જાણે - અજાણે (61) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

જાણે - અજાણે (61)

વર્ષોથી જે બાઈકનાં સપનાં પાછળ તે ભાગતી રહેતી આજે તેની જ નિયતિ પલટાઈ ને હવે નિયતિ જાતે એ બાઈક પર પોતાનાં સપનાઓ પાછળ ભાગી રહી છે....

બીજી તરફ શબ્દ ધીમે ધીમે મોટો થઈ રહ્યો હતો. અને તેનું નાનું પણ એક્ટિવ મગજ બધી વાતમાં પ્રશ્ન પુછતાં શીખી ગયું હતું. અને ધીમે ધીમે વાતો પણ સમજતાં શીખી ગયું . તે બધી વાતમાં પ્રશ્નો પુછતો, તેને નવી નવી વાતો જાણવાની તાલાવેલી વધી રહેતી. સાથે સાથે એ પણ ના અવગણી શકાય કે અમી અને વંદિતાની પણ ઉંમર થવાં લાગી હતી. એક- બે વર્ષમાં તેમની કૉલેજ પણ પુરી થવાં આવી છે. અને તેમનું પણ લગ્ન કરાવવું , તેમનું ઘર વસાવવું એ હવે નિયતિની જ જવાબદારી હતી. અને નિયતિને તે જવાબદારીનું ભાન છે.

" હવે વંદિતા અને અમીનાં લગ્ન વીશે વિચારવું પડશે. અહીંયા તો કોઈને નથી ઓળખતાં, તો કોઈ સારો છોકરો શોધવો એ ઘણું મુશ્કેલ પડવાનું છે. એટલે પહેલેથી જ તૈયારી રાખવી પડશે. અને બસ.. હવે બહું થયું વંદિતાની ખરાબ આદતોનો અંત હવે તેને કોઈ સાથે બાંધીને જ આવશે. પણ તે માટે પણ મારે ઘણી ધીરજતાથી બધું સંભાળવું પડશે. એમ પણ વંદિતા મારાંથી ગુસ્સે જ ભરાયેલી રહે છે. અને કશું પણ વધારે હું બોલીશ તો વાત બગડી શકે છે. અને....." નિયતિનાં મનનાં વિચારોમાં ભંગ પડ્યો અને સામેં એક છોકરો આવી ઉભો રહ્યો. તે પોતાનો ઓર્ડર આપવા આવ્યો હતો. અને પોતાનાં વિચારોમાં ખોવાયેલી નિયતિ એકદમ ચમકી ઉઠી.
" મને તો એ ખબર નથી પડતી કે આટલી ખોવાયેલી છોકરી આટલો મોટો કૅફે કેવી રીતે ચલાવી લે છે!.." એક પગ થોડો વાંકો વાળી તેનાં હાથની કોણી કાઉન્ટર પર ટેકવી ઉભેલાં એ છોકરાં એ ધીમેથી નિયતિને સંભળાવતા કહ્યું. દેખાવે આ છોકરો વંદિતા અને અમીથી એક- બે વર્ષ મોટો જણાતો હતો. માથેથી લઈ ને પગની પાની સુધી તેનો પહેરવેશ અને તેની ચાલઢાલ એકદમ તાજેતરની ફેશન જેવી હતી. એ જોઈ લાગતું કે તેનું ફેશનમાં ચોઈસ બહું સારી છે. તેની વાતો તેની ખુલ્લા મનવાળા મસ્ત મોજીલાં વ્યકિત જેવી હતી. બધી વાતમાં મજાક કરવો, જોર જોરથી હસવું અને બસ પોતાનામાં મગ્ન રહેવું છતાં આસપાસની બધી વાતો પર ધ્યાનથી નજર રાખવી તે તેનો સ્વભાવમાં ઉભરી આવતું હતું.

નિયતિએ તેની વાત સાંભળી થોડો ગુસ્સો આવ્યો પણ તે તેનો ઘરાક હતો એટલે તે વાતને જવા દીધી. નિયતિને રોજ કોઈકને કોઈક જોડે આવા બનાવો બનતા રહેતાં એટલે તેણે આ વાત પર ધ્યાન ના આપ્યું. એટલામાં પાછળથી શબ્દનો અવાજ આવ્યો " મમ્માં...." અને નિયતિ અને તે છોકરાંનું ધ્યાન તેની તરફ ગયું. અને તે છોકરાં એ શબ્દને વાળમાં હાથ ફેરવતાં તે પોતાનાં ટેબલ પર જઈ બેસી ગયો. અને નિયતિ એ શબ્દને પોતાની પાસે બોલાયો. પણ તે તો કોઈનાં માપમાં આવવાં તૈયાર જ નહતો. તે એટલી ઉતાવળમાં હતો કે તેને જોઈ લાગતું કે આખી દુનિયાની ઉતાવળ તેની પર જ આવી ચુકી હોય. પણ નિયતિ ચિંતા કર્યા વગર તેની પર હસવા લાગી. એટલે શબ્દે કહ્યું " મમ્માં.... તમને ખબર છે કાલે સન્ડે છે....." " હા.... મને ખબર છે બાપા.... અને જેને નહીં ખબર હોય તેને તારો ચહેરો જોઈને પણ ખબર પડી જશે. " અને નિયતિ જોર જોરથી હસવા લાગી. થોડીવારમાં બધું કામ પતાવી પોતાનાં સ્ટાફને હવાલે કૅફે મુકી તે ત્યાંથી શબ્દને લઈ ને ચાલી ગઈ. પોતાનાં બાઈક પર શબ્દને બેસાડી હવાની માફક તે ચાલી નીકળ્યા. પાછળ નિયતિને પકડીને બેઠેલો શબ્દનું મોઢું એક મીનીટ ચુપ નહતું રહેતું . તે કહેવાં લાગ્યો " મમ્માં... આપણી જોડે ચિપ્સ છે ને?.. મસાલા વાળી ?.. અને ફ્રેન્ચ ફ્રાઈઝ તું બનાવી લઈશને?.. અને હા.. પેસ્ટ્રી ચોકલેટવાળી લેવાની છે હાં... અને ઘર પણ ક્લીન કરવું પડશે .. હજું મારો રૂમ પણ સાફ નથી મમ્માં... આટલાં ઓછાં સમયમાં બધું કેમનું થશે?.. અને ગેમ પણ સિલેક્ટ કરવી પડશે. અને..." " અરે બસ..બસ... તું તો જો... જાણે પ્રધાનમંત્રી આપણાં ઘેર આવવાનાં હોય તેમ ચિંતા કરે છે . તારી ફ્રેન્ડ જ આવવાની છે ને... અને દરેક સન્ડે આવે છે. તો એમાં આટલું કેમ ઉતાવળમાં ભરાય છે તું?.. શબ્દે થોડું અકળાયને કહ્યું " તમને ખબર તો છે ને તે મારી ખાલી ફ્રેન્ડ નથી , બેસ્ટ ફ્રેન્ડ છે અને હું તેનો. એટલે જ તો તે તેનાં પપ્પાને જીદ્દ કરી લઈ આવે છે. " " હા બાપા... ખબર છે મને... હવે વધારે ફ્રેન્ડ ફ્રેન્ડ ના કરીશ અને બોલ જલદી શું ખરીદવાનું છે બજારમાંથી? " નિયતિએ વાત માંડી વારી. અને તે બંને પોતાની ખરીદીમાં પરોવાય ગયાં. બાઈક પર તેનાં દિકરાને લઈ ને ફરતી નિયતિ શબ્દનાં પિતાથી ઓછી નહતી અંકાય રહી. ના જાણે રસ્તામાં તે કેટલીય મહિલાઓની પ્રેરણા બનતી ફરતી હતી. નિયતિ એટલી સક્ષમ હતી કે તે શબ્દને માં અને બાપ બંનેનો પ્રેમ આપી શકે. માં બની વ્હાલ પણ કરી શકે અને બાપ બની બધી જરૂરિયાત પુરી પણ કરી શકે. અને આ વાતનો તેને ગર્વ હતો. તે હંમેશાં એ વાત વિચારીને ખુશ થઈ લેતી કે ભલે ગમેં તે થયું હોય તેની સાથે પણ તે સક્ષમ છે તેનાં દિકરાનું સારું ભવિષ્ય બનાવવામાં. બાપ સાથે નહોવાં છતાં તેને કોઈ કમી મહેસૂસ નથી થવાં દેતી. આ બધી તો રહી નિયતિનાં મનની વાત. પણ હાલ પુરતું એક નાનકડું મહેમાનનાં આગમનની તૈયારીઓમાં નિયતિ અને તેનો દિકરો શબ્દ પરોવાયેલાં હતાં.

ના માત્ર તે બંને પણ ઘરમાં પણ બધાં તેને સંબંધી જ કામ કરી રહ્યા હતાં. બપોરથી સાંજ અને સાંજથી રાત થઈ ગઈ અને શબ્દની અધીરાઈનો પાર જ નહતો. આ જોઈ અમીએ કહ્યું " જો આ છોકરાંને... આટલું તો હું પણ કોઈ દિવસ મારાં મિત્ર ને મળવાં પર ખુશ નહીં થઈ હોવ. અને આ... આ તો આપણને પણ કામ પર લગાવી દે છે. દર શનિવારનો આ જ કાર્યક્રમ હોય છે. આખું બપોર કામ કરો. અને રવિવાર આ મહાન માણસ તેની ફ્રેન્ડ સાથે આખો દિવસ ચીટચેટ કરે અને મજા કરે. આ ખાવું , પેલું બનાવો, આ ગેમ કાઢી આપો અને પાર્ક લઈ જાઓ, ફરવા લઈ જાઓ અને શું શું.. તેની મજા આપણી સજા બની જાય..." અને અમીની વાતો સાંભળી બધાં બરાબરનાં હસી પડ્યાં. ખરેખર તો નિયતિનું ઘર શબ્દનાં લીધે જ ધગધગતું અને આનંદમય રહેતું હતું. આ વાત બધાં સારી રીતે જાણતાં હતાં. એટલે ઘરનાં દરેક વ્યકિત ને તેનાં માટે કશું પણ કરવામાં કોઈ આળસ નહતી આવતી.

બીજા દિવસની સવાર એટલે સન્ડે મોર્નિંગ. એટલે કે શબ્દનો મજા કરવાનો દિવસ. સવારના સાત વાગી રહ્યાં અને નિયતિએ રોજની માફક શબ્દનાં રૂમનો દરવાજો ખોલ્યો. તેને જગાડવા આવેલી નિયતિએ પોતાનાં હાથ કપારે પટકતાં કહ્યું" જો આ છોકરાંને.... રોજ તો ઉઠવામાં આટલી આનાકાની કરે અને આજે... મારાં ઉઠાડવાની પણ જરૂર ના પડી. જાતે જ ઉઠી ગયો છે..." અને એક પ્રેમભરી મુસ્કાન આપી તે પોતાનાં કામમાં લાગી ગઈ.

દસનાં ટકોરે ઘરનાં દરવાજે ઘંટડી વાગી. શબ્દ દોડીને સૌથી પહેલો આવીને ઉભો રહી ગયો. અમીએ દરવાજો ખોલ્યો એટલે બહાર એક વ્યકિત ઉભાં હતાં. તેમની સાથે એક નાનકડી પરી જેવી દેખાતી છોકરી, રીયા પણ હાથ પકડી ઉભી હતી. ગુલાબી રંગની તેની ફ્રોક સાથે એક નાનું સફેદ બેગ લટકાવેલું હતું. તેનાં એક હાથમાં ચોકલેટ અને બીજાં હાથમાં તેનો ટેડીબેઅર જેવો ઢીંગલો પકડેલો હતો. એવું લાગી રહ્યું કે તે ઢીંગલામાં તેનો જીવ વસતો હોય. તેની સાથે ઉભેલાં વ્યકિત જૉય તેનાં પિતા હોય તેમ ભાસી રહ્યું. તેમનાં કપડાં અને ચાલ ચલણ તે એક ડૉક્ટર જેવી હતી. તેમણે પહેરેલાં ચશ્મા તેમનાં ચહેરાને રૂઆબ આપી રહ્યા હતાં. અને બંને અંદર આવ્યા. શબ્દ તેની ફ્રેન્ડ ને લઈ ને જતો રહ્યો. તેને પોતાની વસ્તુઓ બતાવવા લાગ્યો. ત્યાં સુધી નિયતિ બહાર આવી અને કહ્યું " ઓહ,... Mr. Busy માણસનો સન્ડે આવી ગયો!... " નિયતિની વાત સાંભળી લાગી રહ્યું હતું કે તેની જૉય સાથે ઘણી સારી મિત્રતા હોય . અને જૉય એ જવાબ આપતા કહ્યું " of course, ક્વીન ઓફ ફૅફે ના ઘેર આવવાનું હોય તો સમય તો કાઢવો પડે ને...." અને બંને વચ્ચે વાતો ચાલું થઈ ગઈ. " નામ તો જૉય છે પણ જીવનમાં ખુશી જ નથી. બસ છે તો કામ, કામ ને કામ. સાવ બોરીંગ માણસ. " નિયતિએ થોડું સંભળાવતાં કહ્યું. અને શબ્દ અને રીયાને તો છોડો નિયતિ અને જૉય પણ મસ્તીએ ચઢી ગયાં. શેરસિંહ અને જયંતીભાઈને આ હસી મજાક જોવો બહું ગમતો હતો. એટલે શેરસિંહ બોલ્યાં " તારે આમ આવતું રહેવું જૉય બેટાં. તું અને રીયા આવો છો તો ઘરમાં રોનક આવી જાય છે. અને અમારી જગતમાતા બનતી નિયતિ પણ થોડું હસી લે છે. " અને તેમનાં મનમાંથી જૉય માટે આશીર્વાદ નિકળતા રહ્યા.

જૉય ના માત્ર રીયાનાં પિતા હતાં પણ તે જયંતિભાઈનાં ડોક્ટર પણ હતાં. એટલે નિયતિને થોડો આરામ રહેતો અને તેનાં પિતાની સારવાર તેની નજર સામેં થતી રહેતી. કદાચ આ ડબલ સંબંધનાં લીધે નિયતિ અને જૉય એકબીજાં સાથે ખુલથી વાત કરી શકતાં. દર રવિવારની માફક આજે પણ બધું સારું ચાલતું હતું. પણ અચાનક રૂમમાંથી હસવાની જગ્યાએ જોર જોરથી બૂમો પાડવાનો અને ઝઘડવાનો અવાજ આવવા લાગ્યો. અને બધાં ગભરાઈ ગયાં , શબ્દનાં રૂમ તરફ દોડી ઉઠ્યાં. ત્યાં શબ્દ અને રીયા ઝઘડો કરી રહ્યા હતાં. આ જોઈ પહેલાં તો બધાને આશ્ચર્ય થયો કેમકે આજસુધી શબ્દ રીયા સાથે કોઈદિવસ ઝઘડ્યો નહતો.

ઝઘડો એટલો વધી ગયો હતો કે કોઈ એકબીજાની વાત સાંભળવા પણ તૈયાર નહતાં. નિયતિ શબ્દને અને જૉય રીયાને શાંત કરાવવાની કોશિશ કરી રહ્યા હતાં. પણ તે બંને શાંત જ નહતાં થઈ રહ્યા. એટલે તેમને એકબીજાથી દૂર ખસેડી દીધાં. અને થોડો કંઈક મામલો શાંત પડ્યો એટલે નિયતિએ શબ્દને આરામથી ખોળામાં બેસાડી, વ્હાલ કરીને ખુબજ ધીરજતાથી પુછ્યું. કે ખરેખર વાત શું હતી. " દિકરાં,.. કેમ ઝઘડો કર્યો તેં રીયા જોડે?.. એ તો તારી બેસ્ટ ફ્રેન્ડ છે ને... તું તો એને બહું પસંદ કરે છે. તો આજે શું થયું?... શું તેણે તારી કોઈ ગમતી વસ્તું લઈ લીધી હતી?.. કે ગેમ રમવાં નહતી આપતી?.. શું થયું?.. " પણ શબ્દ બોલવાની હાલતમાં જ નહતો. ગુસ્સો અને આંસુઓનો એવો સમન્વય બેઠો કે બસ તે નિયતિને વળગીને રડતો જ રહ્યો. બીજી તરફ રીયા પણ ગુસ્સાંમાં હતી. એટલે તેનાં પપ્પાને તેને ઘેર લઈ જવું જ સાચુ લાગ્યું. જતાં જતાં તે નિયતિને ઈશારો કરી જવાં કહ્યું. અને નિયતિએ તેને ઈશારાંથી હા કહી દીધું. પોતાનાં ખોળામાં રડતો બેઠેલો શબ્દ થાકીને ત્યાં જ સુઈ ગયો. નિયતિએ તેને જેમતેમ કરી પોતાની જગ્યાએ સુવડાવ્યો. અને ઉઠવાની રાહ જોતાં બધાં ચિંતામા બેસી રહ્યા. થોડીવાર પછી શબ્દે ઉઠીને તરત જોરથી બુમ પાડી . આ સાંભળી બધાં તેની પાસે દોડી ગયાં. અને તેનાં મોઢે નિકળેલો એકમાત્ર શબ્દ સાંભળી બધાની પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે કહ્યું " પપ્પા".........

આજ સુધી શબ્દનાં મોઢે આ શબ્દ આવ્યો નહતો. પણ આજે કંઈક એવું બન્યું કે તેણે પપ્પાની માંગણી કરી. આ શબ્દ સાંભળતાની સાથે નિયતિ રૂમ છોડી ચાલી ગઈ . શબ્દ મમ્માં , મમ્માં કહી બોલાવતો રહ્યો પણ તેણે એકવાર પણ પાછળ ફરીને જોયું નહીં. કદાચ તે પોતાનાં આંસુઓ તેનાં દિકરાંથી છુપાવવાં માંગતી હતી. કદાચ તે પોતાની લાગણીઓ પોતાનાં પરિવારથી છુપાવવાં માંગતી હતી. અને કદાચ તે પોતાની યાદોને પોતાનાં જીવનમાં આવવાથી રોકવાં માંગતી હતી. ચાહતી હતી કે તેનો આટલી મહેનતથી બનાવેલો મજબૂતાઈ વાળો સ્વભાવ તૂટે નહીં. અને ચાલતાં ચાલતાં તેની દરેક ઝબકતી આંખનાં પલકારે એક એક આંસુ ટપકાવતી તે ઘરની બહાર નિકળી ગઈ. જઈને એક શાંત જગ્યાએ બેસી ગઈ કે જ્યાં તે પોતાનું મન ખોલી રડી શકતી.

પણ ઘરમાં હાલત બધાને ખબર હતી. શબ્દને સાચવવો મુશ્કેલ પડી રહ્યો હતો. અમી કે શેરસિંહ કોઈ તેનાં પ્રશ્નોનાં જવાબ આપવાં સક્ષમ નહતાં. એટલામાં વંદિતા આવી. દર રવિવારે મોડી ઉઠનારી વંદિતા પોતાની અડધી ઉંઘમાંથી ઉઠીને આવી હોય તેમ દેખાતું. પણ તે શબ્દને રડતાં જોઈ તેને શાંત રખાવવાં મંડી પડી. અને તેણે બધાને રૂમમાંથી જવાં કહી દીધું. ઘરમાં બધાને ખબર હતી કે શબ્દ વંદિતાની કાબુમાં આવી શકે છે એટલે તેમણે વંદિતાની વાત માની લીધી. અને વંદિતાનાં પુછવાં પર શબ્દે બધી વાત સમજાવી " વ..વન્દું... મને પપ્પા જોઈએ છે. મારાં પપ્પાં ક્યાં છે?.. શું તે મરી ગયાં છે?.. કે શું તે મને ને મમ્માં ને છોડીને જતાં રહ્યા છે?.. બોલને !..." વંદિતાની આંખોમાં પાણી આવી ગયું. પણ તેણે પોતાની પર કાબુ કરી કહ્યું " પણ કેમ?.. એકદમ તને પપ્પા કેમ જોઈએ છે?.. શું અમેં બધાં કાફી નથી?.." પણ શબ્દ માને તેમ નહતો તેણે કહ્યું " તને ખબર.. આજે રીયા આવી હતી. અને તેણે કહ્યું કે હું bad boy છું ને એટલે મારાં પપ્પા મને છોડીને જતાં રહ્યા છે. અને તે મને ક્યારેય મળવાં નહીં આવે. પણ કેમ નહીં આવે?.. શું હું એટલો ખરાબ છું?.. મને તો એ પણ નથી ખબર કે મારાં પપ્પા કોણ છે?.. કેવાં દેખાય છે?.. મને જાણવું છે વંદુ ... મને કે ને ....મારે પપ્પા જોડે જવું છે .. મને લઈ જા ને..." પણ વંદિતા જોડે તેને કહેવા માટે કશું નહતું. ના તેના પિતાનું નામ કે ના ચહેરો કે ના સરનામું. " જો શબ્દ ,... પપ્પા તો મારાં પણ નથી ને.. તો પણ હું રહું છું ને.... અને તારી પાસે તો તારી મમ્માં છે ને.. મારી કે અમીની પાસે તો એ પણ નથી. તો વિચાર અમેં રડીએ છે કંઈ?.. તેં અમને કહેતાં સાંભળ્યાં કે અમને મમ્માં જોઈએ... તો તું ખોટી જીદ્દ પકડીને કેમ બેઠો છે?.. અને રહી વાત bad boy ની તો તું રીયાને ગુડબોય બનીને બતાવી દે ને!.. મમ્માંની વાત માનવી, તેમને હેરાન ના કરવાં એ ગુડબોયની નિશાની છે ને... તો બસ... પ્રોબ્લેમ શું છે!.. " વંદિતાએ ધીરજ અને પ્યારથી સમજાવતાં કહ્યું. " પણ મને જાણવું છે કે મારાં પપ્પા કોણ છે!.... મમ્માં કેમ તેમની વાત નથી કરતી?.." શબ્દનાં નિર્દોષ પ્રશ્નો તો પુરાં જ નહતાં થઈ રહ્યા. છતાં વંદિતાએ તેને પોતાની વાતોથી થોડાં સમય માટે શાંત કરાવી દીધો હતો.

પણ આ શબ્દનાં પપ્પા નામનો તોફાન જે ઉઠ્યો હતો તેનાથી નિયતિ અને સાથે પુરો પરિવાર હચમચી ગયો હતો. નિયતિ પર તેની અસર સૌથી વધારે હતી છતાં તેણે હિંમત બતાવી પોતાનાં બધાં આંસુ છુપાવી પહેલાની માફક બનવાની કોશિશ કરી લીધી. અને તેને ફરી હસતાં ફરતાં જોઈ બધાં આશ્ચર્યમાં આવી ગયાં. પણ નિયતિ તે વિશે કોઈ વાત કરવાં નહતી માંગતી.

હજું તો સહેજ મન શાંત પડ્યું જ હતું કે ત્યાં સુધી શબ્દે બીજો પ્રશ્ન નિયતિ સામે કરી દીધો. તેણે પુછ્યું " મમ્માં શું તમારી સ્ટોરીબૂક વાળી નિયતિ અને રેવા તમેં જ છો?...." અને ફરીથી... નિયતિને બીજો ધ્રસ્કો પડી ગયો.

પણ આ દરેક પ્રશ્નોનાં જવાબ કે શબ્દની જીદ્દ તેને ક્યાં સુધી લઈ જશે તે સમય જ બતાવી શકતો હતો. ગોળ ફરીને સમયનું ચક્કર રેવા પર આવશે કે શબ્દ પર તે કોઈ નહતું જાણતું.

શું નિયતિ કહી શકશે કે કોણ છે શબ્દનાં પિતા!.. શું અધુરી રહી ગયેલી વાત પુરી કરશે નિયતિ?....