flow of peace books and stories free download online pdf in Gujarati

આનંદ નું ઝરણું

આનંદ નું ઝરણું તમારી ભીતર છે, જરાક અંતર્મુખી થઈ, પ્રાકૃતિક સૌંદર્ય માં એ કલરવ કરતાં પ્રેમાળ સ્પંદનોના સંસ્પર્શ થી , હદયને ભાવ ઉન્માદ માં દ્રવિભૂત કરી ચૈતન્ય સ્વરૂપ ડુબકી મારી કૃતાર્થ થઈ જવું...એ જીવન નું પરમ લક્ષ્ય છે...

જેના સાનિધ્ય માં તરબોળ થઈ ભાવભીનું શબ્દોની માયાજાળ માં કવન બની‌ જઈ ભાવનાત્મક અતિરેક માં શબ્દોની લહેરોમાં અભિવ્યક્ત થઇ જવાનું,,પરમ ચૈતન્ય બની જવાનું,
દ્રશ્ય દ્રષ્ટા અને દ્રષ્ટિ ની ત્રિપુટી ના ઐક્ય ની અનુભૂતિ માં
ભાવાતિત બની જવાનું છે.

સાક્ષી ભાવની તન્મયતા માં, નિર્લેપભાવે અનાસક્તિ માં કર્તવ્ય
નિષ્કામ ભાવે સંપન્ન કરવાનું છે, જ્ઞાતા , જ્ઞાન અને જ્ઞેયમાં
દ્રવીભૂત થઈ, પ્રત્યક્ષ અને પરોક્ષ ની પેલે પાર , અપરોક્ષ અનુભૂતિ માં, શબ્દ અને પ્રાણ નો લય કરી ઊન્મની ના ઉન્માદમાં બસ વહી જવાનું છે......

બસ,એજ અનંત અનુરાગ નું ઝરણું.....
પરમપ્રેમની પરાકાષ્ઠા ની અનુભૂતિ માં ગડાબૂડ રહેવું...
પારદર્શિતા , પરમ ચૈતન્ય ના રહસ્યમય ખજાનો પામી ને
અદ્વૈત ની અનુભૂતિ પામીને,,, દ્વેતભાવે પરમ પ્રકાશ ના પ્રવાહ થી શુદ્ધ ચૈતન્ય પ્રણવ સ્વરૂપ પામી ને સ્વર અને વ્યંજન માં
વૈખરી સ્વરૂપ ધરી વાચકો ના હ્દયમાં પ્રજ્વલિત પ્રેમલ‌ જ્યોતિ માં પ્રકાશિત થઈ આનંદ સ્વરૂપે લહેરાઈને બધાને ચૈતન્ય મય
પ્રસાદ ના સદભાગી બનાવવા નું......

માણસ આનંદ જરૂર શોધી રહ્યો છે. પરંતુ ઈન્દ્રિયગત વિષય ના જગતમાં, અને વાસ્તવિક ચૈતન્યમય થી વિમુખ થઈ ને એ દુનિયા દારી ની ચકાચૌંધ માં. ખોવાઈ ગયો છે.

જ્યાં સુધી એને વિવેક નહીં સમજાય, ત્યાં સુધી આનંદ સ્વરૂપ કે આનંદનું ઝરણું મળી શકે નહીં.

વિવેક એટલે...સાર અને અસાર નો ભેદ જાણી વર્તન કરવું..
દેહનો પ્રેમ ગૃહસ્થી વિવેક છે, મર્યાદા માં, એ પ્રાકૃતિક સાર છે, પરંતુ મર્યાદા ભંગ પ્રેમ અસાર છે , અવિવેકી છે...
દેહાતિત અનાસક્તિ નો પ્રેમ બધા માટે સાર છે.. વિવેક છે
મનમાં હેતુ ભોક્તા ભાવ અવિવેક છે.. પ્રેમ ભોક્તા ભાવ થી
ઉપર છે, ત્યાગ છે. દેહની આસક્તિ થી પર છે.

રૂહાની મસ્ત કમાલ એ, દિલ પામ્યા છે
ઈબાદત કરતા શાંતિ દિલમાં પામ્યા છે;
જિહ્વા થકી વર્ણન, થઈ શકે ના કદાપિ,
દિલદાર રહેનુમાઈ એ દિલમાં પામ્યા છે;

આ બ્રહ્માંડ માં પ્રેમ કર્યા વગર કોઈ રહી શકતું નથી.પ્રેમ એ
પ્રાકૃતિક સૌંદર્ય છે, પુર્ણતા નો અહેસાસ અને અનુભૂતિ છે.
પ્રેમ કુદરતી છે, ટકાઉ છે , નિત્ય છે , શાશ્વત છે.ગુસ્સો શાશ્વત નથી , ક્ષણિક છે. અપુર્તિ નો સ્વરૂપ છે. કંઈક ખૂટતું લાગે, ઈચ્છા વિરુદ્ધ થાય એટલે ગુસ્સો આવે. એ. વિવેક નથી. સ્વાભાવિક છે. પ્રાકૃતિક ગુણ છે, તમસ નું સ્વરૂપ છે.

આંખો થી વરસતી, દિલ એ નૂરાની હતી
ઈબાદત દિલની, ઘણી જ રૂહાની હતી;
રાહ કંટકોનો છે,જરૂર છે મંઝીલ તરફનો,
ફૂલો સમી ભાવના, દિલમાં સુહાની. હતી;

પ્રેમ માં ગુસ્સો આવે જ નહિ, એમાં તો રિસામણા અને મનામણાં હોય છે. યુગલ સ્વરૂપ ની ઝાંખી એદ્વૈતની પરાકાષ્ઠા એ પહોચતા ઐક્ય ની અનુભૂતિ કરાવે છે એ જ
સાચો પ્રેમ છે. શ્રી કૃષ્ણ અને ગોપીઓ નો આવો વિશુદ્ધ પ્રેમ
છે. શ્રી કૃષ્ણ ના ગોકુળ,( વૃંદાવન) છોડીને ગયા પછી રાધા રાણી કદી પણ ક્યાંય ગયા જ નથી. એમણે પ્રેમ ની પરાકાષ્ટા
પામી દેશ અને કાળ ને જીતી લીધો છે, તેથી તેમને સર્વત્ર
શ્રી કૃષ્ણ ની અનુભૂતિ થાય છે, આ છે પ્રેમ ની દિવ્યતા અને
પ્રેમ માં વિવેકપૂર્ણ વ્યવહાર.

શરારત નો સાર , દિલ તસલ્લી મળે છે
પ્રેમ ની પરાકાષ્ઠા માં મસ્તાની મળે છે;
બેહદ ચાલ છે, હદની , બહાર ખાસ છે;
મૃત્યુ પ્રતિ હર શ્વાસે,જીંદગાની મળે છે;

પ્રેમ ના સ્વરૂપ અલગ અલગ હોય છે, પરંતુ ધ્યેય તો એક જ હોય છે. પ્રિય પાત્ર, માં, બહેન, મિત્ર, ગુરુ, ઈશ્વર કે પછી
પ્રિયતમ શરણાગતિ અને આત્મનિવેદન પુર્ણ રૂપે જરૂરી છે.
આને જ વિવેક પુર્ણ દ્વેત ભાવના ની સામાજિક પુર્ણતા કહી શકાય. વાસ્તવિક જીવનમાં પ્રેમ વ્યવહારમાં લાવી શકાય પરંતુ એમાં મર્યાદા નું પાલન કરવું પડશે.અધ્યાત્મ માં પ્રેમ
મર્યાદાઓ ની પેલે પાર છે, ત્યાં દેહાભિમાન હોતું જ નથી.પછી મર્યાદા ની વાત જ નથી.

મિજાજ ખૂશશહાલ છે, જીંદગી ચમન મહીં
ફૂલ સમાન નજાકત છે, જીંદગી ચમન મહીં;
સવાર સુહાની અવતરિત, આ અવનિ ઉપર ,
મૌજ છે ઝાકળ સમી, જીંદગી ચમન મહીં;

પ્રેમ એટલે ઈશ્વર નું જ અલગ અલગ સ્વરૂપે અને અલગ
ભાવનાત્મક લૌકિક અને અલૌકિક અવતરણ છે. એની અનુભૂતિ માટે વિશુદ્ધ ભાવે નિર્લેપભાવે ભાવે શરણાગતિ છે
આવા પ્રેમ માં જ પુર્ણતા ની અનુભૂતિ છે.

ધીમે ધીમે પ્રસરી જશે, મીઠું ઝેર હ્દયમાં,
અમૃત મય અહેસાસ હશે,ક્યાંક કદી કદી;
દુઃખ દર્દ ક્ષણિક હોય છે, અણસમજુઓ,
શાશ્વત પ્રેમાનંદ હ્દયે છે, ક્યાંક કદી કદી;

આમ, તમારી ભીતર આનંદમય જીવન નું ઝરણું નિરંતર વહ્યા કરે છે.તેને માણો અને જીવન ને ધન્ય બનાવો.


====🤩🤩=====🤩🤩=====😍😍====


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED