કાવ્યસેતુ -5 Setu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાવ્યસેતુ -5

તારા વગર સૂનું લાગે!...

મહેફિલ ગમે તે હોય,

તારા અવકાશ વગર સૂનું લાગે!

અવસર ગમે તે હોય,

તારા સંગાથ વગર સૂનું લાગે!

કિનારો ગમે તે હોય,

તારા સહારા વગર સૂનું લાગે!

સુખ ગમે તે હોય,

તારા સાનિધ્ય વગર સૂનું લાગે!

દુઃખ ગમે તે હોય,

તારા આશ્વાસન વગર સૂનું લાગે!

પીડા ગમે તે હોય,

તારા મલ્હમ વગર સૂનું લાગે!

ફરિયાદ ગમે તે હોય,

તારા શબ્દો વગર સૂનું લાગે!

સંગીત ગમે તે હોય,

તારા સૂરો વગર સૂનું લાગે!

સમર્પણ ગમે તે હોય,

તારા સહકાર વગર સૂનું લાગે!

જિંદગી ગમે તે હોય,

તારા પ્યાર વગર સૂનું લાગે!

'સેતુ' શ્વેતા પટેલ

(14/07/2015)

.................................................

દોસ્તી

આ તે કેવી દોસ્તી છે?

કોઈ બંધન નથી,

કોઈ બાંધછોડ નથી,

કોઈ કાવાદાવા નથી!!

સંબંધો માં સ્વાર્થ છે,

એ પણ માત્ર સમર્પણ નો,

દિલ ની ઉદારતાનો,

પરસ્પરની લાગણીનો!

આ તે કેવી દોસ્તી છે?

સુખદુઃખના સોદા એમાં,

વાત્સલ્યના બીડા એમાં,

ઉમળકાના ભાવ એમાં,

અજીબ શી ઉલઝન છે,

પણ એ પરસ્પર તકેદારીની,

આપેલા વચનોની,

નિભાવવાના વાયદાની!

આ તે કેવી દોસ્તી છે?

નિખાલસ પાંગરતા ગુલશનમાં,

સ્નેહની કડીઓ ખીલવવા,

મહેકે છે દોસ્તી એમાં!

'સેતુ' શ્વેતા પટેલ

(19/01/2015)

..................................................

સમજ પડી જાય છે.....!!!

એવું તો શું છે અમારા વચ્ચે?

ન એ કશું કહે છે મને,

ન હું એમને।....

છતાં એકબીજા ના મૌનથી,

બંધ આંખો ની વાચા થી,

ધડકતા દિલ ના સ્પંદન થી,

જાણે બધી સમજ પડી જાય છે....!!!

ન કદી પ્રેમનો ઈઝહાર થાય,

ન કદી એકરાર,

છતાં દિલની લાગણીઓથી,

પ્રેમભીનાં અંતરના સ્પર્શથી,

અમૂક વાણીના આલાપથી,

જાણે બધી સમજ પડી જાય છે। ....!!!

અનોખી આ પ્રીત અમારી,

કદી નથી કાર્ય સાથ નિભાવવા વાયદા,

નથી કર્યા સંબંધો ના વધામણાં,

નથી કર્યા સોગંધોના સરનામાં,

છતાંય એ દોસ્તીના સગપણ થી,

જાણે બધી જ સમજ પડી જાય છે.....!!!

'સેતુ' શ્વેતા પટેલ

(17/12/2014)

.........................................................

એ તું જ છે....!!!

લાખો આંટીઘૂટીની પળોજણ હોય,

ને ત્યાં કોઈ યાદ આવે એ તું જ છે!

સવાર ની પહોરના સપનાઓ સજે,

એ સપનાઓની સંગાથે જ હોય એ તું જ છે!

કામ ના કલાકો વીતતા હોય ને,

એ કામ ના ભાગીદાર બને એ તું જ છે!

સાંજ ની સંધ્યાના આછા અજવાળે,

દૂરના સુવાસિત પાંદડાની મહેક એ તું જ છે!

રાત ની ચાંદનીના અજવાળે,

ચાતક ની ઝલક દેખાય એ તું જ છે!

મઘમઘતી રાતરાણી ના ફૂલોની ચાદર,

ને ચાદરમાં લપાયેલ સોડમ એ તું જ છે!

ઠંડા પવન ની લહેરકી સમી ચૂંદડી,

ને તેમાં નીતરતો મધમીઠો પ્રેમ એ તું જ છે!

'સેતુ' શ્વેતા પટેલ

(22/08/2014)

............................................................

મહેરબાની તારી।....

મહેરબાની તારી,

મને જીવતા શીખવાડી દીધું,

પ્રેમ ની ભાષા સમજાવી દીધી,

બાકી તો આ નિરાશ જીવતા,

દિલ ને પ્રેમ ને પથ્થર એક જ હોત.....

મહેરબાની તારી,

મુજ પર પ્રેમ નું લંગર નાખી દીધું,

આ દિલ ના કિનારા પર,

બાકી તો મન્ના મોજમાં,

સ્નેહ ની નૈયા ડૂબી જ જાત.....

મહેરબાની તારી,

આંખો ની ભાષા ભણાવી દીધી,

હોઠોની મુસ્કાન ટકાવી દીધી,

બાકી તો ડિગ્રીઓ લઇ ને પણ,

પ્રેમ માં અભણ જ રહી હોત.....

મહેરબાની તારી,

મને ઓગળતી કરી દીધી,

ખુન્નસ ની નજર જુકાવી દીધી,

બાકી તો પ્રેમ ના સાગરમાં રહી ને,

પ્રેમને જ ધિક્કારતી હોત। .....!!

મહેરબાની તારી।...

'સેતુ' શ્વેતા પટેલ

(04/09/2015)