ભૂત નું રોદ્ર સ્વરૂપ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂત નું રોદ્ર સ્વરૂપ

દિવ્યાંગ એ કિલ્લા વિશે સાંભળ્યું જે રહસ્ય થી ભરપુર છે. તેને તે જાણવા અને જોવા ની જિજ્ઞાસા જાગી. તે કિલ્લા માં રાતે કંઈક એવું થાય છે કે જેનો કોઈ વિચાર પણ ન કરી શકે. રમેશને એ જાણવું હતું કે રાતે તે કિલ્લા ની અંદર શું થાય છે પણ બધા ના મો પર એક જ વાત હતી, કે કોઈએ રાત્રિના સમયે ત્યાં ન જવું જોઈએ,

દિવ્યાંગ એ સંકલ્પ કર્યો કે કોઈ પણ ભોગે મારે તે કિલ્લા ની અંદર જવું છે. ભલે મારા મિત્રો ન આવે તો તે એકલો જવા પણ તૈયાર થયો. તેણે તેના બે મિત્રો ને આ કિલ્લા વિશે કહ્યું ને તેને સાથે આવવા કહ્યું. તે કિલ્લા ની વાત સાંભળી ને બંને એ પહેલાં તો ના પાડી દીધી, ઘણી વાર કહેવા પછી બંને મિત્રો રાતના સમયે ત્યાં આવવા સંમત થયા.

રાત્રે ત્રણેય મિત્રો કિલ્લા પાસે પહોંચ્યા જોયું તો કિલ્લા નો મેઈન ગેટ બંધ હતો. ઘણી કોશિશ કરી ખોલવાની પણ તે ખૂલ્યો નહિ. વિચાર્યું કે કિલ્લા ની દીવાલ કૂદી જઈએ પણ દિવાલ એટલી ઉંચી હતી કે કુદવી મુશ્કેલ હતી. આમ પણ અંધારું બહુ હતું એટલે કંઇ પણ દેખાતું પણ ન હતું. મોબાઇલ ની ફ્લેશ થી અંદર જવાનો બીજો કોઈ રસ્તો શોધ્યો પણ મળ્યો નહિ. આખરે તે કિલ્લા ની નીચે આવી સુઈ ગયા.

બીજે દિવસે ત્રણેય મિત્રો એ નક્કી કર્યું કે આપણે સૂર્ય અસ્ત થયા પહેલા કિલ્લા ની અંદર પ્રવેચી જઈશું. તે દિવસે આમ તેમ તેમ ફરી ને સાંજ ના પાચ સુધી તે શહેર માં ફર્યા. સૂર્ય અસ્ત થવાની હજુ ઘણી વાર હતી એટલે તે પહેલાં ત્રનેય કિલ્લા ની અંદર દાખલ થઈ ગયા. સાંજ થવા આવી એટલે એક માણસ કિલ્લા માં બુમ પાડવા લાગ્યો " કિલ્લા માં જે કોઈ હોય તે બહાર આવી જાય કિલ્લા ના દરવાજો બંધ કરવાની તૈયારી છે ને સવાર સુધી તે દરવાજો નહિ ખુલે જે હોય તે બહાર આવી જાય" આ સાંભળીને ત્રણેય મિત્રો ત્યાં ચૂપાઈ ગયા. થોડો સમય થયો એટલે કિલ્લા નો દરવાજો બંધ થઈ ગયો.

દિવ્યાંગ તેના મિત્રો ને કહ્યું આપણે કિલ્લામાં થોડા સમય રોકાઇશું અને રાતના સમયે અહીં શું થાય છે તે જોશું, જો આપણ ને એમ લાગે કે અહીં કેટલીક વિચિત્ર થઈ રહ્યું છે, તો આપણે અહીંથી નીકળી જઈશું.

ત્રણેય મિત્રો વાતો કરવા લાગ્યા મોડી રાત થઈ, દિવ્યાંગ અને તેના મિત્રો બધા કિલ્લાની અંદર ફરતા હતા, પરંતુ તેમને થોડુક કઈક લાગી રહ્યું હતું કે કિલ્લામાં કોઈ માણસ કે બીજા ફરતા હોય તેમ લાગ્યું, દિવ્યાંગ અને તેના બે મિત્રો કિલ્લામાં ચાલતાં આગળ જતા હતા. પછી તેની નજર એક રૂમ તરફ ગઈ, તે રૂમ બહુ જૂનો હતો દીવાલો પણ થોડી ઘણી પડી ગઈ હતી. પક્ષી નો અવાજ પણ આવી રહ્યો હતો મિત્રો ને લાગ્યું અંદર પક્ષીઓ હશે. તે થોડા તે રૂમ પાસે ગયા તો તે રૂમમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળી રહ્યો હતો, તે બધા ત્યાં અટકી ગયા હતા અને તે પ્રકાશ જોઈ રહ્યા, તેમને લાગ્યું કે અંદર કંઈક બળી રહ્યું છે.જેના કારણે પ્રકાશ આવી રહ્યો છે,

હિંમત કરી તે રૂમમાં અંદર ગયા ને જુએ છે, તો તેઓને એક આત્મા દેખાય છે જે હવામાં ઉડતો હતો, અચાનક ભયાનક અવાજ આવવા લાગ્યો. તેની ફરતે એક સફેદ પ્રકાશ હતો. આજુ બાજુ હાર્ડ પિજરો પડ્યા હતા. ખુબ ખરાબ દુર્ગંધ આવી રહી હતી. આ દ્રશ્ય જોઈ ને બધા ત્યાં જ બેભાન થઈ ગયા.

જ્યારે સવાર થઈ ત્યારે તેઓને ભાન આવી, તે પેલા રૂમમાં જોવે છે તે રૂમ કઈ હોતું નથી. પણ ડર લાગ્યો એટલે ત્રણેય ભાગવા લાગ્યા ને કિલ્લા ની બહાર નીકળી ગયા સમજી ગયા હતા કે અહીં રહેવું ખૂબ જોખમી હોઈ શકે છે આ કિલ્લો ખૂબ જ ડરામણો છે.

થોડો દિવસ થયો એટલે દિવ્યાંગ ને ફરી તે કિલ્લા માં ભૂત નું રહસ્ય જાણવાની ઈચ્છા થઈ. બધા મિત્રો ને કહી જોયું પણ કોઈ તેની સાથે આવવા તૈયાર ન થયું.આખરે તેણે નિર્ણય કર્યો કે હું એકલો જઈશ.

સાંજ થયા પહેલા તે કિલ્લા ની અંદર દિવ્યાંગ પ્રવેશ્યો. આ વખતે તેની પાસે એક હથિયાર પણ હતું. તે ગેટ બંધ થવાની રાહ જોવા લાગ્યો. ગેટ બંધ થઈ ગયો ને તે રૂમ પાસે જઈ બેસી ગયો ને રાત પડવાની રાહ જોવા લાગ્યો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું તેમ હાથ માં રહેલ હથિયાર નું પક્કડ જમાવવા લાગ્યો. ને રૂમ માં કોઈ અવાજ કે પ્રકાશ ની રાહ જોઈ રહ્યો.

થોડો સમય થયો એટલે રૂમ માં એક પ્રકાશ થયો. એટલે દિવ્યાંગ હાથમાં હથિયાર લઈ રૂમ માં પ્રવેશ કર્યો જોયું તો પેલું ભૂત હતું પણ આ વખતે તે ભયાનક રૂપ માં હતું. સફેદ કપડાં હતા ને અંદર હાર્ડ પિંજર દેખાઈ રહ્યું હતું. તેની ઊંચાઈ દસ ફૂટ થી પણ વધારે લાગી રહી હતી. લાંબા બે દાત બહાર હતા ને માસ પણ દેખાઈ રહ્યું હતું તો હાથ અને મો માંથી લોહી ટપકી રહ્યું હતું. આવું ભયાનક રૂપ જોઈ દિવ્યાંગ ના હાથ માંથી હથિયાર પડી ગયું. ને તે ત્યાંથી ભાગ્યો , તેણે પાછળ પણ જોયું નહિ કિલ્લા ની દીવાલ નવ ફૂટ ની પણ કેમ કૂદી ગયો તે ખબર ન રહી ને ઘરે જઈ સુઈ ગયો. ને ચાર દિવસ પછી તે જાગ્યો.

જીત ગજ્જર