માનવતા નો હ્રાસ મોહનભાઈ આનંદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માનવતા નો હ્રાસ

માનવતા નો હ્રાસ
=============================

પરમાત્મા એ બધાજ જીવો બનાવ્યા , પરંતુ એ બધા માં માનવ ને વિશેષ અધિકાર આપ્યો છે.એ અધિકાર છે કર્મની સ્વતંત્રતા. પરમાત્મા એ કલ્પના શક્તિ આપી અને ગુહ્ય શક્તિ વાળું મન પણ માનવી ને આપ્યું. આમ દેવો અને દૈત્યો કરતાં ય વિશિષ્ટતા ધરાવતો માનવ એની મહાનતા અને માનવતા વાદી દ્રષ્ટિ કોણ ભુલી ગયો છે.

માનવતા ‌હોવી જોઈએ એમ ના કહેવાય , માનવતા સહજ સ્વાભાવિક ગુણ છે.એક માનવે બીજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી લાગણી હોય તો જ વૈવિધ્ય માં ઐક્યની અનુભૂતિથાય.

આજ કાલ ધર્માંધતા વધી ગઈ છે. માનવ માત્ર એક જ પરિવારના સભ્યો છે. ધર્મ પણ એક જ હોય ને? ધર્મ નું સ્વરૂપ એટલે માનવ જીવન ને ધારણ કરવાના પ્રાકૃતિક નિયમો, જેથી નીતિ થી જીવન નો
નિર્વાહ આનંદ રૂપ થાય. બધાને સુખ શાંતિ સમૃદ્ધિ મળે. ઈશ્વરે કોઈ ની સાથે ભેદભાવ ઊંચનીચ , કાળા ધોળા પીળા એવી રંગભેદ નીતિ રાખી નથી.

સહજતા થી કોઈ ને પણ નુકસાન પહોંચાડયા વગર સૌનો વિકાસ થાય, સૌનું સન્માન જળવાય અને સામંજસ્ય કેળવાય એજ સાચી ધર્મ ની વ્યાખ્યા છે. દુનિયા માં કહેવાતા ધર્મ માં પણ એવું
આચરણ કરવા કહ્યું છે. પણ દરેક વ્યક્તિ પોતાની
બુદ્ધિ પ્રમાણે ધર્મ ની વ્યાખ્યા કરી, સંકુચિતતા પેદા કરી માનવતા નો હ્રાસ કરે છે. આ સમજવા જેવી વાત છે.

હંમેશા જીવન માં વિચારવા જેવી બાબત ભાવના છે.જેવી ભાવના તેવી સિધ્ધિ પ્રાપ્ત થાય, એટલે ધર્મ નું સાચું સ્વરૂપ જાણ્યા વગર દુનિયાદારી જીતવા માગે છે, કશુંક પ્રાપ્ત કરી લેવા માંગે છે. પરંતુ એ પ્રાપ્તિ માનવતા નો ભોગ લઈને મેળવવી જોઈએ નહીં.પરંતુ ભૂતકાળને ફંફોસી જૂઓ કેટલાક યુધ્ધો થયા છે, નરસંહાર થયો છે. હવે ફરી એવી ઘટનાઓ ઘટવાનો કાળચક્ર નો નિર્ણય હોય એમ લાગેછે.

પ્રકૃતિ ને સહન કરવાની પણ મર્યાદા હોય છે આકાશ ,જળ વાયુ પૃથ્વી બધું દુષિત થઈ ગયું છે. એક દેશ બીજા દેશ ની ઈર્ષા રાગદ્વેષ કરીનેવહરિફાઈ દ્વારા પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા જાનની બાજી લગાવી રહ્યો છે.દેખિતી રીતે મિત્ર લાગતા દેશો અંદર ખાને દુશ્મનો હોય છે.

વિશ્વમાં પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. ત્રીજા વિશ્વયુદ્ધ તરફ પગરણ મંડાઈ રહ્યા છે. કશું જ કહી શકાય નહીં કાલે શું થશે? ભારત પાકિસ્તાન અને ચીન વચ્ચે તંગદીલી ભર્યું વાતાવરણ છે આતંકવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. માણસ એકબીજા ના લોહી ના તરસ્યા થઈ ગયા છે. શામાટે????

આજે વિશ્વ "કોરોના વાઈરસ" થી બેહદ પીડાઈ રહ્યું છે. આખા વિશ્વમાં આ વાઈરસ ફેલાઈ ગયો છે તો ચીન ના વુહાન શહેરમાં જ કેમ ફેલાયો. ચીન ના બીજા રાજ્યોમાં કેમ ના ફેલાય?
આ વિચારણિય બાબત છે, શામાટે લેબોરેટરી માં જીવાણુઓને પેદા કરવામાં આવે છે? એનો અર્થ સાફ એ છે કે કોરોના વાઈરસ નહીં એક જૈવિક હથિયાર છે, માનવતા નું હનન કરતુ એક ખતરનાક ષડયંત્ર છે. આ તદ્દન બુધ્ધિજન્ય સમજદારી માં આવે એવી વાત છે.


નિકટના ભવિષ્યમાં થનારી ખતરનાક ઘટનાઓ વિશે મહાન જ્યોતિષીય આગાહીઓ થઈ ચૂકી છે કે આવતા નજીક ના સમય માં માનવસંહાર નિશ્ચિત છે. બધા દેશોમાં શસ્ત્રો ઘડવાની અને ખરીદ વેચાણ ની ગતિ વિધિ ચાલે છે,એ દેખીતું ઉદાહરણ છે કે હવે મોટાપાયે જાનમાલની હાનિ અને માનવતા નું હનન નક્કી છે.

પોતાને બુદ્ધિજીવી માનતો માનવ કેવી મુર્ખામી કરી શકે છે તેના ઉદાહરણ વિશ્વ યુધ્ધ ના પરિણામ પછી ખબર પડી જ છે. પણ સામાજિક વિકાસ, આર્થિક વિકાસ ને મહાસત્તા બનવાની લાલચ માં લપસતા સ્વાર્થી રાજનીતિ વિશ્વને લોહીમાં તરબોળ કરી દેશે..આ લેખ લખવા નો આશય એટલો જ છે, કે પરિસ્થિતિ તો પ્રતિકૂળ થવા ની શક્યતા છે. એમાં સુખદ આનંદમય જીવન કેમ જીવવું એ શીખી લેવાની કે સમજણ વિકસાવી લેવા બધાએ તૈયાર રહેવાનુ છે..

માનવ ના હાથ માં ફક્ત કર્મ જ છે , જીવન ‌કર્મને આધીન છે


=======🤣🤣🤣=====