Tarasyo sangam books and stories free download online pdf in Gujarati

તરસ્યો સંગમ

આલોક ના ક્લિનિક માં ચાર પાંચ માણસો એક યુવતી ને ઉચકીને લઈ આવ્યા અને કહેવા લાગ્યાં દાકતર સાહેબ આ બહેન નદી કિનારે પડ્યાં હતા તેમના માં જીવ હતો તેથી અમે તમારી પાસે લઈ આવ્યાં. આલોકે કહ્યું સારું હું તપાસી જોઉ છું. કહી તે યુવતી પાસે ગયો પણ યુવતી નું મોઢું જોઈને તેનાથી ચીસ નંખાઈ ગઈ આ તો સુધા છે. અને જલ્દીથી તેની ટ્રિટમેન્ટ માં લાગી ગયો. પેટ દબાવી દબાવી ને બધું પાણી કાઢી ને તેનામા થોડો સળવડાટ થયો પછી તેને ઇન્જેક્શન આપી ને ભાનમાં લાવવાની કોશિષ કરવા લાગ્યો. બે કલાક ની જહેમત પછી સુધા ને સારું થતાં જણાયું પછી આલોકે નિરાત નો શ્વાસ લીધો.
આલોક સુધાની સામે જ ખુરશીમાં બેસીને પોતાના અતીત માં સરી પડ્યો. સુધા અને તે બાળપણના મિત્રો હતાં મિત્રો તો ન કહેવાય પણ સુખ દુઃખ ના સાથી હતાં.સુધા અને આલોક નું મકાન બંન્ને બાજુ બાજુમાં હતા. સુધાના પપ્પા ખુબ જ પૈસાદાર હતા. પણ આલોક ના પપ્પાની સાવ સામાન્ય સ્થિતિ હતી ફક્ત બાપદાદાનુ મકાન હતું તેટલું જ.સુધા બે વર્ષની થઈ ત્યારે તેના મમ્મી પપ્પા નું એકસિડન્ટ માં મૃત્યુ થયું. મરતાં મરતાં સુધાના પપ્પાએ સુધાનો હાથ તેમના ભાઈ ના હાથમાં સોપતા કહ્યું હતું કે ભાઈ સુધાનુ ધ્યાન રાખજો. કહી દુનિયા માં થી વિદાય લઈ લીધીઅને સુધાના ખરાબ દિવસો ની શરૂઆત થઈ ગઈ.
સુધા ના નામની બધી જાયદાદ હતી તેથી સુધાના કાકા કાકી સરસામાન લઈ સુધા પાસે રહેવા આવી ગયા. નાનકડી સુધાને સરખુ જમવાનું ન આપે રડતી હોય તો છાની રાખવાની જગ્યાએ હાથ પકડી વરંડામાં બેસાડી દરવાજો બંધ કરી દે.બાજુ વાળા કિરણબેન આલોક ના મમ્મી ઝાપો ખોલી સુધાને પોતાના ઘરમાં લઈ જતા અને વહાલથી છાની રાખી તેમને જમાડતા. ધીમે ધીમે સુધા મોટી થવા લાગી. ગામવાળાની લોકલાજે બાજુવાળા આલોક સાથે સુધાનુ પણ સ્કૂલમાં ઍડમિશન લીધું. સુધાને એટલી વાર તો કાકી ની ટકટક માં થી છુટકારો મળતો. સુધા તેનુ ઘરલેશન પણ સ્કૂલમાં પતાવી દેતી.ઘરે આવીને સુધાને એક મિનિટ પણ નવરી પડવા નહોતા દેતા.અને સુધાના કામની ભુલો કાઢી દિવસ માં એક વાર તો રોજ કાકી ના હાથનો માર ખાતી.આલોક અને સુધા બંને સરખી ઉમરના હતા. આલોક અગાશીમાં થી રોજ સુધા પર થતો અત્યાર જોતો અને નીચે આવીને તેની મમ્મીને કહેતો. સુધાના કાકી ક્યારેક બારે ગયા હોય તો કિરણબેન સુધાને પાસે બોલાવતા અને પ્રેમ થી જમાડતા. સુધા તેમની પાસે રડી પડતી.
સુધા અને આલોક પ્રાઈમરી ભણી લઈને હવે હાઈસ્કૂલમાં આવ્યાં બંને ભણવામાં ખુબજ હોશિયાર હતાં બંને નો નં આગળ પાછળ જ રહેતો. ક્યારેક સુઘનો પહેલો નંબર આવતો તો ક્યારેક આલોક નો સુધા મોટી થતી ગઈ તેમ તેનું કામ પણ વધતું ગયું. હવેતો કાકી એ રસોઈ પણ સુધા માથે નાખી દીધી. સવાર સાંજ બે ટાઈમ રસોઈ કરવી ઘરનું બધું કામ કરવું. પછી બિચારી ને વાચવા નો ટાઈમ મળતો. સ્કુલે જતાં રસ્તામાં આલોક હંમેશા સુધાને કહેતો મને થોડો મોટો થવા દેને પછી હું તને આ ડાકણ કાકી ના પંજામાંથી છોડાવીને દુર શહેરમાં લઈ જઈશ.
જોતજોતામાં તો બંને એ ખુબ સારા અવ્વલ નંબરે દસમુ ધોરણ પાસ કરી લીધું. આગળ ભણવું હોય તો શહેરમાં જવું પડે. સુધા માટે તો તે શક્ય ન હતું. આલોક ના મમ્મી પપ્પા એ આલોક ને આગળ ભણાવવા માટે તેની સાથે શહેરમાં જવું તેમ વિચાર્યું. આલોક ના પપ્પાએ નોકરી મુકી દીધી અને ઘરબાર વેચીને શહેરમાં જવા નીકળી ગયા. જતા પહેલાં આલોક સુધાને મળ્યો અને કહ્યું તું મારી રાહ જોજે હું ભણીગણીને તને લેવા જરૂર આવીશ કહી રડતા રડતા બંને છુટા પડ્યા.
સુધા એકવીસ વર્ષ ની થઈ ગઈ.હવે કાકા કાકી ને ચિંતા થવા લાગી. સુધાની જાયદાદ ની.સુધા તો બિચારી આલોક ના સ્વપ્ના જોયા કરતી હતી અને ચાકના ડોળે આલોક ની રાહ જોતી હતી.આલોક ની આશા માં સવાર પડતી અને નિરાશામાં રાત પડતી.કાકા કાકી એ તો જુદું જ વિચાર્યું હતું.કાકી સુધાની જાયદાદ હાથમાં થી જતી ન રહે તે માટે સુધાના લગ્ન પોતાના ભાઈ ના દિકરા સાથે કરવા નું નક્કી કર્યું હતું કાકી નો ભત્રીજો એકનંબરનો દારૂડિયો અને જુગારી હતો.
સુધાને આ વાત ની ગંધ આવી ગઈ. તેથી તેણે વિચાર્યું રોજ થોડું થોડું મરવું તેના કરતાં એકવાર માં જ પુરુ કરી નાખું. કહી તેણે નદીમાં ઝંપલાવી દીધું.
સુધાને હવે ભાન આવી ગયું હતું. તેમણે આજુબાજુ નજર ફેરવી તો જોયું સામે જ આલોક બેઠો હતો. તેમણે હાથ લંબાવી આલોક ના હાથ ઊપર હાથ મુક્યો આલોક એકદમ તંદ્રામાથી જાગી ગયો અને ઊભો થઈ સુધાને બથ ભરી ને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે સુધા મને માફ કરી દે મે આવવામાં બહું મોડું કરી નાખ્યું તેથી તારે આવું પગલું ભરવું પડ્યું. સુધાએ આલોક ને શાંત પાડતાં કહ્યું કે આમાં તારો કંઈ વાંક નથી હું તો આખી જિંદગી તારી રાહ જોવા તૈયાર હતી. પણ મારી કાકી ની નિયત ખરાબ હતી મિલકત ની લાલચમાં મને તેના દારૂડિયા ભત્રીજા સાથે પરણાવી દેવા માંગતા હતા. હું તારા સિવાય કોઈ ની પણ થવા માંગતી નહોતી તેથી મેં આ પગલું ભર્યું. પણ આપણો પ્રેમ સાચો હશે તેથીજ ભગવાને આપણને મળાવ્યા.
સુધાને એકદમ સારું થઈ ગયું પછી આલોક સુધા ને પોતાના ઘેર લઈ ગયો. કિરણ બેનને જોતાં વેતજ સુધા દોડી ને ગળે વળગી ને એકદમ રોવા લાગી. કિરણ બેને તેને થોડી વાર રડી લેવા દીધી જેથી તેનું મન હળવું થઇ જાય. પછી ધીમે ધીમે તેના વિશે ની વાત જાણી. આલોક અને સુધા એકબીજા ને પ્રેમ કરે છે તે જાણી ને ખુશ થયા. આલોક ના મમ્મી પપ્પા એ બંનેની મરજીથી સાદાઈથી લગ્ન પતાવી દીધાં અને બધા સુધા ના ગામ જવા નિકળ્યા. ગામમાં પહોંચતાજ સુધા જીવતી છે, સુધા જીવતી છે કરી ને આખું ગામ સુધાના ઘર પાસે જમા થઈ ગયું. સુધા ના કાકા કાકી ને તો કાપો તોય લોહી ન નીકળે એવા ઠંડા પડી ગયા. સુધાના આપઘાત પછી આખું ગામ કાકા કાકી ની વિરુદ્ધ થઇ ગયું હતું. કાકા કાકી ને ઘરની બહાર નીકળવું અઘરું થઈ ગયું હતું. કાકા કાકી સુધાના પગમાં પડીને માફી માગવા લાગ્યાં સુધાએ બંનેને ઊભા કરી ને કહ્યું તમારે માફી માગવાની ન હોય તમે તો મારા વડિલ કહેવાઓ.અને મને માલમિલકતની પણ જરૂર નથી બસ તમારો પ્રેમ મારા પર રહે તે મારા માટે સૌથી મોંઘી વસ્તુ છે. કાકા કાકી ના માથા શરમથી જુકી ગયાં
સમાપ્ત




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED