selfishness books and stories free download online pdf in Gujarati

સ્વાર્થ - નિ: સ્વાર્થ

આ સૃષ્ટિ માં સર્જન વિસર્જન થયા જ કરશે, એ પ્રાકૃતિક છે. ઈશ્વરે ઇચ્છા કરી એ ઇક્ષણ વૃત્તિ નું પરિણામ છે. આમ એમની ઈક્ષણ વૃત્તિ એ લીલા કરવાનો સહજ સ્વભાવ છે. પરંતુ એ દ્વારા ઉત્પન્ન થતા જીવો ના અહંકાર વશ તેમને સત્ય ભાસે છે,અને પરિણામે આ વિશ્વ માં મારું તારૂં એવી રાગદ્વેષ કરીને હરિફાઈ શરુ થઇ જાય છે.

પરમાત્મા એ તો નિરંજન નિરાકાર છે. એમણે પોતાની દિવ્યતા પોતાની શક્તિ દ્વારા આ માયિક ને ત્રિગુણાત્મક માયા દ્વારા પોતે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અને બીજું બધું

કેવી રીતે સર્જન કર્યું,એ માનવી ના મન અને બુદ્ધિ ની પરોક્ષ

શક્તિ કે તર્ક શક્તિ ની બહાર ની વાત છે.એણે તો ફક્ત મન થી માનવું પડે અથવા અપરોક્ષ અનુભૂતિ દ્વારા જાણવું પડે

ત્રીજો કોઈ રસ્તો નથી.

પરમાત્મા એ સૌ પ્રથમ પોતાની શક્તિ ઉત્પન્ન કરી અને
ત્રિગુણાત્મક પ્રકૃતિ નું પંચભૌતિક જગત બનાવ્યું, દેવ દાનવ પશુ પંખી કીટ પતંગ જીવજંતુ ઓ અને છેલ્લે માનવ ને
બનાવ્યો.

માનવ ને કર્મ કરવાની સ્વતંત્રતા આપી, માનવ માં થી દેવ , દાનવ કે પરમાત્મા સ્વરૂપ જાણવાની અને જીવભાવ થી મુક્ત થઈ આત્મચેતના જાણવા ની પણ તક આપી.

પરંતુ , ઈશ્વર ની કૃપા કહો, માયા કહો કે જીવની ઈચ્છા કહો
જન્મ લીધો ને માનવ બદલાઈ જાય છે.અરે! એ માનવ છે,
અને માનવ ને શોભે એવા માનવીય કર્તવ્ય નો પણ ત્યાગ કરી દે છે.ત્યારે પ્રશ્ન ઊભો થાય છે. અરે! ઈશ્વરે આને માનવ જન્મ કેમ આપ્યો?

શ્રી મદ જગદગુરુ શંકરાચાર્ય કહે છે કે, માનવજીવન મળવું
ખૂબ મુશ્કેલ છે અને તેમાં સમજ મળી જાય, મુક્તિ ની ઈચ્છા અને મહાપુરુષ નો સમાગમ આ ત્રણ દુર્લભ છે.
જીવન જીવવાની જડીબુટ્ટી એ ત્યાગ છે, અહંકાર જો
ત્યાગીને સરળતાથી જીંદગી જીવી જાણો, તો પણ કલ્યાણ
થાય છે.

પરંતુ, ના જાણે કેમ માણસને રાગ, દ્વેષ, કુથલી, ટીકા કરવી
આ બધું સહજ સ્વાભાવિક થઇ ગયું છે. હંમેશા એ બીજા ની તરફ જુએ છે, સરખામણી કરેછે , એટલું જ નહીં
ઈર્ષાળુ થઈ ભડભડ બળે છે. જીવનનો આનંદ ખોઈ નાખે છે.

આજ નું જીવન ફક્ત અર્થ લક્ષી થઈ ગયું છે. સંબંધો
લાગણી બધું નેવે મૂકી દીધું છે. માતા પિતા ની સેવા એ કલ્પના બની ગઈ છે. પશ્ચિમ ની સંસ્કૃતિ અપનાવી અહીં
ઘરડાઘર અને ઘોડિયા ઘર નિર્માણ કર્યાં છે. આને આધુનિકતા કહે છે. માણસ માણસ થી દુર થઇ ગયો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. નેતાઓ
દેશદાઝ ના નામે મતદાતા અને દેશ ની જનતાને છેતરે છે.
ગાયોના માંસ ની નિર્યાત થાય છે. દેશના યુવાનો ને રોજગાર
નથી અને વૃદ્ધ ના પેન્શન ગાયબ થઈ ગયા છે. દેશમાં
અરાજકતા ફેલાઈ રહી છે. નેતાઓ ને તગડા પગાર અને
પેન્શન મળે છે. આવી ભેદનીતિ શામાટે?

દેશની પ્રજા કમાય એટલે જીવન નિર્વાહ માં ખર્ચી નાંખે છે.
યુવાનો ડ્રઝસ, ઘુમ્રપાન ,દારૂની લતે ચઢી ગયા છે. ગુજરાત માં દારૂબંધી હોવા છતાં .....બધુજ થાયછે.. કોણ કોને શું કહે
આજની પરિસ્થિતિ ઘણી સ્ફોટક છે. વ્યક્તિ એ પોતે જ
પોતાનો બચાવ કરવા નો છે.

ધર્મ ના નામે ધતિંગ ચાલે છે. ધર્મ વ્યાપાર બની ગયો છે.
ધર્માંધતા ને કારણે લડાઈ ઝઘડા થાય છે. તેના નામે રાજકારણ થાય છે.આ બધું બધા જાણે છે. પરંતુ ઉપાય શું?.. ખરેખર નિ: સ્વાર્થ સેવા ભાવના મરી પરવારી છે?

પોતાના માનવ હોવાના ગર્વને આપણે ભુલી ગયા છે.તેથી
આજે આપણે એકબીજાથી વિખૂટાં પડી રહ્યા છે.આજે
વિશ્વાસ કરવો મુશ્કેલ છે. લોકો છેતરપિંડી કરી રહ્યા છે.
છતાંય જીવન ચાલે છે. એ આશ્ચર્ય છે.ઈશ્વર બધાને સદબુદ્ધિ આપે, માનવતા બધાના હ્દય માં વાસ કરે, ભાઇચારો સહિષ્ણુતા અને પ્રેમ ભાવ થી માણસ નિર્વાહ કરે
બસ.....આટલી જ દિવ્ય પ્રાર્થના છે.

સ્વાર્થ વશ માણસ શું ના કરી શકે? વિશ્વ યુદ્ધના મેદાનમાં

સ્વાર્થ જ કારણભૂત હતો, અને આવનારા યુદ્ધ માટે પણ સ્વાર્થ જ કારણભૂત છે. પરંતુ વાસ્તવિકતા સમજીને ત્યાગપુર્વક જીવન જીવવાની જડીબુટ્ટી માણસ શોધતો નથી

અંતે દુઃખી થાય છે.

સહુનું કલ્યાણ થાય, આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય ૐ...

:::::::::::😂😂::::::::::😂😂::::::::


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED