mayajado bekaro na hisabe real bekaro bekar books and stories free download online pdf in Gujarati

માયાજાળી બેકારો ના હિસાબે રિયલ બેકારો બેકાર?

'માયાજાળી બેકારો’ ના હિસાબે ‘રિયલ બેકારો’ બેકાર?


બેરોજગારી એ સૌને મુંજવતો પ્રશ્ન છે. પછી એ નેતા હોય કે પછી સામાન્ય પબ્લિક હોય કે પછી નોકરિયાત, શ્રમિક ,વેપારી ,ઉધોગપતિ ગમે તે હોય આ પ્રશ્ન દરેક માટે પ્રાણ પ્રશ્ન છે. આ એક રાષ્ટ્રીય સમસ્યા છે. દરેક માટે બેકારી ની સમસ્યા અલગ-અલગ રીતે હોય છે , આ વસ્તુને મુલવવાના દરેકના અલગ-અલગ માપદંડ હોય છે. અમૂકતમુક વેપારી-ઉધોગપતિ શોર્ટ-ટર્મ મંદીને બેકારી ગણે છે , અમુકતમુક ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ ઉપરની આવક ઓછી થાય તેને બેકારી ગણે છે , અમૂકતમુક શિક્ષકો ને નોકરી સિવાય પ્રાઇવેટ ટ્યૂશન ના મળે તો તે પોતાને બેકાર ગણે છે ,અમૂકતમુક શિક્ષણવિદો ફી ઓછી મળે કે ક્યારેક અસામાન્ય સંજોગો માં ના મળે અથવા ફી વધારો ના મળે તો તેઓ પોતાની જાત ને બેકાર સમજે છે , અમુકતમુક ઉધમી લોકો સરકારી સહાય અથવા લોન માફી કે વ્યાજ માફી ના મળે તો પોતાની જાત ને બેકાર સમજે છે ! જ્યારે અમુક-તમુક નેતા લોકો ટિકિટ ન મળે તેને બેકારી ગણે છે ( સેવા કરવાની હોય ને ? ) આ જ વસ્તુ અમુક-તમુક સામાજિક-ધાર્મિક સંસ્થાઓમાં પ્રવર્તે છે ! સેવા માથી બાકાત એટલે બેકાર ! હવે તો આવા અમુક-તમુક નેતા લોકો એ આ બેકારી ને ફેમિલી પ્રશ્ન બનાવ્યો છે કુટુંબમાં એક પણ વ્યક્તિ બેકાર ન જોઈએ ! દરેકે દરેક આત્મનિર્ભર ! સામાન્ય લોકો- શિક્ષિતો ઠામુકુ કામ જ ન મળે તેને બેકારી ગણે છે , આવા બેકારો ને આપણે ‘રિયલ બેકારો’ કહી શકીએ બાકી બધા ને ‘માયાજાળી બેકારો’ આપણે કહી શકીએ !!!
આવી જ એક નેતા ફેમિલી ની બેકારી – ટિકિટ વ્યથા ચૂંટણી સમયની કાલ્પનિક ભાવે અત્રે રજૂ કરી છે કોઈપણ ભોગે ફેમિલી ના દરેક મેમ્બરને ટિકિટ મળી જવી જ જોઈએ એ પછી પક્ષ ગમે તે હોય કુટુંબ ની બેકારીનો સવાલ છે ભાઈ ! આવા જ એક નેતા ફરેબીલાલ કુટુંબની બેકારી દૂર કરવા મથામણ-ભલામણ કરે છે અને પછી શું થાય છે ? વાંચો ----

હેલો ફરેબીલાલ બોલો છો?
ફરેબીલાલ: હા ,હા, બોલો, બોલો..
સામેથી અવાજ આવ્યો શું નક્કી કર્યું? તમારે તો અમારી સરકાર છે એટલે અમારી સાથે જ રેહવાનુ છે.
ફરેબીલાલ: હા,હા ચોકકસ ,ચોકકસ હું વિચારીશ.
સામેથી અવાજ આવ્યો: વિચારી ને તુરંત જ જવાબ આપજો..
ફરેબીલાલ: હા, હા.
હેલો ફરેબીલાલ બીજો ફોન આવ્યો.
ફરેબીલાલ: હા, હા બોલો બોલો,
સામેથી અવાજ આવ્યો: તમે અમારા પક્ષ માં ના આવો તો કહી નહીં પરંતુ ભાભીજી ને જરૂર થી અમારા પક્ષ માં મોકલજો. આ તો શું છે, તમારા લાભ ની વાત છે, આ વખતે અમારી સરકાર બનવાના પૂરા ચાન્સ છે એટલે તમને કહું છું સમજ્યા?
ફરેબીલાલ: હા ,હા જરૂર જરૂર હું મારી પત્ની ને કહી દઈસ , એ તમારા પક્ષ માંથી જ ઊભી રહેશે, ઓકે.
સામેથી અવાજ આવ્યો: ઓકે થેન્ક યૂ ફરેબીલાલ , થેન્ક યૂ.
હેલો ફરેબીલાલ બોલો છો?
ફરેબીલાલ: હા ,હા, બોલો બોલો ..
સામેથી અવાજ આવ્યો: મે સાંભળ્યુ છે કે તમે શાસક પક્ષ માથી, તમારી પત્ની વિરોધ પક્ષ માથી ઇલેક્શન માં ઉમેદવારી નોંધાવવાના છો,તો તમારા પુત્ર ને કહજો કે અમારા ગઠબંધન ને ચાન્સ આપી તે એમાંથી ઊભો રહે તેના માટે ટિકિટ તૈયાર જ છે.
ફરેબીલાલ: હા હા, જરૂર, જરૂર.
હેલો ફરેબીલાલ બોલો છો?
ફરેબીલાલ: હા હા, બોલો બોલો ..
સામેથી અવાજ આવ્યો: મે સાંભળ્યુ છે કે તમે શાસક પક્ષ માથી, તમારા પત્ની વિરોધ પક્ષ માથી ઇલેક્શન માં ઉમેદવારી નોંધાવવાના છો, તથા તમારો પુત્ર ગઠબંધન ની ટિકિટ પર થી ઇલેક્શન લડવાના છે તો એક વિનંતી ફરેબીલાલ તમને કરવાની છે તમને વાંધો ના હોય તો ?
ફરેબીલાલ: હા, હા, બોલો,બોલો તેમાં વિનંતી ના કરવાની હોય બોલો જે હોય તે કહો..
સામેથી અવાજ આવ્યો: મે સાંભળ્યુ છે કે તમે શાસક પક્ષ માથી, તમારા પત્ની વિરોધ પક્ષ માથી ઇલેક્શન માં ઉમેદવારી નોંધાવવાના છો, તથા તમારો પુત્ર ગઠબંધન ની ટિકિટ પર થી ઇલેક્શન લડવાના છે, તો તમારી દીકરી ને અમે લોકો અમારા પ્રાદેશિક પક્ષ માથી ટિકિટ આપવા માગીએ છીએ જો તમને વાંધો ના હોય તો ? તેમને સમજાવી દો ને તો અમે ટિકિટ ની વ્યવસ્થા કરી આપીએ.
ફરેબીલાલ: હા, હા, જરૂર, જરૂર. હું મારી દીકરી ને સમજાવી દઈશ ઓકે.
સામેથી અવાજ આવ્યો: ઓકે થેન્ક યૂ સર.
ઇલેક્શન ની તારીખ જાહેર થઈ ગઈ , ટિકિટ વહેચણી ના ઉમેદવારો ના નામો આવ્યા ..
ફરેબીલાલ : શાસક પક્ષ માથી
ફરેબીલાલ ના પત્ની : વિપક્ષ માથી
ફરેબીલાલ ના પુત્ર : ગઠબંધન માથી
ફરેબીલાલ ના દીકરી : પ્રાદેશિક પક્ષ માથી ઇલેક્શન લડશે!
ફરેબીલાલ નું પૂરુ ફેમિલી આત્મનિર્ભર ! આવા આવા અમુક-તમુક લગ્ને-લગ્ને કુવારા ‘માયાજાળી બેકારો’ ના હિસાબે ‘રિયલ બેકારો’ નો કદી વારો આવતો જ નથી , આવતો જ નથી અને આવતો જ નથી ! કે પછી આવા લોકો વારો આવવા દેતા જ નથી ? આ એક યક્ષ પ્રશ્ન છે ! આપને શું લાગે છે ? સાચી વાત છે ?
વિકાસ આપણે ઇકોનોમિકસ માં , આંકડામાં ,આભાસી રીતે કે પછી વાતોથી બતાવવાનો નથી પરંતુ વાસ્તવ માં દરેક ના જીવન માં હેપ્પીનેસ લાવી ને સાર્થક કરવાનો છે ! આના માટે આપણે પરંપરા થી ઉપર ઉઠી ને ક્રાંતિકારી નિર્ણયો આવા અમુક - તમુક પરિબળો સામે લેવાની તાતી જરૂરીયાત છે! સૌનો આભાર સહ..
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED