Vidhi ni Vakrata books and stories free download online pdf in Gujarati

વિધિ ની વક્રતા

રમણભાઈ યાત્રા સંઘ સાથે હરદ્વાર જતા હતા. રસ્તામાં અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો. તેની સાથે સંઘમાં તેમના મિત્ર રમેશભાઈ હતા તેને કંઈક કહેવાની કોશિશ કરતાં હતા પણ પુરુ વાક્ય બોલી ન શક્યા.ફક્ત મારો પટારો, મારો પટારો આ બે વાક્ય બોલ્યા ત્યાં તો માથું ઢાળી દીધું.રમેશભાઈ એ ઘરે એમના દિકરા સુમન ભાઈને ને જાણ કરી દીધી અને બીજા બે મિત્રો ને સાથે લઈ રમણભાઈ નુ મૃતક શરીર લઈ આગલા સ્ટેશને ઉતરી ગયા.
સુમનભાઈ તો બાપુજી ના અચાનક અવશાનના સમાચાર સાભળી ભાગી પડ્યાં. કારણ બાપુજી ને સ્ટેશને મુકવા એ અને એનો દિકરો મયુર ગયા હતા ત્યારે એકદમ સ્વસ્થ હતા તેને હરદ્વાર જવાનો કેટલો ઉત્સાહ હતો. તે કેટલા ખુશ હતા.તેમણે મયુર અને મયુરના વાઈફ ને બોલાવી ને કહ્યું કે બાપુજી આપણને છોડીને અનંત યાત્રા એ નીકળી ગયા છે.રમેશભાઈ અને તેના બીજા બે મિત્રો તેમનુ મૃત શરીર લઈ પાછા આવી રહ્યા છે મયુર ભાઈ તો આ સમાચાર સાભળી આઘાત પામી ગયા કારણ એ દાદા નો લાડકો પૌત્ર હતો. જ્યાં સુધી મયુર ઘરે ન આવે ત્યાં સુધી દાદા સુવા ન જતાં. નાનો હતો ત્યારે તો દાદા એક મિનિટ પણ તેનાંથી અળગો થવા ન દેતાં. મયુરભાઈની આખ માં થી આસું સુકાવાનુ નામ નહોતા લેતા.
સુમનભાઈ અને મયુરભાઈ એ મળી ને બધા એ સગાં સંબંધીઓ ને જાણ કરી અને હેતલબેને ઘરમાં બધા બેસી શકે તેવી વ્યવસ્થા કરી લીધી. રમેશભાઈ દાદાજીનુ પાર્થિવ શરીર લઈ પહોંચી ગયા. અધરસ્તે મૃત્યુ થયું હોવાથી તેનું P M કરાવું પડ્યું. એના રિપોર્ટમાં પણ મૃત્યુ નુ કારણ એટેક આવ્યું. દાદાજી ની સ્મશાન યાત્રા ની બધી વિધિ પતાવ્યા બાદ રમેશભાઈ એ સુમનભાઈ ને કહ્યું તમારા પિતાજી કંઈક કહેવા જતાં હતા પણ પુરુ બોલી ન શક્યા ફક્ત મારો પટારો, મારો પટારો એટલું કહીને માથું ઢાળી દીધું. સુમનભાઈ એ કહ્યું કે આમ પણ બાપુજી ને પટારો અંત વહાલો હતો આટલા વર્ષ થી કોઈ દિવસ અમને પટારાને હાથ લગાડવા નથી દીધો. અમે સ્ટેશન પર મુકવા આવ્યાં ત્યારે ય તમારું ધ્યાન રાખજો એમ ન કહ્યું પણ જો જો મારા પટારાનુ ધ્યાન રાખજો અને કોઈ તેને અડે નહી.
મયુરભાઈ ,રમેશભાઈ અને સુમનભાઈ ની વાત સાભળતા હતાં, તેમણે સુમનભાઈ ને કહ્યું પપ્પા આપણે આ પટારો ખોલીને જોઈએ કે એવું તો શું છે આ પટારામા કે દાદાજી ક્યારેય તેનાથી દુર નહોતા થવા દેતાં. સુમનભાઈ એ રોકતા કહ્યું ના બેટા હવે આ પટારો ક્યારેય નહીં ખુલે. જો આપણે પટારો ખોલીએ તો એનો આત્મા દુભાય એટલે ઘરના બધાય સાભળી લે કે હવે આ પટારો આજેય નહીં ખુલે ને કાલેય નહીં હવે આ ક્યારેય નહીં ખુલે
થોડા વર્ષો બાદ સુમનભાઈ પણ આ દુનિયા છોડીને જતાં રહ્યા.મયુરભાઈ ની લાઈફ ઈઝીલી પસાર થતી હતી. તેમની બંને દિકરી ઓ શહેરની સારા માં સારી સ્કૂલમાં ભણતી હતી. તે પોતે પણ એક સારામાં સારી કંપનીમાં જોબ
કરતાં હતા. પણ કહેવાય છે ને કે જીવનમાં બધા દિવસો એક સરખા નથી જતાં. મયુરભાઈ ની કંપની બંધ થઈ ગઈ.આથી તેની નોકરી છુટી ગઈ.તેમણે બીજી નોકરી માટે ખુબ પ્રયત્નો કર્યા પણ તેને જોઈએ તેવો પગાર ન મળતા સ્વીકાર તા નહી. આમને આમ ઘરમાં બેઠા બઠા છ મહિના જેવું નીકળી ગયું ઘરના ખર્ચા અને દિકરી ઓ ના ભણતરમાં ભેગી કરેલી બધી મુડી વપરાય ગઈ.હેતલબેને ના બધા દાગીના વહેચાઈ ગયા. દોસ્તો પાસેથી ઉછીના લીધેલા રુપિયા ની પણ ઉઘરાણી કરવા રોજ કોઈ ને કોઈ રોજ ઘરે આવતા. બધી બાજુથી ઘેરાયેલા મયુરભાઈ એ આપઘાતનો રસ્તો અપનાવી લીધો
મયુરભાઈ ના આપઘાત ના પગલાં થી હેતલબેનના માથે આભ તુટી પડ્યું ઘરમાં ખાવાના સાસા હતા મયુરભાઈ ની બધી વિધિ પતાવવી શી રીતે. તેમણે પોતાનું એક મંગળસૂત્ર બચ્યું હતું તે હવે શું કામનુ વિચારી વેચી નાખ્યુ.અને બધી વીધી પતાવી. હેતલબેન ને મયુરભાઈ ના અવશાનથી દુઃખ તો ખુબ હતું પણ સાથે સાથે ગુસ્સો પણ હતો. તે વિચારતા મે આ છ મહિના માં ક્યારેય ફરિયાદ નથી કરી અને તેને પુરેપુરો સાથ આપ્યો અને મને અને દિકરી ઓ ને મઝધારમા છોડીને જતાં રહ્યાં.
બધી વીધી પતી ગયા પછી મા દિકરી ઓ એકલી પડી અને વિચારતી હતી હવે શું કરશું ત્યાં રિલાયન્સ ના બે માણશો મયુરભાઈ નુ ઘર ગોતતા આવ્યાં. હેતલબેન ને પુછ્યું મયુરભાઈ નુ ઘર આજ કે. હેતલબેને હા પાડતાં તેઓએ જણાવ્યું કે રિલાયન્સ વાળા ને તમારી જમીન વેચાતી જોઇએ છે જેની કિંમત આશરે લગભગ બે કરોડ જેટલી છે અને સરકારી કચેરીમાં મયુરભાઈ ના નામે બોલાય છે.તમે તેના દસ્તાવેજ દેખાડી સોદો નક્કી કરી જજો આ અમારુ એડ્રેસ છે કહી કાડૅ આપી તેઓ જતાં રહ્યા. હેતલબેન તો આ બધું સાભળી એકદમ હતપ્રભ થઈ ગયા હવે આટલા વર્ષો થી તે ઘરમાં હતા સાફસફાઈમા પણ ક્યારેય કાગળ હાથમાં નહોતા આવ્યાં. તેને અચાનક મેળામાં મુકેલો પટારો યાદ આવ્યો.
તેણે પટારો નીચે ઉતાર્યો અને ભગવાન નુ નામ લઈ પટારાનુ તાળું તોડી નાખ્યું અને ધ્રુજતા હાથે પટારો ખોલ્યો તેમાંથી મયુરભાઈ ના નામની જમીન ના દસ્તાવેજ નિકળ્યા અને દાગીના ના બે ડબ્બા નિકળ્યા એક ડબ્બો તેની સાસુ નો હતો અને બીજો ડબ્બો દાદી સાસુ નો હતો હેતલબેન ની આખો તો ફાટી ની ફાટી રહી ગઈ. અને સાથે અશ્રુ ધારા થી દાગીના ના બંને ડબ્બા ભિજાય રહ્યા હતા.
તે સમજી નહોતા શકતા કે આને વીધી ની વિચિત્રતા કહેવી કે કરમ ની કઠણાઈ કહેવી
સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED