Amar prem books and stories free download online pdf in Gujarati

અમર પ્રેમ

અમર અને સમીર નાનપણથી મિત્રો હતા. ત્રણેય ના ઘર બાજુ બામોનાજુમાં હતા. આથી બાલમંદિર થી તેઓ સાથે જતાં અને આવતા. સાથે લેશન કરતાં સાથે રમતા. મોના અને અમર નો સ્વભાવ નરમ પણ સમીર નો સ્વભાવ ખુબજ તેજ. તેને જોઈતી વસ્તુ લઈને જ જંપે. સ્કૂલમાં પણ અમર અથવા મોના ને કોઈએ હેરાન કયૉ હોય તો તેની સાથે ઝગડીનેજ જંપે. ત્રણેય બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા.
હસતા રમતા ત્રણેય બાળકો એ 12th science ખુબ સારા percentage લઈને પાસ થયા. હવે આગળ કઈ લાઈન માં આગળ વધવું તેની ચર્ચા કરવા લાગ્યા. સમીરના ફોઈ અને મામા અમેરિકામાં રહેતા હતા. અને જ્યારે પણ ભારત આવે ત્યારે અમારા અમેરિકામાં આવુ હોય અમેરિકામાં તેવું હોય. નાનપણથી અમેરિકા ની જાતજાતની વાતો સાભળી ને સમીર ને અમેરિકા નો મોહ લાગેલો હતો આથી તેણે અમેરિકા જઈને આગળ અભ્યાસ કરવા નું વિચાર્યું.મોના અને અમરે અમદાવાદમાં જ રહી ને computer engineering માં admission લેવાનું વિચાર્યું.
સમીર અમેરિકા ભણવા જતો રહ્યો ત્રણેય નાનપણથી સાથે હતા એટલે સમીર ને ત્યાં ના વાતાવરણ માં સેટ થતાં થોડો ટાઈમ લાગ્યો. એને ત્યાં જઈને મોના ની યાદ વધારે આવવા લાગી. મોના થી છુટા પડ્યા પછી એને મોના સાથે વિતાવેલા દિવસો યાદ આવ્યા કરતાં હતા.હવે તેને લાગતું હતું કે તે મોનાના પ્રેમ માં છે.પણ હવે study પુરી કરીને પછીજ ભારત જઈ શકશે. કારણ તેના મમ્મી પપ્પા પણ અમેરિકા શીફ્ટ થઈ ગયા હતા.
અમર અને મોના ની કોલેજ પણ ચાલુ થઇ ગઈ હતી બંને સાથે જ કોલેજ જતા આવતા. ધીમે ધીમે બંને ની દોસ્તી એ ક્યારે પ્રેમ નુ રૂપ લઈ લીધું એ બે માથી એકેયને ખબર ન પડી. આખી કોલેજ કેમ્પસમાં પ્રેમી પંખીડાં તરીકે ફેમસ થઈ ગયા હતા. બંને ન ઘર ના ને પણ બંને ના પ્રેમ ની ખબર હતી. અને ઘરનાને પણ કોઈ વાધો નહોતો. આથી બંને પ્રેમી પંખીડા મુક્ત મને આકાશ માં વિહરતા હતા એમને એમ ત્રણ વર્ષ ક્યાં નિકળી ગયા ખબર જ ન પડી. મોના અને અમરે બંને વચ્ચે ના પ્રેમ ની વાત સમીર ને નહોતી કરી. સમીર ને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. સમીર સાથે બંને ની રોજ વાતો થતી. એક બીજા ના કોલેજના અનુભવો શેર કરતાં. સમીર પણ મોના સાથે રોજ વાતો કરતો પણ મોના ને તે પ્રેમ કરે છે તેમ કહી નહોતો શકતો.
અમર અને મોનાના ઘરના એ સારું મુહુર્ત જોઈને બંને ની સગાઇ કરી નાખવાનું વિચાર્યું. અમર અને મોનાએ તરતજ સમીર ને ફોન કરીને બને એટલી જલ્દી આવવાનું કહ્યું અને તારા માટે એક મોટી સરપ્રાઈઝ છે તુ આવ પછી તને જણાવીશું.સમીર ફોન માં મોના એ કહ્યું કે સરપ્રાઈઝ છે તે સાભણીને ખુશખુશાલ થઈ ગયો વિચારવા લાગ્યો કે કદાચ મોનાને પણ મારી સાથે પ્રેમ થઈ ગયો હોય અને સરપ્રાઇઝ આપી ને પ્રેમ નો એકરાર કરવો હોય. એવું વિચારી પહેલી ફ્લાઇટ ની ટિકિટ લઈ અમદાવાદ પહોંચી ગયો.
અમર અને મોના સમીર ને મળી ને ખુબ આનંદ માં આવી ગયા અમરે સમીર ને પોતાના ઘરે ઉતારો આપ્યો હતો. કારણ સમીર નુ મકાન તો હતું પણ તેના મમ્મી પપ્પા પણ અમેરિકા શિફ્ટ થઈ ગયા હોવાથી સમીર ને પોતાના ઘરે લઇ ગયો.ત્રણેય જણા જમી કરી ને ફરવા નિકળ્યા.સમીર ને તો મોના નુ સરપ્રાઈઝ શું છે તે જાણવાની ઉતાવળ હતી. તેથી તેણે અધિરાઈ થી પુછ્યું મોના અને અમર સરપ્રાઈઝ શું છે તે તો કહો મોના અને અમર ખડખડાટ હસી પડ્યા અને કહ્યું યાર આપણી દોસ્તી હવે રિસ્તેદારીમા બદલાઈ જવાની છે. આ મોના તારી ભાભી થવાની છે.અમરનુ આ વાકય સાભળતાજ સમીર ના પેટ માં તેલ રેડાયું. અમરની સામે ગુસ્સે થતા કહ્યું મારાથી આટલી મોટી વાત છુપાવી. તને જરાપણ શરમ ન આવી.હવે જ્યારે તમારી સગાઈ નક્કી થઈ ગઈ પછી જણાવ્યું તો હું કંઈ થોડો મોના ને કિડનેપ કરી જાત.એટલું કહેતાં સમીર ની આંખો માં પાણી આવી ગયા. અમરે અને મોના એ ખુબ મનાવ્યો ત્યારે કંઈક મુડમાં આવ્યો
સમીર ને અમર અને મોના ની સગાઈ થવાની છે તે જાણી ને ગુસ્સો તો બહુ આવ્યો હતો. તેના સપના નો મહેલ પળભરમાં પત્તા નો મહેલ બની ચકનાચૂર થઈ ગયો. કદી હાર ન માનનાર સમીર ની કફોડી હાલત થઈ ગઈ હતી. તેને જે વસ્તુ જોતી હોય તે લઈને જ જંપતો.પણ હવે શું કરવું તેનુ સ્વપ્ન ધ્વંસ કરનાર પોતાનો બાળપણ નો જીગર જાન મિત્ર જ નિકળ્યો.પણ સમીર એમ પોતાની વસ્તુ આસાનીથી કોઈ ને આપે તેમ ન હતોઅને એ પણ પોતાનો પ્રેમ, ક્યારેય ન બને તેણે મગજમાં આખો પ્લાન ગોઠવી લીધો. અને પોતે ખુબ જ ખુશ છે તે દેખાડવા લાગ્યો.
સમીર અને અમર બંને નો રૂમ ઉપર હતો. સમીર નીચે આવીને અમર ના મમ્મી પપ્પા સાથે વાતોએ વળગ્યો અને વાત વાત માં પોતે India માં છે ત્યાં સાથે સાથે બંને ના લગ્ન કરી નાખો તો હું લગ્ન માણી ને જાઉ.અમર ના માતા પિતા ને સમીર ની વાત સાચી લાગી અને મોના ના માતા પિતા ને મળી ને સગાઇ ની સાથે સાથે લગ્ન ની ડેટ પણ ફિક્સ કરી નાખી.ત્રણેય સગાઈની ખરીદી કરવા સાથે જતાં.મોનાને બધી પોતાને ગમતી વસ્તુઓ લેવડાવી. મોના એ પણ as a friend advice સમજી સમીરનુ માન રાખી. લઈ લીધી. અમર ને પણ પોતાની પસંદગીના કપડાં લેવડાવ્યા.
સગાઈ ને દિવસે મોના ખુબ જ ખુબસુરત લાગતી હતી જાણે આકાશમાં થી કોઈ પરી ધરતી પર આવી ગઈ હોય. અમર પણ ખુબ જ સુંદર લાગતો હતો. સમીર તો મોનાને જોતોજ રહી ગયો.સમીરે નજર હઠાવી લીધી. અને મહેમાનો સાથે ગપ્પાં મારવા લાગ્યો.અમર અને મોના ની સગાઈ ખુબ જ ધામધૂમથી પતી ગઈ.હવે લગ્નની તારીખ સાવ નજીક હોવાથી બધા લગ્નની તૈયારી માં લાગી ગયા. લગ્નની ખરીદી કરવા પણ ત્રણેય સાથે જતાં. બધી ખરીદી લગભગ સમીર ની ચોઈસ ની કરી સમીર નુ આટલું Involve અમર અને મોના ને કઠતુ પણ friend સમજી ને મન મનાવી લેતાં.
લગ્ન નો દિવસ પણ આવી ગયો સમીર જાનમાં અમર સાથે આવવા નો હતો બંને ના ઘરો તો સાવ નજીક જ હતા
પણ મોનાના પપ્પાએ લગ્ન સ્થળ માટે એક હોલ બુક કરાવ્યો હતો.જે થોડો દુર હતો અમર ની જાન બેડવાજા સાથે નીકળી અમર ઘોડા ઉપર શોભી રહ્યો હતો. સમીર જાનૈયાઓ સાથે નાચવામા મશગુલ હતો
મોના પણ દુલ્હન ના વેશમાં સજી ધજી ને તૈયાર બેઠી હતી મોના સુંદર તો હતી જ પણ દુલ્હન ના વેશ એકદમ મનમોહક લાગી રહી હતી.બેડવાજા નો અવાજ અને ફટાકડા ફોડવા નો અવાજ સાભળી તેને ખ્યાલ આવી ગયો કે જાન નજદીક આવી પહોંચી છે. તે બારીમાંથી અમરને જોવા લાગી અમર કેટલો સોહામણો લાગતો હતો. અને સમીર પણ કેટલો મનમુકીને નાચી રહ્યો છે. તેને પોતાના દોસ્ત ઉપર ગવૅ થયો.
નાચતા નાચતા જાન ધીમે ધીમે આગળ વધતી હતી ત્યાં અચાનક ધોડો ભુરાયો થયો અને અમર ને નીચે પાડી નાખ્યો. અમર ઉભો થવા ગ્યો ત્યાં તો ઘોડાએ બંને પગ અમરની છાતી ઉપર જોરથી મુકી દીધા. અમરનુ પ્રાણ પંખેરૂ એને એ ઘડીએ ઉડી ગયું.પળવારમાં તો ખુશી શોકમાં પલટાઈ ગઈ અમરના માતા પિતા તથા સૌ જાનૈયાઓ હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. બારીમાંથી મોના હોશે હોશે અમરને જોતી હતી તે તો ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ.સવૅત્ર હાહાકાર મચી ગયો સમીર અમરના મમ્મી પપ્પા ને સંભાળતો હતો. અમરના મમ્મી બેહોશ થઈ ગયા હતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા મોના ને પણ ભાનમાં લાવવાની કોશિષ કરી પણ તે ભાનમાં ન આવી તેથી તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરવી પડી.અરમાન ભરેલા અમરનો આત્મા ઘડીક માં તેના પપ્પા પાસે જાય શાંત કરવાની કોશિશ કરે પણ હવામાં હાથ વીજતો રહી જાય ઘડીક માં મમ્મી પાસે જાય મમ્મી રડ નહી હું તારી પાસે જ છું બોલતો રહે પણ મમ્મીને સંભળાય તોને .મોના ને જોઈને દુઃખી થાય. મોના ના તો મગજ પર અસર થઈ ગઈ તી તે સતત બબડાટ કરતી હતી. મમ્મી જાન માંડવે આવી ગઈ છે હાર ક્યાં રાખ્યો છે મારે અમરને હાર પહેરાવવા જવું છે સાભળી અમરની આખ માંથી આસું વહેતા હતા પણ કોઇ જોઈ નહોતું શકતું. સમીર પણ ઘડીક મોના પાસે ને ઘડીક તેના મમ્મી પપ્પા પાસે દોડાદોડ કરીને બધાને શાંત પાડવાની કોશિશ કરતો હતો અમરને આ જોઈને સમીર ને શાબાશી દેવા લાગ્યો પણ સમીર સુધી અવાજ પહોંચે તો ને.
હ્રદયફાટ રુદન સાથે અમર ની સ્મશાન યાત્રા નીકળી અમર નો આત્મા પણ આ જોઈને દુઃખી થતો હતો તેના ઉઠમણા માં પુષ્કળ માણસો આવ્યા હતા. ઉઠમણા પહેલાં સવારે સમીર ને મળવા ઘોડા વાળો વેશ બદલીને આવ્યો હતો. સમીર ઘોડાવાળાને ઘરની પછવાડે લઈ ગયો અમર ને નવાઈ લાગી તે પણ તેની પાછળ ગયો. સમીરે ઘોડાવાળાને જે કહ્યું તે સાભળી ને અમરનો આત્મા તડપી ઉઠ્યો. અમરને પોતાની દોસ્તી પર નાઝ હતો તે પળવારમાં ખતમ થઈ ગયો.સમીરે ઘોડા વાળાને પૈસા આપીને શાબાશી આપી ને કહ્યું કે મારી એક ચાલ તો કામયાબ થઈ તે સારું કામ કર્યું મારા રસ્તા માથી કાટાને કાઢીને હવે બાકીના પૈસા તને અઠવાડિયા પછી આપીશ. અને ધ્યાન રાખજે તને કોઇ ઓળખી ન જાય
અમરે સમીર ને કેટલા મુક્કા માયૉ પણ બધા સમીર ના શરીર ની આરપાર નીકળી ગયા
હવે સમીર તેની બીજી ચાલ ચાલવા મોનાના ઘરે ગયો મોનાના ઘરના તો આ બનાવ થી એટલા ડઘાઇ ગયા હતા કે શું કરવું કે શું ન કરવું તેની સમજ નહોતી પડતી. સમીરે મોનાની મમ્મીને સમજાવ્યુ કે તમારે મોના ને અમરની મમ્મી પાસે લઈ જવી જોઈએ. મોનાની મમ્મીને થયુ સાચું છે મારે મોનાને ઉઠમણા મા લઈ જવી જોઈએ. મોનાની મમ્મી મોનાને લઈને ઉઠમણા મા ગયા.મોનાને જોતાજ સમીર ના મમ્મીને સમયસ્થળ નુ ભાન ન રહ્યું અને કહેવા લાગ્યા કપાતર મારા દીકરા ને ઘરમાં આવ્યા પહેલાં ખાઈ ગઈ હવે શું લેવા આવી છો અમને પણ મારી નાખ એટલે તારા જીવને શાંતિ થાય. મોના તો આવા વચનો સાભળી ત્યાં ને ત્યાં બેભાન થઈ ગઈ.મોના ના ઘરના પણ અવાચક થઈ ગયા. મોનાને સીધા હૉસ્પિટલ લઈ ગયા.સમીર મનોમન હરખાતો હતો તેની બીજી ચાલ પણ સફળ થઈ.આટલા અપમાન પછી મોનાના ઘરના અમરના ઘરના સાથે ક્યારેય સબંધ નહી રાખે.
અમરનો આત્મા જોતોતો સાભળતોતો તડપતોતો માથા પછાડતોતો પણ વ્યથૅ તેને કોઈ જોઈ નોતુ સાભળતુ નોતુ મહેશુશ નોતુ કરતું .તેણે ભગવાન ને પ્રાર્થના કરી હે ભગવાન મને એટલી શક્તિ દે કે મારા ખુની ને સજા દેવડાવી શકુ અને મોનાને એની ચુંગલ માં થી છોડાવી શકું.તે રોતો રોતો મોનાની પાસે ગયો. મોના હજી બેભાન હતી તેણે હળવેકથી મોનાના માથા માં હાથ ફેરવ્યો મોના અમર અમર કરતા બેઠી થઈ ગઈ એના મમ્મી દોડી ને આવ્યા શું છે બેટા કરીને રડવા લાગ્યા મોનાએ કહ્યું મમ્મી અમર અહીં જ છે મારી પાસે જ છે. મમ્મીને એમ કે મારી દિકરી અમર ના ગમમા બાવરી બની ગઈછે તેથી આવુ બોલે છે.
રાત્રે મોનાની મમ્મી સૂઈ ગયા પછી અમરે મોનાને પ્રેમ થી ઉઠાડી.મોના એ અમર નો સ્પર્શ મહેશુશ કર્યો. આંખો ખોલી ને જોયું તો સામે અમર બેઠો હતો અમર ને જોઈને મોનાની આંખો માથી આસું વહેવા લાગ્યા.અમરે મોના ને સમીર ની વાત કરી. હું મરી ગયો હતો તે અકસ્માત નહોતો ઘોડાવાળાને પૈસા આપી ને મને મરવી નાખ્યો. હતો ઘોડાવાળાએ ઘોડા ને જોરથી ચાબુક મારી અને એકદમ લગામ ખેંચી જેથી ઘોડો બેકાબુ થયો. અને હુ કંઈ વિચારું એ પહેલા બંને પગ મારી માથે મુકી દીધાં. મારા શરીરમાં થી આત્મા તો નીકળી ગયો પણ જીજીવિષા ને હિસાબે અહીં તહીં ભટક્યા કરુ છું
સમીરે મને મરવી ને તારી સાથે લગ્ન કરવાની ચાલ રમી છે. તેને ખબર હતી કે મારા મમ્મી જુની વિચાર ધારા મા જીવે છે શુકન અપશુકન મા માને છે. તેથી તને જોઈને ચિડાય જશે તેથી તને પરાણે ત્યાં લઈ આવ્યો જેથી મારી મમ્મી આખા સમાજ ની સામે ચિડાય અને અપશુકનિયાળ કહે જેથી ભવિષ્યમાં પણ તારો હાથ જાલવા કોઈ રાજી ન થાય.પછી સમીર તારા મમ્મી પપ્પા સામે તારા હાથની માંગણી કરે. જેથી ખુશી ખશી હા પાડે અને તું પણ આખી જીંદગી એના અહેસાન નીચે દબાયેલી રહે.
મોના તો સમીર નુ આવુ રૂપ જોઈને દંગજ રહી ગઈ.તેની આંખો માંથી આસું સુકાવાનુ નામ જ નહોતા લેતાં. સમીર માટે તેને કેટલું માન હતું. અમર નો આત્મા ભટકતો ન હોત તો સમીર નો કૃર ચહેરો ક્યારેય સામે આવ્યો ન હોત.સમીર ને પકડીને જેલમાં નાખવોજ પડશે. તેને તેના કમૅની સજા મળવીજ જોઈએ.
જ્યારે ઘોડાવાળો સમીર ને મળવા આવ્યો હતો ત્યારે અમરે એનો પીછો કરી ને તે ક્યાં રહે છે તે જાણી લીધું હતું.સવારે મોના ઊઠી ત્યારે એકદમ ફ્રેશ જોઈને તેની મમ્મીને નવાઈ લાગી અને સારું પણ લાગ્યું કે ચાલો ધીરેધીરે મારી દિકરી આઘાત માં થી બહાર આવી રહી છે.સવારે ફ્રેશ થઈ મોનાએ એની મમ્મીને કહ્યું હુ થોડી વાર બારે લટાર મારી આવું?ડૉકટર અંકલે પણ છુટ આપી છે અને આજે ઘરે જવાની હા પાડી છે.તુ બધો સામાન પેક કર ત્યાં હું હમણા આવી જઈશ. કહી એ અને અમર બંને ઘોડાવાળાના ઘરે ગયા. એક સરસ મજાની છોકરી ને મારુ શું કામ હશે?ઘોડાવાળો વિચારવા લાગ્યો .તેણે મોનાને પુછ્યું કે શું કામ છે તમે શાને માટે આવ્યા છો. મોના એ કહ્યું જુઓ થોડા દિવસ પહેલાં તમારા ઘોડા ના કારણે એક માણસ નુ મૃત્યુ થયું હતું. હું તેની તપાસમાં આવી છું સી બી આઇ એ કેશ મને સોપ્યો છે. મે લગ્નની CD જોય છે તેમાં તે ઘોડા ની લગામ જોરથી ખેંચી છે તે પણ છે અને ઘોડા ને જોરથી ચાબુક મારી તે પણ છે. આથી તારી પાસે તપાસ કરવા આવી છું. તે શા કારણ થી આવું કર્યું શું તને તેની સાથે કંઈ વેર હતું કે કોઈના કહેવાથી પેલા માણસનું ખુન કર્યું. ઘોડાવાળાને તો આવા અચાનક પોતાની ઉપર આવેલા ખુનના આરોપથી પરસેવે રેબઝેબ થઈ ગયો ડર ના માર્યા તેનુ શરીર ધૃજવા લાગ્યું. મોનાએ કહ્યું ઝટ બોલીદે નહીં તો પોલીસ માં પ્રુફ સાથે પકડાવી દઈશ.ઘોડાવાળો કરગરવા લાગ્યો .મોનાએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડીગ ચાલુ કરી દીધું.ઘોડિવાળાએ કહ્યું કે બેન સમીર ભાઈ બુકીંગ કરવા આવ્યા હતા. અને કહ્ય હતું કે હું તને પંદર લાખ રુપિયા આપીશ જો તુ હું કઉ ત્યારે બેકાબુ કરવાનો. ત્યારે મેં ના પણ પાડી હતી કારણ મારો ઘોડો અડિયલ છે.એમાં સવાર ની જાન પણ જાય. સમીરભાઈએ કહ્યું મારે તેની જાન જ લેવી છે તેથી તો તારા ઘોડા ને પસંદ કર્યો છે મે બધી તપાસ કરી પછી જ તને કહ્યું છે. જો તું હા પાડતો હોયતો પંદર ની બદલે વીસ લાખ દઈશ. અને ના પાડીશ તો મોબાઈલ માં મારી ચાર વર્ષની દિકરી નો ફોટો દેખાડી કહ્યું કે આને મારી નાખીશ. બેન હું પૈસાની લાલચ થી આવુ કૃત્ય ન કરત પણ મારી દીકરી ની જાન બચાવવા બીજી દિકરી ની માંગ સુની કરી નાખી. આ સાભળી મોનાની આખ માં થી આસું વહેવા લાગ્યાં. તેણે પોતાની જાતને સંભાળી લીધી અને ઘોડાવાળાને કહ્યું કે તારે આમાંથી છુટવુ હોય તો એક જ રસ્તો છે તારા પૈસા લેવાના બાકી હોય તો તુ તેને ફોન કરીને કાલે તારા ઘરે બોલાવ અમે અહીં છુપાઈને બધુ રેકોર્ડ કરી લઈશું જો જરાપણ ચાલાકી કરી છે તો તુ તો જેલમાં જ જઈશ.
અમર મોનાના આ રૂપ ને જોઈજ રહ્યો. સાવ સાલસ સ્વભાવની મોનાએ આજ રણચંડી નું રૂપ ધારણ કર્યુંહતું મોના અને અમર પાછા હૉસ્પિટલ ગયા અને હૉસ્પિટલમાં થી ડિસચાજૅ લઈ મોના ઘરે આવી સાથે અમર પણ હતો પણ તેને કોઈ જોઈ શકતું નહોતું. ઘરે જઈને મમ્મી પપ્પા ને મોબાઈલ માં વિડીયો ઉતાર્યો હતો તે દેખાડ્યો. મોનાના મમ્મી પપ્પા વિડીયો જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા. સમીરનુ આવું રૂપ તો કલ્પના બહાર ની વાત હતી.મોનાના પપ્પાએ પુછ્યું કે બેટા તને આ બધી વાત ની કેવી રીતે ખબર પડી.ત્યારે મોનાએ કહ્યું કે પપ્પા અમરનો આત્મા ભટકે છે અત્યારે પણ અહીં જ છે. મારા સિવાય એને કોઈ જોઈ શકતું નથી. અને મને અમરેજ આ બધી માહિતી આપી. અને ઘોડાવાળાને થોડો ડરાવ્યો તો તેણે આ માહિતી આપી. હવે જ્યાં સુધી સમીર ને સજા નહી થાય ત્યાં સુધી અમરના આત્મા ને શાંતિ નહીં થાય.
મોનાના પપ્પાએ અમરના પપ્પાને મેસેજ કર્યો કે કોઈ ને પણ ખબર ન પડે તેમ મને બગીચામાં મળવા આવો મારે અગત્યનું કામ છે.મેસેજ વાચીને અમરના પપ્પા તરતજ બગીચામાં જવા નીકળી ગયા.ત્યાં પહોંચી ને જોયું તો મોના અને તેના મમ્મી પપ્પા બેઠા હતા. બધા એકબીજા ને મળી ને ખુબ રડ્યા. પછી મોનાના પપ્પાએ વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું અને મોના સાથે જેવાત થઈતી તે બધુજ જણાવ્યું. તેતો આજુબાજુ જોવા લાગ્યા કે અમર દેખાયતો. તેને સમીર પર ધૃણા થઈ. મોનાના પપ્પાએ કહ્યુંએક દિવસ જેમ ચાલે છે તેમ ચાલવા દો. કાલે આપણે સમીર ને રંગે હાથે પકડાવશુ.અત્યારે આપણે પોલીસ ચોકી એ જઈને ઈન્સપેકટરને બધી વાત કરીએ તેથી તે પણ પોલીસ પાર્ટી સાથે આવે અને સમીર ને રંગે હાથે પકડી લે. એક આજનો દિવસ સંભાળ વો પડશે સમીર ને શંકા પડવી ન જોઇએ.
બીજે દિવસે મોના તેના મમ્મી, પપ્પા અને અમરના પપ્પા પોલીસ ઈન્સપેકટર અને છૂપા વેશે પોલીસ ના માણસો બધા છુપાઈને સમીરની રાહ જોવા લાગ્યા. અમરના મમ્મીને આ વાત નો અણસાર નોતો આવવા દીધો. કારણ તે પોતાના મગજ ઉપર કાબુ ન રાખી શકે ને સમીરને કંઈપણ આડાઅવળુ બોલી દે તો આખી બાજી ઊધી વળી જાય. થોડી વાર માં સમીર આવ્યો અને ઘોડાવાળાને ધમકાવવા લાગ્યો અને કહેવા લગ્યો કે તને કહ્યુ હતું ને કે દસ દિવસ પછી પૈસા દઈશ તો આટલી વહેલી શું ઈમરજન્સી આવી ગઈ.ઘોડાવાળાએ કહ્યું સાહેબ મારી દિકરી હૉસ્પિટલમાં છે તેની દવા માટે પૈસા જોઇએ છે. જો ન આપવાના હોતો તમે મને સુપારી આપી હતી તેનુ વિડીયો રેકોર્ડિગ મારી પાસે છે તેહુ પોલીસ ને આપી દઈશ. સમીર હસીને કહેવા લાગ્યો કે તારી વાત કોઈ નહીં સાભણે ભલે મારા કહેવાથી તે ખુન કર્યું છે. પણ અકસ્માત સમજી કેશ દજૅ નથી થયો. ભલે હુ તને પૈસા આપી દઉ છું કારણ તે મારો રસ્તો સાફ કરી દીધો છે.
hand's up કરતાં પોલીસ ઇન્સપેક્ટર ત્યાં ધસી ગયા.અને સમીર ને પકડી લીધો. સમીર તો હક્કાબક્કા થઈ ગયો. ધીમે ધીમે છુપાયેલા સૌ બારે આવ્યાં. સમીર બધા ને ફાટી આખે જોઈ રહ્યો. અમર ના પપ્પાએ તો સમીરને ચાર પાંચ ઝાપટ મારી દીધી અને કહેવા લાગ્યા મારા દિકરા ને મરવી નાખતાં તારો જીવ કેમ ચાલ્યો. પાછો અમારા ઘરમાં રહી અમને ઠગતો રહ્યો. આતો મારા દિકરા એ તારા વીશે જણાવ્યું નહીતો અકસ્માત સમજી જેના હાથ મારા દિકરા ના ખુન થી રંગાયેલા છે.તેનો ખભો પસવારતા હોત. સમીર અને ઈનસ્પેક્ટર બંને આ વાત સાભળી ચોકી ગયાં ત્યારે મોનાના પપ્પાએ ફોડ પાડી ને અમરના આત્મા વિશે જણાવ્યું. સમીર અને ઈનસ્પેક્ટર બંને આ વાત માનવા તૈયાર નહોતા. અમર ઊભો ઊભો બધુંજ સાભળતો હતો. તેણે મોનાને કહ્યું હવે મારો જવાનો સમય થઈ ગયો છે. તું બધા ને લઈને મારી મમ્મી પાસે પહોચ. ત્યાં મારી એક ઝલક દેખાડી અનંત ના માર્ગે ઊપડી જાઉ.મોનાએ બધા ને કહ્યું કે તમને લોકોને સબુત જોતું હોય તો ચાલો બધા અમરના ઘરે.બધા અમરના ઘરે પહોંચ્યા અમરની મમ્મી ઘર આંગણે પોલીસ ની ગાડી જોઈને બી ગયા મોનાના પપ્પા અને મમ્મી એના સ્કુટરમા હતા એની પાછળ ના સ્કુટરમા મોના હતી અને છેલ્લે અમરના પપ્પા હતા. અમરના મમ્મી મોનાને જોઈને કંઈક બોલવા જતાં હતાં ત્યાં જ અમરના પપ્પાએ તેના મોઢા ઉપર હાથ રાખી ને કહ્યું કે મોનાના લીધે મારા દિકરા ને મુક્તિ મળશે. પછી બધી વાત કહી. અમરે પણ પ્રકટ થઈ કહ્યું મમ્મી આમાં મોનાનો કંઈ જ વાક નથી. બધું જ આ સમીરને લીધે થયું છે.એની મમ્મી તો અમરને સામે જોઈને રડી પડી. અમરે કહ્યું હવે રડવા નુ બંધ કરીને અમને પોખ તો ખરા દિકરો વહુ લગ્ન કરી ને આવ્યા છે છતાં ઘરમાં નથી આવવા દેવા. પોલીસ ની ગાડી જોઈ આજુબાજુના લોકો પણ ભેગા થયા હતા. અમરના આવા વચન સાભળી તે બધા ની આંખો માં થી અશ્રુધારા વહેતી હતી અમરની મમ્મી એ પોખીને બંને ને અંદર લીધા. તેમણે ઘરમાં પ્રવેશ કર્યો અને વડીલો ના આશીર્વાદ લીધા પછી બંને અલોપ થઈ ગયા. અમરની વાત તો બધાને ખબર હતી એટલે મનથી તૈયાર હતા પણ મોના માટે બધાને આશ્ચર્ય થયું ત્યાં જ ઈનસ્પેક્ટર ના મોબાઈલ માં ફોન આવ્યો કે સાહેબ એસ.જી હાયવે પર એકસિડન્ટ થયો છે લેડી છે. જે મૃત્યુ પામી છે અને ઓળખ પત્રમાં તેનું નામ મોના છે. પત્થર દિલ ઈનસ્પેક્ટર ની આંખો માંથી અશ્રુધારા વહેવા લાગી.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED