havaskhor books and stories free download online pdf in Gujarati

હવસખોર

ગર્લફ્રેન્ડ માટે હર્ષ અલગ અલગ પેતરા અજમાવી રહ્યો હતો. જ્યારે વિનય બહેન પામવા માટે. બંને ક્યારેક કોલેજ માં ક્યારે રસ્તા પર તો ક્યારેક પાર્ટી, મેરેજ કે ફંક્શન માં હાજરી આપી પંસંદ મેળવવા શું ન કરતા પણ તે હંમેશા નિષ્ફળ રહેતા તેનું કારણ એક અલગ હતું તે સ્ટોરી ના અંત માં ખબર પડશે

એક મિત્રએ બંને ને કહ્યું આમ રસ્તા પર ગર્લફ્રેન્ડ કે બહેન મળશે નહિ તમે એક કામ કરો. તમે ફેસબુક પર કોશિશ કરો કદાચ તમને સફળતા મળી શકે. એટલે હર્ષ અને વિનય એ ફેસબુક પર પ્રોફાઈલ બનાવી અને હર્ષ એ સારી ગર્લફ્રેન્ડ શોધવાની શરૂ કર્યું. જ્યારે વિનયે બહેન શોધવાનું.

બંને એ ઘણા પ્રયત્નો કર્યા તો પણ તેમને કઈ હાથ લાગ્યું નહિ એટલે તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકવાનું નક્કી કર્યું.

હર્ષ એ એક પોસ્ટ મૂકી.
"શું કોઈ છોકરી મારી ફ્રેન્ડ બનશે ?, મને કોઈ ફ્રેન્ડ નથી, જો કોઈ મારી ફ્રેન્ડ બનશે, તો હું તેના માટે ખૂબ આભારી હોઈશ,"

સાથે વિનયે પોસ્ટ મૂકી.
"શું કોઈ છોકરી મારી બહેન બનશે ?, મારે કોઈ બહેન નથી. જો કોઈ મારી બહેન બનશે તો હું તેનો ખુબ આભારી રહીશ.

"ઘણા લોકોએ ટિપ્પણી કરી, પરંતુ તે બધા હસી મઝાક કરી રહ્યા હતા. પણ બધાના ભાગ્ય માં કોઈ હોઈ છે તેમ ફેસબુક પર એક છોકરી આવી, તેણે હર્ષ ની પોસ્ટ પર કોમેન્ટ કરી. કદાચ હર્ષ ની જેમ તે હશે. તેને કોઈ ફ્રેન્ડ નહિ હોય.

આ બાજુ વિનય ની પોસ્ટ પર કૉમેન્ટ આવી હું તમારી બહેન બનવા તૈયાર છું. મારે કોઈ ભાઈ નથી.હવે આગળ કેવો સંબંધ થાય છે હવે તે તો બંને ની વાત થયા પછી ખબર પડે.
ચાલો જોઈએ બંને વચ્ચે શું વાત થાય છે

કૉમેન્ટ હતી તે છોકરી ની "જરૂર"
હર્ષે રિપલાઈ આપ્યો, નિશ્ચિતપણે ડિયર, આપણે પૂરા દિલથી સંબંધ રાખીશું,હું પણ તારા માટે મરી જઈશ બસ તું મારી ફ્રેન્ડ બનીશ ને ..........

છોકરી એ હા પાડી હું તમારી ફ્રેન્ડ બનવા તૈયાર છું. આ સાંભળી ને હર્ષ તો પાગલ જેવો થઈ ગયો. પછી બંને એક બીજાને પૂછવા લાગ્યા.

હર્ષ માં કૉમેન્ટ કરનાર છોકરી હર્ષ સાથે મેસેજ માં ચેટ કરવા લાગી તેણે તેનું નામ કીર્તિ આપ્યું. અને તે એક ગરીબ ઘરની અને ઘરમાં તેની મમ્મી સિવાય કોઈ હતું નહિ. તેને બહાર નો પ્રેમ જોયો પણ ન હતો તો ફ્રેન્ડ ની શું વાત કરવી. બંને તો મેસેજ માં વાતો કરવા લાગ્યા.

