લવ રિવેન્જ
પ્રકરણ-23
"“એ તારો નઈ થાય.....!” સુભદ્રાબેને કહેલાં શબ્દોનાં હવે લાવણ્યાનાં મનમાં પડઘાં પડવાં લાગ્યાં. લાવણ્યા આઘાતથી તેની મમ્મી સામે શૂન્ય મનસ્ક જોઈ રહી.
અગાઉ વિશાલ, પ્રેમ, અંકિતા અને કામ્યા સહિત અન્ય મિત્રોએ પણ લાવણ્યાને આવુંજ કઇંક કહ્યું હતું. પણ એ વખતે સિદ્ધાર્થ લાવણ્યા સાથે જોઈ તેટલો નહોતો ઓપન થયો એમ માની લાવણ્યાએ બધાં મિત્રોની એ વાતને વધુ મહત્વ નહોતું આપ્યું. છતાંપણ એ ડર લાવણ્યાનાં મનમાં ઘર જરૂર કરી ગયો હતો કે સિદ્ધાર્થ તેનાથી છીનવાઈ જશે. નેહા તેને છીનવી લેશે.
જેમ-જેમ સિદ્ધાર્થ તેનાં તરફ ઢળતો ગયો એમ-એમ લાવણ્યાનાં મન રહેલો એ ડર ઓછો થવાં લાગ્યો હતો. એમાંય સિદ્ધાર્થ હવે છૂટથી તેને વળગી પડતો હતો. કોલેજનું કેમ્પસ હોય કે રિવરફ્રન્ટ, મિત્રોની હાજરી કે કેમ્પસમાં લાગેલાં CCTV કેમેરાં, સિદ્ધાર્થ હવે લાવણ્યાને વળગી પડતી વખતે બધુંજ ભૂલી જતો. આથી લાવણ્યાને હવે સિદ્ધાર્થના છીનવાઇ જવાનો ડર થોડો ઓછો થઈ ગયો હતો. આમ છતાં, તે નેહાથી થોડી ઘણી ડરતી. જોકે સિદ્ધાર્થના બરોડાંથી આવ્યાં પછી લાવણ્યા એ તો જાણી ગઈ હતી સિદ્ધાર્થ હવે નેહાથી પૂરેપૂરો દૂર થઈ ગયો હતો અને તેની તરફ વધુ ઝૂકી ગયો હતો. આમછતાં કોઈક એવી વાત હતી જેને લઈને સિદ્ધાર્થ હજી પોતાની ફીલિંગ્સ વ્યક્ત કરતાં પોતાને રોકતો હતો. લાવણ્યા જાણતી હતી કે સિદ્ધાર્થ હવે નેહાથી છૂટવાં મથી રહ્યો હતો. લાવણ્યાને એટ્લેજ આશા બંધાઈ હતી કે આજે નઈતો કાલે સિદ્ધાર્થ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી દેશે અને છેવટે તેનો થઈ જશે.
“એ તારો નઈ થાય.....!” શૂન્યમનસ્ક થઈ ગયેલી લાવણ્યાના મનમાં ફરીવાર સુભદ્રાબેનનાં શબ્દો ગુંજવાં લાગ્યાં.
“ત...તને એવું......ક....કેમ લાગે છે મમ્મી....!?” લાવણ્યા હવે ધ્રૂજતાં સ્વરમાં બોલી.
“બસ બેટાં.....!” સુભદ્રાબેને ભીંજાયેલી આંખે લાવણ્યાને કહ્યું “મારું મન કે’છે....! કે એ તારો નઈ થાય બેટાં.....!”
લાવણ્યાને હવે સિદ્ધાર્થ ખોઈ બેસવાની એ ફીલિંગ ફરી અનુભવાઈ ગઈ અને તેનું આખું શરીર ધ્રૂજવાં માંડ્યુ. તેનાં ધબકારાં વધવાં લાગ્યાં અને માથે પરસેવો વળવાં લાગ્યો.
“પણ..પણ...! હું..એને બઉં લવ ક..કરુંછું....!” લાવણ્યા ધડકતાં હ્રદયે કાંપતી- કાંપતી બોલવાં લાગી.
“હું જાણું છું...દી....!”
“અને...અને....! એ પણ મ...મને લવ કરેછે...!” સુભદ્રાબેન બોલવાં જતાં હતાં ત્યાંજ લાવણ્યા વચ્ચે બોલી પડી.
“હું જાણું છું... બેટાં.....!” સુભદ્રાબેને વ્હાલથી લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો “પણ ખબર નઈ કેમ.....! મારું મન કે’છે કે એ તારો નઈ થાય....!”
“પણ...પણ મમ્મી....! મમ્મી....! મને એક...ચાન્સતો આપો...!” લાવણ્યા હવે બઘાઈ ગઈ “મેં વ...વિશાલને બધાં પ...પૈસાં પણ પાછાં આપી દીધાં છે....! અને....એનાં પૈસાંથી ચણિયાચોલી લીધી’તી એ બધું પણ પ...પાછું આપી દીધું છે....!”
“વિશાલનાં પૈસાં....! ચણિયાચોલી...!!?” સુભદ્રાબેન મૂંઝાઇ ગયાં “શું બોલે છે તું લાવણ્યા....!”
“મેં સ..સિડની જોડે માફી પણ માંગી લીધી....!” લાવણ્યા હજીપણ બબડાટ કરી રહી હતી “એ..એણે મને માફ પણ કરી દીધી મમ્મી....! હું સાચું કઉં છું.....!”
“લાવણ્યા....! શું બોલે છે તું.....! મનેતો કઈં સમજાતું નથી...!”
“મમ્મી....! મને એ.....એ...એક ચાન્સતો આપો.....! મેં માફી માંગી તો લીધી....!”
“ઓહ બેટાં....! તું શાંતથા પેલ્લાં…..!” મૂંઝાયેલાં સુભદ્રાબેન ભીની આંખે લાવણ્યાની પીઠ પસવારી રહ્યાં અને તેને શાંત કરવાનો પ્રયત્ન કરતાં રહ્યાં.
થોડીવાર પછી છેવટે લાવણ્યા શાંત થઈ. છતાં તેને ક્યારેક ક્યારેક ડૂસકાં આવી જતાં.
“હવે મને કે’…..! વિશાલનાં પૈસાંની ચણિયાચોલી....!? શું વાત છે ...!? શું બોલી રહી હતી તું...!?” સુભદ્રાબેને વ્હાલથી લાવણ્યાનાં ગાલ ઉપરનાં આંસુ લૂંછતાં કહ્યું.
“ચણિયાચોલી અને બીજી શોપિંગ કરવાં માટે મેં....મેં વિશાલ જોડેથી પૈસાં લીધાં’તાં....!” લાવણ્યા સંકોચપૂર્વક મોઢું બનાવતી બોલી.
“હેં...! પણ …..!”
“મેં તારી જોડેથી લીધાં....! એની પેલ્લાંની વાત છે....!” લાવણ્યા વચ્ચે બોલી પડી.
“ઓહ....!”
“પછી....!”
લાવણ્યાએ બધી વાત વિગતે સુભદ્રાબેનને જણાવી.
----
“બેટાં.....! તે મારી જોડે પૈસાં કેમનાં માંગ્યા...!?” સુભદ્રાબેને લાવણ્યાનાં માથે હાથ ફેરવીને પૂછ્યું.
“સોરી...!” લાવણ્યા ભીની આંખે બોલી.
“કઈં વાંધો નઈ.....! એ માની ગ્યોને...!?”
“હમ્મ….!”
“બસ....તો હવે આ વાતને ભૂલીજા....!”
“પણ મમ્મી ....! એ બઉં હર્ટ થઈ ગ્યો’તો....!” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.
“થાયતો ખરોજને બેટાં....!” સુભદ્રાબેન ભારપૂર્વક બોલ્યાં.
“મમ્મીને છેડતીવાળી વાત કહું કે નઈ.....!?” લાવણ્યા શૂન્યમનસ્ક બનીને વિચારી રહી.
“પણ જે થયું એ સારું થયું....!” કેટલીક ક્ષણો પછી સુભદ્રાબેન લાવણ્યાની દાઢી પ્રેમથી સહેજ ઊંચી કરીને બોલ્યાં “એ તારાંથી રૂઠયો એટ્લે એતો નક્કી થઈ ગયું....! કે એ પણ તને પસંદ કરેછે....!”
“હાં....હાં....! એતો કરેજ છે....!” લાવણ્યા હવે ખુશ થઈ ગઈ “એ મને કેટલું જોરથી વળગી પડેછે....! એકદમ કચકચાવીને....!અ...”
લાવણ્યાથી બોલાઈ ગયું અને શરમાઇને તે અટકી ગઈ.
“એટ્લે.....એ...અ....!” તેની જીભ હવે થોથવાઈ ગઈ અને તે આમતેમ નજર ફેરવવાં લાગી.
સુભદ્રાબેન હવે મંદ-મંદ હસીને તેની સામે જોઈ રહ્યાં.
“મમ્મી....!” લાવણ્યા બેડ ઉપરથી અચાનક ઊભી થઈ ગઈ અને નાનાં બાળકની જેમ ઉત્સાહપૂર્વક બોલી“હું ચણિયાચોલી લાયી છું એ...એ... બતાવું....!?”
“હાં...! બતાવ....!” સુભદ્રાબેન પરાણે સ્મિત કરીને બોલ્યાં.
“એક મિનિટ હો......!” એટલું કહીને લાવણ્યા દોડાંદોડ બેડરૂમની બહાર ચાલી ગઈ.
દોડીને લાવણ્યા ડ્રૉઇંગરૂમની સીડીઓ ચઢી સીધી પોતાનાં બેડરૂમમાં આવી ગઈ. વૉર્ડરોબ ખોલીને લાવણ્યાએ તેમાંથી તેની ચણિયાચોલીની બધી બેગ્સ લઈ લીધી અને પાછી દોડાંદોડ બહાર નીકળી અને સીડીઓ ઉતરીને સુભદ્રાબેનનાં રૂમમાં આવી ગઈ.
બેડ ઉપર બધી બેગ્સ મૂકીને લાવણ્યાએ તેમાંથી ચણિયાચોલી કાઢવાં માંડી. એક ચણિયો કાઢીને લાવણ્યાએ તેની કમર ઉપર મૂકીને ધર્યો.
“જો....! કેવી છે....!?” લાવણ્યાએ સુભદ્રાબેન સામે જોઈને પૂછ્યું.
“અ.....!” સુભદ્રાબેન આમતેમ મોઢું કરીને ચણિયો જોઈ રહ્યાં “ચણીયો ટૂંકો નથી લાગતો....!?”
“અરે....!? કેમ આમ કરેછે મમ્મી....!?” લાવણ્યાએ હવે ચણિયો પાછો બેડ ઉપર નાંખી દીધો અને પોતાનાં નાઈટ ડ્રેસનું ટોપ કાઢીને બેડ ઉપર ફેંકી દીધું.
“અરે...!” સુભદ્રાબેન શરમાઇ ગયાં હોય એમ બોલ્યાં “શું તું પણ....! આવું કરાય...!?”
“અરે એમાં શું શરમ....!?તેજ તો મોટી કરીછે ....!” બોલતાં-બોલતાં લાવણ્યાએ બેગમાંથી ચણિયાનો મેચિંગ બ્લાઉઝ કાઢ્યો અને પહેરવાં લાગી.
“હું તને એક ચણિયાચોલી ટ્રાય કરીનેજ બતાડું છું...! એટ્લે તને ખ્યાલ આવે...!” લાવણ્યા બોલી. તેણે હવે બ્લાઉઝ પહેરીને પીઠ ઉપરની તેની દોરી વાખવાં માટે તેની મમ્મી સામે પીઠ ધરી “દોરી વાખને....!”
સુભદ્રાબેને દોરી વાખી આપી. લાવણ્યા હવે તેણે પહેરેલાં નાઈટ ટ્રેકની ઉપરજ ચણિયો ચઢાવી લીધો. નાઈટ ટ્રેકને પોતાની નાભીથી ચાર આંગળી નીચે સરકાવી લાવણ્યાએ ટ્રેકનાં બેલ્ટ ઉપરજ ટ્રેક ઢંકાય એરીતે ચણિયો પહેરીને તેનું નાડું બાંધી દીધું. સુભદ્રાબેન લાવણ્યાને જોઈ રહ્યાં.
“બોલ હવે....!?” લાવણ્યએ તેની કમર ઉપર હાથ મૂકીને કહ્યું.
“બાપરે....!” સુભદ્રાબેન લાવણ્યાની ખુલ્લી કમરને જોઈ રહ્યાં અને બોલ્યાં “આતો કેટલો બધો નીચો છે...!?”
“અરે મમ્મી લૉ વેઈસ્ટ છે....!” લાવણ્યા દલીલ કરતાં બોલી.
“ અરે પણ આટલી બધી લૉ વેઈસ્ટ થોડી હોય....!?” સુભદ્રાબેને સામી દલીલ કરી “તારી આખી કમર ખુલ્લી રે’છે....!”
“પણ મમ્મી લૉ વેઈસ્ટમાં તો એવુંજ હોયને....!?”
“અરે પણ દીકરાં આટલું બધું....!?” સુભદ્રાબેન હજીપણ એજરીતે બોલ્યાં.
“ક્યાં એટલી બધી છે મમ્મી....! ખાલી ચાર આંગળીતો નીચી છે...જો...!?” લાવણ્યાએ ભારપૂર્વક દલીલ કરી અને તેનાં હાથની ચાર આંગળીઓ તેની નાભીની નીચે મૂકીને બતાવવાં લાગી.
“સિદ્ધાર્થને નઈ ગમે....!” સુભદ્રાબેન થોડાં નારાજ ભાવે ધીરેથી બોલ્યાં.
“તને એવું કેમ લાગેછે કે એને નઈ ગમે....!?” લાવણ્યા ટીખળભર્યા સ્વરમાં તેની આઈબ્રો નચાવીને બોલી.
“એ બઉ સીધો છોકરો છે....! એને વધુ પડતું “દેખાડો” કરતાં કપડાં નઈ ગમતાં હોય....! જોજે...!”
“એમ...!?” લાવણ્યા ફરી એજરીતે બોલી “તને ખબરછે....!? એણેજ ડિમાન્ડ કરીછે...! આ લૉ વેઈસ્ટ ચણિયાચોલીની....!”
“જાને હવે જૂટ્ઠી....!?” સુભદ્રાબેન આશ્ચર્યપૂર્વક બોલ્યાં “સિદ્ધાર્થ એવી ડિમાન્ડ કરેજ નઈને...!”
“અરે તને મારાં ઉપર ભરોસો નથીને એની ઉપર આટલો બધો ટ્રસ્ટ છે....!?” લાવણ્યા આંખો મોટી કરીને બોલી “હું સાચું કઉ છું....! એણેજ ડિમાન્ડ કરીતી....!”
સુભદ્રાબેન થોડીવાર સ્મિત કરીને વિચારી રહ્યાં પછી બોલ્યાં “છુપો રૂસ્તમ નીકળ્યો આ છોકરો તો.....!”
“અરે મમ્મી....!” લાવણ્યા હવે બેડમાં સુભદ્રાબેનની જોડે બેડ ઉપર બેસી ગઈ “તે એનો ચેહરો જોયો હોતતો.....! ચણિયાચોલીની ડિમાન્ડ કરતી વખતે....!”
લાવણ્યા બોલી અને શૂન્યમનસ્ક થઈને સિદ્ધાર્થનો એ વખતનો ચેહરો યાદ કરી રહી. સુભદ્રાબેન તેને સ્મિત કરીને દયાભાવથી જોઈ રહ્યાં.
“એકદમ નાનાં બેબી જેવો....!” લાવણ્યાનો સ્વર સહેજ ભીનો થયો “મમ્મી....!” ભીંજાયેલી આંખે લાવણ્યાએ સુભદ્રાબેન સામે જોયું “એક નાનું બેબી કોઈ વસ્તુ માંગતી વખતે કેવું ડરે....!? એવોજ ડરતો’તો એ.....!”
“તું સાચું કેતી’તી.....!” લાવણ્યાએ સુભદ્રાબેનની હથેળી ઉપર તેનો હાથ મૂક્યો “એ બહુ ડીસન્ટ છે....!”
“ઓહ લાવણ્યા....!” ક્યારનાં દયાભાવથી જોઈ રહેલાં સુભદ્રાબેને છેવટે લાવણ્યાને તેમનાં ગળે વળગાળી દીધી અને તેની પીઠ ઉપર વ્હાલથી હાથ ફેરવી રહ્યાં.
“બેટાં......!” એજરીતે વળગી રહીને થોડીવાર પછી સુભદ્રાબેન બોલ્યાં “એની જોડે જેટલો ટાઈમ સ્પેન્ડ કરવાં મલેછે....! એ એક-એક ક્ષણ....! જીવી લેજે દિકરાં.....! જીવી લેજે....!”
“મમ્મી....!” લાવણ્યા ધ્રુજીને તેમની સામે ભીની આંખે જોઈ રહી.
“ફરી ક્યારેય તને એ ક્ષણો જીવવાં નઈ મલે....!” છેવટે સુભદ્રાબેનની આંખોમાંથી આસુંની ધાર વહી “ફરીવાર નઈ મલે બેટાં....!”
“તું....તું....આવું ના બોલને મમ્મી....!” ડરથી ધ્રુજી રહેલી લાવણ્યા ફરીવાર બોલી “હું.....હું એને બઉ લવ કરુંછું.....! અ....એ પણ....કરેજ છે....! મ..મને ખબર છે....! સ... સાચું કઉ છું....!”
“લાવણ્યા.....!” સુભદ્રાબેને ભીની આંખે તેનાં ગાલ ઉપર હાથ મૂક્યો.
“એ ભલે કે’તો નથી....! મમ્મી એ...એ...એવોજ છે....!” લાવણ્યા હવે ફરીવાર ઈમોશનલ થઈને બબડાટ કરવાં લાગી “એ કોઈને કશું નથી કેતો...! પ...પણ મને ખબર છે....! એ પણ મને લવ કરે છે...!”
“લાવણ્યા.....! બેટાં...! મારી વાત સાંભળ.....!” સુભદ્રાબેને હવે તેનું મોઢું તેમનાં બંને હાથ વડે પકડીને ભીંજાયેલી આંખે કહ્યું “મારી વાત સંભાળ દિકરાં....!”
લાવણ્યા માંડ શાંત થઈ અને સુભદ્રાબેન સામે ડૂસકાં ભરતાં-ભરતાં જોઈ રહી.
“બેટાં....! હું જાણું છું....! તું એને બહુજ લવ કરે છે....!” સુભદ્રાબેન બોલ્યાં “એટ્લેજ હું તને કઉ છું...! કે જેટલી ક્ષણો મળે......! એ ક્ષણો વેડફ્યાં વિના જીવી લેજે....!”
“પણ મમ્મી....! તને એવું કેમ લાગે છે....! તું....તું આવું કેમ બોલે છે...!?” લાવણ્યા ફરીવાર રડમસ થઈ ગઈ.
“કેમકે મને અંકિતાએ ફોન કર્યો’તો.....! બેટાં...!” સુભદ્રાબેન ધીરેથી બોલ્યાં.
“હેં.....!” લાવણ્યા ધક્કો લાગ્યો અને તે આઘાત પામીને શૂન્યમનસ્ક થઈ જોઈ રહી. તેની આંખ થોડી વધુ ભીંજાઇ ગઈ.
“એણે મને બધું કીધું....!” સુભદ્રાબેન લાવણ્યા તરફ જોઈ રહીને બોલ્યાં.
“શ....શું કીધું.....!?” લાવણ્યાએ ધ્રૂજતાં સ્વરમાં પૂછ્યું.
“બધુંજ.....!” સુભદ્રાબેન ધીરેથી બોલ્યાં અને લાવણ્યા સામે જોઈ રહ્યાં.
તેની આંખોમાંથી આંસુઓની ધાર વહી અને ગાલ ઉપરથી સરકીને નીચે પડી.
“સિદ્ધાર્થનું ધ્યાન ખેંચવાં તે ....તે તારી છેડતી સુદ્ધાં કરાવી લીધી......! આવું કરાય દીકરાં....!?” સુભદ્રાબેન લાવણ્યાનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલ્યાં “તને હોસ્પિટલમાં એડમિટ કરી હતી....! એ પણ તે મને ના કીધું....!?”
લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર શૂન્યમનસ્ક તાકી રહી.
“તું મને તારી બેસ્ટ ફ્રેન્ડ કે’છે....! તો પછી તારી બેસ્ટ ફ્રેન્ડથી તે આ બધી વાત છુપાવી....!? બોલ....!?”
“હું એને બઉં લવ કરુંછું....!” બોલતાંજ લાવણ્યા ભાંગી પડી અને સુભદ્રાબેનને વળગી ચોધાર આંસુએ રડી પડી.
સુભદ્રાબેન પણ રડી પડ્યાં. ક્યાંય સુધી તે લાવણ્યાને શાંત કરાવવાંનો પ્રયન્ત કરતાં રહ્યાં. રડતી-રડતી લાવણ્યા છેવટે સુભદ્રાબેનનાં ખોળાંમાંજ સૂઈ ગઈ. સુભદ્રાબેન પણ ક્યાંય સુધી બધું વિચારતાં- વિચારતાં એમજ બેસી રહ્યાં. છેવટે મોડી રાત્રે લાવણ્યાને બેડ ઉપર સરખી સૂવાડી પોતે પણ તેની જોડે સૂઈ ગયાં.
-----
“અમ્મ.....! આ.....! મારું માથું....!” સવારનાં લગભગ સવા છ વાગ્યે લાવણ્યા જાગી. બેડ ઉપર બેઠાં થઈને લાવણ્યાએ તેનું માથું પકડીને દબાવ્યું.
લાવણ્યા થોડીવાર સુધી બેડ ઉપરજ બેઠી રહી. આગલી રાતે તેનાં મમ્મી સુભદ્રાબેન સાથે થયેલી વાતચીતના અંશો યાદ આવી જતાં તેનું મન ફરીવાર સિદ્ધાર્થને ખોઈ બેસવાંનાં એજ વિચારોથી ઘેરાઈ ગયું.
સુભદ્રાબેન સવારમાં વહેલાં ઉઠીને પોતાનાં રૂટિન કામમાં લાગી ગયાં હતાં.
થોડી વધુવાર સુધી બેડ ઉપર બેઠાં રહીને લાવણ્યા એજ વિચારોમાં ખોવાઈ રહી.
છેવટે પોતાનાં મનમાંથી તે વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરતી-કરતી તે બેડ ઉપરથી નીચે ઉતરી અને સુભદ્રાબેનનાં બેડરૂમમાંથી બહાર નિકળી કિચન તરફ જવાં લાગી.
“મમ્મી.....!” કિચનમાં પ્રવેશીને લાવણ્યાએ ગેસ ઉપર ચ્હા બનાવી રહેલાં સુભદ્રાબેનને જોઈને ઢીલાં સ્વરમાં કહ્યું.
“અરે .....!?” સુભદ્રાબેને સ્મિત કરીને એક નજર લાવણ્યા સામે જોયું અને પાછાં ગેસ ઉપર ઉકળી રહેલી ચ્હા બાજું જોવાં લાગ્યાં “જાગી ગઈ બેટાં....!?”
“અમ્મ....!” લાવણ્યાએ એક હળવું આલિંગન સુભદ્રાબેનને આપી દીધું.
સુભદ્રાબેને પોતાની નજર ગેસ ઉપર મૂકેલી ચ્હાની તપેલી તરફ રાખીને લાવણ્યાની પીઠ પસવારી.
“જોતો ખરાં...! તારી હાલત કેવી થઈ ગઈ છે....!?” સુભદ્રાબેને ફરીવાર લાવણ્યા તરફ એક નજર નાંખીને કહ્યું. ચ્હાની તપેલી સાણસી વડે પકડીને તે હવે પ્લેટફોર્મ ઉપર ગેસની જોડે મુકેલાં એક કપમાં ચ્હા ગાળવાં લાગ્યાં.
રાત્રે મોડાં સુધી જાગવાને લીધે તેમજ રડવાને લીધે લાવણ્યાની આંખો સુઝી ગઈ હતી. તેનાં વાળ વિખરાઈ ગયાં હતાં. મોઢું સાવ નિસ્તેજ થઈ ગયું હતું.
“અરે.....! વરસાદ પડે છે....!?” વાત ટાળવાંનું બહાનું શોધી રહેલી લાવણ્યાને જમણીબાજું રસોડાંની ખુલ્લી બારીમાંથી ધોધમાર વરસાદ પાડવાનો આવાજ સાંભળાતાં તે બારી તરફ ગઈ.
“હાં.....! સવારનાં ચાર વાગ્યાનો પડે છે......!” સુભદ્રાબેન બોલ્યાં.
“ઓહ નો....!” લાવણ્યા નિરાશ સૂરમાં બોલી અને પ્લેટફોર્મ ઉપર હાથ ટેકવીને બારીની બહાર જોવાં લાગી.
તેમનાં ઘરનાં વરંડાને અડીનેજ સોસાયટીનો કોમન પ્લોટ હતો. વહેલી સવારથી વરસી રહેલાં ધોધમાર વરસાદને લીધે કોમનપ્લોટ લગભગ આખો પાણીથી ભરાઈ ગઈ.
“આવું થોડી ચાલે મમ્મી....!?” લાવણ્યાએ પાછાં ફરીને ઢીલાં મોઢે સુભદ્રાબેન સામે જોયું “હવે નવરાત્રિનું શું....!?”
“અરે પણ એમાં હું શું કરું...!?” સુભદ્રાબેને ચ્હાનો કપ લાવણ્યા તરફ ધરતાં કહ્યું.
વિલાં મોઢે કપ હાથમાં લઈ લાવણ્યા નીચું જોઈ રહી. કપ પોતાનાં હોંઠની નજીક લઈ જઈને લાવણ્યા હવે ફૂંક મારીને ચ્હા ઠંડો કરવાં લાગી. જોકે તેનું મન હજીપણ વરસાદ, નવરાત્રિ, સિદ્ધાર્થ વગેરે વિચારોમાંજ ખોવાયેલું હતું.
“બહુ ચિંતા નાં કર....!” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાને સુભદ્રાબેને કહ્યું. બીજાં એક કપમાં ચ્હા ગાળીને તેઓ પણ જોડે ઊભાં રહીને ચ્હા પીવાં લાગ્યાં “બધું ઠીક થઈ જશે...!”
લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર નીચું જોઈ રહી અને કપમાંથી ઘૂંટડે-ઘૂંટડે ચ્હા પી રહી. થોડીવાર સુધી બંને મૌન થઈ ગયાં.
“હું તૈયાર થઈ જાઉં....!” ચ્હાનો કપ પ્લેટફોર્મ ઉપર પાછો મૂકીને લાવણ્યા જવાં લાગી.
“બેટાં.....!” કિચનમાંથી બહાર જઈ રહેલી લાવણ્યાને સુભદ્રાબેને ટોકી.
લાવણ્યા તેમની તરફ પાછી ફરી.
“સિદ્ધાર્થ.....!” ખચકાટ અનુભવતાં સુભદ્રાબેન સહેજ અટક્યાં અને પછી બોલ્યાં “એને કોઈ વાતે ફોર્સ નાં કરતી...!”
“મમ્મી....!?” લાવણ્યા પ્રશ્નાર્થ ભાવે તેમની સામે જોઈ રહી.
“બેટાં.....!” સુભદ્રાબેન છેવટે તેમનો કપ પ્લેટફોર્મ ઉપર મૂકીને તેની તરફ ફર્યા “ અંકિતા કેતી’તી કે એનાં મેરેજ નેહા જોડે ફિક્સ થઈ ગયાં છે....!”
“નઈ નઈ મમ્મી....!” લાવણ્યાનું મૂડ તરતજ બદલાઈ ગયું અને તે ઈમોશનલ થઈ ગઈ “ન..નેહાએ તો.....એણે મેરેજ માટે ક્યારની ના પાડી દીધી છે....! બ.....બધાને ખબરછે આ વાતની....!”
સુભદ્રાબેન દયાભાવથી લાવણ્યાની સામે જોઈ રહ્યાં. હમેશાં ખુશમિજાજ રહેતી લાવણ્યા સિદ્ધાર્થની વાત આવતાં તરતજ ઈમોશનલ થઈ જતી.
“હું સાચું કઉં છું મમ્મી....!” લાવણ્યા ફરીવાર ભારપૂર્વક બોલી “નેહાએ “ના” પાડી દીધી છે.....! અ....એટ્લેજતો હું....!”
“લાવણ્યા.....!” સુભદ્રાબેને તેને વચ્ચે ટોકી “નેહાએ કોઈક કારણસર આવેશમાં આવીને ના પાડી હશે....! કદાચ એની અને સિદ્ધાર્થની વચ્ચે કોઈ માથાકૂટ થઈ હશે....! engaged કપલ્સમાં આવું થતુંજ હોય છે....! બેટાં...!”
“પણ...પણ મમ્મી....!” લાવણ્યા હવે રઘવાઈ થઈ ગઈ “એને એ નઈ ગમતી તો....!? સિદ્ધાર્થને એ નઈ ગમતી....!”
“લાવણ્યા.....!”
“મમ્મી....હું સાચું કઉં છું....! એને એ નઈ ગમતી....!”
“બેટાં....! મારી વાત સાંભળ.....!” સુભદ્રાબેને લાવણ્યાનાં હાથ તેમનાં હાથમાં પકડી લીધાં “સિદ્ધાર્થ એ છોકરો નથી કે જે પોતાની ફેમિલી વિરુદ્ધ જાય....! નેહાએ ભલે નાં પાડી હશે.....! પણ અંકિતા કે’તીતી કે....કે...! નેહા હજીપણ સિદ્ધાર્થના ફેમિલી જોડે ક્લોઝ છે...! નેહાનું ફેમિલી પણ સિદ્ધાર્થની ખબર કાઢવાં દવાખાને આવ્યું’તું....! અને નેહા....! અ....!”
સુભદ્રાબેન થોડું અટક્યાં અને લાવણ્યાના ચેહરાં સામે જોઈ રહ્યાં પછી આગળ બોલ્યાં-“એ સિદ્ધાર્થનાં ફાધરને “પપ્પા” કહીને પણ બોલાવે છે.....!”
લાવણ્યાની આંખ ભીંજાઇ ગઈ. ત્યાંજ બહાર આકાશમાં વીજળીઓના કડાકાં સંભળાયાં.
“પણ મમ્મી.....! એ છોકરી....! એ છોકરી ....સિદ્ધાર્થને બહુ ટોર્ચર કરે છે....!” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી “જ...જ્યારે જોવો બ..બસ એને ટોર્ચરજ કરે છે....!”
સુભદ્રાબેન ફરીવાર લાવણ્યાની સામે એજરીતે જોઈ રહ્યાં. તેમની આંખ સહેજ ભીંજાઇ ગઈ.
“મમ્મી....! હું ...હું એને ખુશ જોવાં માંગુ છું....!” લાવણ્યાની આંખ હવે વધુ ભીંજાઇ “એ છ...છોકરી એને ખુશ નઈ રાખે....ક..કાયમ ટોર્ચરજ કરશે.....!એ છોકરી એનાં માટે સારી નથી”
“બેટાં....! એ બધુ નક્કી કરવાનો આપણો કોઈ અધિકાર નથી....!”
“પણ..પણ મમ્મી....! એ છોકરો બહુ ઇનોસંન્ટ છે.....! એ ...એ કોઈને કશું કે’તોજ નથી...!”
“એજ તો હું કઉ છું બેટાં.....!” સુભદ્રાબેન લાવણ્યાનો હાથ દબાવીને બોલ્યાં “એ છોકરો ઈનોસન્ટ છે....! ઈમોશનલ છે....! એનું ફેમિલી એને નેહા જોડે મેરેજ કરવાં કે’શે....! તો એ ના નઈ પાડે....! ભલે પછી એને નેહા ગમતી હોય કે ના ગમતી હોય....!”
“પણ....પણ આવું થોડું ચાલે....!” લાવણ્યાની આંખમાંથી આંસૂની ધાર વહી “એ...એ છોકરો આખી જિંદગી કેવીરીતે કાઢશે એની જ...જોડે....!”
“લાવણ્યા.....!” સુભદ્રાબેને લાવણ્યાનાં ગાલ ઉપર હાથ મૂક્યો “તું સમજાતી કેમ નથી બેટાં....!? આપણે એની લાઈફમાં ઇન્ટરફિયર નાં કરાય....!”
“ત....તું કેમ નઈ સમજતી મમ્મી....!?” રડતાં-રડતાં લાવણ્યા ફરીવાર આજીજીભર્યા સ્વમરમાં બોલી “ એને એ...એ. ના ગમતી હોય તો...તો... કઈં એની ઉપર જોરજોરાઈ થોડી કરાય.....!”
“પણ બેટાં....! આપણો એવો હક નાં ચાલે એનાં ઉપર....!”
“ક....કેમ નાં ચાલે...!? મ...મારો હક છે...! મારો હક છે એની ઉપર....! એણે મ....મને કીધું છે....! મ...મારો હક છે એની ઉપર.....!” લાવણ્યા ભારપૂર્વક બોલી.
“લાવણ્યા શું બોલે છે તું આ બધું બેટાં....!?”
“તું કેમ આવું બધું બોલે છે....!?” લાવણ્યાએ સામો પ્રશ્ન કર્યો “ત....તને તો સિદ્ધાર્થ બ...બઉં ગમતો’તો.....! તું...! તું તો મને કાયમ એની બાબતમાં સપોર્ટ કરતી’તી.....!”
“બેટાં....! હું તો આજે પણ કરુંજ છું.....!”
“ત...તો પછી આવું બધું નાં બોલને....! એને હું ગમતી હોઉંતો....!?” લાવણ્યાએ બાળકની જેમ વીલું મોઢું બનાવીને પ્રશ્ન કર્યો “એને નેહા નાં ગમતી હોયતો....!?”
“બેટાં.....! એ નેહા માટેજ તો અહીંયા આવ્યો’તો.....! ભૂલી ગઈ તું....!?”
લાવણ્યા ડૂસકાં લેતી-લેતી સુભદ્રાબેન સામે શૂન્યમનસ્ક તાકી વિચારી રહી.
“એ લોકો ક્ષત્રિયો છે લાવણ્યા....!” સુભદ્રાબેન હતાશ સ્વરમાં બોલ્યાં “વચનનાં પાક્કાં હોય એ લોકો....! એમનાંમાં એકવાર “હાં” પડી જાય.....! તો પછી ક્યારેય “નાં” ન થાય....! સિવાય કે કોઈ મોટું કારણ હોય....!”
લાવણ્યા હજીપણ એજરીતે શૂન્યમનસ્ક જોઈ રહી.
થોડીવાર મૌન રહ્યાં પછી સુભદ્રાબેન લાવણ્યાની સામે જોઈ રહીને બોલ્યાં “એટ્લેજ કહુંછું દિકરાં..! ટાઈમ વેસ્ટ નાં કરતી.....! જેટલો સમય મલે.....! બસ એની જોડે જીવી લેજે....! મનભરીને.....!”
“એ છોકરાંને ફોર્સ નાં કરતી....!” થોડું અટકીને સુભદ્રાબેન ફરીવાર બોલ્યાં “એક બાજુ નેહાનું ટોર્ચર.....! અને બીજી બાજુ એની જોડે મેરેજ કરવાં માટે એનાં ફેમિલીનું પ્રેશર....! એ છોકરો બંને બાજુથી મૂંઝાઇ ગ્યો છે....! તું એને ફોર્સ કરીશ.....! તો....તો એ તારી બાજુથી પણ મૂંઝાઇ જશે....! અને જ એવું થયું....! તો જે મધુર ક્ષણો કદાચ તને જીવવાં મળવાની હશે એ ક્ષણો પણ ખરાબ થઈ જશે .....!”
લાવણ્યા હવે ભીંજાયેલી આંખે શૂન્યમનસ્ક તાકી રહી.
“જે ક્ષણો મલે......! એને જીવી લેજે...!” સુભદ્રાબેન ફરીવાર ભીનાંસ્વરમાં બોલ્યાં “સિદ્ધાર્થને રોકવાનાં પ્રયત્નમાં સમય બરબાદ નાં કરતી.....!”
“જે ક્ષણો મલે......! એને જીવી લેજે......જીવી લેજે....!” લાવણ્યા મનમાં બબડી રહી.
“સિદ્ધાર્થને રોકવાનાં પ્રયત્નમાં સમય બરબાદ નાં કરતી.....! ના કરતી....!”
“એને ફોર્સ નાં કરતી....!”
“એ મૂંઝાઇ ગયો છે....! નેહાનાં ટોર્ચરથી.....!”
“એને ફોર્સ નાં કરતી....!”
“સિદ્ધાર્થને રોકવાનાં પ્રયત્નમાં સમય બરબાદ નાં કરતી.....! ના કરતી....!”
“જે ક્ષણો મલે......! એને જીવી લેજે...!”
“પ....પછી ….!?” કેટલીક ક્ષણો વિચારી રહ્યાં પછી લાવણ્યા ભીંજાયેલી આંખે બોલી “પછી શું કરવાનું....!? અ....એ મને છોડીને જતોરે પછી....! શું કરવાનું....!?”
“અ....એને ભૂલી જવાનો.....! અને અ....આગળ વધી જવાનું...!” સુભદ્રાબેન માંડ બોલ્યાં.
“ભૂલી જવાનો એટ્લે....!?” લાવણ્યા આઘાત પામી ગઈ “એમ કેવીરીતે ભૂલી જવાનું....!? મ....મારે એને મળવું હોય તો....!? મલવાનું પણ નઈ એમ....!? મારે એની જોડે વાત કરવી હોય...તો...તો વાત પણ નઈ કરવાની એમ...!?”
“લાવણ્યા....!” સુભદ્રાબેને દયાભાવથી તેણીનાં ગાલ ઉપર હાથ મૂક્યો. બઘાઈ ગયેલી લાવણ્યા હવે બબડાટ કરવાં લાગી.
“અને...અને....એ....એને મારી જરૂર હ....હોયતો....!?તો....!?”
“ન.....! નેહા એને ટોર્ચર ક...કરેતો.....!?”
“લાવણ્યા....! શાંત થઈજા દીકરાં.....!” સુભદ્રાબેને લાવણ્યાને તેમનાં આલિંગનમાં જકડી લીધી અને તેને શાંત કરવાંનો પ્રયત્ન કરવાં લાગ્યાં “તું એની ચિંતા નાં કર લાવણ્યા....! એ પણ શીખી લેશે....! તારાં વગર જીવવાનું....!”
ક્યાંય સુધી લાવણ્યાની પીઠ પસવારતાં રહીને સુભદ્રાબેન લાવણ્યાને શાંત કરવાનો અને તેને સમજાવવાનો પ્રયન્ત કરતાં રહ્યાં. ઘણાં પ્રયત્નો પછી લાવણ્યા છેવટે શાંત થઈ.
*****
“લાવણ્યા....!?” કોલેજ જવાં તૈયાર થઈને ડ્રૉઇંગ રૂમની સીડીઓ ઉતરી રહેલી લાવણ્યાને સુભદ્રાબેને ટોકી.
“મમ્મી....!?” લાવણ્યાએ મુખ્ય દરવાજા પાસે ઊભી રહી.
“પૈસાં લીધાંને....!?” સુભદ્રાબેને પૂછ્યું.
“પૈસાં....!?”
“કેમ....!? સિદ્ધાર્થ માટે કુર્તો નથી લેવાનો.....!?” સુભદ્રાબેને યાદ દેવડાવ્યું “ભૂલી ગઈ....!?”
“અરે હાં.....!” લાવણ્યાને યાદ આવ્યું “લીધાં....! પૈસાં પર્સમાંજ છે....! હોં....!”
સુભદ્રાબેન સ્મિત કરીને તેની સામે જોઈ રહ્યાં. લાવણ્યા નજર છુપાવાવાં મથી રહી.
“બાય....!” છેવટે લાવણ્યા સંકોચભર્યા સ્વરમાં બોલી અને દરવાજાની બહાર નીકળી.
“એક્ટિવા નથી લઈ જતી...!?” કમ્પાઉન્ડમાં ચાલીને ગેટ તરફ જઈ રહેલી લાવણ્યાની પાછળ ચાલતાં-ચાલતાં સુભદ્રાબેને પૂછ્યું.
“ના....ના....હવે આખી નવરાત્રિ ઓટોમાં.....!” લાવણ્યાએ પાછું ફર્યા વિનાજ કહ્યું અને ગેટ ખોલીને બહાર નીકળવાં લાગી “એક્ટિવા ઉપર વાળ ખરાબ થઈ જાય...!”
એટલું કહીને લાવણ્યા છેવટે સોસાયટીના મુખ્ય ગેટ તરફ ચાલવાં લાગી.
સવારે વહેલાં ચાલું થયેલો ધોધમાર વરસાદે હજી વીસેક મિનિટ પહેલાંજ વિરામ લીધો હતો. ભારે વરસેલાં વરસાદનું પાણી સોસાયટીનાં આરસીસીનાં પાકાં રસ્તામાં પણ અનેક જગ્યાએ ભરાઈ ગયું હતું.
તેનાં મમ્મી જોડે રાત્રે અને વહેલી સવારે થયેલી વાતચીતને યાદ કરતી-કરતી તેમજ વરસાદના ભરાયેલાં પાણીથી બચતી-બચતી સાચવીને ચાલતી-ચાલતી લાવણ્યા છેવટે સોસાયટીના મુખ્ય ગેટની બહાર નીકળી.
“કોમર્સ છ રસ્તાં....!” થોડીવાર પછી એક ઓટોવાળાને ઊભો રાખી લાવણ્યાએ ઓટોવાળાને કહ્યું અને પાછલી સીટ ઉપર બેસી ગઈ.
ઓટોમાં બેઠાં-બેઠાં લાવણ્યાએ આકાશ તરફ જોવા સહેજ નીચું જોયું. કાળાં ભમ્મર ઘેરાયલાં વરસાદી વાદળોએ લાવણ્યાની નવરાત્રિનાં સેલિબ્રેશનની અનિશ્ચિતતાં અંગેની ચિંતા વધારી મૂકી. આટલું ઓછું હોય એમ લાવણ્યાને હવે તેનાં મમ્મી સાથે થયેલી વાતચીત યાદ આવતાં તે વિચારોએ પણ ઘેરી લીધી.
----
“લાવણ્યા....!?” કોલેજનાં પાર્કિંગ તરફ જઇ રહેલી લાવણ્યાને પ્રેમે પાછળથી બૂમ પાડીને બોલવી.
“પ્રેમ....!? ડાર્લીંગ....!?” લાવણ્યાએ પાછાં ફરીને અચરજથી પૂછ્યું “મેં નાં પાડી’તી તોય તું ઝાડ નીચે બેસીરે’ છે...!?”
“હાં.....! કેમકે મને ગમે છે....!?” પ્રેમ તેની આંખો નચાવતાં બોલ્યો.
“પ્રેમ.....!?” લાવણ્યાએ દયામણું મોઢું કરીને તેની સામે જોયું.
“અરે મજાક કરું છું....!” પ્રેમે હળવેથી લાવણ્યાનાં ખભે ટપલી મારી “હું તો રાત્રે મોડો સૂતો’તો એટ્લે અત્યારે લેટ થઈ ગયું....! તને ગેટથી અંદર જતાં જોઈ....! એટ્લે હું ઉતાવળાં પગલે તારી પાછળ આવ્યો.....!”
“પાકું....!?” લાવણ્યાએ આંખો મોટી કરીને પૂછ્યું.
“હાં બાપા...!” પ્રેમ ભારપૂર્વક બોલ્યો “ચાલ હવે....! કેન્ટીનમાં બધાં રાહ જોવેછે....!”
એટલું કહીને પ્રેમ સહેજ આગળ ચાલ્યો.
“તું જા....! હું સિડ આવે એટ્લે આવું છું....!” લાવણ્યા ત્યાંજ ઊભી રહીને બોલી.
“જો તમે લોકો ક્યાંય બહાર જવાનાં હોવ....! તો બધાંને મલીને જજો....!” પ્રેમ બોલ્યો “સાંજે નવરાત્રિમાં કેટલાં વાગ્યે અને ક્યાં ભેગાં થવાનું છે એ નક્કી કરવાનું છે....!”
“ઓકે સ્યોર....!” લાવણ્યા બોલી.
“બાય....!” પ્રેમ બોલ્યો અને પાછો ફરીને કોલેજનાં બિલ્ડિંગ તરફ ચાલવાં લાગ્યો.
લાવણ્યા સ્મિત કરીને કેટલીક ક્ષણો ત્યાંજ ઊભી રહી. તેણીએ ત્યાંજ ઊભાં રહી તેનું મ્હોં પાછું ફેરવીને કોલેજનાં ગેટની સામે દેખાતાં એ મોટાં લીમડાંનાં ઝાડ સામે જોયું જેની નીચે પ્રેમ રોજે તેની રાહ જોતો બેસી રહેતો હતો. ઝાડનાં વિશાળ થડની જોડેજ એજ મેગીનાં ઠેલાંવાળો ઊભો હતો. વરસાદનું મસ્ત ભીનું વાતાવરણ હોવાને લીધે ઠેલાંવાળાંને ત્યાં સારી એવી ભીડ જામેલી હતી.
લાવણ્યાએ હવે પાછાં પ્રેમ તરફ જોયું. તે કોલેજની બિલ્ડિંગનું પગથિયું ચઢીને કેન્ટીન તરફ જઈ રહ્યો હતો. એક ઊંડો શ્વાસ ભરીને લાવણ્યા પાર્કિંગ તરફ ચાલી.
----
“રોજે મોડું કરે છે આ છોકરો....!” પાર્કિંગમાં પાર્ક કરેલાં એક બાઇકની સીટ ઉપર બેઠી-બેઠી લાવણ્યા બબડી.
“જોતો....! પોણાં નવ થઈ ગયાં.....!” લગભગ પંદરેક મિનિટથી રાહ જોતી લાવણ્યાએ તેનાં મોબાઇલની લોક સ્ક્રીનમાં ટાઈમ જોયો અને ફરીવાર બબડી.
“બહુ જબરો છે તું....! કાયમ રાહ જોવડાવે છે...!” લોકસ્ક્રીનનાં વૉલપેપરમાં તેણે મૂકેલાં સિદ્ધાર્થનાં picને જોઈને લાવણ્યા જાણે સિદ્ધાર્થને ધમકાવતી હોય એમ બબડી.
વધુ કેટલીક ક્ષણો વિત્યા પછી અધિરી થઈ ગયેલી લાવણ્યાએ છેવટે સિદ્ધાર્થનો નંબર ડાયલ કરી તેનો મોબાઇલ કાને ધર્યો.
“હેલ્લો....! ક્યાંછે તું....!? કેટલીવાર.....!?” બે-ત્રણ રીંગો વાગ્યાં પછી સિદ્ધાર્થે ફોન ઉઠાવતાં લાવણ્યા નારાજ સૂરમાં બોલી.
“અ......અ.....! લાવણ્યા....! અ....!” સામે છેડેથી સિદ્ધાર્થ બોલવાં મથી રહ્યો “આજે અ...મારે નઈ અવાય....!”
“હાય...હાય....! આવું કેમ કે’છે....!?” લાવણ્યા બાઇકની સીટ ઉપરથી સફાળી ઉતરી ગઈ “પણ....પણ....મેં માફીતો માંગી લીધી’તી.....! અને....ને.....તે મ...માફ કરી દીધી’તી સિડ.....!? અચ્છા....અચ્છા....! સોરી....બસ....ફરીવાર સોરી....! હું...હું કોઈદિવસ આવું નઈ કરું...સિડ..પ્લીઝ...!”
“અરે લાવણ્યા....! લવ.....! મારી વાતતો સાંભળ.....!” સિદ્ધાર્થ બોલ્યો “એ વાત નથી....! બીજી પ્રોબ્લેમ છે....!”
“શું થયું...!? શું પ્રોબ્લેમ છે...!? નેહાએ કઈં કીધું....!?” ભીંજાયેલી આંખે લાવણ્યા બોલી.
“નાં....નાં....! એવું નથી....!”
“તો....!?”
“અરે રાત્રે બહુ વરસાદ પડ્યો’તોને....!” સિદ્ધાર્થ બોલ્યો “તો જે પાર્ટીપ્લોટમાં કોલેજનાં ગરબા છે એમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે....! તો અંકલે ફોન કરીને કીધું છે કે હું ત્યાં જઈને માટી વગેરે નંખાવડાવી દઉં અને સ્ટેજ વગેરેને પણ પાછું થોડું સેટઅપ કરવું પડશે....!”
“પણ સિડ.....!” લાવણ્યા વધું ઈમોશનલ સ્વરમાં બોલી “તે પ્રોમિસ કરી’તીને કે....કે... તું નવરાત્રિમાં એકેય રજા નઈ પાડે....!? તો...તો...! હવે કેમ આવું કરે છે....!?”
“લાવણ્યા...હું.....!”
“મ....મને આ રીતે શું કામ હેરાન કરે છે....સિડ....!” લાવણ્યા હવે માંડ-માંડ બોલી રહી “પ્લીઝ આવું નાં કરને......!”
“લાવણ્યા.....! અ....!”
“આમતો બઉં મોટી મોટી વાતો કરતો હોય છે....! કે...કે “હું ક્ષત્રિય....! ક...કોઈ દિવસ મ....મારું પ્રોમિસ નાં તોડું.....!” લાવણ્યા હવે સિદ્ધાર્થને ધમકાવતી હોય એમ બોલી “તો.....તો....હું...હું કઈં નાં જાણું....! તારું પ્રોમિસ નિભાવ હવે....! મ...મારે તું....જોઈએ....! બસ....! તું ...તું....આવ....કોઈપણ રીતે....!”
“લાવણ્યા....!” સામેથી સિદ્ધાર્થનો સ્ટ્રેસભર્યો ધીમો સ્વર સંભળાયો “શું કરું હું….!? બધી બાજુથી ફસાઈ જતો હોઉં છું....!”
“એને ફોર્સ ના કરતી.....!” લાવણ્યાએ હવે સુભદ્રાબેને કહેલી વાત યાદ આવી ગઈ અને તે મનમાં વિચારી રહી
“નઈતો એ મૂંઝાઇ જશે......! બધાંનાં ટોર્ચરથી બચવાંતો એ તારી જોડે આવતો હોય છે....!”
“તુંજ એને સ્ટ્રેસ આપીશ તો એ ક્યાં જશે....!?”
કેટલીક ક્ષણો સુધી લાવણ્યાનાં મનમાં એજ વાતો ઘુમરાતી રહી. સામે છેડે સિદ્ધાર્થ પણ મૌન થઈ ગયો.
“સિડ......!” છેવટે લાવણ્યા અધિર્યાં સ્વરમાં બોલી “ક...કોઈ વાંધો નઈ....! તું....તું તારું કામ પતાવીલે....! હોને.....! વ....વાંધો નઈ......! પણ તું ....તું આમ સ્ટ્રેસમાં ના આવી જઈશ....!”
“લવ......!” કેટલીક ક્ષણોનાં મૌન પછી સિદ્ધાર્થ ધીરેથી બોલ્યો “સોરી.....!”
“ક.....કઈં વાંધો નઈ.....!જાન.....!” લાવણ્યા પરાણે પોતાનો સ્વર સરખો કરતાં બોલી.
“અ....બાય......!” સિદ્ધાર્થ માંડ બોલ્યો.
“અ......!” લાવણ્યાનો સ્વર રૂંધાયો અને તે સહેજ અટકી “સ...સિડ....!”
“હાં ....બોલ....!”
“અમ્મ....! થ....થોડીવાર માટે આયને .....!” લાવણ્યા છેવટે બોલી “પ્લીઝ....! ખ....ખાલી પંદર મિનિટ.....! મ...મને મલીને પછી....પછી જ...જતો રે’જે....! હું નઈ રોકું....! પ્લીઝ જાન...!”
સિદ્ધાર્થ કેટલીક ક્ષણો સુધી મૌન થઈ ગયો. લાવણ્યા આતુરતાંપૂર્વક તેનાં બોલવાની રાહ જોઈ રહી. કેટલીક વધું ક્ષણો એમજ વીતી.
“ઓકે.....! ચાલ….! હું આવુંછું થોડીવારમાં....બસ....!” સિદ્ધાર્થ તેનો સ્વર સ્વસ્થ કરીને બોલ્યો.
“હેં.....!? સાચે....!? ત.....તું સાચે આવેછે....!?”લાવણ્યા ખુશ થઈ ગઈ.
“હાં....! સાચું....! વીસેક મિનિટમાં આયો....! તને મળીને નીકળી જઈશ...!” સહેજ અટકીને સિદ્ધાર્થ આગળ બોલ્યો “તું જે રીતે “જાન” બોલેછે....! બસ એમ થાય છે કે....!”
“બોલને......! કેમ અટકી ગયો....!?” બોલતાં-બોલતાં સિદ્ધાર્થ અટકી જતાં લાવણ્યાએ અધિર્યા સ્વરમાં પૂછ્યું.
“કઈં નઈ....! આવીને કઉં......!”
“એ....! હેલ્લો....!સિડ.....!?” લાવણ્યા બોલતી રહીને સિદ્ધાર્થે ફોન કાપી નાંખ્યો “ઓહો....! આ છોકરો...!”
સ્મિત કરતાં-કરતાં લાવણ્યાએ કેટલીક ક્ષણો સુધી તેનાં ફોનમાં સિદ્ધાર્થનો વૉલપેપરમાં મૂકેલો ફોટો જોઈ રહી.
એટલામાંજ.....
રોયલ એનફિલ્ડ બાઇકનો ઘેરો અવાજ સંભળાયો.
“અરે....! આટલી જલદી....!?” અવાજ સાંભળીને લાવણ્યાએ તરતજ કોલેજનાં ગેટ તરફ જોયું.
“ઓહ....! આતો વિવાન છે....!” રોયલ એનફિલ્ડ બાઇક ઉપર પાર્કિંગ તરફ આવી રહેલાં વિવાનને જોઈ લાવણ્યા બબડી.
પાર્કિંગમાં તેની તરફ એનફિલ્ડ લઈને આવી રહેલાં વિવાને લાવણ્યાને જોઈને હળવી સ્માઇલ આપી. લાવણ્યા પણ મલકાઈ.
ડાર્ક ફાલસા કલરની ટી-શર્ટ, બ્લેક જીન્સ અને આંખો ઉપર રેબનના ગોગલ્સ. વિવાન કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો હતો. સિદ્ધાર્થ કરતાં પણ વધુ દેખવાડો. ગોરો વાન, મોડેલીંગની ભાષાંમાં એકદમ પરફેફ્ટ કહી શકાય તેવો સપાટ “Jawline” વાળો ચેહરો, ભૂરી આંખો, અને તેનાં એકદમ ગોરા વર્ણને શુટ કરે એવાં તેણે blonde highlight કરેલાં ગોલ્ડન વાળ. આટલું ઓછું હોય તેમ તેની “કાનૂડાં” જેવી નટખટ કાતિલ સ્માઇલ, ભલભલી છોકરીઓ વિવાનને જોઈને મોહી પડતી. લાવણ્યા પોતે પણ કોલેજના પ્રથમ વર્ષમાં વિવાનને જોતાંજ મોહી પડી હતી. વિવાનને બોયફ્રેન્ડ બનાવવાનું ભૂત પણ પહેલાં વર્ષે તેનાં મગજ ઉપર સવાર થયું હતું.
જોકે એ ભૂત થોડાં વખતમાંજ ત્યારે ઉતરી ગયું હતું જ્યારે લાવણ્યાને સમજાયું કે વિવાન “ચાલુ” ટાઈપનો છોકરો નથી. સિદ્ધાર્થની જેમજ વિવાન પણ એક ડીસન્ટ છોકરો હતો. તે કેરેકટરની બાબતમાં પણ સિદ્ધાર્થની જેમ મજબૂત હતો. કોલેજનાં પ્રથમ વર્ષથી લઈને ત્રીજા વર્ષ સુધીમાં વિવાને કોઈ ગર્લફ્રેન્ડ બનાવવાની વાતતો દૂર તેણે ખોટી નજરે કોઈ છોકરી સામે કદી જોયું પણ નહોતું. નટખટ સ્મિત ધરાવતાં વિવાનનું છોકરીઓ સાથેનું બિહેવિયર સિદ્ધાર્થની જેમજ કાયમ શિષ્ટ અને શાલીનજ રહેતું. તેની પાછળ ઘેલી હોય એવી કોઈપણ છોકરીની ફીલિંગ્સ ગેરલાભ વિવાને નહોતો ઉઠાવ્યો.
સિદ્ધાર્થ જેવુજ કસાયેલું શરીર ધરાવતો વિવાન સિદ્ધાર્થથી જોકે એક બાબતે અલગ પડતો. સિદ્ધાર્થ પોતાનાં દેખાવ, કપડાં, હેયર સ્ટાઈલ વગેરે બાબતોમાં સહેજેય ગંભીર નહોતો, તે રફ & ટફ હતો. જ્યારે વિવાન પોતાનાં લૂક્સ, કપડાં, હેયરસ્ટાઈલ, શૂઝ એ બધી બાબતમાં ખૂબ સજાગ હતો. બધીજ બાબતોમાં તે ચીવટ રાખતો. બ્રાંડેડ કપડાં, મોંઘા શૂઝ, હેયર સ્ટાઈલ એ બધીજ બાબતોમાં તે સિદ્ધાર્થથી સંપૂર્ણરીતે અલગ હતો. એટલેજ વિવાન કોલેજનો “સ્ટાઈલ આઇક્ન” ગણાતો.
બોયઝમાં કોલેજનું સેન્ટર ઓફ અટ્રૈક્શન ગણાતો હોવાં છતાં વિવાનનો સ્વભાવ “ડાઉન ટુ અર્થ” હતો. જોકે પોતાનાં ગૂડ લૂક્સ ઉપર થોડો ઇગો તો તેને હતોજ.
વિવાને તેનું બાઇક લાવણ્યા જ્યાં ઊભી હતી તેની સહેજ બાજુની ખાલી જગ્યામાં એક-બે બાઇકની ખાલી જગ્યા છોડીને લગાવી અને ઉતર્યો. એક નજર લાવણ્યા ઉપર નાંખીને વિવાને ફરી હળવું સ્મિત આપ્યું અને પાર્કિંગમાંથી પાછો કોલેજના બિલ્ડિંગ તરફ જવા પેવમેંન્ટ ટ્રેક ઉપર જવાં લાગ્યો.
“વિવાન....!” જઈ રહેલાં વિવાનને લાવણ્યાએ સહેજ ઊંચા સાદે હાથ કરીને બોલાવ્યો.
ચેહરા ઉપર નવાઈના ભાવ લઈને વિવાન લાવણ્યા તરફ પાછો આવ્યો.
“તે પણ નવું રોયલ એનફિલ્ડ લીધું.....!?”લાવણ્યા વિવાને મુકેલાં તેનાં બાઇક ઉપર એક હળવી નજર નાંખીને તેની તરફ જોયું. વિવાન જ્યારે આવી રહ્યો હતો તેનાં રોયલ એનફિલ્ડ ની નંબર પ્લેટ ઉપર “ટીસી નંબર” હોવાનું લાવણ્યાએ નોટિસ કર્યું હતું. સિદ્ધાર્થનાં રોયલ એન્ફિલ્ડ “થંડરબર્ડ” કરતાં અલગ વિવાનનું એન્ફિલ્ડ “ક્લાસિક મોડલ”નું હતું.
“હાં.....!” લાવણ્યાની નજીક પાર્કિંગનાં શેડની નીચે આવીને વિવાન ઊભો રહ્યો “મારાં નાનાં ભાઈનું એફવાયમાં એડમિશન લીધું તો એણે મારું યમાહા લઈ લીધું....! એટ્લે મેં નવું લીધું....!”
“ઓહકે.....!” લાવણ્યા માથું ધૂણાવતાં બોલી.
“શું વાત છે....!?” વિવાન તેની ભ્રમરો નચાવતાં બોલ્યો. એમ કરતાં-કરતાં તેણે પોતાનું એજ મારકણું નટખટ સ્મિત રેલાવી દીધું “આજે ઘણાં સમય પછી તે માને સામેથી ઊભો રાખ્યો...!? અને જ્યાં સુધી મને ખબર છે....!
“શું વાત છે....!?” વિવાન તેની ભ્રમરો નચાવતાં બોલ્યો. એમ કરતાં-કરતાં તેણે પોતાનું એજ મારકણું નટખટ સ્મિત રેલાવી દીધું “આજે ઘણાં સમય પછી તે માને સામેથી ઊભો રાખ્યો...!? અને જ્યાં સુધી મને ખબર છે....! ત્યાંસુધી તું આજકાલ સિદ્ધાર્થ સિવાય બીજાં છોકરાંની જોડે વાત તો દૂર....! એની સામે પણ નથી જોતી....!? હમ્મ.....!?”
“અરે એવું કઈં નથી....!” લાવણ્યા સ્મિત કરતાં બોલી.
“તો પછી....!?” વિવાન બોલ્યો
“અરે.....! તે વાળ કપાવી નાંખ્યાં.....!?” લાવણ્યા વાત બદલતાં બોલી “તારે તો લાંબા વાળ હતાંને ....!?”
લાવણ્યાનાં મૂડને પારખી ગયેલાં વિવાને ફરીવાર એક નાનું નટખટ સ્મિત રેલાવીને આડું જોયું પછી બોલ્યો-
“યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ ચાલું થાય છે ને...! દશેરાંનાં દિવસથી....!”
“હમ્મ....! અને તે તો દર વખતની જેમ રેમ્પ વૉકમાં પાર્ટ લીધોજ હશે….!?” લાવણ્યા સ્મિત કરીને વિવાનનાં ચાળાં પાડ્યાં “કોલેજને એક ટ્રોફીતો પાકી....! નઈ....!?”
“હાં....!” વિવાન બોલ્યો “અને....! બીજી બે-ત્રણ તું લાવીશ નઈ...! રેમ્પ વૉક….! સિંગિંગ....!”
“ના નાં...હોં....!” લાવણ્યાએ તેનાં હાથ સરેંન્ડર કરતી હોય એમ તેનાં બંને હાથ ઊંચા કર્યા “મનેતો કોઈ રસજ નથી....!?”
“સિદ્ધાર્થે ના પાડી….!?”
“ઓહ કમ ઓન વિવાન....!” લાવણ્યા સહેજ ચિડાઈ “તને ખબર છે કે નાં પાડે એવો નથી...!”
“હમ્મ….! તો પછી....!?”
“બસ....! ખબર નઈ મૂડજ નથી....!” લાવણ્યાએ ફરી સહેજ આડું જોઈ રહી.
“અને નવરાત્રિની તૈયારી...!?” વિવાને પૂછ્યું.
“અમારેતો થઈ ગઈ....!” લાવણ્યાનું મૂડ હવે સહેજ ફ્રેશ થયું “પણ તું તારી વાત કરને...! કોલેજનો સૌથી હેન્ડસમ છોકરો દર વખતની જેમ આ વખતે પણ વગર ગર્લફ્રેન્ડે ગરબાં ગાવાંનો છે....!?”
“મને ક્યાં ગરબાં આવડે છે....!?” વિવાન હવે લાવણ્યાની સામે બાઇકની સીટ ઉપર બેઠો “હું તો ખાલી મારાં ગ્રૂપનાં ફ્રેન્ડ્સને કંપની માટે આવું છું...!”
“વિવાન.....! હવે આ કોલેજનું છેલ્લું વર્ષ છે....!” લાવણ્યા ફરીવાર તેનાં ચાળાં પાડતી હોય એમ બોલી “હવેતો એક ગર્લફ્રેન્ડ બનાવીલે....!”
“અરે પણ મારી ટાઈપની કોઈ મલવીતો જોઈએને....!?”
“આટલો બધો શું ઘમંડ છે તને તારાં લૂક્સ ઉપર....!”
“અરે એમાં ઘમંડ શું...!? મને ખરેખર કોઈ માફક આવે એવી નથી મળતી...!”
“ચલ હવે....! કોઈક છોકરીતો હશેજ જે તારો સિક્રેટ ક્રશ હશે....!” લાવણ્યા ભારપૂર્વક બોલી “બોલ કોણ છે.....!?”
“કોઈ નથી બાપાં....!” વિવાને ફરીવાર એવુજ નટખટ સ્મિત કરીને મોઢું ફેરવ્યું.
“જો...જો....કેવું બ્લશ કરેછે....! બોલને હવે....!”
“બ્લશ છોકરીઓ કરે....!”
“તું કઈશ હવે સીધીરીતે ....!” લાવણ્યાએ તેની આંખો મોટી કરી.
“ઓકે....! ફાઇન....! પણ પ્રોમિસ કર....! કે તું કોઈને કઈશ નઈ....!”
“પાકકું.....! બોલ હવે....!”
વિવાને એક ઊંડો શ્વાસ ભર્યો અને બોલ્યો –“તારાં ગ્રૂપની છે...!”
“what….!?” લાવણ્યા પહેલાં ચોંકી અને પછી સ્મિત કરીને બોલી “કોણ...કોણ જલદી બોલ...!”
“અંકિતા....!” વિવાન તેનાં હોંઠ દબાવતાં બોલ્યો.
“હાં....હાં....હાં....!” લાવણ્યા તેનાં હોંઠ બંને હાથવડે દબાવીને તેનું હસવું રોકવાં મથી રહી.
“એમાં હસે છે શું....!?” વિવાન સહેજ ચિડાયો.
“સોરી...સોરી....! એવું નથી....! સરસ છે હોં....! સરસ છે.....! તારી ચોઈસ....!” લાવણ્યા માંડ પોતાનું હસવું રોકીને વિવાનને ડરાવતી હોય એમ બોલી “પણ વિવાન.....! એ બહુ ખતરનાક છોકરી છે હોં.....!”
“એટ્લેજ તો પૂછી નથી શકાતું.....!” વિવાન નિ:શ્વાસ નાંખતો હોય એમ બોલ્યો “હિમ્મતજ નથી થતી.....!”
“તો તો પછી તું રહી જવાનો...!” લાવણ્યા હજીપણ ટીખળભર્યું સ્મિત કરતાં બોલી
“કેમ....! રહી જવાનો એટ્લે....!?”
“પ્રેમને પણ અંકિતા ગમે છે.....!” લાવણ્યા વિવાનને ડરવવાં જૂઠું બોલી “અને એ આજે સાંજે નવરાત્રિમાં ગરબા માટે એની જોડે pairing કરવાં માટે પૂછવાનો છે....! અને પછી ગરબા પતે એટ્લે પ્રપોઝ.....!”
“what…..!?” વિવાન ચોંકી ગયો “પણ પ્રેમને તો તું ગમતી’તીને....!?”
“હાં....! પણ મને સિડ ગમે છે એ વાત જાણ્યા પછી એ હવે “મુવ ઓન” થવાં માંગે છે....!” લાવણ્યા સ્વાભાવિક જૂઠું બોલી ગઈ અને માંડ-માંડ તેનું હસવું દબાવીને વિવાનનું મોઢું જોઈ રહી. વિવાન શૂન્યમનસ્ક થઈને વિચારી રહ્યો હતો.
“એક કામ કરજે....!” વિવાનનાં વિચારોને ભંગ કરતાં લાવણ્યા બોલી “લંચ પછી અમે લોકો ગરબા પ્રેક્ટિસ કરવાનાં છે.....! તું આવજે....! કોલેજનાં ડ્રામા સ્ટુડિયોમાં....!”
“હું બધાની સામે એને પૂછી લઉં....!?” વિવાન નાના બાળકની જેમ ઈનોસન્ટ ચેહરો બનાવીને બોલ્યો.
વિવાનનો એવો ચેહરો જોઈને લાવણ્યાને સિદ્ધાર્થની યાદ આવી ગઈ.
“તું આવજે તો ખરો....!” લાવણ્યા ફરીવાર સ્મિત કરીને બોલી.
“ઓકે....!” વિવાન બોલ્યો અને પાછો શૂન્યમનસ્ક વિચારવાં લાગ્યો.
“એ ગુસ્સો તો નઈ કરેને....!?” થોડીવાર પછી વિવાને ફરીવાર એવાજ ઈનોસન્ટ ફેસ સાથે પૂછ્યું.
“aww…! ચો ક્યૂટ.....!” લાવણ્યાએ કાલી ભાષાંમાં કહ્યું “નઈ કરે....! તું આવજેને …!”
“હમ્મ....!” વિવાન પાછો વિચારે ચડી ગયો.
“સિદ્ધાર્થ નથી દેખાતો....!?” વિવાને તેનું નટખટ સ્મિત કરતાં-કરતાં કોલેજનાં ગેટ સામે આતુરતાંપૂર્વક જોઈ ડાફોળિયાં મારી રહેલી લાવણ્યાને ચિડાવી.
“એ હવે આવતોજ હશે.....!” લાવણ્યા ગેટ બાજુજ જોઈ રહીને બોલી.
“અચ્છા....!તો એમ કે’ને.....!” વિવાન ફરીવાર એજરીતે સ્મિત કરીને બોલ્યો “સિદ્ધાર્થ આવે ત્યાંસુધી તારે ટાઇમપાસ કરવાં માટે કોઈક જોઈતું’તું...!?”
“ નાં....! એવું કઈં નથી....! લાવણ્યાએ સહેજ ઢીલાં સ્વરમાં કહ્યું “એની રાહ જોવામાં મને મઝાજ આવે છે.....!”
“તો પછી....!? આજે શું થયું...!?” વિવાને હવે અચરજથી પૂછ્યું.
“બસ થોડું મૂડ ઓફ હતું......! એટ્લે મન ડાઈવર્ટ કરવું’તું....!” ઢીલું મોઢું કરીને લાવણ્યાએ સહેજ આડું જોયું.
“લાવણ્યા....!?” વિવાને આડું જોઈ રહેલી લાવણ્યાને સહેજ ધિમાં સ્વરમાં પૂછ્યું “જો તને ઠીક લાગે તો શેયર કરી શકે છે...!”
“કઈં નઈ..! બસ એની જોડે વધારેને વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની ઈચ્છા થાય છે....!” લાવણ્યા નીચું જોઈ રહીને ઢીલાં સ્વરમાં બોલી “પણ કોઈને કોઈ પ્રોબ્લેમ આવીજ જાય છે....!”
“પણ...!” વિવાન કઈં આગળ બોલે એ પહેલાંજ તેનાં મોબાઇલની રિંગ વાગી ઉઠી.
વિવાને તેનાં જીન્સની પોકેટમાંથી તેનો ફોન કાઢ્યો અને કૉલ રિસીવ કર્યો.
“હાં બોલ....!” વિવાને ફોન ઉપાડીને પૂછ્યું “હાં...! બસ પાર્કિંગમાંજ છું...! આયો ચલ....!”
એટલું કહીને વિવાને ફોન કટ કર્યો.
“સોરી હાં....!” બાઇકની સીટ ઉપરથી ઉતરીને વિવાને લાવણ્યા સામે જોઈને કહ્યું “મારે જવું પડશે....! હું લંચમાં મળું હોં....!”
“હાં સારું બાય....!” લાવણ્યાએ સ્મિત કરીને કહ્યું.
વિવાન બાય કરીને ત્યાંથી જતો રહ્યો.
લાવણ્યા પાછી આતુર જીવે કોલેજના ગેટ સામે જોઈ રહી. કેટલીક ક્ષણો વિત્યા બાદ ફરીવાર ગેટ બાજુથી રોયલ એન્ફિલ્ડ બાઇકનો ઘેરો અવાજ સંભળાયો. ગેટ બાજુજ જોઈ રહેલી લાવણ્યાની આંખો ખુશીથી નાચી ઉઠી. એ સિદ્ધાર્થજ હતો. લાવણ્યાએ તેનાં મોબાઇલમાં થોડાં દિવસો પહેલાં સિદ્ધાર્થનો જે ફોટો વૉલપેપરમાં રાખ્યો હતો તેજ ફોટોમાં પેહરેલો ઓલિવ ગ્રીન કલરનો ડેનિમ શર્ટ સિદ્ધાર્થે આજે પહેર્યો હતો.
બાઇક ડ્રાઇવ કરીને પાર્કિંગ શેડ તરફ આવી રહેલાં સિદ્ધાર્થને લાવણ્યા સ્મિત કરતી-કરતી જોઈ રહી. પાર્કિંગ શેડમાં મૂકવાની જગ્યાએ સિદ્ધાર્થે બાઇક પાર્કિંગ તરફ જતી પેવમેંન્ટ ટ્રેકની એક બાજુ પાર્કિંગ શેડથી સહેજ છેટે ઊભું રાખી દીધું.
પાર્કિંગ શેડમાં ઊભેલી લાવણ્યા તરતજ સિદ્ધાર્થ પાસે દોડી ગઈ. બાઇક ઉપરથી ઉતરી ગયેલાં સિદ્ધાર્થે તેનાં બંને હાથ ખોલીને નજીક આવી ગયેલી લાવણ્યાને તેનાં આલિંગનમાં જકડી લીધી. લાવણ્યા પણ સ્મિત કરતી-કરતી સિદ્ધાર્થની પીઠ ઉપર તેનાં હાથ ફેરવતી રહી.
“તે ના બોલાયો હોત....! તો પણ હું થોડીવાર માટે તને મળવાં આવતજ.....!” થોડીવાર પછી લાવણ્યાને તેનાં આલિંગનમાંથી મુક્ત કરતાં સિદ્ધાર્થે કહ્યું.
લાવણ્યા કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થની સામે સ્નેહ નીતરતી આંખે જોઈ રહી.
“આ રીતે ના જોઈશ....!” સિદ્ધાર્થે તેનું કપાળ લાવણ્યાનાં કપાળને અડાડીને કહ્યું “નઈતો હું જઈ પણ નઈ શકું....!”
“તો નાં જઈશને.....!” લાવણ્યા ધિમાં સ્વરમાં સિદ્ધાર્થની આંખોમાં જોઈ રહેતાં બોલી “મારી જોડેજ રે’ને....!”
“શું કરું હું.....!?” લાવણ્યાનાં ખભાં ઉપર માથું ઢાળીને સિદ્ધાર્થ ઢીલાં સ્વરમાં બોલ્યો “હું બધી બાજુથી ફસાઈજ જતો હોઉં છું....!”
“ઓહ બેબી....!” લાવણ્યાએ સિદ્ધાર્થની પીઠ ઉપર વ્હાલથી હાથ ફેરવ્યો.
થોડીવાર સુધી લાવણ્યા એમજ સિદ્ધાર્થની પીઠ ઉપર હાથ ફેરવતી રહી.
“તું...!અ....!”
સિદ્ધાર્થ બોલવાં જતો હતો ત્યાંજ લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.
“ઓહો....!” લાવણ્યાએ માફીસૂચક નજરે સિદ્ધાર્થની સામે જોયું અને તેનાં પંજાબી ડ્રેસનાં સાઈડ પોકેટમાંથી તેનો મોબાઇલ કાઢ્યો.
“અંકિતાનો છે...!” લાવણ્યાએ સ્ક્રીન ઉપર નંબર જોઈને સિદ્ધાર્થ સામે જોયું.
“અત્યારે નઈ....!” સિદ્ધાર્થે સહેજ ચિડાઈને લાવણ્યાનાં હાથમાંથી તેનો મોબાઇલ લઈ લીધો “હું ફક્ત તારાં માટેજ અત્યારે આયો છું....! અને તારી અને મારી વચ્ચે અત્યારે કોઈ નાં આવવું જોઈએ...!”
“Aww……!” લાવણ્યાને સિદ્ધાર્થનાં ચેહરા ઉપરનાં બાળહઠ જેવાં ભાવો જોઈને તેનાં ઉપર વ્હાલ ઉપજયું.
“મસ્ત લાગેછે તું આ ડ્રેસમાં....!” સિદ્ધર્થે સહેજ આઘાં ખસીને લાવણ્યાએ પહેરેલાં ડ્રેસ સામે જોઈને કહ્યું. તેણે પ્રિંટેડ ડિઝાઇનવાળો ઘેરો આસમાની ડ્રેસ પહેર્યો હતો. કપાળે મેચિંગ બિંદી, નવરાત્રિ હોવાથી મોટાં ટ્રેડિશનલ ઝૂમકાં. સિદ્ધાર્થ બે ઘડી લાવણ્યાને નિહાળી રહ્યો.
“તે વાળ કેમ બાંધેલાં રાખ્યાં છે....!?” લાવણ્યાએ બાંધેલી ઊંચી ચુસ્ત પોની ટેલને જોઈને સિદ્ધાર્થ બોલ્યો.
“તને આવાં નાં ગમ્યાં હોય તો ખુલ્લાં કરી દઉં....! ઊભોરે...!” એટલું કહીને લાવણ્યાએ તેનાં વાળ ખુલ્લાં કરવાં લાગ્યાં.
“અરે નઈ...!” સિદ્ધાર્થે તેનો હાથ પકડીને તેણીને રોકી “હું તો ખાલી પૂછું છું....! મનેતો તું બધી રીતે સારીજ લાગે છે....!”
સિદ્ધાર્થે ફરીવાર તેનાં બંને હાથ લાવણ્યાની કમર ફરતે વીંટાળી લીધાં.
“સિડ…..!” લાવણ્યા સ્મિત કરીને તેની સામે જોઈ રહી.
“ટ્રિંગ.....! ટ્રિંગ.....! ટ્રિંગ.....!” ફરીવાર લાવણ્યાનાં ફોનની રિંગ વાગી.
ફોન સિદ્ધાર્થનાં હાથમાંજ હતો.
“અંકિતા....!” સિદ્ધાર્થે મોબાઇલની સ્ક્રીનમાં જોઈને નારાજ ચેહરે લાવણ્યા સામે જોઈને કહ્યું.
“સિડ....! સોરી જાન....!” લાવણ્યા ઢીલાં સ્વરમાં બોલી “પણ નવરાત્રિ માટે સાંજે બધાંએ ક્યાં ભેગાં થવું વગેરેનું પ્લાનિંગ કરવાં માટે બધાં કેન્ટીનમાં આપડી રાહ જોવે છે...!”
સિદ્ધાર્થે સહેજ ચિડાઈને આડું જોઈ લીધું.
“આપડે ફટાફટ જઈને પાછાં અહીં આવી જઈશું બસ....!” લાવણ્યા સિદ્ધાર્થનો ચેહરો તેની બાજુ ફેરવતાં બોલી.
“લવ....! હું ફક્ત તને મળવાં આજે અહીં આવ્યો’તો....! કેન્ટીનમાં નેહા પણ હશે....! એ મૂડ ખરાબ કરશે યાર....!”
“પણ..નેહા હજી સુધી કોલેજ આવીજ નથી....!” લાવણ્યા સિદ્ધાર્થને મનાવતાં બોલી “એ આવે એ પહેલાં આપડે બધુ ડિસ્કસ કરીને પાછાં આવી જઈએ હમ્મ....!?”
“ફાઇન...!” લાવણ્યાએ સમજાવ્યું છતાં સિદ્ધાર્થ સહેજ અણગમાં સાથે બોલ્યો.
બંને છેવટે પાર્કિંગથી કોલેજના બિલ્ડિંગ તરફ જવાં લાગ્યાં.
----
“તમે લોકોએ કેમ કઈં મંગાયું નથી....!?” કેન્ટીનમાં પહોંચીને ચેયરમાં બેઠેલાં રોનકની પીઠ પર હળવેથી ધબ્બો મારતાં સિદ્ધાર્થ બોલ્યો. ટેબલ નીચેથી એક ચેયર ખેંચી કાઢીને તેણે લાવણ્યાને બેસવાં ઈશારો કર્યો.
“વાહ....! ક્વિન વિકટોરિયા....!” અંકિતાએ ટીખળ કરી.
બધાં હળવું હસ્યાં. સિદ્ધાર્થ પણ.
ચેયરમાં બેસતાં-બેસતાં લાવણ્યાએ ઘુરકીને અંકિતા સામે જોયું. અંકિતાએ તેનાં ચાળાં પાડ્યાં. સિદ્ધાર્થ લાવણ્યાની બાજુની ચેયરમાં બેઠો.
“એ બચ્ચન....!” લાવણ્યાએ હાથ કરીને બૂમ “બચ્ચન” તરફ જોઈને બૂમ પાડી.
ઊંચો-લાંબો અને શરીરે પાતળો “બચ્ચન” ઉતાવળાં પગલે તેમનાં તરફ આવવાં લાગ્યો.
કેન્ટીનમાં રોજની જેમજ કોલેજનાં સ્ટુડન્ટ્સની ભીડ લાગેલી હતી. નવરાત્રિ હોવાથી લગભગ બધાંજ ટેબલ ઉપર જામેલી મિત્રોની ભીડમાં ગરબા, નવરાત્રિની શોપિંગ વગેરેનીજ ચર્ચાઓ થઈ રહી હતી.
લાવણ્યા આજુબાજુ જોઈ રહી. ઘણાં સ્ટુડન્ટ્સ એવા હતાં જેમને આગલાં દિવસે લૉ-ગાર્ડન નવરાત્રિની શોપિંગ કરતાં લાવણ્યાએ જોયાં હતાં. લાવણ્યા & ગેંગ જે સેલોનમાં બ્યુટી ટ્રીટમેન્ટ માટે ગયાં ત્યાં પણ કોલેજની અન્ય છોકરીઓને લાવણ્યાએ જોઈ હતી. બધાંનાં મોઢાં ઉપર નવરાત્રિનો ઉત્સાહ અને મનમાં સાંજે શરૂ થનારાં ગરબાનો થાનગનાટ દેખાઈ રહ્યો હતો. સિદ્ધાર્થની સાથે નવરાત્રિ સેલિબ્રેટ કરવાનો લાવણ્યાનાં મનનો થનગનાટ તેનાં ચેહરા ઉપર દેખાઈ રહ્યો હતો અને તે મલકાઈ રહી હતી.
“કરે મન મોર બની થનગાટ કરે....! મારું મન મોર બની થનગાટ કરે....!” લાવણ્યા આજુબાજુ જોઈ મલકાઈ રહી હતી ત્યાંજ રાષ્ટ્રીય શાયર એવાં શ્રી ઝવેરચંદ મેઘાણીની ફેમસ રચનાંની પંક્તિઓ ગાતો-ગાતો બચ્ચન આવી પહોંચ્યો.
“બોલો....! આપકી સેવાંમે ક્યાં પેશ કરે હાઇ.....!” બચ્ચને તરતજ તેનો સ્વર બદલીને કહ્યું.
“જબરું કરે છે તું તો....!” અંકિતા બોલી “ગુજરાતી ગાતો-ગાતો હિન્દીમાં શિફ્ટ ત જાય છે…”
“મારાં માટે બોર્નવિટાવાળું દૂધ લાવજેને ભાઈ જલદી...!” સિદ્ધાર્થ સહેજ ચિડાયેલાં સ્વરમાં બોલ્યો.
“અરે કેમ આટલી ઉતાવળ શેની છે....!?” અંકિતા સિદ્ધાર્થને ચીડવવાંનાં આશયથી બોલી “અભી-અભી.....તો...આયે.....!”
“અંકિતા...!” લાવણ્યાને અંકિતાને વચ્ચે ટોકી “એને મોડું થાય છે....! એને હેરાન નાં કર...!”
“કોઈ પ્રોબ્લેમ છે....!?” સામેની ચેયરમાં બેઠેલાં પ્રેમે પૂછ્યું. ત્રિશા અને કામ્યા પણ તેમની બાજુ જોવાં લાગ્યાં. રોનક હજી સુધી આવ્યો નહોતો.
“રાત્રે પડેલાં વરસાદને લીધે જે પાર્ટી પ્લોટમાં કોલેજનાં ગરબા છે ત્યાં પાણી ભરાઈ ગયું છે....!” લાવણ્યા બધાંની સામે જોઈને ધીરેથી બોલી. સિદ્ધાર્થ કઈં બોલ્યાં વગર આમતેમ જોઈ રહ્યો.
“ઓહ....!” અંકિતા બોલી અને સિદ્ધાર્થ સામે જોયું.
“એટ્લે સિદ્ધાર્થ આજે આખો દિવસ ત્યાં બીઝી છે...! એ ખાલી મને...અ....! આઈ મીન આપણને મળવાં થોડીવાર માટેજ આયો છે...!”
“અરે એમાં આટલી શરમાય છે શું....!?” અંકિતા પાછી મજાકનાં મૂડમાં આવી ગઈ “તનેજ મળવાં આયો છે એમ કે’વામાં શું જાય છે...!?”
અંકિતાએ તેની આંખો નચાવતાં લાવણ્યા ઘુરકીને તેની સામે જોઈ રહી.
“શું ડિસ્કસ કરવાનું હતું...!?” સિદ્ધાર્થ હવે વાત બદલાતાં બોલ્યો.
“અરે....!?” અંકિતા હજીપણ મજાકનાં મૂડમાંજ હતી.
“એજ કે સાંજે ગરબા માટે બધાયે ક્યાં ભેગાં થવું છે...!?” પ્રેમ બોલ્યો “આ લોકોતો તૈયાર થવાં માટે સાંજે લૉ ગાર્ડન પાર્લરમાં જશે....! હું અને રોનક અમારાં ઘરે તૈયાર થઈને અહીંયા કોલેજ આવીએ કે પછી બધાયે લૉ ગાર્ડન ભેગાં થઇ ત્યાંથી ગરબા માટે જવું છે....!?”
“આજે તમે લોકો વ્હીક્લ્સ લઈને આવ્યાં છો...!?” સિદ્ધાર્થે કામ્યા અને ત્રિશા તરફ જોઈને પૂછ્યું પછી છેલ્લે અંકિતા તરફ જોયું.
“હા....!” ત્રણેય લગભગ સાથેજ બોલ્યાં.
“એક કામ કરજો....!” સિદ્ધાર્થ વારાફરતી બધાં તરફ જોઈને બોલ્યો “તમે લોકો તૈયાર થઈને લૉ-ગાર્ડનથી પાછાં ઓટોમાં અહીંયાજ આવી જજો...! પ્રેમ....!” સિદ્ધાર્થે હવે પ્રેમ સામે જોયું “તું પણ રોનકને કઈ દેજે કે બધાં અંહિયાં ભેગાં થવાનું છે...! હું અંકલની કાર અહીંયાજ બોલાવી દઇશ....! એમાં તું, પ્રેમ, કામ્યા, અંકિતા અને ત્રિશા આવી જજો....!”
“અને...અને...લાવણ્યા...!? એ કોની જોડે....!?” અંકિતાએ સિદ્ધાર્થને ચીડવવાં તેની આઇબ્રો નચાવી.
“એ મ્હારી છે....!” સિદ્ધાર્થથી અચાનકજ બોલી જવાયું. લાવણ્યાનું મોઢું શરમથી લાલ થઈ ગયું.
“આઈ મીન મારી જોડે આવશે...!” સિદ્ધાર્થ થોથવાતાં બોલ્યો.
“હા...હા... સમજી ગઈ હોં....! તારે એક્સપ્લેંઇન કરવાની જરૂર નથી...!” અંકિતા તેની સામે હાથ કરીને બોલી.
“તમે લોકો તમારાં વ્હીકલ અંહિયાંજ મૂકીદેજો...! પછી અહીંથીજ ડાયરેક્ટ ગરબા અને ત્યાંથી પછી કારમાંજ તમને તમારાં ઘરે ડ્રોપ કરવી દઇશું...!” સિદ્ધાર્થે ત્રિશા અને અંકિતા સામે જોઈને કહ્યું “તમારાં વ્હીકલ અહીંયાં કોલેજમાંજ રે’શે તોય વાંધો નઈ....!”
“હાં....! એ તો અમને પણ નથી...!” ત્રિશા બોલી “પણ રોનક તો અમારી જોડે રે’શેને...! કારમાં...!?”
“હાં...! ચોક્કસ....!” પ્રેમ બોલ્યો.
“અરે સાહેબ....!” ક્યારનો જોડે ઉભેલો બચ્ચન હવે બોલ્યો “હવે કઈંક ઓર્ડર આપો કે પછી હું જાઉં....!?”
“એક કામ કર....!” અંકિતા મજાકીયા સ્વરમાં બોલી “આજે તો તું બધાં માટે બોર્નવિટાવાળું દૂધ લઈ આવ....! એની માને....!”
“અંકિતા....!” લાવણ્યા હસી પડી “શું બોલે છે તું …!? શું થયું છે આ છોકરીને આજે...! કેમ આટલી બધી વંઠી છે...!?”
લાવણ્યાએ કામ્યા સામે જોઈને પૂછ્યું. પ્રેમ, ત્રિશા, કામ્યા સહિત બધાં મલકાઈ રહ્યાં હતાં. સિદ્ધાર્થ પણ હવે પરાણે હસી રહ્યો હતો.
બચ્ચન ઓર્ડર લઈને જતો રહ્યો. બધાં વાતોમાં મશગુલ બન્યાં. અંકિતાએ તેની મજાક-મસ્તી ચાલુજ રાખી.
“વાહ શું વાત છે....! મંડળી જામી છે બાકી....!” બધાં વાતોમાં મશગુલ હતાં ત્યાંજ નેહાએ આવીને અચાનકજ તેનું બેગ ટેબલની વચ્ચો-વચ્ચ પછાડીને મૂકતાં કહ્યું. તેણે પ્રેમની બાજુમાં ખાલી પડેલી એક ચેયર ખેંચી અને તેની જોડે બેસી ગઈ. તેની બીજી બાજુ હવે ત્રિશા બેઠી હતી.
નેહાને જોઈને સિદ્ધાર્થનાં ચેહરાનાં ભાવ બદલાઈ ગયાં. લાવણ્યાએ સિદ્ધાર્થનાં ચેહરાનાં એ અણગમાંને નોટિસ કરી લીધો. તેને હવે સિદ્ધાર્થની વાત નહીં માની તેને કેન્ટીનમાં લઈ આવવાની વાત ઉપર પસ્તાવો થવાં લાગ્યો. લાવણ્યા હવે સહેજ ભીંજાયેલી આંખે સિદ્ધાર્થ સામે જોઈ રહી. સિદ્ધાર્થ પણ તેની સામેજ જોઈ રહ્યો હતો..
“નેહા....!” કામ્યાએ કઠોર સ્વરમાં તેની તરફ હાથ કરીને કહ્યું “નવરાત્રિનાં નવ દિવસ કોઈ માથાકૂટ નાં જોઈએ....!”
“અરે રિલેક્સ....!” નેહા તેની આંખ મીંચકારીને બોલી “હું તો ફક્ત યૂથ ફેસ્ટિવલનાં નોમિનેશન માટેનાં નામો લખવાં માટે આવી છું...!”
“યૂથ ફેસ્ટિવલ....!?” અંકિતાએ આશ્ચર્યથી નેહાની સામે જોયું.
“હાં કેમ....!? દશેરાંના દિવસે યુનિવર્સિટીનો યૂથ ફેસ્ટિવલ સ્ટાર્ટ થવાનો છે...! ખબર નથી...!?” નેહાએ બધાંની સામે આશ્ચર્યથી જોયું.
“ઓહ હાં....! ભુલાઈ ગ્યું’તું.....!” કામ્યા બોલી.
“જોયું....! હું ના હોત તો દશેરાંના દિવસેજ આપડી કોલેજનું ઘોડું ના દોડત....!” નેહાએ તેનાં ચેહરા ઉપર ઘમંડના ભાવ લાવીને કહ્યું.
લાવણ્યા ચિંતાતુર નજરે સિદ્ધાર્થનો ચેહરો જોઈ રહી. તેનાં ચેહરા ઉપર સ્ટ્રેસ અને અણગમાંના ભાવ હવે ધીરે-ધીરે વધી રહ્યાં હતાં.
“પણ યૂથ ફેસ્ટિવલની નોમિનેશન વગેરેની તૈયારી તો દર વખતે લાવણ્યા કરે છેને...!?” પ્રેમે પહેલાં લાવણ્યા અને પછી નેહા સામે જોઈને પૂછ્યું.
“હાં.....! પણ....!” નેહાએ હવે વેધક નજરે લાવણ્યા અને સિદ્ધાર્થની સામે જોયું “As you know “Miss Hot” આજકાલ “Miss Busy” બની ગયાં છે....!”
નેહાએ કુટિલ સ્મિત કરતાં-કરતાં ખૂબ વેધક સ્વરમાં ટોંન્ટ મારતાં સિદ્ધાર્થે ચિડાઈને તેની સામે જોયું. સિદ્ધાર્થ કઈંક બોલવાં જતો હતો ત્યાંજ લાવણ્યાએ તેનો હાથ પકડીને માથું ધૂણાવીને “ના” પાડી.
“તો...! સિડ...!” નેહા હજીપણ એવાંજ સ્વરમાં બોલી રહી હતી “રેમ્પ વૉકમાં મેં તારું નામ લખ્યું છે....! અને બોયઝ સિંગિંગમાં પણ તારું નામ લખ્યું છે....!”
“અ....!”
“સુરેશ અંકલે કીધું છે....!” સિદ્ધાર્થ બોલવાં જતો હતો ત્યાંજ નેહા વચ્ચે બોલી પડી “રેમ્પ વૉકમાં તો તારે રે’વાનું છેજ....! અને સિંગિંગમાં મને કોઈ બીજું મળ્યું નથી....! તો તારે બોયઝ સિંગિંગમાં પણ રે’વુંજ પડશે....! મને ખબર છે ત્યાં સુધી તું સારું ગાઈ પણ શકે છે....! અને ગિટાર પણ વગાડી શકે છે...! યાદ છેને ….!? ઓલાં તારા ફ્રેન્ડ અ...! આકાશની બર્થડે પાર્ટીમાં તે ગાયુંતું....!?”
નેહા બોલે જતી હતી. સિદ્ધાર્થ અણગમાંનાં ભાવ સાથે પોતાનાં કપાળને આંગળીઓ દબાવી રહ્યો હતો. બધાં જોઈ રહ્યાં હતાં કે નેહા વેધક ભાષાંમાં ફક્ત શબ્દો વડેજ સિદ્ધાર્થને તકલીફ આપી રહી હતી.
લાવણ્યાની આંખ હવે ભીંજાઇ ગઈ. તેને સિદ્ધાર્થનો ચેહરો જોઈને તેની ઉપર દયા આવી ગઈ અને પોતાની ઉપર ગુસ્સો.
“તું સાચું કે’તોતો.....! મારે તને આહિયાં નહોતો લાવો જોઈતો...!” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ તેનાં હાથમાં દબાવીને ભીની આંખે તેની સામે જોઈ રહી અને મનમાં બબડી.
“અને હાં...! લાવણ્યા....!” નેહાએ હવે લાવણ્યાની સામે જોયું “તારે પણ રેમ્પ વૉક અને ગર્લ્સ સિંગિંગમાં.....! ઓકે....!?”
“મ...મને કોઈ ઇન્ટરેસ્ટ નથી....!” લાવણ્યા પરાણે બોલી.
“અરે ….!? કેમ....!?” નેહાએ હજી વેધક સ્વરમાંજ બોલવાનું ચાલુ રાખ્યું હતું “એવું ચાલે....!? કોલેજની સૌથી હોત છોકરી રેમ્પ વૉક નાં કરે....! No ways….! અને સિંગિંગમાં તું ઓલું તારું ફેમસ સોંગ ગાઈ લેજેને....! કયું....! “બેપનાહ” વાળું....!”
લાવણ્યાએ હવે દયામણી નજરે અંકિતા સામે જોયું. અંકિતાનો ચેહરો પણ હવે ઉતરી ગયો. લાવણ્યાએ હવે પાછું સિદ્ધાર્થ સામે જોયું. તેનાં ચેહરા ઉપરનાં સ્ટ્રેસમાં હવે વધારો થયો હતો.
“એણે કીધુંને....!” સિદ્ધાર્થ છેવટે ઠંડા સ્વરમાં બોલ્યો “એને કોઈ ઇન્ટરેસ્ટ નથી....!”
“ઓહો મિસ્ટર પ્રોટેક્ટર બોલ્યાં.....!” નેહાએ વધુ એક ટોંન્ટ માર્યો “કઈં વાંધો નઈ....! સુરેશ અંકલ તમને બેયને એમની ચેમ્બરમાં બોલાવીને હાં પડાવશે પછી તો માનશોને...!?”
“તું..!”
“હું રેમ્પ વૉક કરીશ.....!” સિદ્ધાર્થ આકળાઈને નેહાને કઈં બોલવાં જતો હતો ત્યાંજ લાવણ્યા વચ્ચે બોલી “અ....અને સિંગિંગ પણ ...! તું જ.....જ...જે કે’ એ બસ....!”
“પણ લવ....!” સિદ્ધાર્થ અધિર્યા સ્વરમાં બોલ્યો.
“ક....કોઈ વાંધો નઈ....!” લાવણ્યા સિદ્ધાર્થનો હાથ સહેજ વધુ સખતરીતે પકડાતાં બોલી “લાસ્ટ યરજ છેને....! જવાંદેને....! હું....હું કરી લઇશ બધુ...! તું...તું...ચિંતા નાં કરને.....!”
“Aww….! ચો ચ્વિટ....!” નેહાએ ચાળાં પાડ્યાં “અને હાં....! રેમ્પ વૉકની થીમ હુંજ ડીસાઇડ કરીને કહીશ ઓકે...!”
“ત....તારે હવે પતી ગ્યુંને...!?” લાવણ્યાએ માંડ પૂછ્યું “તો...તો એને ટોર્ચર નાં કર....!”
“હાં....! હાં....!” નેહાએ તેનાં વાળ ઝાટક્યાં અને ટેબલ ઉપરથી તેની બેગ લઈને ઊભી થઈ “ચાલો....! તૈયારી શરું કરી દેજો....! બાય.....!”
કુટિલ હાસ્ય રેલાવતી નેહા ત્યાંથી ચાલી ગઈ.
નેહાના જતાં રહ્યાં પછી પણ કેટલીક ક્ષણો સુધી બધાં મૌન બેસી રહ્યાં. સિદ્ધાર્થ માંડ પોતાનો ગુસ્સો દબાવીને બેસી રહ્યો હતો. લાવણ્યાએ ભીની આંખે તેનો હાથ પોતાનાં હાથમાં લઈને દબાવી રાખ્યો હતો.
“મારે મોડું થાય છે....” સિદ્ધાર્થ છેવટે ઊભો થઈ ગયો “સાંજે મળીએ...!”
“સિડ.....! જાન....!” સિદ્ધાર્થ તેનો હાથ છોડવીને ચાલવાં લાગતાં લાવણ્યા પણ ઊભી થઈ “હું .....! હું પણ આવું છું ચલ...!”
“તું પાર્ટી ઉપર આવીને શું કરીશ...!?” સિદ્ધાર્થે થોડું નવાઈપૂર્વક પૂછ્યું.
“નાં....નાં....! ત્યાં નઈ.....! હું તો ખાલી પ....પાર્કિંગ સુધી આવું છું....! પછી અંહિયાં પાછી આવતી રઈશ...!” લાવણ્યા રડમસ ચેહરે વિનવણીનાં સૂરમાં બોલી “આ’વાં દેને મને જોડે પ્લીઝ....!”
“હમ્મ....!” સિદ્ધાર્થે હુંકારો ભર્યો અને ચાલવાં લાગ્યો.
જતાં-જતાં તેણે કામ્યા અને પ્રેમ સામે જોઈને હકારમાં ડોકું ધૂણાવી દીધું.
-----
“સિડ....! જાન....!” લાવણ્યાએ સિદ્ધાર્થનાં ગાલ ઉપર પ્રેમથી હાથ મૂકીને કહ્યું.
બંને પાર્કિંગમાં આવી ગયાં હતાં. ત્યાંસુધી જતાં-જતાં લાવણ્યાએ સિદ્ધાર્થની જોડે કઈંપણ કહેવાનું ટાળ્યું હતું અને સિદ્ધાર્થનો ગુસ્સો શાંત થવાં દીધો હતો.
“તારે હાં નહોતી પાડવાની.....!” સિદ્ધાર્થ સહેજ નારાજ સ્વરમાં બોલ્યો અને આડું જોવાં લાગ્યો.
“જો હું “હા” નાં પાડત .....તો ..તો એ તને ટોર્ચરજ કર્યા કરત....!” લાવણ્યાએ સિદ્ધાર્થનો ચેહરો વ્હાલથી પોતાની તરફ ફેરવ્યો.
“પણ તું કોઈ પ્રદર્શનની વસ્તુ છે...!?” સિદ્ધાર્થ સહેજ વધુ ચિડાયો “એ હવે જાણી-જોઈને તારું બોડી વધુ એક્સપોઝ થાય એવાં કપડાં રાખશે....!”
લાવણ્યા પ્રેમથી સ્મિત કરીને ભીંજાયેલી આંખે સિદ્ધાર્થની સામે જોઈ રહી.
“કાશ...! આજ વાત હું પોતે પણ પે’લ્લાં સમજી શકી હોત....!” સિદ્ધાર્થની સામે જોઈ રહીને લાવણ્યાએ ધીરેથી કહ્યું“શરીર દેખાડવાંને હું મોડર્ન હોવું સમજાતી’તી....!”
“ લવ....!” સિદ્ધાર્થે હવે લાવણ્યાનાં ચેહરાને પ્રેમથી પકડ્યો “હું....હું....તને રોકી નથી રહ્યો તને ગમતાં કોઈપણ કપડાં પે’રતાં....! જો તું તારી મરજીથી....! તારાં પોતાનાં માટે પે’રતી હોઉં તો એ અલગ વાત છે....! પણ ....! જોરજોરાઈથી....!”
“સિડ....!” લાવણ્યાએ હવે સિદ્ધાર્થનાં હોંઠ ઉપર હાથ મૂકી દીધો “જ...જવાંદેને....! કોઈ વાંધો નઈ....! એમપણ .....! રેમ્પ ઉપર ખાલી થોડી સેકન્ડજ ચાલવાનુંતો હોયછે....! સ્ટેજનાં છેડે સુધી આવવાનું અને પાછું જતું રે’વાનું...! ફટાફટ પતી જશે...! પછી હું તરતજ કપડાં બદલી લઇશ...!”
સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વિના લાવણ્યાનાં ખભાં ઉપર માથું ઢાળી દીધું. લાવણ્ય તેને બાથમાં ભરી લઈને તેની પીઠ ઉપર હાથ ફેરવવાં લાગી.
“સ્ટ્રેસ નાં લઇશ જાન.....!” લાવણ્યા વ્હાલથી બોલી અને સિદ્ધાર્થનાં વાળમાં હાથ ફેરવવાં લાગી.
થોડીવાર સુધી બંને એમજ એકબીજાંને વળગીને ઊભાં રહ્યાં.
“સ...સાંજે થોડો વે’લ્લો ફ્રી થજેને....!” લાવણ્યાએ સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું “મારે કામ છે તારું....!”
“બોલને શું કામ છે...!?”
“નાં....નાં...અત્યારે નઈ....! સાંજે.....!” લાવણ્યા બોલી “તું વેલ્લો ફ્રી થજે....! પછી મારે એક નાનું કામ છે તારું....! એ પતાવી લઈશું અને પછી રિવરફ્રન્ટ જઈને તું મને તારી એ વાત કે’જે તું ક્યારનો કે’વાં માંગે છે....!હમ્મ...!”
“ઓકે...!” સિદ્ધાર્થે છેવટે કહ્યું “તમારે કેટલાં વાગ્યે તૈયાર થવાં જવાંનું છે...!?”
“છ વાગ્યે....!”
“એટલાં વે’લ્લાં.....!?” સિદ્ધાર્થને નવાઈ લાગી.
“સ્કીન વ્હાઇનીંગની ટ્રીટમેન્ટ બાકી છે બધાને....!”
“પણ તારે ક્યાં જરૂર છે....!” સિદ્ધાર્થે લાવણ્યાને કમરમાંથી પકડીને પોતાની બાજુ ખેંચી “તું આટલી ગોરીતો છે....! માખણ જેવી...!”
“શેનાં જેવી.....!?” લાવણ્યા ખુશ થઈ ગઈ અને પૂછવાં લાગી.
“કઈં નઈ....!” સિદ્ધાર્થ થોથવાઈ ગયો હોય એમ બોલ્યો.
“અરે....! બોલને....! કેમ આવું કરે છે....!?”
“નાં....!” સિદ્ધર્થે લાવણ્યાને ચિડાવી .
“સિડ....!”
લાવણ્યા કઈં વધુ બોલે એ પહેલાં સિદ્ધાર્થે તેણીને બાથમાં ભરીને જોરથી આલિંગન ભરી લીધું અને તરતજ તેણીને મુક્ત કરીને બાઇક ઉપર બેસી ગયો.
લાવણ્યા આશ્ચર્યપૂર્વક ખુશ થઈને તેને જોઈ રહી. તેની આંખો ભીંજાઇ ગઈ.
“સિડ....! ઊભોતો રે’…..!” લાવણ્યા તેનાં સ્ટિયરિંગ ઉપર હાથ મૂકીને તેને રોકવાં લાગી.
“જો પછી અત્યારે મોડું થશે....! તો સાંજનું કઈં નક્કી નઈ....!” સિદ્ધાર્થ ફરીવાર લાવણ્યાને ચિડાવી રહ્યો.
“તું દર વખતે કેમ બિવડાવે છે....! આ રીતે...!?” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.
“અરે.....!” સિદ્ધાર્થ સહેજ હસી પડ્યો “તું કેમ આમ નાના બેબીની જેમ ઈમોશનલ થઈ જાય છે...!? કીધું તો ખરાં....! હું આઈ જઈશ....! અને જો શક્ય હશે તો ત્રણેક વાગ્યે ફ્રી થવાનો ટ્રાય કરીશ....!ઓકે....!”
“સાચે....!” લાવણ્યાએ આંખો મોટી કરીને પૂછ્યું.
“હાં.....! હવે બાય....!” સિદ્ધાર્થે બાઇકનો સેલ માર્યો અને બાઇક સીધું કોલેજના ગેટ તરફ મારી મૂક્યું.
લાવણ્યા સ્મિત કરીને તેને જતો જોઈ રહી.
ગેટની બહાર નીકળ્યાં પછી સિદ્ધાર્થ તેની નજારોથી ઓઝલ થયો. લાવણ્યા કેટલીક ક્ષણો સુધી તેનું પ્રતિબિંબ ત્યાં કલ્પી રહી.
“તારાં વગર દિવસ આખો કેમનો પસાર કરવો જાન.....!” સિદ્ધાર્થને યાદ કરીને લાવણ્યા મનમાં બબડી “એક એક સેકન્ડ આખી એક સદી બરાબર થઈ જાય છે....!”
દિવસ વીતવાની અને સિદ્ધાર્થને પાછું મળવાની આતુરતાંપૂર્વક રાહ જોતી-જોતી લાવણ્યાએ કેટલીક ક્ષણો ત્યાંજ ઊભી રહ્યાં પછી છેવટે કેન્ટીન તરફ જવાં પગ ઉપાડયાં.
----
નોંધ: “લવ રિવેન્જ” એક “True Story” છે. બધાંજ પત્રો વાસ્તવિક છે. લેખક પોતે પણ વાર્તાનું એક પાત્ર છે. વાર્તા લખવાં કેટલીક સાહિત્યિક છૂટછાટ લેવામાં આવી છે.
વાર્તામાં ઉપયોગમાં લેવાયેલી તમામ તસ્વીરો પ્રતિકાત્મક છે. લેખકનો તેનાં ઉપર કોઈ હકદાવો નથી.
આપના પ્રતિભાવો મારાં watsapp નંબર 9510025519 ઉપર આવકાર્ય છે.
-J I G N E S H