અનન્ય ભાવ મોહનભાઈ આનંદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અનન્ય ભાવ


#અનન્ય
==============================
अनन्यश्चिन्तयतो मामं, ये जना : पर्युपासते,
तेषाम् भी योग युक्तानां , योगक्षेमं वहाम्यम ।।

।। श्री मद्भगवद्गीता।।
શ્રીકૃષ્ણ ભગવાન ગીતા ઉપદેશ માં અર્જુન ને અનન્ય ભાવ નો મહિમા અને મહત્વ સમજાવતા કહ્યું છે:

જે ભક્ત અનન્ય ભાવ થી મારું ( ચૈતન્ય સ્વરૂપ) ની ઉપાસના કરે છે.તેમનો યોગ અને ક્ષેમ હું વહન કરું છું.

આ વહન કરવાની પ્રતિજ્ઞા એમની દ્રઢ છે, અહીં યોગ એટલે જીવાત્માની શિવ સાથે જોડાયેલ ચિંતન વૃત્તિ ( સાધકો ના મનની સ્થિતિ ની વાત છે,
અને ક્ષેમ એટલે તેમાં આવતા વિધ્નો થી રક્ષણ ની
ખાતરી આપી છે.
ભક્તિ, યોગ અને જ્ઞાન આ ત્રણેય જુદા સાધનો માત્ર છે પરંતુ તેનો ભાવ કે લક્ષ્ય એક અનન્ય પરમાત્મા સાથે છે.એવા ભાવ થી શરણાગતિ સ્વીકારી લીધી હોય, પછી એ સાધુ કે સાધક ને કોઈ પણ જાતની ચિંતા કે ચિંતન કરવાનું રહેતું નથી. એટલે ભગવાન સ્પષ્ટતા કરી આપે છે કે હું તારી પાસે જે પણ કંઈ છે અને તે મારા માં જોડ્યું છે. તેથી હવે તારા ક્ષેમ કુશળ ની પુર્ણ જવાબ દારી મારી છે.અને ગીતા નો ઉપદેશ સાર્થક થાય છે જ. મહાભારત ના યુધ્ધ માં કર્ણ, ગુરુ દ્રોણ,કૃપાચાર્ય કે ભિષ્મ પિતામહ ને મારવા કંઈ સહેલું કામ ન હતું.પરતુ અર્જુન ની અનન્ય ભક્તિ એ‌ સિધ્ધિ મેળવી. માટે જ અનન્ય ભાવ નો મહિમા છે

અનન્ય ભાવ એજ ખરી ભક્તિ એટલે કે જોડાણ છે. સૌ માં એક જ તત્વ છે ચૈતન્યમય આત્મચેતના આને એનો વિલાસ એ જ દ્રષ્ટિ ગોચર થતું આ બ્રહ્માંડ છે, જે ત્રણ ગુણો અને પંચતત્વો ના મિશ્રણ થી બન્યું છે.

વ્યષ્ટિ અને સમષ્ટિ એક જ છે, એની સમજણ અનન્ય ભાવ આપે છે,જો સમજણ આવી જાય , તો ભેદભાવ ના ઝઘડા નો અંત આવી જાય પરંતુ મારા માં મોહિત થયેલા જીવાત્મા ને દેહ અધ્યાસ છે પરિણામે કેવા કેવા છબરડા થાય છે, એ જગ જાહેર છે.‌કોઈની વાણી ફસડાઈ જાય છે,તો કોઈ નું ચિત ચગડોળે ચઢી જાય છે. બીજા માં એક જ છે એવો અનન્ય ભાવ પેદા થતો નથી. તેથી મારું તારું એવી માન્યતા ઓ સ્થપાય છે.

ઈશ્વરે જ સઘળું બનાવ્યું છે, એમણે પોતાની શક્તિ થી
વૈવિધ્ય સભર વિશ્વ બનાવ્યું છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ તો એક જ આત્મચેતના સિવાય કશું જ નથી. પરંતુ દ્વેષભાવ માં જીવતા લોકો બધા ની સાથે ઐક્ય સાધી શકતા નથી એ તેમના મન ની પરિપક્વતા આને બુધ્ધિ ની સાચી નિર્ણય શક્તિ નથી. નહીં તો બાહ્ય પૂજા માં આ બધા પ્રતિકો ની અંદર એક જ તત્વ છે. એ સમજી શક્યા હોત.
અને કોઈ અસંતોષ ને અસંતુલન ની અનુભૂતિ ના થાત.

અનન્ય ભાવની પ્રાપ્તિ માટે સાધના કરવી પડે, એટલે કે
અદ્વૈત દ્રષ્ટિ કેળવવી પડે એના માટે દીર્ઘકાલીન અભ્યાસ ની જરૂર નથી સમજણ કેળવી શકીએ તો ઘણું છે.જો
આ સમજણ મળે તો જીવન ધન્ય થઈ જાય. આને સંઘર્ષ તથા વિવાદ નો અંત આવી જાય. પરંતુ આપણે આપણી જાતને સંયમિત નથી કરી શકતા, ઈચ્છા શક્તિ ના પ્રદર્શન માં આખા વિશ્વનું ભેદ દર્શન અને ઉપભોગ કરવા માંગીએ છીએ, તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન ગીતા મા અનન્ય ભાવ થી નિશ્રય કરી આત્મા ની ઉપાસના પર ભાર મૂક્યો છે.

દરેકની નજરે અને મનોમંથન બાદ પોતાની વ્યક્તિગત દુનિયાદારી છે, જેને જેટલું સમજણ પડે એટલે ઠીક છે
સરોવર તો અનન્ય ભાવજલ થી ભરપુર છે પરંતુ ચકલી ની ચાંચ માં આવી તરસ છીપાવવા માટે લાયકાત પુરતું જ બરાબર છે.

અનન્ય ભાવ થી સર્વ નું અભિવાદન.. નમસ્કાર
====😂😂😂====