nari ni nirbhayta books and stories free download online pdf in Gujarati

નારી ની નિર્ભયતા

રોમા અને સીમા શહેરની નામાંકિત સ્કૂલમાં આઠમાં ધોરણમાં ભણતા હતા. બંને જણા રિશેસમા સાથે નાસ્તો કરતાં હતાં ત્યાં પટાવાળા એ આવીને મોટેથી બુમ પાડી રોમા કોણ છે તેને પ્રિન્સિપાલ સાહેબ બોલાવે છે. રોમા તો ધ્રુજવા લાગી. શું કામ હશે મારું સાહેબ ને? કંઈ મારાથી ખોટું તો નહીં થયું હોયને? એવો વિચાર કરતી સાહેબ ની ઑફિસમાં દાખલ થઈ.
પ્રિન્સિપાલ સાહેબે તેને રિપોર્ટ કાડૅ કાઢીને દેખાડ્યું. આજો તને બધા વિષયો માં ઓછા માકૅ છે.રોમા એ રિપોર્ટ કાડૅ જોઈને કહ્યું કે સાહેબ મને આટલા ઓછા માકૅ ક્યારેય ન આવે જરૂર પેપર જોવામાં કંઈક ભુલ થઇ લાગે છે. સાહેબે થોડી કડકાઈ થી કહ્યું તને વિશ્વાસ ન આવતો હોય તો અંદર ના રૂમ માં પેપર પડ્યા છે તું જાતે જઈને જોઈ લે.સાહેબ ની ઑફિસ ની અંદર એક બીજો રૂમ હતો જેમાં પેપર્સ
લાગી
ત્યાં તો પાછળથી કોઈ નો મજબૂત હાથ તેના ખભા પર ફરતો લાગ્યો. તે એકદમ બી ગઈ. પાછળ ફરી ને જોયું પ્રિન્સિપાલ સાહેબ હતા. જે તેને લોલૂપ નજરે જોઈ રહ્યા હતા તે દોડી ને દરવાજા તરફ ગઈ અને દરવાજો બહાર થી લોક હતો. સાહેબ સામે કરગરવા લાગી સાહેબ મને છોડી દો,મને છોડી દો બચાવો મને કોઈ બચાવો, ની બુમો પાડી પણ બધું વ્યથૅ તેની રાડો બુમો બધું દિવાલમાં પછડાય ને પાછું આવ્યું. રૂમ એટલો અંદર હતો કે કોઈને ખબર ન પડે કે અંદર શું થાય છે રોમા તરફડતી રહી પ્રતિકાર કરતી રહી પણ રાક્ષસ પાસે આ પારેવા ની શી તાકાત નરાધમે છોકરીને પીખી નાખી. પોતાની હવસ સંતોષીને રોમા ને રોફ થી કહ્યું કે જો આ વાત બારે કોઈ ને કરી તો આ તારા ફોટા મિડિયા માં વાઈરલ કરી દઈશ.કહેતાં રોમા ને મોબાઈલ માં ફોટા દેખાડ્યા પોતાના આવા અશ્લીલ ફોટા જોઈને રોમા તો બી ગઈ તે સાહેબ ને કરગરવા લાગી સાહેબ હુ કોઈ ને કાઈ નહીં કઉ તમે આ ફોટા ડિલીટ કરી નાખો. સાહેબ ખંધુ હસ્યાં અને કહ્યું કે આ તો મારો જેકપોટ છે. હવે હુ જ્યારે બોલાવું ત્યારે તારે આવવું પડશે. રોમા તો સાભળીને ધ્રુજી ગઈ અને રડવા લાગી.
રોમા ની તો રડી રડી ને આખો સુજી ગઈ તે ક્લાસમાં જઈ સીમા ને ભેટીને ખુબ રડી સીમા ને સમજાતું નહોતું કે આને શાંત શી રીતે રાખુ.સીમા એ કેટલુ પૂછ્યું પણ પરિણામ શૂન્ય.બંને છુટીને ઘરે સાથે જ જતાં. રસ્તા માં પણ કશુજ ન બોલી બસ ચુપચાપ ચાલી આવતી હતી. રોમા ના આવા વતૅનથી તો સીમા ગભરાઈ ગઈ. તે તેને ઘર સુધી મુકવા ગઈ. પાણી પિવાના બહાને અંદર જઈને તેની મમ્મી ઈલાબહેનને કહ્યું કે રિશેસમા પ્રિન્સિપાલ સાહેબે રોમાને બોલાવી હતી. ત્યાં થી પાછી આવી ત્યારથી રોમા રડ્યા કરે છે.ઈલાબહેને સીમા ને કહ્યું તુ ઘરે જા અને તારી મમ્મીની રજા લઈને પાછી આવ કહેજે કે ઈલામાસીએ કહ્યું છે. અને રાત્રે પણ અહીં જ સુઈ જાજે.
સીમા ઘરે જઈને મમ્મીની રજા લઈને પાછી આવી ત્યાં સુધી ઈલાબહેને પણ પુછવાની કોશિશ કરી તો જોરજોરથી રડવા લાગી પણ કંઈ ન બોલી હવે તો સીમા અને ઈલાબહેને મુઝાઈ ગયા હવે આનું શું કરવું. સીમા તો ગુસ્સે થઈ ગઈ અને જોરથી એક જાપટ ચડાવી દીધી. પછી ત્રુટક ત્રુટક શબ્દોમાં પ્રિન્સિપાલ સાહેબે તેની સાથે કેવી રીતે બળજબરીથી બળાત્કાર કર્યો તે જણાવ્યું અને મારા અશ્લીલ ફોટા પાડી લીધા છે અને કહ્યું છે કે જો કોઈ ને પણ આ વાત કરી છે તો ફોટા શોશ્યલ મિડિયા માં વાઈરલ કરી દેશે. મમ્મી હું શું કરુ કહીને પાછી રડવા મંડી આ સાભળી ને ઈલાબહેને અને સીમા પણ રડવા લાગ્યા.
ઈલાબહેન પણ પોતાની લાડકી દિકરી ની આવી હાલત જોઈ ભાગી પડ્યા.સીમા અને રોમા ને ખુબ જ પ્રેમ થી જમાડી ને ઉપર ના રૂમ માં સૂવા મોકલી દીધા. ઉપર જઈને રોમા પાછી સીમા પાસે રડવા લાગી અને કહેવા લાગી કે હવે હું શું કરુ મને એમ હતું કે મોટી થઈ ને મારી મમ્મીને મદદરૂપ થઈશ પણ હવે તો મારે જીવવું જ નથી આવી લાછન ભરેલી જીદગી કરતા તો મોત સારું. સીમા તો રોમા ની આવી વાત સાભળી ને ગભરાઈ ગઈ તેણે વિચાર્યું કે સારું થયું કે માસીએ મને રોમા સાથે રહેવાનું કહ્યુ નહીં તો આઘાત ની મારી રોમા શું નુ શું કરી નાખત.નીચે આવીને સીમા એ ઈલાબહેનને આ વાત કરી ઈલાબહેને ઉપર જઈને રોમા ને ખુબ પ્રેમ થી સમજાવી અને કહ્ય તુ તો મારી બહાદુર દિકરી છો તારા પપ્પા કેટલા બહાદુર હતા તેની દિકરી આવી ન હોય આપણે તો આનો સામનો કરવો જોઈએ. અને આપણી સાથે બન્યું છે તેવું બીજી દિકરી ઓ સાથે ન થાય તે વિશે વિચારવું જોઈએ.
ઈલાબહેને રમેશભાઈ ને ફોન લગાડ્યો અને કહ્યું તમે ને મહેશભાઈ જલ્દી આવો મારે તમારુ કામ છે. રમેશભાઈ અને રોમા ના પપ્પા બંને પોલીસ ઈનસ્પેક્ટર હતા અને બંને ખાસ મિત્રો હતા. રોમા ના પિતાનુ ત્રણ વર્ષ પહેલા એક ખુની ને પકડવા જતાં ગોળી વાગતા તેનું મૃત્યુ થયું હતું. રમેશભાઈ અને મહેશભાઈ બંને ભાઈઓ ઈલાબહેનને બેન માનતા હતા અને તેનું માન રાખતા. બંને ભાઈઓ તરતજ આવી ગયા. મહેશભાઈ રોમા ની જ સ્કુલમાં અંગ્રેજી ના શિક્ષક હતા.
બંને ભાઈઓ ને બેસાડીને ઈલાબહેને બધી વાત કરી બંને ભાઈઓને તો આ સાભળી એકદમ ક્રોધ આવ્યો અને કહ્યું કે આને તો સજા થવી જોઈએ બેન તમારી હિંમત ને તો દાદ દેવી જોઈએ. તમારા આ પગલાં થી કુમળી બાળાઓને આ જંગલી ના હવશ નો શિકાર બનતા રોકી શકશુ લોહી ચાખી ગયેલા વાઘ ને તો પાંજરા માં પુરવો જ રહ્યો બેન રોમા અમારી પણ દિકરી છે. બને તો રોમા નુ આમાં ક્યાં ય નામ નહીં આવવા દઈએ.
રમેશભાઈ એ મહેશભાઈ ને બે કેમેરા દીધાં અને કહ્યું કે આ બંને કેમેરા માં એક પ્રિન્સિપાલ ની ઑફિસ માં અને બીજો અંદર ના રૂમમાં ગમે તેમ કરી ને ગોઠવી દે. અને બને તો સ્કૂલમાં તપાસ કરી જો કે આ નરાધમે કેટલી દિકરી ઓ ની જીદંગી ને નકૅ બનાવી છે અને ઈલાબહેનને કહ્યું કે જ્યાં સુધી આ કેશનો નિવેડો ન આવે ત્યાં સુધી સ્કૂલમાં ન મોકલતા. મહેશભાઈ એ બંને કેમેરા રમેશભાઈ ના કહેવા પ્રમાણે ગોઠવી દીધા અને દિકરીઓ ને શોધવા માટે સીમા ની સહાય લીધી. સીમા એ આઠમા નવમાં અને દશામાં ધોરણની છોકરી ઓની તપાસ કરી જેના વતૅનમા થોડા વખત થી ફેરફાર જોવા મળ્યો હોય એવી છોકરી ઓ ને મળી ને એક ફ્રેન્ડ બનીને બધી માહિતી રેકોર્ડ કરી લીધી.
રિશેસ પડવાની થોડી વાર હતી ત્યારે પ્રિન્સિપાલ સાહેબે પટાવાળા ને બે હજાર ની નોટ પકડાવીને કહ્યું કે દશામાં ધોરણમાં થી મીતા ને લેતો આવ. પટાવાળો તો બે હજાર ની નોટ ખિસ્સામાં મુકી દસમાં ધોરણ તરફ આગળ વધતો હતો ત્યાં રસ્તા માં રમેશભાઈ એ ઊભો રાખી ને પોતાનું આઇ કાડૅ દેખાડ્યુ અને મોબાઈલ માં પ્રિન્સિપાલ સાથે ની વાત દેખાડી પટાવાળા ના તો મોતિયા મરી ગયા તેણે પોતાનો ગુનો કબુલી લીધો. રમેશભાઈ એ પટાવાળા ને કહ્યું કે તુ જા અને મીતાને બોલાવી લાવ અને જતાં પહેલાં મને મળવા લઈ આવજે.
રમેશભાઈ એ મીતા ને તેની સાથે શું થવાનું છે તેનાથી વાકેફ કરી અને કહ્યું કે જો તુ હિંમત રાખી ને અમને સાથ આપીશ તો અમે આજે આ નરપિશાચને પકડી શકીએ. અને તારી પાસે આ રાખજે જો વધારે જબરદસ્તી કરે તો તેના માથામાં આ મારી દેજે. મારી નજર સતત કેમેરા માં હશે માટે ચિંતા ન કરતી. મીતા પ્રિન્સિપાલ ની ઑફિસ માં દાખલ થઈ પછી સાહેબે રોમા ની જેમ અંદર ના રૂમ માં જવા કહ્યું મીતા ને ડર તો લાગતો હતો છતાં હિંમત કરી ને ગઈ.રમેશભાઈ ની નજર સતત કેમેરામાં હતી. પ્રિન્સિપાલ અંદર દાખલ થયા અને મીતા સામે બિભત્સ માગણી કરી મીતા પોતાને છોડાવવાની કોશિશ કરતી હતી ત્યાં રમેશભાઈ રિવોલ્વર સાથે અંદર પહોંચી ગયા. અને નરાધમ ના હાથેથી મીતા ને બચાવી લીધી.
ઑફિસ માં થી ખોટા પ્રમાણપત્ર અશ્લીલ ફોટોગ્રાફ અને કેશને લગતા evidence ભેગા કરીને પ્રિન્સિપાલ ને બહાર નીકળી ચુપચાપ ગાડીમાં બેસી જવા કહ્યું ગાડી સીધી પોલીસ સ્ટેશનમાં લઈ જઈને રાક્ષસ ને જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો.અને કોર્ટમાં જઈને દિકરી ઓ બદનામ ન થાય તે માટે આ કેશ બંધ બારણાની કોર્ટે માં ઉકેલાય તેવો આદેશ લઈને આખા કેશ નો ઉકેલ બંધ બારણાની કોર્ટ માં આવી ગયો પ્રિન્સિપાલ ને જન્મ ટીપ ની સજા થઈ કારણ તેણે એક બે નહીં પણ દસ કે તેનાથી પણ વધારે દિકરી ઓની જીદગી નકૅ બનાવી હતી અને પટાવાળા ને પાંચ વર્ષ ની સખત કેદની સજા થઈ.
બંને ભાઈઓ તથા જજ સાહેબે ઈલાબહેનને શાબાશી આપતા કહ્યું બહેન તમારી જેવી હિંમત બધા માતા પિતા રાખે તો આવા નરાધમો સંસાર માં થી ઓછા થાય.

સમાપ્ત


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED