બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો.મે ઘડિયાળ માં જોયુંરાતના બે વાગ્યા હતા. મારું હૃદય ધબકાર ચુકી ગયું. કારણ ઘરમાં હું એકલી હતી. મારા હસબન્ડ ઑફિસ ના કામ અંગે બહારગામ ગયા હતા. દરવાજો કોઈ જોરથી ખખડાવતુ હતું. જાણે કોઈ ને જલ્દી થી અંદર ન આવી જવું હોય. હું તો મુઝાઈ ગઈ હવે શું કરવું. મેં ડ્રોઈંગ રૂમ ની બારીમાંથી બહાર જોયું તો એક નારી તેના હાથમાં નાનકડા બચ્ચાને લઈને ઊભી હતી. અને વરસાદ થી પોતાના બાળક ને બચાવવા મદદ માટે કરગરતી હતી.
આટલી મોડીરાત્રે કોઈ ને ઘરમાં પણ કેમ આવવા દેવાય, અને મદદ ન કરુ તો માનવતા લાજે હવે શું કરવું. મનમાં એક વિચાર કરી તેને કહ્યું બહેન બહાર ફળિયામાં હીચકો છે. તેની ઉપર તારા બાળક ને સુવડાવ અને તને ટુવાલ અને શાલ આપુ છું જેથી તારા બાળક ને લુછી અને શાલ ઓઢાડી સુવડાવ ત્યાં હું બાળક માટે દૂધ ગરમ કરી લાવું. મારા આવા લાગણી ભયૉ શબ્દો તે બહેન ની આંખ માથી આસું ની ધાર થવા લાગી જાણે કોઈ વસ્તુ નો પસ્તાવો ન થતો હોય.
મેં એને હિચકા ઉપર મોકલી અને દુધ ગરમ કરવા ના બહાને C C Tv કેમેરા માં તેની બધી હિલચાલ નું ધ્યાન રાખતી હતી ત્યાં તેના મોબાઈલ માં કોઇનો ફોન આવ્યો સામે શું બોલાતું હતું તે તો ખબર નહોતી પણ તે ફોન માં સતત વિનંતી કરતી હતી આવું કરવાનું રહેવા દો સારા માણસો સાથે આવું ન કરાય. સામેથી કંઈક જવાબ આવ્યા પછી ફોન માં તે કરગરવા લાગી ના મારી દિકરી ને કંઈ નહી થવા દઉ હું મારી દિકરી ની બલી નહીં ચડવા દઉ તમારે જે કરવુ હોય તે કરજો પણ મારી દિકરી ને કંઇ ન કરતા. આ સાંભળી હું સમજી ગઈ કે મારી એકલતા નો લાભ લઈ લુટ ચલાવવાનો પ્લાન ગોઠવાયેલો છે
મે ઝડપથી બાજુ વાળા રમેશભાઈ ને ફોન કરીને મારી હાલત વિશે જણાવ્યું અને આજુબાજુ બધા ને તથા પોલીસ ને જાણ કરવાનું કહી દીધું. પેલા બેન દરવાજો ખુલવાની રાહ જોઇને તાકીને ઊભા હતા જેણે તેમને ફોન કયૉ હતો તે પણ આજુબાજુ માં છુપાયેલો હશે તેવું લાગતું હતું કારણ તેની નજર વારેવારે ગેટ તરફ જતી હતી મને રમેશભાઈ નો મીસકોલ આવ્યો જેથી હું સમજી ગઈ કે આજુબાજુ વાળા બધા પહોંચી ગયા છે એટલે ડ્રોઈંગરૂમ નો દરવાજો ખોલીને હું બહાર આવી
ત્યાં અચાનક કોઈ ઠેકડો મારી ને મારી સામે આવી ને ઊભું રહી ગયું હું તો આવાં અચાનક હુમલા થી ખુબ ડરી ગઈ એ ભાઈ મારી પર હુમલો કરવા જતાં હતાં ત્યારે પોલીસે ફાયરિંગ કર્યું. અચાનક ફાયરિંગ ના અવાજ થી એ ડામીસ ગભરાઈ ગયો અને ભાગવાની કોશિષ કરવા લાગ્યો પણ વરસાદ ને કારણે ભીની થયેલી ફસૅ પર તે ગબડી પડ્યો ત્યાં આજુબાજુ થી આવેલા પાડોશીઓ એ તેમને પકડી લીધો. અને પોલીસ ને સોપી દીધો.
પેલા બેન તો હતપ્રભ બની ને આ બધું જોતા હતા તેને સમજ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે. પોલીસ તેને પકડવા જતી હતી ત્યાં મે પોલીસ સાથે વાત કરી કે આ બાબત માં બેનનો હાથ નથી લાગતો છતાં પુછપરછ કરી ને પછી તેની ધરપકડ કરજો.
પુછપરછ દરમ્યાન ખબર પડી કે તે બેન એક સારા ઘરની દિકરી હતી. પણ કાચી ઉમર માં એને આ ડામીસ સાથે પ્રેમ થઈ ગયો. ઘરના ની મનામણી વિનમણી ને અવગણી ને આ ડામીસ જોડે ભાગી ને લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી સમજણ આવી કે જેને તે હીરો સમજતી હતી તે તો ઝીરો નીકળ્યો પણ હવે કંઈ થઈ શકે એમ નહોતું કારણ પિયર ના દરવાજા તો પોતાના હાથેજ બંધ કરી ને નીકળી હતી. ઓછામાં પુરુ તેણે દિકરી ને જન્મ આપ્યો. તે રોજ તું આ કામ નહીં કરે તો તારી દિકરી ને મારી નાખીશ તે કામ નહીં કરે તો મારી નાખીશ એમ બીવડાવીને આવા અવળા ધંધામાં તેને સાથ દેવા માટે મજબૂર કરતો. બેનની વાત સાંભળી બધા ની આખમા આસું આવી ગયા.
પોલીસ ની મદદથી બેનને વિકાસ ગૃહમાં મોકલી દીધા અને બધ પાડોશીઓ નોઆભાર માનતા આખોમા આસું આવી ગયા કારણ જો પાડોશીઓ ની મદદમળી ન હોત તો અત્યારે કદાચ જીવતી પણ ન હોત.
સમાપ્ત