અમાન્ય ઘટના Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમાન્ય ઘટના

રાત્રે કોઈ બાજુમાં આવી ને સુઈ ગઈ હોય તેવો અહેસાસ થાય ટીના જાગી ગઈ. તેણે આજુબાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહિ ને તે ફરી સુઈ ગઇ. થોડી વાર તો ટીના ને ઊંઘ ન આવી પણ સવારે સ્કૂલ જવાનું હતું તે વિચાર માં તેને ઊંઘ આવી ગઈ.

સવારે ઉઠી ને તે બાથરૂમ માં ન્હાવા ગઈ. નહાવા માટે કપડાં ઉતારી રહી હતી, ત્યારે તેણે જોયું કે તેનો ડ્રેસ આગળથી ફાટી ગયો હતો. તેને નવાઈ લાગી કે અચાનક મારો ડ્રેસ કેમ ફાટી ગયો. કદાચ રાત્રે સૂતી વખતે ડ્રેસ ફાટી ગયો હોય તેવું લાગ્યુ. જ્યારે તેના મમ્મી મે ખબર પડે છે ત્યારે તે ટીના પર બહુ ગુસ્સે થાય છે. તેનું કારણ હતું તેની આર્થિક સ્થિતિ નબળી.

બીજા દિવસે સવારે ટીના ફરી બાથરૂમ માં ન્હાવા ગઈ તો ફરી તેનો ડ્રેસ ફાટી ગયો હતો . ટીના ને સમજાતું ન હતું કે આ કેવી રીતે બને છે, ટીના એ તેના માતા પિતા ને ફરી જાણ કરી ત્યારે ચિંતાની રેખાઓ તેના માતાપિતાના કપાળ પર વધી થઈ ગઈ. એક તો દીકરી ને આ રીતે કપડાં ફાટી જવા એક ચિંતા નો વિષય લાગ્યો. એટલે ટીના ને તેની સાથે સુવા માટે તેના મમ્મી એ કહ્યું.

રાત્રે ટીના તેની મમ્મી સાથે સુઈ ગઇ. સવારે ટીના જાગી તો તેનો ડ્રેસ આગળ ના ભાગનો સાવ ફાટી ગયો હતો. તેના મમ્મી ને જગાડી તે ફાટેલા કપડાં બતાવ્યા ત્યારે તેની મમ્મી પણ હેરાન થઈ ગઈ કે અમારા બંને સિવાય રૂમ માં કોઈ આવ્યું નથી તો ડ્રેસ કઈ રીતે ફાટી જાય. ટીના માં કપડાં કેમ મારા કેમ નહિ. આ વાત ટીના ના પપ્પા ને કરી. તે આ વાત પર બહુ ગંભીર બની ગયા.

રોજ આ ઘટના બનતા ટીના ના બધા કપડા ફાટી ગયા હતા.ટીના કપડાં વગર ની થઈ ગઈ. આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે નવા કપડાં પણ લઈ શકે તેમ ન હતી. ન છૂટકે તે એક રૂમ માં બંધ રહી એક ચાદર લપેટી ને રૂમમાં પડી રહેતી.

દરરોજ આ ઘટના થી ટીના ની માં ને લાગ્યું કે આ ભૂતનું કામ હશે. તેથી તેણે એક તાંત્રિક બોલાવ્યો. તે તાંત્રિક ટીના સામે બેસી ગયો ને વિધિ કરવા લાગ્યો. એક દીવો પ્રગટાવ્યો બાજુમાં થોડા ફૂલ મૂક્યા એક કાળી દોરી હાથ માં રાખી ને મંત્રો બોલવા લાગ્યો. તે કાળા દોરા ને દીવા પાસે ફેરવતો જતો ને ફૂક મારતો જતો હતો. વિધિ પૂરી થઈ એટલે તે કાળો દોરો ટીના ના હાથ પર બાંધ્યો ને કહ્યું હવે તમારી દીકરી ને આ કાળો દોરો રક્ષણ કરશે. એટલું કહ્યુ થોડા પૈસા લઈ ત્યાં થી તે તાંત્રિક નીકળી ગયો.

બીજા દિવસે ટીના ને સ્વસ્થ જોઈ તેના પિતાજી તેના માટે બજાર માંથી જૂના કપડાં લઈ આવ્યા. તે કપડાં પહેરી ટીના હવે સ્કૂલ પણ જવા લાગી હતી. હવે રાત્રે તેના કોઈ કપડાં પણ ફાડતું ન હતું. તે પહેલાં ની જેમ ખુશ ખુશાલ રહેવા લાગી હતી.

એક સમયે તે ગ્રાઉન્ડ પર બધા સ્ટુડન્ટ સાથે કબડી રમી રહી હતી. તેને ખ્યાલ પણ ન રહ્યો કે તેના હાથ માં બાંધેલો કાળો દોરો નીકળી ગયો છે. સાંજ પડી એટલે ટીના ઘરે આવી. તે દોરા થી અજાણ હતી.

સાંજ પડી એટલે સુઈ ગઇ. સવાર થયું એટલે ટીના જાગી ગઈ તેણે જોયું તો તેના લાંબા વાળ પલંગ પર છૂટાછવાયા પડ્યા હતા, કપડાં ના લીરેલીરા થઈ ગયા હતા, આ જોઈને ટીના જોરજોરથી રડવા લાગી. માતા-પિતા તેની પાસે આવ્યા દીકરી ની આ હાલત જોઈ ડરી ગયા ત્યાં તેની નજર ટીના ના હાથ પડી જોયું, તો હાથ પર કાળો દોરો હતો નહિ. ટીના ને પૂછ્યું દોરા વિશે તો તેણે કહ્યું મને ખબર નથી ક્યાં પડી ગયો.

ફરી તે સમસ્યા દિવસે ને દિવસે વધવા લાગી. પછી તેના માતા પિતા એ ફરી પેલા તાંત્રિક ને બોલાવ્યો.

તાંત્રિક તરત ઘરે આવ્યો ને હાથ માં છડી થી મકાન માં ચારે બાજુ ફરવા લાગ્યો ને પછી ટીના પાસે બેસી ને મંત્રો બોલવા લાગ્યો. ટીના ને પૂછવા લાગ્યો.

તારી ખાસ ફ્રેન્ડ કોણ હતી.?
ટીના એ જવાબ આપ્યો છાયા.
તે છાયા ક્યાં છે ?
તે છાયા તો મરી ગઈ.
તારી સાથે ઝગડો કરતી હતી ?
હા પણ ડ્રેસ માટે તે વધુ ઝગડતી હતી.
ખબર છે તેનું મુત્યુ કેમ થયું.
તાંત્રિક સામે એકીટશે જોઈ રહેલી ટીના એ કહ્યુ કેવી રીતે થયું ?
અસલ માં ટીના ને ખબર હતી પણ તે તાંત્રિક પાસે જાણવા માંગતી હતી.

તો સાંભળ તમે બંને સ્કૂલ માં ઉપર માં માળે વાતો કરી રહ્યા હતા ત્યારે તે છાયા તારી સાથે ડ્રેસ માટે ઝગડી રહી હતી તું હંમેશા તેને ના પાડતી હતી. તે વખતે છાયા તારી સાથે મસ્તી કરવા લાગી. તારો ડ્રેસ ખેચવા લાગી ને અચાનક ડ્રેસ મુકાઈ જતાં તે બાલ્કની માંથી નીચે પટકાય છે ને તેનું મુત્યુ થાય છે. તે છાયા એટલે તો રાત્રે તારા કપડાં ફાડી નાખે છે.

હાથ જોડી પાસે બેઠેલા ટીમના માતા પિતાએ કહ્યું તો આનો શો ઉપાય.?

ઉપાય તો છે પણ થોડા પૈસા લાગશે.

બોલો જે થાય તે અને આપવા તૈયાર છીએ.

એક જોડી કપડાં ને થોડો શ્રૃંગાર લાવવો પડશે ને તમારી દીકરી ને પહેરાવવી તે આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરવાની રહશે.તેની થોડી વિધિ પણ કરવાની રહેશે .
લગ્ન માં આવેલ સોના નો સેન તે તાંત્રિક ના હાથ માં આપે છે ને કહે છે તમારે જે લાવવું હોય તે લઈ આવો બસ મારી દીકરી ને કાયમી માટે બહાર નીકળી શકે તેવી કરી આપો.

તે રાત્રે તાંત્રિક બધો સામાન લઈ ને આવ્યો ને ટીના ને કપડાં પહેરાવી ને સૃંગાર પણ કરાવ્યો ને પછી તે ધૂપ કરી મંત્રો બોલવા લાગ્યો. ત્યાં ટીના ધ્રુજવા લાગી એટલે પેલા તાંત્રિક કહ્યુ કોણ છે તું.?
તે બોલી હું છાયા.
કોણ છાયા ?
તમારી ટીના ની ફ્રેન્ડ.
તો અહી કેમ આવી હતી.?
મારા કપડા લેવા. દર વખતે ટીના ના પાડતી ને હું તેના કપડાં ફાડી નાખતી.
હવે તો તને સારા કપડાં પહેરાવ્યા તો હવે તું કાયમ માટે જતી રહીશ ને.
તે આત્મા એ કહ્યુ હા હું જાવ છું.

ત્યાં પવન એક લહેર આવી ને ટીના ઊભી થઈ ને બોલી મમ્મી હું કેવી લાગુ છું. આ સાંભળી ને ટીના ને તેની માં ભેટી પડી. તાંત્રિક કહ્યુ હવે તમારી દીકરી ને તે આત્મા ક્યારેય હેરાન નહિ કરે તેની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. પછી ટીના ના ક્યારેય કપડાં ફાટ્યા નહિ.

જીત ગજ્જર