ભક્તો પોતે જાતે ચઢાવી શકે. ભક્તો તો રાજી થઈ ગયા. જે શિવલિંગ ઉપર દૂધ ચઢાવવાનુ હતું તેના થાળાની નીચે દૂધ સીધુ નીચે ગોઠવેલા બોગેળામા પડે તેવી વ્યવસ્થા કરી હતી અને જે શિવલિંગ ઉપર ચોખા ચઢાવવાના હતા તેના થાળા ની નીચે એક વાસણ ગોઠવ્યું હતું જેથી બધા ચોખા એમાં પડે.ભક્તોને તો પોતાની જાતે રુદ્રી કરી ને દૂધ ચઢાવવાની અને શિવ ના 108 નામ બોલી ને ચોખા ચઢાવવાની મજા પડી ગઈ અને બેસવાનું આસન ઉપર હોવાથી એજેડ અને પગના દુખાવા વાળાને ઘણી રાહત રહેતી. આવો અદભુત લ્હાવો મળતો હોવાથી ભક્તો ની સંખ્યામાં પણ ઉત્તરોઉતર વધારો થવા લાગ્યો.
જે દૂધ અને ચોખા ભેગા થતા હતા તે રાકેશભાઈ જાતે પોતાના હાથે ગરીબો ના બાળકો ને દૂધ વહેચતા અને સ્ત્રીઓ ને રાધવા ચોખા આપતા.અને એમાં થી આનંદ લેતા તેને થયું હજી હૂં એવું કંઈક કરું જેથી આ બાળકો નુ ભવિષ્ય સુધરે. તેમણે બાળકો માટે એક સ્કુલ બનાવી.તેમાં અનાથ બાળકો ને રહેવા ખાવા પીવાની બધી સગવડ તા રાખી. અને ગરીબ ત્યકતા અને વિધવા બહેનો માટે નારીનિકેતનની સ્થાપના કરી. જેમાં બહેનોને આશરો મળે અને બાળકો માટે નાસ્તો જમવાનું બનાવે. અને પોતપોતાની આવડત પ્રમાણે જુદા જુદા નાસ્તા મિઠાઈ ઓ પાપડ વગેરે અનેક જાતની વસ્તુઓ બનાવે જેથી સસ્તા દરે સામાન્ય નાગરિકો ને વહેચી શકાય. આવા સારા કામ માં સૌને પુણ્ય કમાવવુ હોય તેથી ઠેર ઠેર થી દાન ની રકમ આવવા લાગી. એમાં શ્રાવણ મહિનો આવ્યો દર વરસ કરતાં આ વર્ષે ભક્તો ની ભીડ પણ જાજી રહી દિપકભાઈ એ પણ મંદિરમાં આવેલા દાન ની રકમ રાકેશભાઈ ની દઈ દીધી જોતજોતામાં બંને ઈમારત તૈયાર થઈ ગઈ રાકેશભાઈ એ ઈમારત નુ નામ શિવપ્રેરણા રાખ્યું.
રાકેશભાઈ બાળકો ના કિલ્લોલ માં એવા તો ખોવાઈ ગયા કે પોતાનું દુઃખ સાવ વિસરી ગયા તે પોતાનો બંગલો છોડીને બાળકો સાથે રહેવા લાગ્યા.
જીવ જ્યારે શિવમા ભળી જાય ત્યારે તેમાંથી પ્રેરણા નુ ઝરણું ફૂટી નિકળે.
સમાપ્ત