આ બાજુ વિનય ને પણ પેલી છોકરી તેમની બહેન બનવા તૈયાર થઈ. એટલે વિનય પણ સામે થી તે છોકરી સાથે ચેટ કરવા લાગ્યા. એક ભાઈ ન હોવાના કારણે તે છોકરી 'મહેક' ભાઈ મળવાની ખુશી મેસેજ માં વ્યક્ત કરી રહી હતી. તેઓ બંને પણ ખુબ વાતો કરી.

એક બીજા બધા પોત પોતાનો પરિષય આપ્યો ઘર માં કોણ છે શું કરે છે તે બધું પૂછી લીધું. ને સંબધ ગાઢ બની ગયો. હવે તો તે કોલ પર વાતો પણ કરવા લાગ્યા હતા.

કિર્તી ને કોઈ ફ્રેન્ડ હતો નહિ ને ફ્રેન્ડ મળવાથી તે ખુશી ખુશી થઇ ગઇ. મહેક ને કોઈ ભાઈ હતો નહિ એટલે તે પણ બહુ ખુશ રહેવા લાગી હતી.

કિર્તી ફ્રેન્ડ ના સંબંધ આગળ કેમ નિભાવવા અને કેટલો પવિત્ર રાખવો તે વિચારતી હતી અને આ બાજુ મહેલ રક્ષાબંધન ને દિવસે હું ક્યારે ભાઈ ને રાખડી બાંધીેશ તે સપના જોવા લાગી હતી.

રોજ મીઠી મીઠી વાતો થતી હતી ને એક બીજા સંબંધ સાચવવાના વચનો પણ આપી દીધા હતા.

એક દિવસ હર્ષ કિર્તી ને મળવા માટે કહે છે. કિર્તી પણ હર્ષ ની વાત ના કહી શકી નહિ તે પણ હર્ષ ને મળવા માંગતી હતી. બંને એ એક દિવસ નક્કી કર્યો પણ ક્યાં મળવું તે બંને ની મુંજવણ હતી એટલે હર્ષે કહ્યું આપણે મારા ફ્રેન્ડ ના ઘરે મળીશું. મળવાની ખુશી માં કિર્તી કઈ કહી નહિ ને ત્યાં હું આવી જઈશ તે કહી દીધું.

આ બાજુ મહેક ને પણ એક ભાઈ ને મળવાની ઈચ્છા થઈ એટલે વિનય ને કહ્યું ભાઈ હું તને મળવા માંગુ છું તું મળી શકે મને ? ત્યારે વિનયે હા પાડે છે. બંને પણ ક્યાં મળવાનું વિચારવા લાગ્યા. મહેક તો વિનય ને ઘરે બોલાવવા માંગતી હતી. પણ વિનય તે માટે તૈયાર ન થયો. આખરે મહેક વિનય ને મનાવવામાં સફળ થઈ. પછી વિનય મહેક માં ઘરે આવવા તૈયાર થઈ ગયો.

હર્ષ તેના મિત્રની ઘરે આવી ગયો હતો ને કિર્તી ની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં કિર્તી આવી ઘર ની અંદર તેને નજર કરી પણ ઘરે કોઈ હતું નહિ. હર્ષ કિર્તી નો હાથ પકડી બેડરૂમમાં લઇ ગયો ને બંને વાતો કરવા લાગ્યા. કિર્તી તો હર્ષ ને પ્રેમ થી નિહાળી રહી હતી પણ હર્ષ ના હવશશીલ સ્વભાવ ને તે સમજી શકી નહિ. હર્ષ મીઠી મીઠી વાતો કરી કિર્તી મી નજીક આવવા લાગ્યો. તો પણ કિર્તી પ્રેમ વસ કઈ સમજી શકી નહિ ને હર્ષ નો સાથ આપવા લાગી. પછી જ્યારે હર્ષે શારીરિક માંગણી કરી ત્યારે ખબર પડી કે હર્ષ તો મારા શરીર ને પ્રેમ કરે છે ત્યારે કિર્તી ઊભી થઈ ગઈ ને ત્યાં થી નીકળી જવા દરવાજો ખોલ્યો ત્યાં પાછળ થી હર્ષ તેને પકડી ને બળજબરી કરવા લાગ્યો.

સાંભળ કિર્તી હું તને નહિ તારા શરીર ને પ્રેમ કરું છું એટલે તો મે તને ફેસબુક માં પટાવી છે. આ સાંભળી ને બેબાક કિર્તી બની ગઈ. તે હર્ષ ના પંજા માંથી છૂટવાનો પ્રયત્ન કરવા લાગી ને આખરે તે તેના પંજા માંથી છૂટીને ત્યાંથી ભાગી નીકળી.

મહેક તેની ઘરે આજે વિનય આવવાની રાહ જોઈ રહી હતી. તે ઘરે આજે એકલી હતી મમ્મી કામ પર ગયા હતા. ત્યાં વિનય આવ્યો ને મહેક ની બાજુમાં બેસી ગયો . તેણે સીધો એક પ્રશ્ન કર્યો.

દીદી, તારો કોઈ બોયફ્રેન્ડ છે, છે તો તમારી વચ્ચે કેવા સંબંધ છે, તે શું શું કર્યું છે તેની સાથે.? મહેક ની ભાઈ પ્રત્યે ની લાગણી તો પાણી માં વહી ગઈ હોય તેમ બોલી ભાઈ કેમ આવું બોલી રહ્યા છો, પછી વિનયે કહ્યું, આજકાલ આ બધી વાતો ચાલે છે, તું ડરીશ નહિ, મહેક ફરી જવાબ આપે છે, તું પાગલ છે, આવી વાત કરે છે, શરમ આવે છે ??

વિનય એ ફરી ઠપકો આપ્યો, આમાં શરમની વાત શું છે, તું એવું બોલી રહી છે જાણે કશું જ જાણતી નથી, તું જાણતી નહીં હોવ કે કેટલા લોકો તારા ચહેરા પર મરે છે, તું કેટલા લોકો સાથે સુઈ ગઇ છે.? તે મને ખબર છે. આમ સીધી છોકરી ન બન. મને તારી બધી ખબર છે. જો તને કોઈ વાંધો ન હોય તો તું મારી સાથે સુઈ શકે છે.

આ સાંભળી ને તો મહેક ના પગ નીચે થી જમીન સરકી ગઈ. વિનય થોડા દિવસો પહેલા મને આજીવન બહેન બનાવી ને રાખીશ તેવી વાત કરી રહ્યો હતો, આજે તે અશ્લીલ વાતો કરવા લાગ્યો, મહેક એ રડતા વિનય ને બસ એક વાત કહી.

સાંભળો...ભાઈ, હું એક અનાથ છોકરી છું, મને થોડા દિવસો પહેલા જ નોકરી મળી, થોડા પૈસા આવ્યા પછી મેં મોબાઈલ લીધો, પછી 15 દિવસ પહેલા ફેસબુક પર જોડાઈ, મારો કોઈ પિતા કે મારો કોઈ ભાઈ નથી, મિત્ર નથી કે કોઈ સબંધી નથી. , તમે એક બહેન ઇચ્છતા હતા, અને મારે એક ભાઈ ની જરૂર હતી. તમે મળ્યા વાતો શરૂ કરી. પણ મને ખબર નહોતી કે મેં દુનિયાની સૌથી મોટી ભૂલ કરી રહી છું, હું તો રાખડી બાંધવા ના સપના જોઈ રહી હતી પણ મને શું ખબર તે આ સંબંધ ને તું બીજી રીતે જોવે છે. આજે ખબર પડી કે આપણા તે આપણા હોય છે. કોઈ ઉપર એમ જ વિશ્વાસ ન કરવો જોઈએ.

વિનય ને મહેક બે થપ્પડ મારે છે ને તેના ઘરે થી કાઢી મૂકે છે. એક ધમકી પણ આપે છે કે મને ક્યારેય તે મને ગંદી નજર થી જોયો તો તારી ખેર નથી...આટલું જાણી લેજે.

આજકાલ આવું થઈ રહ્યું છે, લોકો સંબંધના નામથી માણસોની ગળુ દબાવી રહ્યા છે, તેઓ ફક્ત તેમના સમય અને વાસના માટે લોગોનો ઉપયોગ કરે છે, અને તે પણ આવા પવિત્ર સંબંધનું ન લઈને, હું દરેક માટે નથી કહેતો, પરંતુ તેમના માટે ચોક્કસ એવા છે કે જેમની ગંદી વિચારસરણી ખરાબ રીતે ચાલે છે, મને કહો કે તે છોકરીનો શું વાંક હતો, બસ આ મારી વિનંતી છે. મિત્રોમાં ગંદી વિચારસરણી ન કરો, અથવા વિચારસરણી ગંદા હોય તો સંબંધ બનાવશો નહીં .........

જીત ગજ્જર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED