Jajjis judgment books and stories free download online pdf in Gujarati

જજ નુ જજમેન્ટ

જજ સાહેબ સુબોધભાઈએ ફેસલો સંભળાવ્યો કે આરોપી બેકસૂર છે.તેને છોડી મુકવામાં આવે. આ ફેસલો સંભળાવતા તેની આખ માં પાણી આવી ગયા. આટલા વર્ષો મા પહેલી વાર તેને તેના આપેલા ચુકાદા પર ગુસ્સો આવતો હતો. ચુકાદો આપતી વખતે આરોપી ની આખોમા જોતાં જ તેને ખ્યાલ આવી ગયો હતો કે આરોપી ગુનેગાર છે. છતાં આરોપી વિરુદ્ધ એકપણ સ્ટેટમેન્ટ નહોતા અને મરનાર પત્નીએ dying declaration માં લખાવ્યું હતું કે મારા તથા મારા છોકરાઓ ના દાજી જવામાં મારા પતિનો હાથ નથી. આગ મારી ભુલ ને હિસાબે લાગી હતી. આવા નિવેદન ને આધારે આરોપી ને બેકસૂર જાહેર કરવો પડયો હતો.
ઘરે આવી ને પણ સુબોધ ભાઈને ચેન નહોતું પડતું. તેમના મનમાં થી આ વાત જતી નહોતી તેની આખો સામે મરનાર જાનકીબેનના માતા પિતા અને લાચાર ભાઈનો ચહેરો આવ્યા કરતો હતો. અને તેના પતિનુ ખંધુ હાસ્ય આવતુ હતું. સુબોધ ભાઈની દિકરી મીતાએ ઘરે આવીને જોયું કે તેના પપ્પા બાલ્કનીમાં ગૂમશૂમ કંઈક વિચાર માં બેઠા છે તે પિતા પાસે ગઈ અને બાજુમાં બેસીને તેના પપ્પાને દુઃખી થવાનું કારણ પુછ્યું. સુબોધ ભાઈએ કહ્યું બેટા મારાથી આજે ખોટો ચુકાદો અપાયો છે તેનું મને પારાવાર દુઃખ છે.ગુનેગાર ની આંખો જ કહી દેતી હતી કે તે ગુનેગાર છે. છતા મારે તેને છોડવો પડ્યો.જ્યાં સુધી તેને સજા નહીં થાય ત્યાં સુધી મને ચેન નહીં મળે.
મીતા હાઈકોર્ટે મા વકીલ હતી તેણે કહ્યું પપ્પા મને આખો કેશ સમજાવો. એવું લાગશે તો આપણે કેશ હાઈકોર્ટે માં દાખલ કરશું. સુબોધ ભાઈએ કહ્યું કે મરનાર જાનકીબેનના પિયરમાં માતા પિતા અને એક ભાઈ છે. સાવ સામાન્ય સ્થિતિ મા ઉછરેલા જાનકીબેનના લગ્ન એક પૈસે ટકે સુખી એવા કુટુંબ માં થયા ગરીબ ઘરની દિકરી લેવાનું કારણ તેમનો દિકરો આવ્ટલાઈનનો હતો જાનકીબેનના શરૂઆત ના દિવસો તો સારા રહ્યા પછી ધીમે ધીમે પતિ દેવે પોતાનું પોત પ્રકાશ્યુ. રોજ દારૂ પીને આવવુ પત્ની ને માર મારવો બધું સામાન્ય થઈ ગયું. જાનકીબેન ને આવા અમાનુષી વાતાવરણ વચ્ચે સમયાંતરે ત્રણ દિકરી ઓ થઈ. દિકરીઓનુ જન્મવું બળતામાં ઘી હોમવા જેવું થયું. હવે તો પાંચ વર્ષની દિકરી અને ત્રણ વર્ષ ની દિકરીને પણ માર મારતા નહોતો અચકાતો. આજુબાજુ વાળા તેની ગુડાગર્દી થી ડરતા તેથી કોઈ બચાવવા પણ નહોતું આવતું. નાની બાળકી તો છ મહિનાની જ હતી. એક દિવસ દારૂના નશામાં એક કેરોસીન નો ડબ્બો લાવી દરવાજા માં થી જ અંદર રેડી દઈ આગ ચાપી દીધી. મા દિકરી ઓ અંદર જ હતી બહાર નીકળવા નો કોઈ માગૅજ નહોતો નાની બાળકી ઘોડિયામાં સુતી હતી તેતો ઘોડિયા સાથે બળીને ખાખ થઈ ગઈ. ખોટેખોટો બાજુમાં થી બધાને બોલાવી લાવ્યો અને આગ ઠારવા નો પ્રયત્ન કરવા લાગ્યો. માં દિકરી ઓને આગ માથી બહાર કાઢી ત્યારે દિકરી ઓ તો નેવું ટકા દાજી ગઈ હતી તેતો હૉસ્પિટલ પહોચતા પહેલાં જ મૃત્યુ પામી જાનકીબેન ને હૉસ્પિટલમાં પહોચાડી ને સારવાર શરૂ કરી.જાનકીબેનનુ પોલીસે નિવેદન લીધું તો તેણે નિવેદન માં તેમના પતિ નિર્દોષ છે તેવું લખાવ્યું.અને બે દિવસ ની યાતના ભોગવી જાનકી બેને પણ આ દુનિયા માં થી વિદાય લઈ લીધી. જાનકીબેનના માતા પિતા અને ભાઈની વાત સાભણી મને એમ થાય છે કે આવા અત્યાચારી ને સજા તો થવી જ જોઈએ.
મીતા એ આખો કેશ સમજી લીધો પછી જાનકી બેનના માતા પિતા તથા ભાઈને કહ્યું કે હું આ કેશ હાઈકોર્ટે માં લડવા માગું છું. તમે ફક્ત રજા આપો. કેશ હું જ લડીશ અને તેનો જે પણ કંઈ ખર્ચો થાશે તે બધો હુ ભોગવીશ. જાનકીબેનના માતા પિતા તો રડવા લાગ્યા અને મીતાને આશીર્વાદ આપવા લાગ્યાં.મીતા ના મિત્ર ડી.એસ .પી હતા તેને આખો કેશ સંભળાવ્યો તે પણ તેની મદદ કરવા તૈયાર થઇ ગયા.
મીતાએ હાઈકોર્ટે માં કેશ દજૅ કર્યો. અને કેશને લગતી નાનામાં નાની વિગતો એકઠી કરવા લાગી રિતેશ ના આજુબાજુ વાળા રિતેશ વિરુદ્ધ બયાન દેતા બીતા હતા. બધા નો એક જ જવાબ હતો કે અમે કંઈ જાણતા નથી અમે તો અમારા ઘરમાં હતા. મીતા એ મિત્ર નો સાથ લઈ આજુબાજુ છુપી પોલીસ ગોઠવી દીધી. અને એક ને તો રિતેશ નો મિત્ર બનાવી દીધો. સવાર સાંજ રિતેશ સાથે રહે. તેની સાથે બેસી ને દારૂ પીવે અને જુદી જુદી વાતો કરીને તાગ મેળવવા ની કોશિશ કરે. એકવાર દારૂ ના નશામાં જાનકીબેનને કેવી રીતે મારી નાખ્યાં તે બોલવા લાગ્યો પોલીસે બધું ટેપ કરી લીધું. અને મીતા બહેન ને રેકોર્ડિંગ ફોરવર્ડ કરી દીધું. મીતા એ કેશના
hearing માં રેકોર્ડિંગ રજૂ કર્યું. એમાં રિતેશે ચોખ્ખું કહ્યું હતું કે કેવી રીતે દારૂના નશામાં આગ લગાવી હતી. અને જાનકીબેનને ધમકી આપી હતી કે જો મારી વિરુદ્ધ નિવેદન આપીશ તો તારા માતા પિતા અને ભાઈની પણ તારા જેવી હાલત કરીશ આથી જાનકીબેને ડરના માયૉ ખોટું બયાન આપ્યું હતું તેથી તે નિર્દોષ છુટી ગયો હતો.
જજે રિતેશ ને આવા હિચકારૂ કૃત્ય કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી. જાનકીબેનના માતા પિતા અને ભાઈ તો મીતા તથા સુબોધ ભાઈ ના પગમાં પડી આભાર માનવા લાગ્યા.અને સુબોધ ભાઈએ પણ હર્ષોલ્લાસ થી દિકરી નું કપાળ ચુમી લીધું અને કહ્યું બેટા તે મને એક પાપમાંથી ઉગારી લીધો.
સમાપ્ત


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED