0રોમન તેની મશાલ ને બાંધી ને તૈયાર કરે છે ત્યાં સુધીમાં તેને ઘણી બધી વાર તેના જમણે અને ડાબે ઓલ્ટરનેટિવલી ગરોળીના ત્રુટક અવાજો સંભળાયા કરે છે .રોમન સચેત થાય છે અને મશાલ સામું હસીને ફરીથી કહે છે strange.કારણ કે રોમન ને તેની આસપાસ ક્યાંય ગરોળી પણ નહોતી દેખાઈ. રોમન તેના wildlife સ્પેશિયલ લાઇટર થી મશાલને ફાયર કરે છે અને તેની તીવ્ર બુદ્ધિથી શંકા કરે છે .અને મશાલ સળગાવવાની બીજી સેકન્ડે રોમન ની શંકા સાચી ઠરે છે. એ ગરોળી જેવા ત્રુટક અવાજો બંધ થાય છે અને રોમન ની જિજ્ઞાસા વધે છે .
રોમન મશાલ સામે જોઈને મનમાં બોલે છે ઓહ તો તુ મારું safety વેપન છે right ?અને રોમન વિદ્યુત ગતિ એ મશાલ હાથમાં લઈ લે છે . પ્રેક્ટીકલ સેન્સ થી યુક્ત રોમન ભૂત પ્રેત માં નહીં માનનારો હોવાથી આ આખા મામલાને તે સાયંટીફીકલી જ જુએ છે ,અને વિચારે છે કે મેં બી હજુ માનવી એ આ આફ્રિકાના આખા જંગલને જોયું ના પણ હોય
કોણ જાણે અહીં ઇનવિઝિબલ એનિમલ્સ પણ રહેતા હોય .આવા વિચાર ના જન્મ સાથે જ એક જંગલિસ્ટની જિજ્ઞાસા વધી જાય છે અને તે તેની ઘડીયાળ સામે જોઈને કહે છે પાચ તો ઓલરેડી વાગી જ ગયા છે અને શૈલેષને સેવન o'clock ની ડેડલાઇન આપી છે.
રોમન જાણતો હતો કે શૈલેષ કાલે નથી જ આવવાનો અને હવે આ ટ્રીપ તો almost સ્પોઇલ જ થઈ ગઈ છે .તો કેમ ના આ વિષય ઉપર જ થોડું સંશોધન કરી લઉં. આમ વિચારી ને રોમન તેનું જાકેટ કાઢીને જમીન પર ફેકે છે .ઓકે મિસ્ટર રોમન શૈલેષ ને તો તું જવા જ દે અને તું આજે રાત્રે જંગલમાં જ રોકાઈ જા .આજની રાત જંગલ નાઈટ .
થોડીવાર પછી નિશાચર દેડકા ઓના અને તમારા ઓ ના અવાજ સંભળાવવા ના શરૂ થઈ જાય છે. અને રોમન બોલે છે નાઈટ ઇસ going to start.
રોમન કહે છે મારે જલ્દી થી જલ્દી ભોજનની વ્યવસ્થા કરી લેવી જોઈએ .નહીતર રાત્રે કોઈ પ્રોબ્લેમ થયો તો મારામાં ફાઇટ કરવાની તાકાત જ નહીં હોય અને સંશોધન તો એક બાજુ રહેશે મારે મારા જીવથી હાથ ધોઇ નાખવા પડશે .એકસાચો જંગલ ઈન્ટેલિજન્ટ આટલું સનકી પણુ તો ડીઝર્વ કરે જ છે .અને ખરેખર જ રોમન અત્યારે થોડોક સનકી લાગતો જ હતો .એણે એનું ધારદાર ચાકુ બહાર કાઢ્યુંઅને તેને બરાબર જોઈને ફરીથી તેના કેસ માં મૂકી દીધું .અને બોલ્યો આશા રાખું છું કે એ ઇનવિઝિબલ એનિમલ સાથે મારું કોમ્પ્રોમાઇઝ થઈ જાય અને આની જરૂર જના પડે.
રોમન જાણે છે કે જંગલમાં આવી કોઈ પણ સંભાવનાઓ માટે કોઈ જ ગુંજાઇશ નથી હોતી અને એટલે જ રોમન આટલું બોલીને હસી પડ્યો .રોમન જંગલમાં શિકાર કરવા નીકળી પડે છે અને તેની નજર એક સસલા ઉપર પડે છે .
એ તેના નાઈટ કેસ નું બટન ધીરે થી ખોલે છે અને ચાકુ બહાર કાઢે છે. ગમન સટીક અંદાજો લગાવી લે છે કે હરકત થયા પછી સસલું કઈ બાજુ છલાંગ મળશે. રોમને સસલા થી અડધો ફૂટ રાઈટ સાઈડ માં ચાકુ નો ઘા કર્યો અને હરકત થતા જ સસલા એ જોરથી છલાંગ મારી પરંતુ અફસોસ રોમન નું જજમેન્ટ બહુ જ પાવરફૂલ હતું . ચાકુ સસલા ની છાતીમાં ઘૂસી ચૂક્યું હતું . રોમને સસલા પાસે જઇને તેની છાતી માંથી ચાકુ બહાર કાઢ્યું અને ચકુ તેના ટાઉઝર ઉપર લૂછતાં લૂછતાં બોલ્યો સોરી દોસ્ત પણ તને મારીને મારે કોઈ મોજ મસ્તી નથી કરવાની લોકોને ઘણી બધી માહિતીઓ આપવાની છે .ઈશ્વર મારો આ અપરાધ ક્ષમા કરે .રોમને ચાકુ ને .ફરીથી કેસમાં નાખ્યું અને એક હાથમાં મસાલ અને બીજા હાથમાં સસલા ને લઈને પાછો તેના મંચ વાળા સ્થાન પર આવી ગયો અને સસલું પકડવાની શરૂ કર્યું.
રોમન સસલુ ચટ કરી ગયો અને બોલ્યો પાણીનો સ્ટોક ભરપૂર છે એટલે આજે રાત્રે વાંધો નહિ આવે.
રોમન જાણે છે કે આટલી મશાલ આખી રાત ચાલે તેમ નથી એટલે તે જંગલમાંથી કેટલાક વૃક્ષોની તૈલી છાલ ભેગી કરી લે છે અને તેનો સ્ટોક પોતાની પાસે રાખે છે. અને જોતજોતાજ ચંદ્રોદયનો આરંભ થઇ જાય છે. રોમન ઉપર આકાશ બાજુ જોઇને ઈશ્વરને પ્રાર્થના કરતો કહે છે કમ સે કમ આજે રાત્રે તોવરસાદ ના જ આવે .રોમન તેની મશાલ લઈનેમંચ ઉપરચડેછે
અને મંચ ઉપર પડેલી તેની બેગમાંથી મચ્છરદાની બહાર કાઢે છે અને તેના મંચ ની ફરતે તેને લગાવી દેછે રોમને તેની મશાલને મંચના વાસ સાથે સારી રીતે બાંધી દીધી હતી અને બે કલાક ચાલે તેટલું તૈલી છાલ નું ઈધન પણ તેમાં નાખી દીધું હતું. રોમન તેની બેગ ને માથાના ભાગે પાસે મૂકી દેછે અને તેના નાઈફ પર હાથ મૂકીને કહે છે ઓકે.
રોમન તેની મચ્છરદાની માં પ્રવેશ કરે છે અને તેની બેગ પર માથું મૂકીને પોતાની જાતને જ કહે છે ઓકે મિસ્ટર રોમન રેગન good night in jungle.આ બધી જ સામાન્ય ગતિવિધિઓ કરતા કરતા રોમન નું દિમાગ અસામાન્ય અતિથિ ચાલુ હતું અને રોમન ના દિમાગની દ્રષ્ટિ આખા જંગલમાં લાગેલી હતી .રોમન તેના કપાળ ઉપર હાથ મૂકે છે અને મંચ ઉપર સુતા સુતા જ ગરોળી જેવા ત્રુટક અવાજને સાંભળવાનો પ્રયત્ન કરે છે. રોમને એક અંદાજો લગાવ્યો હતો કે મશાલ ને કારણે એ જીવો મારી પાસે તો નહીં આવી શકે પરંતુ મશાલ થી દુર તેનો અવાજ સંભળાવવાની સંભાવનાઓ પુરે પુરી રહેલી છે. અને બીજી જ સેકન્ડે રોમન નો અંદાજ સાચો ઠરે છે.
એ અવાજ રોમનને તેના મંચની સહેજ દૂર સંભળાવા લાગે છે અને રોમન કહે છે ઓહ માય ગોડ it is still here.
રોમન તેના કપાળ પર થી હાથ અટકાવે છે અને એ અવાજની દિશામાં એના કાન સ્તબ્ધ કરે છે અને થોડી વાર સાંભળ્યા પછી મનમાં બોલે છે કે ભલે આ અવાજ મંચ થી થોડે દૂરથી આવતો હોય પરંતુ તેની હાઈટ મંચ કરતાં નીચી
નથી આમ વિચારીને રોમન ફરીથી બોલે છે strange .
રોમન અવાજની દિશામાં જુએ છે અને અકળાઈને મનમાં બોલે છે કે તો શું તે ઉડી પણ શકે છે? રોમન તેની પ્રયોગાત્મક બુદ્ધિથી વિચારીને કહે છે કદાચ આ અદ્રશ્ય ઉડતી છીપકલીઓ પણ હોઈ શકે છે.પરંતુ બીજી જ સેકન્ડે રોમન મનમાં એમ પણ કહે છે કે ના ના છીપકલી ઓ તો બે કે ત્રણ મિનિટ સુધી continues નોઈસ કરે છે આ તો ત્રુટક અવાજ છે.રોમન કહે છે કોણ જાણે મને કેમ એમ લાગે છે કે આ અવાજ ની અંદર થી સ્પાર્કિગ નોઈસ પણ નીકળે છે
.આ પ્રાણી કોઈક અગ્નિમાં બળતું હોય તેવા તણખા નો પણ અવાજ અનુભવાય છે. just like ફાયર ઓફ હેલ.
જોત જોતામાં જ રોમન ની આંખ લાગી જાય છે અને તેની થોડી જ વારમાં પછી પછી રોમન મશાલ પણ ઓલવાઈ જાય છે અને એ સાથે જ રોમન ની આસપાસ નો નાઈટમર નોઈઝ પણ બંધ થાય અને જંગલમાં એક અજીબોગરીબ સન્નાટો છવાઈ જાય છે.સમગ્ર જંગલમાં અત્યારે એક જ અવાજ સંભળાઈ રહ્યો છે ,લપ લપાતી જીભ બહાર નીકળવાનો અને અંદર જવાનો.વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક એક બે ડુસકાઓ નો પણ અવાજ સંભળાય છે .પરંતુ આ ડુસકા ઓ પણ nightmares ને માઇગ્રેશન કરવા માટે વિવશ કરી રહ્યાછે. અને ધીરે-ધીરે રોમન ની આસપાસ નુજંગલ ખાલી થવા લાગે છે .રોમન ની સરાઉન્ડ ના જંગલમાં અત્યારે એક કીડી કે એક મકોડો પણ નથી.