aatma sathe aatma nu milan books and stories free download online pdf in Gujarati

આત્મા સાથે આત્મા નું મિલન

આ વાત 1981 ની છે. તે વખતે શિવાની મ્યુનિસિપલ સ્કૂલમાં શિક્ષીકા ની જોબ કરતી હતી. તેની બદલી જામનગર થી મોરબી થઈ હતી. જામનગર માં તેની સાથે તેના સાસુ સસરા રહેતા હતા અને શિવાની ને બે બાળકો હતા જેમાં દિકરો પાંચ માં ધોરણમાં અને દિકરી સાતમા ધોરણમાં ભણતી હતી અને શિવાની ના પતિ ની કરિયાણાની દુકાન હતી.આથી શિવાની ને એકલું મોરબી રહેવું પડે તેમ હતું.
શિવાની ને પહેલાં તો એમ થયું કે એકલા રહેવા કરતાં નોકરી મૂકી દઉં તેને તેના ઘરના ની ચિંતા સતાવતી હતી બંને બાળકો ભણતા હતા. સાસુ સસરા પણ મોટી ઉમર વાળા હતા. ઘરમાં નોકરી મુુકવાની વાત કરી ત્યારે ઘરના એ સમજાવ્યું કે સરકારી નોકરી એમ મુુકી ન દેવાય સાસુ એ બાહેધારી આપી તુું ચિંતા ન કર હું બધું સંભાળી લઈશ શનિ-રવિ આવતી જતી રહેજે. શિવાની ને ઘરના ની વાત સાચી લાગી ઘણા મનોમંથન પછી મોરબી જવા તૈયાર થઈ ગઈ
મોરબી પહોંચી ને પહેલું કામ તેમણે ભાડે થી ઘર ગોતવાનુ કર્યું. તેમને સ્વતંત્ર મકાન જોઈતું હતું જેથી શનિ રવિ અથવા રજાઓમાં તેમના કુટુંબ ના કોઈ પણ આવે ત્યારે કોઈ ડિસ્ટર્બન્સ ન થાય. ગોતતા ગોતતા એમને એક સરસ મજાનું મકાન મળી ગયું. મકાન ખુબ જ મોટું હતું આગળ મોટું ફળિયું હતું. ત્રણ બેડરૂમ હોલ કિચન હતા અને પાછળ વોશિંગ એરિયા હતો. અને ભાડું પણ સાવ ઓછું હતું. શિવાની ને તો આ મકાન ખુબ જ ગમી ગયું અને ભાડે રાખી લીધું.
વેકેશન પુરુ થઈ ગયું અને સ્કુલ શરૂ થઈ એટલે શિવાની જરૂરિયાત પુરતો સામાન લઈને મોરબી આવી ગઈ તેમને મુકવા ઘરના બધાં આવ્યાં હતા બધા ને મકાન બહુજ ગમી ગયું. બે દિવસ તો મકાન માં બધું ગોઠવવામાં ક્યાં નીકળી ગયાં તે ખબરજ ન પડી. બધા બે દિવસ રોકાઈને જતાં રહ્યા. પછી શિવાની એકલી પડી.ડેલીબંધ મકાન હતું તેથી ડેલી બંધ કરી ને સુવા માટે આડી પડી
શિવાની ને આખા દિવસ નો થાક હતો આથી સુતા ભેગી નીંદર આવી ગઈ.અડધી રાત્રે તેને પાણી પીવાની તરસ લાગી તેથી તે પાણી પીવા રસોડામાં ગઈ.રસોડાની બારી માં થી ફળિયામાં નજર ગઈ તો તેને ત્યાં કોઈ બેઠું હોય તેવો ભાસ થયો. તેથી ડ્રોઈંગ રૂમ ની બારીનો પડદો સહેજ હટાવી બહાર નજર કરી તો ખરેખર એક બાળકી ખૂણામાં બેઠા બેઠા રડતી હતી. તેમને વિચાર આવ્યો કે મેં ડેલી તો બંધ કરી દીધી હતી તો આ બાળકી અંદર કેવી રીતે આવી હશે. કદાચ તે અંદર રમતી હશે ને મેં ડેલી બંધ કરી દીધી હશે. તેણે ડ્રોઈંગ રૂમ માં થી જ બાળકીને બૂમ પાડી પુછ્યુ કે તું અહીં કેવી રીતે આવી. તું કોણ છો.બાળકી તો મોટે મોટે થી રડવા લાગી અને ડુસકા ભરવા લાગી. આથી શિવાની એ દરવાજો ખોલ્યો. અને તેને છાની રાખવા તે છોકરી બેઠી હતી ત્યાં ગઈ પણ ત્યાં તો કોઈ જ ન મળે. શિવાની નુ તો લોહીજ થીજી ગયું .તે તો ડર ની મારી કંપવા લાગી. જલ્દીથી ભાગીને દરવાજો બંધ કરીને પોતાના રૂમ માં પહોંચી ને માથે ઓઢી ને સૂઈ ગઈ અને હનુમાન ચાલીસા બોલવા લાગી. હનુમાન ચાલીસા બોલતા બોલતાં ક્યારે નિંદર ચડી ગઇ તે ખબર જ ન પડી
બીજે દિવસે સવારે ઊઠીને રાત ની ઘટનાને યાદ કરતી હતી તેમને સમજણ નહોતી પડતી કે આ સ્વપ્નું હતું કે સાચું હતું તે બહાર ફળિયામાં જઈ ને તપાસ કરી પણ ત્યાં એ છોકરી રાત્રે બેઠી હોય તેવાં કોઈ નિશાન ન હતાં. આથી કદાચ સ્વપ્નુ હશે તેમ વિચારી પોતાના કામમાં લાગી ગઈ. દસ વાગ્યે સ્કૂલમાં પહોંચી પોતાની ડ્યૂટી સંભાળી લીધી.આખો દિવસ બધાં ની સાથે ઓળખાણ દેવામાં અને લેવામાં ક્યાં પસાર થઈ ગયો તેની ખબરજ ન પડી. પાંચ વાગે છુટી ને થોડા શાકભાજી અને થોડું ઘણું કરિયાણુ લઈને ઘેર આવી. ઘરમાં ફળિયામાં પગ મુકતાજ તેને રાતની વાત યાદ આવી ગઈ અને શરીર માં થી ઠંડી નું એક લખલખું પસાર થઈ ગયું. રાત્રે જમીને સુવા ગઈ ત્યારે ફળિયામાં નજર કરતી ગઈ કે તે છોકરી બેઠી તો નથીને. ત્યાં કોઈ નહોતું તેથી નિરાત નો શ્વાસ લઈને ભગવાન નુ નામ લઈને સુઈ ગઈ.અડધી રાત્રે અચાનક નીંદર માં થી ઝબકીને જાગી ગઈ. આજે પણ નાની બાળકીનો રડવાનો અવાજ આવતો હતો.તેણે હિંમત કરી બારી ખોલી સહેજ પડદો હટાવી બારી બહાર જોયું તો બાળકી તેજ જગ્યાએ બેસી ને રડી રહી હતી અને રડતાં રડતા કંઈક બોલી રહી હતી. શિવાની એ હિંમત કરીને બાળકીને બુમ પાડી ને પુછ્યું. કે બેટા તુ કોણ છે શા માટે અહીં બેસીને રડી રહી છો. બાળકી થોડી શાંત પડી અને શિવાની સામે જોવા લાગી. શિવાની એક મિનિટ માટે તો ગભરાઈ ગઈ પછી હિંમત કરીને પુછ્યું.બેટા તને કંઈ જોય છે. તને ભુખ લાગી છે.તારે કંઈક ખાવું છે. શિવાની ના આટલા પ્રેમ ભર્યાં વાક્યો સાભણી બાળકી થોડી શાંત થઈ અને શિવાની ને પોતાની કથની કહેવા લાગી.
બહેન હું અને મારા પપ્પા બંને અહીં જ રહેતા હતા. મારો જન્મ થતાં જ મારી મમ્મી નુ મૃત્યુ થયું હતું. અને ઓછા માં પુરુ હું અપંગ જન્મી હતી. મારા પપ્પા પર મને ઉછેર વાની મોટી જવાબદારી આવી પડી. મારા દાદા અને દાદી બાજુના ગામડામાં રહેતા હતાં. ત્યાં અમારા ઘરના ખેતર હતા. હું એક વર્ષની થઈ ત્યાં સુધી દાદીએ મને સાચવી પછી તે ગામડે પાછા જતાં રહ્યા કારણ કે દાદા ની તબિયત સારી નહોતી રહેતી. મારા પપ્પા સ્કૂલમાં ટીચર હતા. સવાર માં મને નવડાવી જમાડી ને બાજુ વાળા ને મારી ભલામણ કરી સ્કૂલમાં જતાં. રિસેશમા આવીને મારી ખબર કાઢી જતાં અને સાજે સ્કુલે થી આવીને જમવાનું બનાવી મને જમાડતા અને પછી મારી સાથે રમતા. હું સાત વર્ષની થઈ ત્યાં સુધી અમારુ જીવન જાણે એકબીજા માટે જીવતા હોય તેમ ચાલ્યું જતું હતું.પણ એક વાર મારા પપ્પા સ્કુલે ગયાં ત્યાં તો મોરબીનો મચ્છુ ડેમ તુટી ગયો અને પાણી ના પુરમાં હું તણાઈ ગઈ અને પપ્પા પપ્પા કરતી હું મૃત્યુ પામી. મારે મારા પપ્પાને મળવું છે તેને એક વાર જોવા છે. તેની સાથે વાતો કરવી છે.એમ કહી બાળકી પાછી રડવા લાગી. શિવાની એ શાંત રાખીને બાળકીને કહ્યું હૂં તારા પપ્પાને શોધવા ની પુરી કોશિશ કરીશ તું મને તેમનું નામ કહે. બાળકીએ કહ્યું મારા પપ્પા નું નામ મનહરભાઈ છે.એટલું કહી બાળકી અલોપ થઈ ગઈ.
શિવાની તો જાણે સ્વપ્નમાં થી બહાર આવી હોય તેમ હતપ્રભ થઈ ને બારી આગળ જ સ્થિર થઈ ગઈ.થોડી વાર પછી હિંમત એકઠી કરી પથારીમાં પડી ને હનુમાન ચાલીસા બોલતાં બોલતાં સૂઈ ગઈ. બીજે દિવસે સ્કૂલમાં પહોંચી ને પહેલાં તો આચાર્ય સાહેબ ને પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી. આચાર્ય સાહેબ તો શિવાની ની વાત સાભણી પહેલાં તો સ્તબ્ધ થઈ ગયાં. પછી શિવાની ને તેની હિંમત બદલ શાબાશી આપી અને કહ્યું કે હું તને મનહરભાઈ ને શોધવા માં પુરેપુરી સહાય કરીશ. બે વર્ષ પહેલાં ના શિક્ષકો નો રેકોર્ડ તપસ્યા અને તપાસ કરતાં માલુમ પડ્યું કે મનહરભાઈ ની બદલી જુનાગઢ થઈ છે.શિવાની એ બે દિવસ ની રજા માંગી જુનાગઢ જવા માટે. આચાર્ય એ સામે થી રજા આપી આથી શિવાની પહેલાં તો જામનગર આવી તેમના પતિ અને સાસુ સસરા ને પોતાની સાથે થયેલ ઘટના ની જાણ કરી અને કહ્યું કે મારે તે બાળકીના પિતા ને શોધવા જુનાગઢ જવું પડે તેમ છે. શિવાની નો પતિ શિવાની સાથે જુનાગઢ જવા તૈયાર થઈ ગયો.
જે સ્કૂલમાં મનહરભાઈ ની બદલી થઈ હતી તે સ્કૂલમાં પહોંચી ને મનહરભાઈ ને શોધ્યા પછી મનહરભાઈ ને તેની બાળકી વિશે જણાવ્યું અને કહ્યું તમારી બાળકીનો આત્મા તમને મળવા માટે ઝુરી રહ્યો છે.મનહરભાઈ તો આટલું સાભણતાજ બેબાકળા બની ગયા. અને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હું અભાગી ઓ મારી દિકરી ને ન બચાવી શક્યો. હું સ્કૂલમાં પહોંચ્યો ત્યાં સ્કૂલમાં મારા પિતા નો ફોન આવ્યો કે ઝડપથી આવ તારી માં બિમાર છે. આથી સ્કૂલમાં થી જ સીધો માં ને જોવા ગામડે જતો રહ્યો. ગામડેથી પાછા ફરી ને જોયું તો આખું ગામ સ્મશાનમાં ફેરવાઇ ગયું હતું. મારા ઘર તરફ દોડ્યો પણ ત્યાં મારી પરી નો ક્યાં ય પત્તો ન લાગ્યો. ગાંડાની જેમ મારી દીકરીને શોધતો રહ્યો.પણ મારી પરી ક્યાંય ન મળી. મારું જીવન જ મારી પરી હતી તેના વગર નુ જીવન એક લાશ શ્વાસ લેતું હોય તેવું હતું. મારા માથે મારા મા બાપ ની જવાબદારી હતી તેથી જીવ્યા વગર છૂટકો ન હતો. બેન મને મારી પરી પાસે લઈ જાવને તમારો ઉપકાર હું જીદંગી ભર નહીં ભુલુ.
ત્રણેય જણા મોરબી જવા રવાના થઈ ગયા. મોરબી પહોંચી ને જોયું તો મોરબી તો સાવ બદલાઈ ગયેલું લાગ્યું. પહેલાં પોતે જ્યાં રહેતા હતા તે મકાન ની શકલ પણ સાવ બદલાઈ ગઈ હતી પોતે તો મકાન એક પટેલ ને વેચી ને જુનાગઢ જતાં રહ્યાં હતા. બે વર્ષ પછી તેણે મોરબી માં પાછો પગ મુક્યો હતો.
જેવી અડધી રાત થઈ ત્યાં ફળીયામાં થી બાળકીનો રડવાનો અવાજ આવવા લાગ્યો સાથે ત્રુટક ત્રુટક શબ્દોમાં પપ્પા પપ્પા તેવું કહેતી હતી. મનહરભાઈ એ બારીમાથી જોયું કે આ તો મારી જ પરી છે આથી દોડી ને પરી પરી કરતાં બાળકીને ભેટી પડ્યાં. પરી તો અલોપ થઈ ગઈ અને મનહરભાઈ નો આત્મા પરી સાથે એકાકાર થઈ ઊડી ગયો અને નાશ્વર દેહ ત્યાં પડ્યો રહ્યો.
સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED